હેલ્થ ટિપ્સ

કોરોના વેક્સિન સર્ટિફિકેટ | How to download cowin vaccine certificate by Mobile

કોવિડ વેક્સિન સર્ટિફિકેટ
Written by Gujarat Info Hub

કોરોના વેક્સિન સર્ટિફિકેટ (Download cowin vaccine certificate) : કોરોના વેકસીનેશન અત્યારે દરેક માણસ માટે બહુ જ ફાયદાકારક અને મહત્વનું છે. આજે આપણે આ આર્ટિકલ કોરોના માટે રસીકરણ ના ફાયદા અને કેટલા ડોઝ લેવા તથા કોવિડ ૧૯ વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કેવી રીતે કરવું તેની માહિતી મેળવીશું.

કોરોના મહામારીનો સામનો અત્યારે દુનિયાના દરેક દેશ કરી રહ્યો છે, હજુ તો એક જગ્યાએ સંક્રમણ ઓછું થયું હોય ત્યાં તો બીજા દેશમાં નવો COVID Variant જોવા મળે છે. આ મહામારીથી ઉગારવા એક જ ઉપાય છે સફળતાપૂર્વક દરેક નાગરિકને વેક્સિનેશન (Covid-19 covaxin certificate) પૂરું પાડવું. ભારત સરકાર આ માટે સોશિયલ મીડિયા દ્વારા પણ વેક્સિનેશન પ્રોગ્રામને પ્રોત્સાહન આપે છે અને દરેક નાગરિકની પણ ફરજ છે કે જો કોરોના સક્રમણથી બચવું હોય તો કોવિડ ની રસી લેવી બહુ મહત્વનુ છે.

તમે Covid-19 Vaccine Certificate દ્વારા તમે કેટલા ડોઝ લીધા તેની સંપૂર્ણ માહિતી ઘરે બેઠા મેળવી શકો છો. આવો જાણીએ કોરોના વેક્સીન સર્ટિફિકેટ મોબાઈલમાં કેવી રીતે ડાઉનલોડ કરવું ?

કોરોના વેક્સિન પ્રમાણપત્ર શુ છે ? (What is Covid-19 Vaccine Certificate)

કોવિડ ૧૯ વેક્સિન પ્રમાણપત્ર એ તમે વેક્સિનેશન ના બધા ડોઝ લિધા એના અંગેનું પ્રમાણપત્ર છે. જો તમે કોઇપણ જગ્યાએ મુસાફરી કરવાનુ વિચારી રહ્યા છો તો કોવિન સર્ટિફિકેટ હોવુ જરુરી છે. ખાસ કરીને ફ્લાઈટમાં મુસાફરી દરમિયાન તમને એન્ટ્રી મેળવવી જટિલ પડી જશે. તો તમે હવે ઘરે બેઠા તમારુ કોરોનાનું રસીનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો, અને વોટસએપ થી પણ ડાઉનલોડ કરી શકો. અવો જોઇએ COVID Vaccine Certy Kevi Rite Download karavu ?

કોરોના રસીનું સર્ટિફિકેટ મોબાઈલથી ડાઉનલોડ કરવાની રીતો | How to download corona vaccine certificate by Mobile ?

મિત્રો, કોરોના રસીકરણ પ્રોગ્રામ માં પ્રથમ અને બીજા ડોઝ બાદ ત્રીજો ડોઝ બુસ્ટર ડોઝ તરીકે આપવામાં આવે છે. હાલમાં ડિસેમ્બર ૨૦૨૨ ની સ્થિતિએ જોતાં કોરોના નો નવો વેરિયન્ટ Coronavirus BF.7 Variant ફરીથી દુનિયાના ઘણા દેશોમાં જોવા મળી રહ્યો છે. તો આ નવા વેરિયન્ટ સામે ઇમ્યુનિટી વધારવા સરકાર તરફથી નવા બુસ્ટર ડોઝ આપવાની મંજૂરી મળી ગઈ છે, તો જે મિત્રો Covid-19 Certificate Download કરેલ નથી તે પોતાના મોબાઈલમાં નીચે આપેલ રીત થી ડાઉનલોડ કરી શકે એટલે ખબર પડે તમે કેટલા ડોઝ લીધેલા છે.

૧. Cowin પોર્ટલ ની મદદથી

૨. ઉમંગ એપ દ્વારા

૩. આરોગ્ય સેતુ એપ દ્વારા

૪. Digilocker એપ દ્વારા

ઉપરોક્ત પોર્ટલ તથા એપ ની મદદથી તમે તમારા મોબાઈલ માં કોરોના વેક્સિન સર્ટિફિકેટ મેળવી શકો છો. અમે નીચે દરેક એપ ના સંપૂર્ણ વિગત માં માહિતી આપેલ છે તે જુઓ.

કોવિન પોર્ટલ દ્વારા પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું ? | download cowin vaccine certificate by mobile number

ભારત સરકારે કોરોના ના રસીકરણ ની માહિતી માટે Cowin Portal બનાવ્યું. તમે નીચેના સ્ટેપ ફોલોવ કરી તમારું Cowin Certificate મોબાઈલ માં ડાઉનલોડ કરી શકો.

 • સૌ પ્રથમ કોવિન પોર્ટલ તમારા મોબાઇલ માં ખોલો – cowin.gov.in
 • ત્યારબાદ પોર્ટલ ના જમણી બાજુ ” Register/Sign IN” પર ક્લિક કરો
 • હવે તમારે તમારો મોબાઈલ નંબર નાખીને “GET OTP” બટન પર ક્લિક કરો
 • ત્યારબાદ મોબાઈલ માં આવેલ OTP નાખી “ Verify & Procced” પર ક્લિક કરો
 • હવે તમે તમારી બધી માહિતી જોઈ શકો છો જેવી કે પ્રથમ અને બીજો ડોઝ ક્યારે લીધો અને કઈ કોવિડ રસી તમે લીધેલે છે તેની તમામ માહિતી દેખાશે.
 • હવે તમારે “Certificate” પર ક્લિક કરી તમારા મોબાઈલ માં ડાઉનલોડ કરી શકો અને ડાયરેક્ટ Digilocker એપ માં પણ સેવ કરી શકો છો.

ઉમંગ એપ થી કોરોના વેક્સિન સેર્ટિફિકટે કેવી રીતે મેળવવું ? | How to download Corona vaccination certificate by Umang App ?

 • સૌ પ્રથમ તમારા મોબાઈલ માં ઉમંગ એપ ડાઉનલોડ કરો.
 • હવે એપ માં લોગિન થાઓ અને જ્યાં તમે “All Services” સિમ્બોલ પર ક્લિક કરો.
 • ત્યારબાદ “Co-Win” સેલેક્ટ કરો અને “Register/Login” પર ક્લિક કરો.
 • હવે તમારા રસી કરણ કરાવ્યુ ત્યારે જે મોબાઇલ નંબર આપેલ તે નાખી રજીસ્ટર કરો.
 • ત્યારબાદ મોબાઇલ માં આવેલ “OTP” નાખો.
 • હવે તમારે “Umang Account MPIN” જનરેટ કરવાનો રહેશે.
 • ૪ આકડાનો “M-PIN” નાખી “Next” પર ક્લિક કરો.
 • હવે તમે “Certificate for COVID-19 Vaccination” પર ક્લિક કરો.
 • અને તમારા મોબાઇલ માં ઉમગ એપ દ્વારા કોરોના વેક્સીન સર્ટીફિકેટ PDF ના રૂપમાં મેળવો.

આરોગ્ય સેતુ એપ્લિકેશન દ્વારા કોરોના સર્ટી ડાઉનલોડ કેવી રીતે કરવું ? | How to see vaccination certificate in Aarogya Setu app?

 • સૌ પ્રથમ જો તમારા મોબાઈલ માં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરો.
 • ત્યારબાદ લૉગિન કરી “Vaccination” પર ક્લિક કરો.
 • હવે તમારો મોબાઈલ નંબર દાખલ કરી, તેમાં આવેલ “OTP” નાખી અને “Procced to Verify” બટન પર ક્લિક કરો.
 • હવે તમે તમારું કોવિડ રસી પ્રમાણપત્ર ડાઉનલોડ કરો.

How to Download CoWIN Certificate from DigiLocker ?

કોવિન સર્ટિફિકેટ ડિજીલોકર દ્વારા કેવી રીતે ડાઉનલોડ કરવું તેના સ્ટેપ નીચે પ્રમાણે છે.

 • સૌ પ્રથમ “DigiLocker App” ગૂગલ પ્લે સ્ટોર પર જઇ ડાઉનલોડ કરો
 • હવે તમારે તમારી બધી માહીતી નાખી અને આ એપ માં રજીસ્ટર થવું પડશે. 
 • ત્યારબાદ લોગીન કરી અને “Central Government” ઓપ્સન માં “Ministry of Health and Family Welfare” પસંદ કરો. 
 • હવે તમે “Vaccine Certificate” પર ક્લિક કરો અને ત્યાં “reference ID” નાખી તમારું કોરોના વેક્સિન પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો.

Omicron BF 7 variant Situation in Gujarati કોરોના બી.એફ. ૭ વેરીયન્ટ

મિત્રો, અત્યારે કોરોના વાયરસના નવો વેરિયન્ટ BF.7  કેટલાક દેશોમાં તબાહી મચાવી રહ્યા છે. ભારતમાં પણ આ વેરિયન્ટ ની એટ્રી થઈ ચુકી છે. બી. એફ. ૭ વેરીયન્ટ માં લક્ષણો બહુ ગંભીર નથી, પરંતુ આ વેરિયન્ટ ફેલાવાની સ્પીડ બહુ જ ઝડપી છે. આ વેરીયન્ટમાં એક વ્યકતી કુલ ૧૮ લોકો ને સંક્રમિત કરી શકે છે. પરંતુ હાલ ભારતમાં આ વેરિયન્ટ ના કેસ બહુ ઓછી માત્રામાં છે. જ્યારે ભારતમાં હાલ XBB વેરિયન્ટ ના કેસો BF. 7 કરતાં વધુ છે. 

ચીન માં હાલ New variant BF.7 તબાહી મચાવી રહ્યો છે. જ્યારે ભારતમાં બી.એફ ૭ વેરીયન્ટ ના ૭ કેસ જોવા મળ્યા છે જે ગુજરાત અને ઓડીશા રાજ્યમાંથી જ છે. પરંતુ ભારત સરકારે પૂર્વ તૈયારી ના ભાગ રુપે કોવિડ ની નવી ગાઈડલાઈન બહાર પાડી દિધી છે.  તદ ઉપરાંત જે લોકોએ હજુ સુધી બુસ્ટર ડોઝ નથી લીધો તે લોકો નજીકના હેલ્થ સેન્ટર જઈ પોતાનો કોરોના રસીકરણ કરાવી શકે છે.

કોરોના વેક્સિન સર્ટિફિકેટ – FAQ’s

પ્રશ્ન ૧ : How to Download covaxin certificate from Mobile.

જવાબ: કોવીન વેક્સિન રસીકરણ સર્ટીફિકેટ તમે કોવીન પોર્ટલ, ઉમંગ એપ, આરોગ્ય સેતુ એપ અને ડિજી લોકરથી ડાઉનલોડ કરી શકો છો.

પ્રશ્ન ૨. કોરોના ના રસીકરણ માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે?

જ્વાબ : તમારે ખાલી તમારુ આધાર કાર્ડ અને મોબાઇલ નંબર દ્વારા વેક્સીન નો ડોઝ લઈ શકો છો.

પ્રશ્ન ૩. કોરોના વેક્સિન સર્ટિફિકેટ વોટ્સઅપ થી કેવી રિતે ડાઉનલોડ કરવું?

જવાબ : કોવિડ વેક્સિન પ્રમાણપત્ર વોટ્સાએપ થી ડાઉનલોડ માટે અહી ક્લિક કરો.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment