Trending

Birth Certificate Apply Online: વિનામૂલ્યે ઘરે બેઠા જન્મનો દાખલો મેળવવા આવી રીતે ઓનલાઇન અરજી કરો

Birth Certificate Apply Online
Written by Gujarat Info Hub

Birth Certificate Apply Online: પહેલા એવું હતું કે તમારે જન્મનો દાખલો બનાવવો હોય તો તમારે સરકારી હોસ્પિટલ અથવા તો કોઈ સ્વાસ્થ્ય કેન્દ્રના ધક્કા ખાવા પડતા હતા અને તોપણ સમયસર જન્મનો દાખલો બનતો ના હતો પરંતુ હવે ડિજિટલ જમાનામાં તમે ઘરે બેઠા ફક્ત પાંચ મિનિટમાં ઓનલાઇન જન્મ ના દાખલા માટે અરજી કરી શકો છો.

બર્થ સર્ટિફિકેટ મેળવવા માટે હવે ક્યાંય પણ ધક્કા ખાવાની જરૂર રહેતી નથી જો તમારી પાસે ફક્ત એક એન્ડ્રોઈડ મોબાઈલ અને ઇન્ટરનેટ કનેક્શન છે તો તમે સરળતાથી ઘરે બેઠા જન્મ પ્રમાણપત્ર માટે ઓનલાઇન એપ્લાય પણ કરી શકો છો તેમ જ આ જન્મ નો દાખલો ડાઉનલોડ પણ કરી શકો છો. તો ચાલો જાણીએ કેવી રીતે જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરી શકાય.

જન્મ પ્રમાણપત્ર માટે જરૂરી દસ્તાવેજ

જો તમે ઓનલાઇન જ ઘરે બેઠા જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરવા ઈચ્છો છો તો તમારે કેટલા જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે જેનું લિસ્ટ નીચે મુજબ છે.

  • માતા-પિતા નું આધારકાર્ડ
  • મોબાઈલ નંબર
  • હોસ્પિટલ ડિસ્ચાર્જ રિપોર્ટ
  • રહેણાકના દાખલા માટે તમે તમારું ચૂંટણી કાર્ડ, રાશન કાર્ડ કે લાઈટ બિલ વગેરે માંથી કોઈ એક રજૂ કરી શકો છો.

આ રીતે ઓનલાઇન અરજી કરો | Birth Certificate Apply Online

જો તમારી પાસે ઉપર મુજબના દસ્તાવેજ છે તો તમે જન્મ ના દાખલા માટે ઓનલાઇન અરજી કરી શકો છો આ માટે તમારે નીચે મુજબના સ્ટેપ ફોલો કરવા પડશે.

  • સૌ પ્રથમ તમારે સતાવાર વેબસાઈટ વિઝિટ કરવાની રહેશે.
  • વેબસાઈટ ઓપન કર્યા બાદ તમારે General public sign up પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે એક નવા પેજમાં તમને કેટલીક માહિતી પૂછવામાં આવશે, માહિતી ધ્યાન પૂર્વક ભરવાની રહેશે.
  • આ માહિતી દાખલ કર્યા બાદ તમારે “રજીસ્ટર” નામના બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • આટલી પ્રક્રિયા કર્યા બાદ તમને યુઝર આઈડી અને પાસવર્ડ મળી જશે.
  • હવે આ યુઝર આઈડી અને પાસવર્ડ ની મદદથી તમારે લોગીન કરવાનું રહેશે.
  • લોગીન કર્યા બાદ બર્થ સર્ટિફિકેટ નામના ઓપ્શન પર ક્લિક કરો.
  • આ ઓપ્શન પર ક્લિક કરતા જ બર્થ સર્ટિફિકેટ માટેનું અરજી ફોર્મ ખુલી જશે, આ અરજી ફોર્મમાં પૂછેલ દરેક વિગત ધ્યાનથી ભરો.
  • આ વિગત ભરાઈ ગયા બાદ તમારે દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે.
  • આ પ્રક્રિયા પૂર્ણ કરતાની સાથે જ થોડા દિવસમાં તમને તમારું બર્થ સર્ટિફિકેટ મળી જશે.

આશા રાખું છે કે તમને આજની માહિતી ઉપયોગી થશે. મિત્રો આવી જ રીતે તમારા સરકારી દસ્તાવેજ ને લઈને આવતા સમાચાર સમયસર મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

આ Post Office Scheme તમને આપશે 8.2% નુ જંગી વ્યાજ, તો આજે જ રોકાણ કરો અને તમારૂ ભવિષ્ય સુરક્ષિત કરો

About the author

Gujarat Info Hub

Leave a Comment