સરકારી યોજનાઓ

ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન કરાવો ઘરે બેઠા – e Shram Card Registration Online

ઈ-શ્રમ-કાર્ડ
Written by Gujarat Info Hub

e Shram Card Registration Online: ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા દેશના અસંગઠિત ક્ષેત્ર વર્ગના શ્રમિકો ના કલ્યાણ માટે ઈ શ્રમ કાર્ડ લોન્ચ કર્યું છે. જેમાં ઈ શ્રમ પોર્ટલ ની મદદથી ભારતના તમામ શ્રમિકો ની માહિતી એકઠી કરી તમને એક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (UAN) આધાર પર ઈ-શ્રમ કાર્ડ મળશે. ઈ-શ્રમ પોર્ટલની મદદથી સરકાર તેમના ડેટાબેઝ બનાવી તેના બેઝ પર નવી રોજગાર આપી શકે અને નવી યોજના લોન્ચ કરી તેનો લાભ આપવામાં આવશે. મિત્રો, આજે આપણે e Shram Card Portal ની મદદથી ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન, ઈ-શ્રમ કાર્ડ ના ફાયદા, ઈ-શ્રમ કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી અને ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું તેની સંપૂર્ણ વિગત અહીંથી જોઈશું.

ઈ શ્રમ કાર્ડ નો મુખ્ય ઉદેશ શું છે ?  What is the purpose of eShram card

ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા અસંગઠિત ક્ષેત્રના મજૂરો વર્ગોની માહિતી એકત્રિત કરી ને તમને ડેટાબેઝ એક જગ્યાએ સ્ટોર કરવા, જેનો ટાર્ગેટ ૩૦ કરોડ જેટલા કામદાર વર્ગનો ડેટાબેઝ બનાવવો.જેમાં ઈ-શ્રમ કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવામાં આવે જેનાથી તેમના પરિવારની પણ સંપુર્ણ માહિતી એકઠી કરી તેમને એક ૧૨ આંકડાનો યુનિક આઈડી નંબર આપવામાં આવશે જેના દ્વારા તે શ્રમિક ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ ઈ-શ્રમ કાર્ડ ની મદદથી મેળવી શકે. 

ઈ-શ્ર્મ પોર્ટલ – E shram Portal

મિત્રો, સરકાર અસંગઠીત ક્ષેત્રના લોકોને એક ડેટાબેઝ એક જગ્યા પર એકત્રિત કરવા માગે છે તેના માટે e-sharm Portal બનાવવામાં આવેલ છે. જેમાં મજૂર વર્ગ પોતાના જરૂરી ડોક્યુમેન્ટ જોડી ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન માટે અરજી કરવાની રહેશે જે બધું આ પોર્ટલની મદદથી કરી શકો તેની સંપૂર્ણ વિગત આ આર્ટીકલ થી જોઈશું.

ઈ શ્રમ કાર્ડ ના લાભ । e shram card benefits in Gujarati

મિત્રો, ભારત સરકાર ના અસંગઠીત ક્ષેત્રના લોકોને આ કાર્ડ આપવામાં આવશે, જેમાં એક ૧૨ આકડાંનો યુનિક નંબર હશે જેના બેઝ પર તમારી ઓળખાણ થશે અને રાજ્ય અને કેન્દ્ર સરકારની જેટલી પણ કલ્યાણકારી યોજનાઓ ચાલે છે તેમાં તમે ઈ શ્રમ કાર્ડ ની મદદથી લાભ મેળવી શકો છો અને બીજા કેટલાક અગત્યના ઈ શ્રમ કાર્ડ ના ફાયદા નીચે મુજબ છે.

 • ઘરના મુખ્ય વ્યક્તિનું આકસ્મિક મુત્યુ અથવા અપંગતતા ના કિસ્સામાં ૨ લાખ ની સહાય મળશે.
 • સરકાર દ્વારા કામદાર વર્ગ માટે ચલાવવામાં આવતી કોઈપણ યોજનાનો સીધો લાભ લઈ શકો છો.
 • ઘર બનાવવા માટે સહાય આપવામાં આવશે.
 • ઈ શ્રમ કાર્ડ ની મદદથી તમને વીમા કવચ પણ લઈ શકો છો.
 • સ્થાયરુપથી અપંગતા આવે તો ૧ લાખ રુપીયાની સહાય મળવાપાત્ર થશે.
 • મજદુર વર્ગના લાભર્થીઓના ખાતામાં ડાયરેક્ટ નાણાકીય સહાય પણ ચુકવાશે.
 • કોઈ પણ મહામારી કે કટોકટી ના સમયે ઈ-શ્રમ કાર્ડ ધારકોને સૌ પ્રથમ સહાય મળવાપાત્ર થશે.
 • શિક્ષણને લગતી યોજના નો લાભ મેળવી શકશે તથા શિક્ષણ માટે નાણાકીય મદદ મેળવી શકશો.

ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ । Required Document for e Shram Card Registration 

મિત્રો, ઉપર તમે e shram card benefits જોયા હવે અમે અહીં ઈ-શ્રમ કાર્ડ બનાવવા માટે કયા કયા દસ્તાવેજ ની જરૂર પડશે તેનું લિસ્ટ નીચે મુજબ છે.

 • શ્રમિકનું અધારકાર્ડ
 • રેશનકાર્ડ
 • લાઈટ બિલ
 • બીપીએલ નો દાખલો
 • આવકનો દાખલો 
 • બેંક પાસબુકની ઝેરોક્ષ
 • મોબાઈલ નંબર, જે આધાર સાથે લિંક હોય 

આ વાંચો :- ઈ શ્રમ કાર્ડ ધરાવનાર ના ખાતામાં જમા થયાં 1000 રૂપિયા

ઈ શ્રમ કાર્ડ માટે કોણ કોણ અરજી કરી શકે ?

ઈ શ્રમ કાર્ડ દેશના કામદાર વર્ગના લોકો કે જે ઈન્કમ ટેક્ષ ભરતના ના હોય તેવા લોકો આ E-sharm card કઠાવી શકે છે.અને અરજદારની ઉમર ૧૬-૫૯ વર્ષ વચ્ચે હોવી જરુરી છે. અમે અહીં નિચે ઈ-શ્રમ ના લાભાર્થીઓની યાદી નીચે રજુ કરેલ છે.

 • નાના અને સિમાંત ખેડુત
 • વાયરમેન
 • વેલ્ડર
 • બ્યુટી પાર્લર વર્કર
 • આશા વર્કર
 • કુંભાર
 • ઇલેક્ટ્રિશિયન
 • પ્લમ્બર
 • હમાલ
 • મોચી
 • દરજી
 • માળી
 • બીડી કામદારો
 • ફેરીયા
 • રસોઈયા
 • અગરિયા
 • કડીયાકામ, ઈંટો ગોઠવી
 • સુથાર, મિસ્ત્રી
 • લાકડું અથવા પથ્થર બાંધનાર કે ઊંચકનાર
 •  લુહાર
 • વાળંદ
 • માછીમાર
 • કલરકામ
 • આગરીયા સફાઈ
 • કુલીઓ
 • માનદવેતન મેળવનાર
 • રિક્ષા ચાલક
 • પાથરણાવાળા
 • રોડ પર નાસ્તાની દુકાન ચલાવનાર
 • ઘરેલું કામદારો અથવા કામ કરતા ભાઈઓ-બહેનો
 • રત્ન કલાકારો
 • આંગણવાડી કાર્યકર
 • ક્લીનર- ડ્રાઇવર
 • ગૃહ ઉદ્યોગ
 • ઈંટો કામ કરનાર
 • રસોઈયા
 • જમીન ન ધરાવતા

E-Sharm Portal & Card ની કેટલીક અગત્યની માહિતી

 • ઈ-શ્રમ પોર્ટલ માં તમારે તમારા પરિવારની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
 • પોર્ટલમાં કાર્ડ માં ૧૨ આંકડાનો UAN નંબર મળશે જે ભારતમાં કોઈપણ જગ્યાએ માન્ય રહેશે.
 • આ કાર્ડ બનાવવાં માટે ભારત નો કોઈપણ નાગરિક અરજી કરી શકે છે.
 • ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે તમારે સત્તાવાર વેબસાઈટ પર જઈ અરજી કરવાની અહેશે.
 • આ કાર્ડ અંતર્ગત તમે પીએમ વીમા યોજનાનો લાભ પણ મેળવી શકશો.
 • જો તમે EPFO અને ESIC ના સભ્ય હશો તો આ કાર્ડ કઢાવી શકશે નહીં.

ઈ શ્રમ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ? – e shram card Registration 2023 online apply

e Shram Card Registration Online : ઈ શ્ર્મ કાર્ડ રજીસ્ટ્રેશન તમે ઓફીસીયલ પોર્ટલ દ્વારા ઓનલાઈન કરી શકો અથવા નજીકના CSC સેન્ટર પર જઈને પણ ઉપરોક્ત વિગતો મુજબ ડોક્યુમેન્ટ જોડીને કરી શકો. અહીં અમે eshram Portal online રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની વિગત નીચે મુજબ છે.

 • સૌ પ્રથમ ઈ શ્રમ પોર્ટલ પર જાઓ અથવા નીચે આપેલ રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો https://register.eshram.gov.in/#/user/self
 • હવે તમારી સામે “self Registration” ફોર્મ ખુલશે.જેમાં તમારા આધાર સાથે લિંક મોબાઈલ નંબર નાંખવાનો રહેશે.
e shram card registration online
 • ત્યારબાદ નિચે આપેલ “Captcha Code” નાખો.
 • હવે જો તમે EPFO અને ESIC ના સભ્ય ન હોવ તો “NO” સિલેક્ટ કરી “Send OTP” બટન પર ક્લિક કરો.
 • હવે તમારા મોબાઈલ માં આવેલ “OTP” નાખી અને સબમિટ કરો.
 • હવે તમારી વિગતો તમારી સ્ક્રીન પર જોવા મળશે.
 • હવે તમારી વિગતો બરાબર હોય તો “Confirm and other Details” પર ક્લિક કરો.
 • હવે તમારા કુટુંબની માહિતી, શૈક્ષણિક લાયકાત, બેંક ની માહિતી વગેરે ભરવાની રહેશે.
 • અને પછી જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો હશે તેને અપલોડ કરો.
 • ત્યારબાદ તમારે એકવાર માહિતી ફરીથી જોઈ “Declaration” પર ક્લિક કરી “Submit” બટન પર ક્લિક કરો.
 • આવી રીતે તમે ઈ શ્રમ કાર્ડ ની ઓનલાઈન અરજી કરી શકો છો હવે તમારે ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે જેની વિગત નીચે આપેલ છે.

e-Shram card online કેવી રીતે ડાઉનલોડ કરવું ? 

મિત્રો, ઈ શ્રમ કાર્ડ ની રજીસ્ટ્રેશન તમે કરી લીધું છે, તો નીચે આપેલ સ્ટેપ ને ફોલો કરી ઈ શ્રમ કાર્ડ PDF ડાઉનલોડ કરી શકો છો.

 • ઇ-શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ ” Google “ પર જાઓ. અને ત્યા ” eshram.gov.in ” સર્ચ કરો અને વેબસાઈટ ખોલો
 • હવે તમારી સામે ઈશ્ર્મ પોર્ટલ ખુલશે જેમાં હોમપેજ પર “Already Registered ? Update “ ઓપશન હશે ત્યાં “Updated” પર ક્લિક કરો
E-Shram-Update
 • હવે નવા પેજ માં તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તે નાખો અને “Send OTP” બટન પર ક્લિક કરો.
 • હવે મોબાઈલ પર આવેલ “OTP” દાખલ કરી સબમિટ બટન પર ક્લિક કરો.
 • હવે નવા પેજમાં તમારું આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે અને ત્યાં આપેલ ત્રણ ઓપશન માં OTP પસંદ પરી “Captcha” નાખી “submit” બટન પર ક્લિક કરો
 • હવે મોબાઈલ માં ફરીથી નવો “OTP” આવશે તેને આપેલ બોક્સ માં નાખી “Submit” બટન પર ક્લિક કરો.
 • હવે નવા પેજ માં તમને “Update Profile” અને “Download UAN Card” ઓપ્શન જોવા મળશે.
 • તેમાં તમારે “Download UAN Card” પર ક્લિક કરતા સાથે તમારુ ઈ-શ્રમ કાર્ડ ડાઉનલોડ PDF માં થઈ જશે.
 • આવી રીતે તમે તમારું E-Shram Card Download કરી શકો છો અને જો બીજી વાર ડાઉનલોડ કરવું હોય તો પણ કરી શકો છો.

આ પણ વાંચો :- આયુષ્યમાન કાર્ડ ઓનલાઈન કેવી રીતે બનાવવું 

આવી રીતે તમે e shram card online apply કરી શકો અને e shram card benefits લઈ શકો છો. જો તમને ઈ-શમ કાર્ડ ની બાબતે કોઈપણ પ્રકારાની હેલ્પ ની જરૂર હોય તો તેમનો હેલ્પ લાઈન નંબર – 14434 પર કોલ કરી માહિતી મેળવી શકો અને વધુ માહિતી માટે ઓફીસીયલ વેબસાઈટ ની મુલાકાત પણ લઈ શકો છો, ધન્યવાદ.

E Shram Card in Gujarati – FAQ’s

ઈ શ્રમ કાર્ડ નો લાભ કોણ મેળવી શકે ?

અસંગઠિત ક્ષેત્રના લાભાર્થીઓ કે જે ઈન્કમટેક્ષ ભરતા ના હોવા જોઈએ અને EPFO/ESIC ના સભ્ય ન હોવા જોઈએ.

ઈ-શ્રમ કાર્ડ માં અરજી કરવાની વયમર્યાદા કેટલી છે ?

અસંગઠિત ક્ષેત્રના કમદારો કે જેમની ઉંમર ૧૬ થી ૫૯ વર્ષ વચ્ચે હોય તે અરજી કરવા લાયક ગણાશે.

E Shram Card માં UAN નંબર કેટલા આંકડાનો હોય છે?

શ્રમ કાર્ડ નો યુનિક આઈડી નંબર ૧૨ આંકડાનો હોય છે જે ભારતના કોઇપણ પ્રદેશમાં ચાલશે.

શ્રમ કાર્ડ માટે આધાર સાથે મોબાઈલ નંબર લીંક જરુરી છે?

હા, ઈ શ્ર્મ કાર્ડ બનાવવાં માટે તમારુ આધાર અને મોબાઈલ નંબર લિંક હોવુ અનિવાર્ય છે.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment