સરકારી યોજનાઓ હેલ્થ ટિપ્સ

હવે ઘરે બેઠા બની જશે આયુષ્યમાન કાર્ડ, તમારા ફોનમાં માત્ર 2 મિનિટમાં ડાઉનલોડ કરો – Ayushman Bharat Yojana List

આયુષ્યમાન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ
Written by Gujarat Info Hub

આયુષ્યમાન કાર્ડ Online: આયુષ્માન ભારત યોજના 1 ફેબ્રુઆરી 2018 ના રોજ જાહેરાત ભૂતપૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલી દ્વારા કરવામાં આવી હતી. આ યોજના આરોગ્ય મંત્રલાય હેઠળની એક મફત સારાવાર યોજના છે જેમાં દર વર્ષ આયુષ્માન ભારત યોજનાની યાદી બહાર પડે છે તો વર્ષ 2023 ની યાદી માં તમારું નામ છે કે નહીં તે આજે અહીંથી જોઈશું.

Ayushman Card 2023 નું લિસ્ટ જાહેર કરેલ જેમાં ભારતના તમામ B. P. L કાર્ડ ધારકોના કુટુંબને વાર્ષિક 5 લાખ સુધીની સહાય મળવા પાત્ર છે અને હવે તે વધારીને ૧૦ લાખ કરી છે. તો આજે આપણે અહીં આયુષ્માન ભારત યોજનાની સંપૂર્ણ માહિતી આ બ્લોગ માંથી મેળવીશું.

આયુષ્માન ભારત જન આરોગ્ય યોજના શું છે ? ( what is ayushman bharat yojana )

મિત્રો, આ યોજનાનું બીજું નામ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે. જેમાં લિસ્ટેડ તમામ લોકો અથવા તેમના કુટુંબના કોઈપણ માણસને 5 લાખ સુધી ની મફત સારવાર ભારતની કોઈપણ હોસ્પિટલ માં જઈ મેળવી શકે છે. આયુષ્માન ભારત યોજના ખાલી below pevorty line વાળા લોકો એટલે કે જે આર્થિક રીતે પછાત છે અને જેમની આવક બહુ જ ઓછી છે તેવા લોકો ની યાદી સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે.

આયુષ્યમાન કાર્ડ ના ફાયદા – PMJAY Benefits

જો મિત્રો તમારા કુટુંબની આર્થિક સ્થિતિ બહુ ખરાબ છે અને તમે બી પી એલ કાર્ડ ધારક છો તો તમારે આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકો છો અને નીચે મુજબના લાભો મેળવી શકો છો.

 • ૫ લાખ સુધી એક કુટુબને મફત સારવાર
 • પ્રગનેન્સી દરમિયાન મહિનાને ફ્રિ સારવારુ
 • રાજ્યના દરેક જિલ્લા માં હોસ્પિટલો માં નવી સાવલતો
 • નવી 24 મેડિકલ કોલેજ ખોલવાનો પ્રસ્તાવ
 • કુલ લગભગ 15000 જેટલી હોસ્પિટલ આ યોજના સાથે લિંક છે
 • નવા 2 લાખ આરોગ્ય કેન્દ્રો બનવવાનો ટ્રેગેટ
 • આ યોજના અંતર્ગત નાની બીમારી થી લઇ મોટી બીમારી સુધી કુલ 1354 પેકેજ સામેલ

આ જુઓ :- આયુષ્માન ભારત યોજના કાર્ડ નો લાભ હવે 10 લાખ સુધી મળશે

આયુષ્માન કાર્ડ માટે પાત્રતા – PMJAY Eligibility

 • ઘરના મુખ્ય કામધંર સ્ત્રી હોય
 • જો પુરુષ હોય તો તેની ઉંમર 16 થી 59 વચ્ચે ના હોવી જોઈએ
 • માસિક આવક 10000 કે તેનાથી ઓછી
 • લન્ડ રેકોર્ડ ના હોય તેવી વ્યક્તિ
 • મકાન કાચુ હોય
 • જો વ્યક્તિ બેઘર હોય અથવા મજૂરી કરી ગુજરાન ચલાવતો હોય

ઉપરોક્ત તમામ પાત્રતા જોઈ તમે આયુષ્માન ભારત કાર્ડ માટે અરજી કરી શકો છો અથવા તમારે ત્યાં આવતા મંજુર લોકો ને આમાં જોડાવા માટે મદદ કરી શકો છો.

આયુષ્માન કાર્ડ ઓનલાઈન અરજી કેવી રીતે કરશો ?

પ્રધાન મંત્રી જન આરોગ્ય કેન્દ્ર યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ બનાવવા તમારે સૌ પ્રથમ HHID નંબર જનરેટ કરવો પડશે જેના સ્ટેપ નીચે મુજબ છે.

 • સૌ પ્રથમ મેરા PMJAY પોર્ટલની મુલાકાત લો જેની લિંક અહીં છે – https://mera.pmjay.gov.in/search/login
 • હવે લોગીન ઓપશન માં તમારો મોબાઈલ નંબર અને નીચે દર્શાવેલ ઇમેજ કોડ નાખી સબમિટ બટન પર ક્લીક કરો
 • હવે તમારા મોબાઈલ માં આવેલ OTP નાખતા નવું પેજ ખુલશે
 • હવે ત્યાં તમારું રાજ્ય, નામ, રેશન કાર્ડ નંબર, મોબાઈલ નંબર નાખી સર્ચ બટન પર ક્લિક કરો.
 • હવે તમને સાઈડ ના સર્ચ બોક્સ માં તમારું નામ, ઉંમર અને જેન્ડર સાથે તમારો HHID નંબર જોવા મળશે જો તમે આ યોજના અંતર્ગત લિસ્ટ માં હશો તો,
 • તમારે તમારો HHID નંબર સાચવીને સેવ કરી રાખવો કેમ કે જ્યારે તમે આયુષ્માન ભારત કાર્ડ બનાવવા જશો ત્યારે તેની જરૂર પડશે.

મિત્રો, આયુષ્યમાન કાર્ડ ઓનલાઈન અરજી કરવાના સ્ટેપ ઉપર જોયા તે મુજબ તમારે HHID નંબર સૌ પ્રથમ મેળવ્યો હવે પછી તમારે આ HHID નંબર સાથે તમારુ આધારકાર્ડ, રેશનકાર્ડ, ૨ પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે તમે તમારા નજીકના CSC Center પર જઈ આયુશ્માન કાર્ડ બનાવી શકો છો.

આયુષ્યમાન કાર્ડ ની હોસ્પિટલ ગુજરાત

મિત્રો, આયુષ્યમાન કાર્ડ ની હોસ્પિટલ લિસ્ટ ગુજરાત જોવા માટે અમારી નિચેની લિંક પર ક્લિક કરો, ત્યારબાદ આયુષ્યમાન ભારત યોજના ની ઓફીસીયલ વેબસાઈટ ખુલશે જેમાં તમારે કયા રાજ્ય અને જિલ્લા માં હોસ્પીટલ ની શોધ માં છો તે પસંદ કરો ત્યારબાદ “Public” કે “Private” હોસ્પીટલ પસંદ કરો.હવે તમારે કઈ બિમારી માટે સરવાર કરવાની છે તે પસંદ કરી યોજના ટાઈપ પસંદ કરી સર્ચ બટન પર ક્લિક કરતા ગુજરાતની Ayushman Bharat Yojana Hospital List in Gujarat તમારી સામે દેખાશે.

આયુષ્યમાન કાર્ડ ની હોસ્પિટલ લિસ્ટ જોવા – અહીં ક્લિક કરો

પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના લિસ્ટ માં તમારુ નામ જોવો

પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના નું લિસ્ટ દર વર્ષ સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે તેમાં તમારુ નામ છે કે નહીં તે જોવા માટે નિચેની માહિતી ધ્યાનપુર્વક વાંંચો.

