નોકરી & રોજગાર

વિદ્યાસહાયક ભરતી 2023: આશ્રમ શાળામાં શિક્ષકોની ભરતી, જલ્દીથી જાણો

વિદ્યાસહાયક ભરતી 2023
Written by Gujarat Info Hub

વિદ્યાસહાયક ભરતી 2023 । VidhyaSahayak Bharti 2023 ꠰ શિક્ષણ સહાયક ભરતી | Shikshan sahayak bharati | Ashram Shala Bharti 2023 । આશ્રમ શાળા ભરતી

વિધાસહાયક ભરતી: આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર  અને  કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસની કચેરી ગાંધીનગર  દ્વારા આશ્રમ શાળા ભરતી માટે એન.ઓ.સી. મળતાં  નવસારી ની જુદી જુદી આશ્રમ શાળાઓ માટે  વિધાસહાયક અને શિક્ષણ સહાયક ભરતી માટેની અરજી કરવાની પ્રક્રીયા શરૂ થઈ ગઈ છે.

આશ્રમ શાળા ભરતી 2023: મિત્રો નવસારી જીલ્લામાં આવેલી જુદી જુદી આશ્રમ શાળાઓ માટે આશ્રમ શાળા ભરતી અંતર્ગત નાપ્રાથમિક ,ઉચ્ચતર પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગો માટે એટલે કે ધોરણ : 1 થી 12 માટે વિધાસહાયક ભરતી 2023 અને શિક્ષણ સહાયક ભરતી માટેની જાહેરાત બહારપાડવામાં આવી છે .જે મિત્રો એ શિક્ષક બનવા માટેની લાયકાત મેળવી છે .અને વિધાસહાયક ભરતી અથવા શિક્ષણ સહાયક ભરતી  ની રાહ જોઈ રહ્યા છે . તેમના માટે આ જાહેરાત ખૂબ જ મહત્વની છે . જો કે કેટલીકજગ્યાઓ વિવિધ કેટેગીરીના ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે .જો તમે તે કેટેગીરી માં આવતા હોવ અને વિદ્યાસહાયક ભરતી 2023 અથવા શિક્ષણ સહાયક ભરતી માટે લાયકાત ધરાવતા હોવ તો નિયત સમય મર્યાદા પહેલાં તમે આશ્રમ શાળા ભરતી માટે અરજી કરી શકો છો .

વિદ્યાસહાયક ભરતી 2023 શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાત : ધોરણ : 1 થી 5

નવસારી જીલ્લામાં આવેલી જુદી જુદી સંસ્થાઓ ની આશ્રમ શાળા ભરતી 2023 અંતર્ગત વિધાસહાયક ભરતી અથવા શિક્ષણ સહાયક ભરતી  ધોરણ : 1 થી 5માટે કરવામાં આવનાર છે . આ માટે ધોરણ 1 થી 5ના પ્રાથમિક વિભાગમાં   વિધાસહાયક ભરતી માટે એચ .એસ.સી . એટલે કે ધોરણ 12 પછી પી.ટી.સી. પાસ ની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવાજોઈએ તેમજ પ્રાથમિક વિભાગ માટે ટેટ ની લાયકાત પણ સરકાર દ્વારા માન્ય કરવામાં આવેલ હોય તેથી ઉમેદવાર ટેટ 1 ની પરીક્ષા પાસ હોવા જોઈએ .છતાંય ઉમેદવારોએ સંસ્થા દ્વારા આપવામાં આવતું આશ્રમ શાળા ભરતી 2023  માટેનું વિગતવાર નોટીફીકેશન વાંચ્યા પછીજ અરજી કરવી જોઈએ .

ધોરણ 6 થી 8 માટે ઉચ્ચતર પ્રાથમિક વિભાગ માટે ની લાયકાત :

આશ્રમ શાળા ભરતી 2023 અંતર્ગત વિધાસહાયક ભરતી માટે ભાષા ,ગણિત વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન માટેની લાયકાત જોઈએ તો ભાષા વિષયમાં વિધાસહાયક ભરતી માટે સ્નાતકની પદવી અને બી.એડ એટલેકે અહી બી.એ .અને બી.એડ ની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે .ગણિત વિષયમાં વિધાસહાયક ભરતી માટે ઉમેદવાર બી.એસ.સી .ની લાયકાત ધરાવતા હોવા જોઈએ .ઉપરાંત .બી.એડ ની લાયકાત ધરાવતા હોવા જોઈએ . તેમજ ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં એટ્લે કે ધોરણ 6 થી 8 માં વિદ્યાસહાયક ભરતી 2023 માટે જેતે વિષયમાં બી.એ . અને બી.એડ ની લાયકાત ધરાવતા હોવા જોઈએ.  આ ઉપરાંત નિયમોનુસાર ઉચ્ચતર વિભાગમાં ટેટ 2 પરીક્ષા ઉતીર્ણ કરેલ હોવી જોઈએ જોકે જાહેરાતના અનુસંધાનનું  આશ્રમ શાળા ભરતી નું  સંસ્થાનુંસત્તાવાર નોટીફીકેશન જોઈ લેવા ભલામણ છે .  

ધોરણ 9  થી 10  માટે ( માધ્યમિક વિભાગ) માટે ની લાયકાત :

 મિત્રો માધ્યમિક વિભાગમાં ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી માટેના શિક્ષણ સહાયક  ની જાહેરાતની લાયકાતની વાત કરીએ તો ભાષાની  અંગ્રેજી ની જગ્યા માટે બી .એ .બી. એડ અને ગણિત વિજ્ઞાનના શિક્ષણ સહાયક ભરતી  માટે બી.એસ.સી. બી.એડ લાયકાત જરૂરી છે.  

ધોરણ 11  થી 12   માટે ( ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ) માટે ની લાયકાત : 

ધોરણ :11 અને 12 માટેના ઉચ્ચતર વિભાગ માટે એમ.એ . અને બી.એડ ની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે જો કે આ જગ્યાઓ અલગ અલગ કેટેગીરી ના  અનામતના લાભ મેળવતા ઉમેદવારો માટે અનામત પણ છે. શિક્ષણ સહાયક ભરતી  માં તમારો સમાવેશ થવા પાત્ર છે કે કેમ તે પણ જોઈ લેવું જોઈએ .

આશ્રમ શાળા ભરતી 2023 વય મર્યાદા

નવસારી આશ્રમ શાળા ભરતી બાબતે આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર હેઠળની કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસની કચેરી ગાંધીનગર ના જેતે જાહેરનામા મુજબ ની વય મર્યાદા ધરાવનાર ઉમેદવાર  આશ્રમ શાળા ભરતી 2023  ની નવસારીની વિવિધ સંસ્થાઓ માટે શિક્ષણ સહાયક ભરતી અને વિદ્યાસહાયક ભરતી 2023 માટે અરજી કરી શકશે .

પગાર ધોરણ : સરકારના નિયમો મુજબ હાલમાં વિધાસહાયક ને પાંચ વર્ષ સુધી 19950 રૂપિયા ફિક્સ અને ત્યારબાદ નિયમ અનુસાર પૂરો પગાર મળવા પાત્ર થશે . તેમજ ધોરણ 9 થી 10 માટેના શિક્ષણ સહાયક ને 25000 રૂપિયા પાંચ વર્ષ માટે ફીકસ તેમજ ત્યારબાદ પાંચ વર્ષની નોકરી પૂર્ણ થયે પૂરા પગારમાં સમાવેશ કરવામાં આવશે . તેમજ ધોરણ : 11 થી 12 ના ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટેના  શિક્ષણ સહાયક નો પગાર પાંચ વર્ષ સુધી 26000 ફીકસ આપવામાં આવશે ત્યારબાદ પાંચ વર્ષ પૂરાં થયે નિયમિત પગાર ધોરણમાં સમાવવામાં આવશે . આમ નવસારી આશ્રમ શાળા ભરતી વિધાસહાયક અને શિક્ષણ સહાયક માટેની ખુબજ સારી ભરતી છે .

ઉમેદવારોએ ધ્યાન માં રાખવાની વિશેષ બાબતો :

  1. આ જગ્યાઓ માં જે જગ્યાઓ અનામત રાખવામાં આવી છે .તે મુજબ લાયકાત ધરાવનાર અને જે તે અનામત કેટેગીરીના ઉમેદવારો અરજી કરી શકશે .
  2.  આ વિધાસહાયક ભરતી અને શિક્ષણ સહાયક ભરતી  આશ્રમ શાળાઓ માટેની ભરતી હોઈ નિયમો અનુસાર વિધાસહાયક અને શિક્ષણ સહાયકો એ રાત દિવસ સંસ્થામાં જ રહેવાનું હોય છે . અને તે ફરજીયાત હોય છે .જો કે રહેવાની વ્યવસ્થા સંસ્થા તરફથી કરવામાં આવતી હોઈ છે
  3. આશ્રમ શાળા ભરતી 2023 અંતર્ગત પસંદગી પામેલ વિધાસહાયક અને શિક્ષણ સહાયકો એ સરકારશ્રીના જુદા જુદા શિક્ષણ અધિનિયમો અને વખતો વખત કરવામાં આવતા સુધારાઓનું  ચુસ્ત પણે પાલન કરી નિયમોનુસારની ફરજો બજાવવાની હોય છે. નિયમોનું પાલન ના કરનાર વિરુધ્ધ  કાર્યવાહી થાય છે .
  • ઉમેદવારની સ્થળ પસંદગી અને નિમણૂક આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર હેઠળની કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસની કચેરી ગાંધીનગર દ્વારા થતી હોઈ તેઓની આખરી બહાલી મળ્યેથી નિમણૂક કરવામાં આવે છે .
  • અન્ય જગ્યાએ નોકરી  કરતા ઉમેદવારોએ જે તે સંસ્થાનું ના વાંધા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે .
  • ઉમેદવારની તમામ શૈક્ષણિક અને સેવા વિષયક લાયકાતો અરજી કરવાની છેલ્લી તારીખ પહેલાં ની હોવી જોઈશે .  

આશ્રમ શાળા ભરતી માં અરજી કરવાની રીત :  

1 આશ્રમ શાળા ભરતી 2023 ( Ashram Shala Bharti ) અંતર્ગત આ વિધાસહાયક ભરતી અને શિક્ષણ સહાયક ભરતી  માટે અરજી કરનાર ઉમેદવારોએ માત્ર પોસ્ટ ઓફીસ મારફત રજીસ્ટર એડી .થી જ અરજી કરવાની છે .  

2. અરજી સાથે તાજેતરના બે પાસપોર્ટ સાઈઝના ફોટા જોડવાના રહેશે .

3. તમામ શૈક્ષણિક લાયકાતો અને વધારાની લાયકાતો સહિત જાતિ માટેનું સક્ષમ અધિકારીનું પ્રમાણ પત્ર અને સા.શૈ . ના કિસ્સામાં નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર ની નકલોને સ્વ પ્રમાણિત કરી અરજી સાથે જોડવાનાં રહેશે .

5.  અરજી કરવાની છેલ્લી તારીખ પછી આવેલ અરજીઓને સ્વીકારવામાં આવશે નહી . તેથી ઉમેદવારોએ  છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલી તકે અરજી કરવી જોઈએ .

6  આશ્રમ શાળા ભરતી 2023  અંતર્ગત  વિધાસહાયક ભરતી અને શિક્ષણ સહાયક ભરતી  માટે અરજી કરનાર ઉમેદવારોએ અરજીની એક નકલ તમામ શૈક્ષણિક અને જાતિ માટેનાં સ્વ પ્રમાણિત નકલો સાથે રજી .પોસ્ટ એડી થી જે તે સંસ્થામાં અને એક નકલ આદિજાતિ વિકાસ વિકાસ અધિકારી નવસારી ને રજી પોસ્ટ એડી થી . મોકલવાની રહેશે . તેમનું સરનામું : આદિજાતિ વિકાસ વિકાસ અધિકારી (આશ્રમ શાળાઓ ) ની કચેરી . સી બ્લોક બહુમાળી ભવન જુનાં થાણાં નવસારી -396445  7. અરજીના મથાળે લાલ પેનથી કઈ આશ્રમ શાળા માટે અરજી કરી છે તે દર્શાવવાનું રહેશે ઉમેદવાર એક કરતાં વધુ સંસ્થાઓમાં અરજી કરવા ઇચ્છતા હોયતો દરેક સંસ્થાને અલગ અલગ અરજી કરી શકશે

8  . અરજી કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2023 છે . તે પહેલાં જે તે સંસ્થા અને આદિજાતિ વિકાસ વિકાસ અધિકારી ને અરજી મળી જાય તે રીતે અરજી  કરવા ભલામણ .

આ પણ વાંચો :- પોસ્ટ ઓફીસ ભરતી ૨૦૨૩

આશ્રમ શાળા ભરતી  નવસારી ની વિવિધ સંસ્થાઓમાં અરજી કરતાં સતાવાર જાહેરખબર અને વિધાસહાયક ભરતી અને શિક્ષણ સહાયક ભરતી  માટેનું સત્તાવાર નોટીફીકેશન વાંચવા વિનંતી છે .

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment