ગુજરાતી ન્યૂઝ India-News Investment

2000 Notes Ban in Gujarati: 2000 રૂપિયાની નોટ જમા કરવાનાં નિયમો જાણો, નોટબંધી ની છેલ્લી તારીખ

2000 Notes Ban By RBI
Written by Gujarat Info Hub


2000 Notes Ban in Gujarati: ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા 2000 રૂપીયા ની નોટ સપ્ટેમ્બર 2023 પછી ચલણમાંથી નિકાળી દેવાની ઘોસણા કરવામાં આવી છે. પરંતુ અત્યારે 2000 રૂ. ની નોટ ચલણમાં ચાલુ રહેશે, આ ૨૦૦૦ ની નોટો ને બેન્ક માં 23 મે થી 30 સપ્ટેમ્બર 2023 સુધી જમા કરાવી શકો છો અથવા બદલી બીજી ચલાણી નોટો મેળવી શકો છો.

2000 Notes Ban in Gujarati

2000 Notes Ban: ભારતીય રીઝર્વ બેંક (RBI) દ્વારા ૨૦૦૦ રુપિયાની નોટો ચલણથી બહાર નિકાળી દેવાની જાહેરાત શુક્રવાર ના રોજ કરવામાં આવી, પરંતુ આ નોટો જમા કરવવા માટે ૪ મહિનાનો સમયગાળો આપ્યો છે, એટ્લે કે ૩૦ સ્પ્ટેમ્બર સુધી બેંક માં જઈ જમાં કરાવી શકો છો અને આ સાથે બેંકો ને પણ સુચના મળી છે કે ૨૦૦૦ રુપિયાની નોટ આપવાનું બંધ કરી દે, તો હવે જે લોકો પાસે ૨૦૦૦ રુપિયાની નોટ છે એ શુ કરશે, ક્યાં સુધી જમાં કરવાની રહેશે ? શું કોઈ ચાર્જ આપવો પડશે ? આ બધા સવાલોનો જવાબ તમે અમારા આ નોટબંધી ના અર્ટીક્લની મદદથી મેળવી શકશો.

2000 રૂપિયાની નોટ પાછી ખેચવામાં કેમ આવી રહી છે ?

બધા જાણે છે કે નવમ્બર ૨૦૧૬ ના રોજ રીઝર્વ બેંક દ્વારા ૨૦૦૦ રુ. નોટની શરૂઆત કરી હતી જેના મુખ્ય ઉદેશ 500 અને 1000 રુપિયાની નોટબંધી સમયે નોટોને પાછી ખેચી લીધા બાદ ભારતીય અર્થતંત્રમાં નોટોની જરુરત ને જલ્દીથી પુર્ણ કરવા માટે આ નોટ ને બહાર પાડવામં આવી હતી. આ ઉદેશ પુરા થતા ની સાથે વર્ષ 2018-19 માં 2000 રુપિયાની નોટ છપવાનું બંધ કરી દેવામાં આવ્યુ હતુ. અને 2000 currency notes નો ઉપયોગ લેન દેન માટે એટલા પ્રમાણમાં  નોહતો થતો તે સમયે લોકો ને પૈસા ની આવશ્યકતા ને ધ્યાનમાં લઈ બેંક માં પુરતા પ્રમાણમાં સ્ટોક મળી રહે તે માટે ૨૦૦૦ ની નોટને બહાર પાડવામાં આવી હતી. આંમ તમામ મુદાઓને ધ્યાને લઈ RBI ની “ ચોખ્ખી નોટ નિતી” આધાર પર 2000 રૂપીયાની નોટ બંધ (2000 Notes Ban) કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે.

સામાન્ય લેણદેણ માં 2000 ની નોટનો ઉપયોગ કરી શકાશે

2000 Notes Ban: જે લોકો પાસે 2000 ની ચલણી નોટો છે, તો તેઓ ૩૦ સ્પટેમ્બર ૨૦૨૩ સુધી આ નોટોને લેણદેણ માં ઉપયોગ કરી શકશે, અને RBI દ્વારા જાહેર કરાયેલ તારીખ સુધી બેંક માં આ નોટો જમાં કરાવી શકો અને તેના બદલામાં નવી ચલણી નોટો મેળવી શકો છો. અને આ નોટ બદલવા માટે તમે તે બેંકમાં અકાઉન્ટ ધરાવતા હોવા જરુરી નથી.

શુ નોટ એકચેન્જ કરતી વખતે કોઈ લિમીટ છે 

2000 Currency Note Exchange: હા, એક વ્યકતી એક સમય પર ૨૦,૦૦૦ રૂપિયા સુધીની બે હજાર ની નોટો બદલી તેના બદલામાં બીજી નોટો મેળવી શકશે. જો રાશી ૨૦ હજાર કરતા વધુ હોય તો તમે બેંક માં જમા કરાવી શકો છો.

2000 રુપિયાની નોટો ક્યારથી બદલી શકાશે 

બેંકોને તૈયારી કરવા માટે ૪ દિવસનો સમય આપવામાં આવેલ છે, જેથી તમે ૨૩ મે ૨૦૨૩ પછી બેંક શાખાઓમાં અથવા રીઝર્વ બેંક ના ક્ષેત્રીય કાર્યાલયોમાં જઈ તમારી 2000 નોટને બદલી શકો છો.

આ પણ વાંચો : ધો. 9 થી 12 ના વિધાર્થીઓને મળશે 25000 સ્કોલરશીપ

જો તમારે 20,000 રુપિયા થી વધુ પૈસા ની જરુર હોય તો શુ કરવુ ? 

તમારા બેંક ખાતામાં તમે કોઇપણ મુઝવણ વગર ૨૦ હજારથી વધુ 2000 રુપિયાની નોટો જમાં કરાવી શકો છો અને તેની રસિદ લઈ તમારી જરુરત મુજબ ૨૦,૦૦૦ થી વધુ પૈસા ઉપાડી શકો છો.

જો તમે બે હજાર ની નોટ તરત જમા કે બદલી શકો તેમ નથી, તો શુ થશે ?

રીઝર્વ બેંક દ્વારા લોકો ની હાલાકી ના ભોગવવી પડે તે ધ્યાને લઈ 2000 currency notes જમા કરવા કે બદલવા માટે કુલ ૪ મહિનાનો સમયગાળો આપ્યો છે, જેથી તમે આ ૪ મહિનામાં ગમે ત્યારે તમને ટાઈમે હોય ત્યારે નજીકની બેંક માં જઈ બદલી શકો છો.

જો કોઇ બેંક 2000 રુપિયા ની નોટ બદલવા કે જમા કરવાની ના પાડે તો શુ કરવુ ?

જો કોઈ બેંક કોઇપણ ગ્રાહક્ને નોટ બદલવા કે જ્મા કરવાની ના પાડે તો તે બેંક માં અરજી કરી શકો છો અને તે અરજીનો જો તે બેંક ૩૦ દિવસ સુધીમાં કોઇપણ પ્રતિસાદ ના આપે તો અથવા બેંક દ્વારા આપેલ જવાબથી તમે સંતુષ્ટ નથી તો તમે રીઝર્વ બેંક ની લોકપાલ યોજના અંતર્ગત cms.rbi.gov.in પર જઈ અરજી દાખલ કરી શકો છો.

નોટબંધી બાબતે અગત્યના મુદા

  • 2000 ની નોટ બદલવા કે જમા કરવાનો કોઈપણ પ્રકારનો ચાર્જ નહી લાગે.
  • બેંક નો સુચના આપ્યા છે કે વરિષ્ઠ નાગરીક, વિંકલાંગ લોકો માટે 2000 નોટ જમા કે બદલવા માટે અલગ વિશેષ વ્યવસ્થા રાખવાની રહેશે.
  • કુલ ૨૦,૦૦૦ રુપિયા સુધી કોઇપણ નાગરીક જેને તે બેન્ક માં ખાતુ નથી તે પણ નોટો બદલાવી શકશે.
  • જો પૈસા જમા કરવાતી વખતે વધુ પૈસા હશે તો બેંક ના નિયમો મુજબ નોટો જમા કરવાની રહેશે.

આ વાંચો :- ધોરણ 12 આર્ટસ અને કોમર્સ ના રિઝલ્ટ ની તારીખ જાહેર

FAQ’s

2000 નોટ ક્યાં સુધી ચાલુ રહેશે ?

2 હજાર ની નોટ ૩૦ સ્પ્ટેમ્બર ૨૦૨૩ સુધી ચલણમાં ચાલુ રહેશે અને ત્યાં સુધી તમે કોઈપણ બેંક માં જઈ બદલી શકો છો.

RBI ની ક્લિન નોટ નિતિ શુ છે ?

લોકોને સારી ગુણવતા વાળી નોટો મળી રહે તે માટે RBI દ્વારા લાગુ કરાયેલ નિતી છે.

એક સાથે કેટ્લા રુપિયા એક્ચેન્જ કરી શકાશે ?

કોઇપણ વ્યક્તિ એક સમયે એકસાથે ૨૦,૦૦૦ રુપિયા સુધીની ૨ હજારની નોટો બદલી શકશે.

2000 Notes Ban માટેની છેલ્લી તારીખ કઈ છે ?

૨૦૦૦ ની નોટ જમા કે બદલવાની છેલ્લી તારીખ 31/09/2023 છે.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment