સરકારી યોજનાઓ

ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના | Ganga Swarupa Punah lagna Yojana

Ganga Swarupa Punah lagna Yojana
Written by Gujarat Info Hub

Ganga Swarupa Punah Lagna yojana: ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ (women and child development Department) દ્વારા વિધવા બહેનોના પુનઃ લગ્ન માટેની નવી યોજના ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન યોજના ગત વર્ષના બજેટમાં શરૂ કરી છે . જે આ યોજના ગંગા સ્વરૂપ બહેનો માટે ખૂબ આશીર્વાદ રૂપ બની છે .

             આપણા દેશમાં એક વખતે વિધવા વિવાહને મંજૂરી ન હતી . વર્ષોથી આપણા અનેક સમાજ સુધારકો દ્વારા સમાજમાં પ્રવર્તતા  કુરિવાજો અને રૂઢીઓને નાબૂદ કરવા માટે પ્રયત્નો થતા રહ્યા છે .  સમાજમાં વિધવાઓ પુનઃ લગ્ન કરી  સ્વમાનભેર  પોતાનું જીવન સુખમયરીતે જીવી શકે તેવા પ્રયત્નો પણ થતા રહ્યા છે . અને તેમાં સફળતા પણ મળી છે . ગુજરાત સરકારે હમેશાં મહિલા અને બાળકોના આર્થિક ,સામાજીક અને માનસિક શશક્તિકરણ  માટેની અનેક યોજનાઓ અને કાર્યક્રમો આપ્યા છે. તેમાં ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન યોજના ( Ganga Swarupa Punah Lagna yojana). મહિલાઓના સન્માનની અને મહિલાઓના  શશક્તિકરણ માટેની પહેલ ગુજરાત સરકારે અને મહિલા બાળ વિકાસ વિભાગે કરી છે .  સમાજમાં  યુવા ઉમરે  વિધવા થયેલી અને આર્થીક સંકડામણ ને કારણે લગ્ન ના કરનારી ગંગા સ્વરૂપ બહેનોને આર્થિક અને સામાજીક સધિયારો આપવાનું કામ આ યોજનાથી શક્ય બન્યું છે . આર્થિક સહાયની સાથે સાથે સામાજીક સન્માન આપનારી આ યોજનાનો લાભ આવી  ગંગા સ્વરૂપ બહેનો લઈ સન્માનભેર જીવન ગુજારે એવા ઉમદા હેતુ સાથે આ યોજના શરૂ થઈ છે . ગુજરાત સરકારની વિધવા સહાય યોજના ,વહાલી દીકરી યોજના, Widow Re Marriage yojana, અને મહિલા સ્વાવલંબન યોજના જેવી અનેક યોજનાઓ પણ અમલમાં છે.

Ganga Swarupa Punah Lagna yojana Details – વિધવા પુનઃ લગ્ન

યોજનાનું નામગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના ( Vidhava Punah Lagna )
યોજના  લાગુ કરનાર વિભાગમહિલા અને બાળ વિકાસ વિભાગ ,ગુજરાત
યોજનાના હેતુવિધવા મહિલાઓના આર્થિક અને સામાજીક શશક્તિકરણ
યોજના  લાભાર્થીને મળતી સહાય50,000 (બે તબક્કામાં )
યોજનાની સત્તાવાર વેબ  સાઇટhttps;//wcd.gujarat.gov.in

ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન યોજના લાભાર્થી માટેના માપદંડ – Vidhava Punah Lagna Sahay

 • લાભાર્થી મહિલાની ઉંમર 18 વર્ષ થી 50 વર્ષ સુધીની હોવી જોઈએ .
 • લાભાર્થી ગુજરાતના વતની હોવા જોઈએ .
 • લાભાર્થી વિધવા મહિલાએ પુનઃ લગ્ન કર્યાના 6 માસની અંદર અરજી કરવાની રહેશે .

વિધવા બહેનોના પુનઃ લગ્ન યોજના ના લાભ

 • આ યોજનામાં લાભાર્થીને 50 હજાર રૂપિયાની સહાય રૂપિયા 25000 ના બે તબક્કામાં મળશે .
 • પ્રથમ રૂપિયા 25000 ની આર્થિક સહાય લાભાર્થી મહિલાના ખાતામાં સીધા જમા કરવામાં આવશે .
 • ત્યારબાદના બીજા તબક્કાના નાં નાણાં રૂપિયા 25000 ના બચતપત્રો આપવામાં આવશે. જેની પાકવાની મુદ્દત 6 વર્ષની હશે .લાભાર્થી મહિલા બચત પત્રો 6 વર્ષે વટાવી શકશે .

ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન યોજના માટેના ડૉક્યુમેન્ટ

                      આ અરજી બે પ્રકારે ઓનલાઈન અને ઓફ લાઇન એમ થઈ શકે છે . આ માટે કોઈ આર્થિક ધોરણ રાખવામાં આવેલ નથી માત્ર વિધવા મહિલા જો 18 અને 50 ની વચ્ચેની ઉમર ધરાવતી હોય તો આ યોજનાનો લાભ મળી શકે છે . આ માટેનું અરજી ફોર્મ મહિલા અને બાલ વિકાસની વેબ સાઇટ www.wcd.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી તેની વિગતો ભરવી . તેના માટેના ડૉક્યુમેન્ટ નીચે મુજબનો જોઈશે .અને લગ્ન થયાને 6 માસ કરતાં વધુ સમય થયેલ હોવો ના જોઈએ .

જરૂરી ડૉક્યુમેન્ટ

 • ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો હુકમ
 • લગ્ન નોધણી અંગેનું (પુનઃ લગ્ન )સક્ષમ અધિકારીનું નોધણી પ્રમાણપત્ર
 • પતિના રહેઠાણનો પુરાવો
 • પતિ અને પત્નિ બંનેના બે બે પાસપોર્ટ સાઈઝના ફોટા
 • બેક પાસબુકના પહેલા પાનાની ઝેરોક્ષ નકલ

Widow Re Marriage Scheme Online Apply – અરજી કરવાની રીત

         

ઉપર જણાવ્યું તે મુજબ મહિલા અને બાળ વિકાસ વિભાગ ની વેબ સાઇટ ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરો અથવા નીચે આપેલ લીકથી કરી સંપૂર્ણ વિગતો ભરી આ સાથેનાં ડૉક્યુમેન્ટ સાથે જે તે જીલ્લાની મહિલા અને બાળવિકાસ કચેરીમાં જમા કરાવી શકાય. અથવા તો ઓનલાઈન અરજી કરવા માટે ગુજરાતની ડીજીટલ પોર્ટલ ઉપર જઈને પણ સ્વ્યં અરજી કરી શકે છે .અથવા જેતે ગ્રામ પંચાયતના VCE પાસે પોતાના ડૉક્યુમેન્ટ સાથે જઈને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માટે અરજી ઓનલાઈન કરી શકે છે. અથવા તમામ વિગતે ડૉક્યુમેન્ટ સાથે ભરેલી અરજી જે તે તાલુકા ની મામલતદાર કચેરીમાં પણ જમા કરાવી શકાય છે . આ યોજના વિષેની વધુ માહીતી કે ફોર્મ ભરવા સબંધી કોઈ સમસ્યા માટે તાલુકાની કે જીલ્લાની કચેરીમાં પૂછ પરછ કરી માહીતી મેળવી શકાશે . અથવા મહિલા અને બાળ વિકાસ ની વેબ સાઇટ પરથી જરૂરી માહિતી મળી શકશે .

વિધવા પુનઃ લગ્ન યોજના ફોર્મ PDF – Important Links

ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજનાનું અરજી ફોર્મ તમે મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ પર થી મેળવી શકો છો. તથા અમારી અહી ડાઇરેક્ટ લીક પર ક્લિક કરી તમે અરજી ફોર્મ PDF ના રૃપ માં ડાઉનલોડ કરી શકો છો.

 • ગુજરાત મહિલા અને બાળ વિકાસ વિભાગ ની વેબસાઇટ :- wcd.gujarat.gov.in

Vidhava Punah Lagna Yojana – FAQ’s

પ્રશ્ન ૧ : ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજનામાં કેટલી સહાય મળે છે ?
જવાબ : વિધવા પુનઃ લગ્ન માં કુલ રૂપિયા ૫૦૦૦૦ સહાય પેટે મળે છે.

પ્રશ્ન ૨ : Ganga Swarupa Punah Lagna Yojana યોજના કોના દ્વારા ચલાવવામાં આવે છે ?
જવાબ : આ યોજના ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.

પ્રશ્ન ૩ : શું વિધવા પુનઃ લગ્ન યોજના અને વિધવા સહાય યોજના એક જ છે ?
જવાબ : ગંગા સ્વરૂપા પુન:લગ્ન યોજના એ ગંગા સ્વરૂપ સહાય યોજના જ એક ભાગ છે. જે વિધવા બહેન વિધવા સહાય લેતી હોય તેનો હુકમ આ યોજનાના અરજી ફોર્મ સાથે જોડાવો પડે છે.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment