બાલ સખા યોજના ꠰ Bal Sakha Yojana : બાળકોના સ્વાસ્થ્યની જાળવણી કરી બાળ મૃત્યુ દર અટકાવવા માટે બાળરોગ નિષ્ણાત ડોક્ટરની દેખરેખ હેઠળ મફત સારવારની યોજના છે. આ યોજના ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ ખાતા તરફથી શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતી ચિરંજીવી યોજનાની ખૂબ સફળતા પછી આ યોજના પણ નવજાત બાળકોના સ્વાસ્થ્ય લાભ માટે શરૂ કરવામાં આવેલી માનવતા વાદી ખૂબ સારી યોજના છે .
બાલ સખા યોજના ( Bal Sakha Yojana )
1 | યોજનાનું સ્થાપક | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ,ગુજરાત સરકાર |
2 | યોજનાનું નામ | બાલ સખા યોજના ( Bal Sakha Yojana ) |
1 | લાભાર્થીનું ધોરણ | આ યોજનાનો લાભ મેળવનાર માતાપિતા અનુસૂચિત જન.જાતિના ગરીબી રેખા હેઠળ નોંધાયેલા (બી.પી.એલ.કાર્ડ ધારક ) અને આવક વેરો ભરતાં ના હોવાં જોઈએ કે તેમની આવક બે લાખ થી વધારે હોવી જોઈએ નહી . |
3 | લાભાર્થી બાળકની ઉંમર | લાભાર્થી બાળકની ઉંમર 30 દિવસથી વધારે હોવી જોઈએ નહી . |
4 | સારવાર/સહાયની વિગત | આ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ બાળકને બાળરોગ નિષ્ણાત ડોક્ટરની દેખરેખ હેઠળ મેડીકલની દવાઓ ,મેડીકલ રિપોર્ટ્સ તમામ સુવિધાઓ સંપૂર્ણ મફત આપવામાં આવે છે .તેમજ વખતો વખત કરવામાં આવતું રસીકરણ પણ મફત કરવામાં આવે છે. તેમજ બાળક સાથે રહેલ સગાને સારવાર પછી ઘેર જવાના ભાડા ખર્ચ માટે રૂપિયા 200 આપવામાં આવે છે . બાળકના વાલીએ 200 રૂપિયા મળ્યા બદલ નું વાઉચર પોતાની સહી કરીને બાળ રોગ નિષ્ણાત ડોક્ટરને આપવાનું રહે છે . |
5 | યોજનાનો લાભ મેળવવાની પધ્ધતિ | બાળ સખા યોજના હેઠળ લાભ મેળવનાર બાળકનો જન્મ ચિરંજીવી યોજના હેઠળ હૉસ્પિટલમાં થયો હોય કે ઘેર થયો હોય તો પણ 30 દિવસની ઉમર સુધી આરોગ્ય કર્મચારી અથવા આશા વર્કર મારફત બાળકને બાળ સખા યોજના સાથે જોડાયેલી હૉસ્પિટલમાં રીફર કરાવી સારવાર મેળવી શકાય છે . |
6 | યોજનાનો લાભ ક્યાં થી મળશે . | યોજનાનો લાભ મેળવવા માટે જે તે જિલ્લાની બાળરોગ નિષ્ણાત તબીબની ખાનગી હૉસ્પિટલમાં બાળ સખા યોજના અંતર્ગત સારવાર મેળવી શકાશે . |
ચિરંજીવી યોજના અંતર્ગત જન્મેલાં નવજાત શિશુઓ કે જેમની ઉમર એક માસ કરતાં ઓછી છે . તેમને હોસ્પીટલમાં તદન મફત સારવાર આપવામાં આવે છે . જે બાળકોનું વજન 1.5 કિલો કરતાં ઓછું છે . તેમને ઈંકયુંબેટર માં રાખવામાં આવે છે . બાળકોને શ્વાસની કે ફેફસાની બીમારી ,બાળક સતત રડતું હોય કે પછી બ્લડમાં સુગરનું પ્રમાણ ઓછું હોય કોઈ પણ રોગની સારવાર અને દવાઓ તદન નિ: શુલ્ક આપવામાં આવે છે તેમજ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત દ્વારા સતત બાળકની સ્થિતિનો ખ્યાલ રાખવામાં આવે છે .
બાળકને એક માસના સમય સુધી મેડીકલની દવાઓ, તબીબી રિપોર્ટ્સ અને ડોક્ટરની સેવા બધુ જ મફત મળે છે . તેમજ બાળ સ્વાસ્થ્ય માટે સમયાંતરે આપવામાં આવતી રસીઓ પણ નિયત સમયે હોસ્પિટલ માં જ મફત આપવામાં આવે છે .અને તેઓના માતા પિતા અનુ જન જાતિનાં અને આવકવેરો ભરતાં નથી તેવા માતાપિતાનાં બાળકો માટે શરૂ કરવામાં આવેલી યોજના છેઆ યોજના અંતર્ગત હોસ્પીટલમાં બાળકોને 48 કલાકમાં 2 વખત બાળ રોગ નિષ્ણાત ડોક્ટરની વિઝિટઅને જરૂર પડેતો ઘનિષ્ઠ સારવાર પણ આપવામાં આવે છે .
