Earthquake in Delhi: દિલ્હી એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. જોરદાર ભૂકંપના આંચકા જોઈને લોકો ઘરની બહાર આવી ગયા હતા. આ આંચકા દિલ્હી, નોઈડા, ફરીદાબાદ, ગુરુગ્રામ, ગાઝિયાબાદ સહિત નજીકના શહેરોમાં અનુભવાયા હતા. આ પહેલા આ મહિને 3જી ઓક્ટોબરે પણ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપ આવ્યો હતો.
Earthquake in Delhi
દિલ્હીમાં આજ રોજ એટ્લે કે 15 ઓક્ટોમ્બર ના રોજ સાંજે 4.08 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાનો ફરીદાબાદ જિલ્લો હતો. આ પહેલા આ મહિને 3જી ઓક્ટોબરે પણ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપ આવ્યો હતો.
3 ઓક્ટોબરે જોરદાર આંચકા અનુભવાયા હતા.
3 ઓક્ટોબરે દિલ્હી-NCR સહિત આસપાસના શહેરોમાં ભૂકંપ આવ્યો હતો. તે દરમિયાન લોકોએ ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા હતા. લોકો પોતાના ઘર અને ઓફિસમાંથી બહાર આવી ગયા હતા. બપોરે 02.51 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે દરમિયાન ભૂકંપની તીવ્રતા 6.2 હતી. 3 ઓક્ટોમ્બર ના બપોરે આવેલા ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું.
3 ઓક્ટોમ્બર ના ભૂકંપનું કેન્દ્ર હતું
નેપાળના નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર દેશમાં એક કલાકની અંદર ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દેશના પશ્ચિમ ભાગોમાં 6.3 અને 5.3ની તીવ્રતાના મજબૂત ભૂકંપ આવ્યા હતા. જેના કારણે અનેક ઈમારતોને નુકસાન થયું હતું.
ભૂકંપથી તમારી જાતને કેવી રીતે બચાવવી
- ભૂકંપ પછી સહેજ કંપન અનુભવતાની સાથે જ તમારા ઘર, ઓફિસ કે બંધ મકાનની બહાર રસ્તા પર અથવા ખુલ્લા વિસ્તારમાં ઊભા રહો.
- લિફ્ટનો ઉપયોગ બિલકુલ કરશો નહીં.
- ઘરમાંથી ગેસ સિલિન્ડર અને મુખ્ય ઇલેક્ટ્રિક સ્વીચ દૂર કરો.
- વાહન ચલાવવું નહીં કે ન તો વાહનોમાં મુસાફરી કરો.
- ક્યાંક સુરક્ષિત અને ખૂલી જગ્યાએ રહો.
- કોઈ પણ ઊંડી જગ્યા, કૂવા, તળાવ, નદી, દરિયો અને નબળા અને જૂના ઘર પાસે ઊભા ન રહેવું.
હોમેપેજ | અહીં ક્લિક કરો |
Google News પર અમને ફોલો કરો | અહીં ક્લિક કરો |