 • સૌ પ્રથમ pmjay.gov.in વેબસાઈટ પર જાઓ.
 • ત્યારબાદ ત્યા “AM i Eligible ” નામનો ઓપશન હશે તેના પર ક્લિક કરો.
 • હવે નવુ પેજ ખુલશે જેમાં તમારો મોબાઈલ નંંબર નાખી ઇમેજ કોડ નાખી અને “GENERATE OTP” બટન પર ક્લિક કરો.
PMJAY-LIST
 • હવે મોબાઈલ માં આવેલ ઓટીપી નાખી સબમીટ બટન પર ક્લિક કરો.
 • હવે તમારુ “ID” વેરીફાય થશે, ત્યારબાદ નવું પેજ ખુલશે.
 • જેમાં તમારુ રાજ્ય અને તમારી કેટેગરી પસંદ કરવાની થશે.
 • હવે જો તમારુ આ યોજનાના લિસ્ટ માં નામ હશે તો બતાવશે.
 • નિચે આપેલ “Family Details” પર ક્લિક કરતા તમારા કુંટુબના બધા સભ્યોનું નામ બતાવશે.
 • હવે છેલ્લે તમારે “GET Details” પર ક્લિક તમારો HHID નંબર તમારા મોબાઈલ માં આવશે જેને સેવ કરી ને રાખવાનો થશે.

મિત્રો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ના લિસ્ટ માં જો તમારું નામ હોય તો તમે અથવા તમારા કુંટુંબના કોઇપણ સભ્ય ૫ લાખ સુધી ની મફત સારવાર મેળવી શકે છે, જેના માટે કોઇપણ પ્રકારની અરજી કરવાની રહેતી નથી. જો તમારુ નામ ના હોય તો તમે HHID નંબર જનરેટ કરી નજીકના CSC સેન્ટર પર જઈ ને આયુષ્માન ભારત કાર્ડ માટે અરજી કરી શકો છો.

હવે તમને બધી માહિતી મળી ગઈ હશે કે Ayushman Bharat Yojana 2023 માં અરજી કેવી રીતે કરવી, આયુષ્યમાન કાર્ડ ઓનલાઈન કેવી રીતે બનાવવું અને તેનુ લિસ્ટ કેવી રીતે જોવુ વગેરે. વધુ માહિતી માટે તમે PMJAY ની વેબસાઈટ ની મુલાકાત લઈ શકો અથવા આ યોજનાનો હેલ્પલાઈન નંબર 14555 અથવા 1800-111-565 પર કોલ કરી માહીતી મેળવી શકો છો.

Ayushman Bharat Registration Online 2023 :- FAQ’s

આયુષ્યમાન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કેવી રીતે કરવું ?

આયુષ્યમાન કાર્ડ ઓનલાઈન બનાવવાં માટે તમારે તમારા મોબાઈલ નંબર નાખી અને HHID નંબર જનરેટ કરવો પડશે, જેની મદદથી નજીકના CSC સેન્ટર પર જઈ આયુષ્માન કાર્ડ બનાવી શકશો.

આયુષ્માન ભારત યોજનામાં અરજી કેવી રીતે કરવી ?

તમે તમારા રેશનકાર્ડ, આધારકાર્ડ, મોબાઈલ નંબર અને HHID નંબર મેળવી નજીકની હોસ્પીટલ અથવા CSC Center પર જઈ આ કાર્ડ માટે અરજી કરી શકો છો.

આયુષ્યમાન કાર્ડ માટે આવક મર્યાદા કેટલી છે ?

આ યોજનામાં આવક મર્યાદા ખાસ ધ્યાન માં લેવાતી નથી, ૨૦૧૧ નિ વસ્તી ગણતરી આધારીત BPL ધારકોમાં નાં લિસ્ટ માં નામ હોય તેવા લોકો નો સમાવેશ થાય છે.

આયુષ્યમાન ભારત યોજના લિસ્ટ માં નામ હોય તો અરજી કરવાની જરૂર રહે છે ?

જો તમારુ નામ આયુષ્માન યોજનાન લિસ્ટ માં હોય તો તમે ડાયરેક્ટ આ યોજનાનો લાભ લઈ શકો છો, કોઈપણ પ્રકારની અરજી કરવાની રહેતી નથી.

આયુષ્યમાન કાર્ડ ની હોસ્પિટલ લિસ્ટ કેવી રીતે જોવું ?

આ યોજના અંતર્ગત તમારા રાજ્ય અને નજીકના શહેરની હોસ્પિટલ લિસ્ટ જોવા અહી ક્લિક કરો.

Spread the love

About the author

Gujarat Info Hub

4 Comments

Leave a Comment