આ યોજનાનો લાભ મેળવનાર શિશુની ઉંમર એક માસ કરતાં ઓછી હોવી જરૂરી છે . તેમજ બાળકના માતાપિતા ગરીબી હેઠળ નોધાયેલા પરિવાર પૈકી અનુ.જન.જાતિ અને આવકવેરો ભરતાં ના હોવાં જોઈએ અને તેઓની આવક 2 લાખ કરતાં વધારે હોવી જોઈએ નહી .તેવા માતાપિતાનાં બાળકોને બાલ સખા યોજનાનો લાભ મળી શકે છે . બાળકનો જન્મ ચિરંજીવી યોજના હેઠળ ,સરકારી હોસ્પિટલ માં કે ઘરે ગમે ત્યાં થયો હોય તો પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર થાય છે . જે હોસ્પિટલો બાલ સખા યોજના 3 હેઠળ નોધાયેલી છે .તે હૉસ્પિટલમાં બાલ સખા યોજનાનો લાભ મળી શકશે . બીજી હોસ્પિટલ અથવા ઘરે જન્મેલા બાળકને ગામના ડોક્ટર ,આરોગ્ય કર્મચારી કે આશા વર્કર દ્વારા Bal Sakha Yojana માં જોડાયેલી હૉસ્પિટલમાં રીફર કરવાથી આ લાભ મળી શકશે .
બાળ સખા યોજના 3 ( Bal Sakha Yojana ) FAQS :
પ્રશ્ન : 1 બાળ સખા યોજનાનો લાભ લાભાર્થીનાં કેટલાં બાળકો સુધી મળે ?
જવાબ : બાળ સખા યોજના અંતર્ગત લાભાર્થીનાં તમામ બાળકોને આ લાભ મળી શકશે .
પ્રશ્ન: 2 કેટલી ઉમર સુધીના બાળકને બાલસખા યોજનાનો લાભ મળી શકે ?
જવાબ : 30 દિવસ કરતાં ઓછી ઉમર ધરાવ નવજાત શિશુને બાલસખા યોજનાનો લાભ મળી શકે .
પ્રશ્ન:3 બાળ સખાનો લાભ મેળવવા કેટલી આવક મર્યાદા છે .?
જવાબ: બી.પી.એલ.કાર્ડ ધારક ,બેલાખ કરતાં ઓછી આવક મેળવનાર ,આવકવેરો નાં ભરતા પરિવારને બાળ સખા યોજનાનો લાભ મળી શકે .
પ્રશ્ન: 4 બાળકનો જન્મ ઘેર થયો હોય તો બાળ સખા યોજનાનો લાભ મળે ?
જવાબ: હા ,બાળકનો જન્મ ઘરે થયો હોય તો પણ આરોગ્ય કર્મચારી અથવા આશા વર્કર દ્વારા બાળકને બાળ સખા યોજના સાથે જોડાયેલી હોસ્પિટલ માં બાળકને રીફર કરી લાભ મેળવી શકાય છે .
પ્રશ્ન: 5 બાલસખા યોજના અંતર્ગત કઈ કઈ સારવાર મફત મળે ?
બાલસખા યોજના અંતર્ગત દાખલ થયેલ બાળકને મેડીકલ દવાઓ ,મેડીકલ રિપોર્ટ્સ ની તમામ સુવિધાઓ અને જરૂર પડેતો બાળકને ઘનિષ્ઠ સારવાર પણ સંપૂર્ણ મફત આપવામાં આવે છે .
પ્રશ્ન: 6 બાળ સખા યોજના અંતર્ગત સારવાર પછી ઘેર જવા માટે બાળકના વાલીને કેટલાં રૂપિયા ભાડું મળે?
જવાબ: બાળ સખા યોજના અંતર્ગત સારવાર કરાવી ઘેર જવા માટે બાળ તબીબ 200 રૂપિયા ભાડા પેટે બાળકના વાલી ને ચૂકવે છે .
આ પણ વાંચો :- વ્હાલી દીકરી યોજના
મિત્રો ,અમારો આ “બાલસખા યોજના“ ( Bal Sakha Yojana Gujarat ) આર્ટીકલ આપણે કેવો લાગ્યો તે કોમેંટમાં અચૂક જણાવશો અને આવા સરકારી યોજનાઓના આર્ટીકલ વાંચવા માટે અમારી વેબ સાઇટ જોતાં રહેશો .