ગુજરાતી ન્યૂઝ Trending જાણવા જેવું

બિપોરજોય વાવાઝોડાને લઈ ગુજરાત પર વધ્યો ખતરો, આ જીલ્લામાં રેડ અલર્ટ

બિપોરજોય વાવાઝોડા અંગે અંબાલાલની આગાહી
Written by Gujarat Info Hub

ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાની સંકટ સતત વધી રહે છે. આ વાવાઝોડા ની દિશા વારંવાર બદલાતા તે પાકિસ્તાન તરફ જવાના બદલે હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. લેટેસ્ટ ન્યુઝ પ્રમાણે વાવાઝોડા એ પોતાની દિશા બદલી હવે ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે જેથી ગુજરાતના દરિયાકાંઠા નો વિસ્તારો પર સંકટ તોળાઈ રહ્યું છે. હાલની સ્થિતિ જોતા બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારથી એટલે કે દ્વારકા અને પોરબંદરથી લગભગ 500 કિલોમીટર દૂર છે.

હવામાન વિભાગની આગાહી

બિપોરજોય વાવાઝોડું તારીખ 14 જૂન ના સવાર ઉત્તર દિશા તરફ આગળ વધી 15 જૂન સુધી કચ્છના માંડવી થી લઈને પોરબંદર સુધીના વિસ્તાર પર ત્રાટકી શકે ત્યારે જમીન પર તેની ઝડપ 80 થી 100 કિ.મી પ્રતિ કલાકની રહેશે તેવી શક્યતા છે. જેના પગલાં અનુસાર હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર તથા કચ્છ દરિયાકાંઠાના વિસ્તારો પર યલો અલર્ટ જાહેર કરવામાં આવે છે. બિપોરજોય વાવાઝોડું જેમ જેમ આગળ વધતું જાય છે તેમ વિકરાળ સ્વરૂપ ધારણ કરતું જાય છે જેથી ગુજરાત પર તેનો ખતરો વનરાઈ રહ્યો છે

  • બિપોરજોય વાવાઝોડું હાલ દરિયામાં લગભગ પાંચ થી છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. 
  • આ વાવાઝોડું વિકરાળ સ્વરૂપ ધારણ કરવાની શક્યતા છે જેથી ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે.
  • 14 જુન સવારથી લઈને 15 જૂન બપોર સુધી ગુજરાતના દરિયાકિનારે ઝાટકી શકે તેવી સંભાવના વ્યકત કરી છે
  • 80 થી 120 કિ.મી ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે
  • કચ્છથી લઈને પોરબંદર સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે 

બિપોરજોય વાવાઝોડા અંગે અંબાલાલની આગાહી

બિપોરજોય વાવાઝોડા અંગે અંબાલાલ એ પણ પોતાનું નિવેદન આપ્યું છે કે આ વાવાઝોડું આવતા 24 કલાકમાં પ્રચંડ રૂપ ધારણ કરશે અને તારીખ 12 થી 14 સુધીમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે પવન સાથે લેન્ડફોલ થશે જ્યારે આ દરિયાકાંઠાના વિસ્તારો પર ભારે પવન સાથે વરસાદ થવાની પણ સંભાવના અંબાલાલની પટેલ ની આગાહી માં વ્યક્ત કરી છે.

ભારે વરસાદની ચેતવણી

 વાવાઝોડાની ઝડપ અને દિશા બદલાતા ગુજરાતના દરિયાકેટ કરનારા વિસ્તારો પર યેલો અલર્ટ જાહેર કરવામાં આવેલ છે જેથી હવામાન વિભાગ દ્વારા મચ્છુઆરોને પણ દરિયો ખોળવાની ના પાડવામાં આવેલ છે.

કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, જુનાગઢ, રાજકોટ અને મોરબી જિલ્લાઓમાં પવન સાથે ભારે વરસાદની પણ ચેતવણી આપવામાં આવી છે

બિપોરજોય વાવાઝોડા ની એક્ઝેટ કઈ જગ્યાએ ટકરાશે તે હજુ સુધી નક્કી થઈ શક્યું નથી કેમકે વાવાઝોડું પોતાનો રસ્તો સતત બદલતું રહ્યું છે પરંતુ અગાઉ મેં જણાવ્યું તેમ બિપોરજોય વાવાઝોડુ ગુજરાતની એકદમ નજીકથી પસાર થઈ અને પાકિસ્તાનના દરિયા કિનારે ટકરાશે તેવી સંભાવના વ્યક્ત કરી છે જેની સૌથી વધુ અસર ગુજરાતના પશ્ચિમ દરિયા કિનારાના ભાગોમાં થઈ શકે છે.

હવામાન વિભાગ દ્વારા સભાવના વ્યક્ત કરી છે કે વાવાઝોડું કચ્છના માંડવી થી લઈને પાકિસ્તાનના કરાચીની વચ્ચે જમીન સાથે ટકરાશે અને તેની અસર ગુજરાતના પશ્ચિમ ભાગના જિલ્લાઓમાં થવાની સંભાવના વ્યક્ત કરી છે.

અત્યારે પવનની ગતિ 30 થી 40 કિમી પ્રતિ કલાક છે પરંતુ જે આગળના દિવસોમાં વધીને 70 થી 100 કિમી સુધી પહોંચી શકે તેવી સંભાવના વ્યકત કરી છે સાથે સાથે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ પણ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે

હવામાન વિભાગ દ્વારા ગુજરાતના તમામ માટે પણ વોર્નિંગ આપવામાં આવે છે હાલમાં વાવાઝોડું દરિયા કાઠાનાં વિસ્તારથી લગભગ 500 કીમી દૂર છે અને જેની પવનની ગતિસૌથી વધુ તેના કેન્દ્રની આસપાસ મપાઇ રહી છે જે અંદાજે 125 થી 150 કિલોમીટર પ્રતિ કલાકની છે. હવામાન વિભાગ દ્વારા  જણાવવામાં આવે છે કે વાવાઝોડાના કારણે દરિયાઓ પણ તોફાની બનશે જેના કારણે 15 મીટર ઉંચા મોજા ઉછળી શકે છે પરંતુ  હવામાન વિભાગ દ્વારા વાવાઝોડું દરિયાકાઠાના વિસ્તાર પર કોઈ સીધી અસર નહીં થાય તેવી સંભાવનાઓ પણ સાથે સાથે વ્યક્ત કરી છે.

અગત્યની લિન્ક

બિપોરજોય વાવાઝોડા નું લાઈવ સ્ટેટ્સઅહીં ક્લિક કરો
હવામાન વિભાગની આગાહી PDF માટે અહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
ગૂગલ ન્યૂઝ પર ફોલોવ કરવા માટે અહીં ક્લિક કરો

બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ક્યારે ટકારશે?

બિપોરજોય વાવઝોડું ગુજરાતનાં દરિયાકાઠે 15 જૂન ના રોજ ત્રાટકશે.

વાવાઝોડાનું લાઈવ સ્ટેટસ કેવી રીતે જોવું ?

બિપોરજોય વાવાઝોડા નું લાઈવ સ્ટેટ્સ જોવા માટે https://www.windy.com/ પર જાઓ.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment