IKhedut Portal ગાય યોજના અરજી ફોર્મ ꠰ દેશી ગાય સહાય યોજના | Cow Sahay Yojana ꠰ Deshi Gay Sahay Yojana Form ꠰ Gir Gay Sahay Yojana ગીર ગાય સહાય યોજના ꠰ Kankreji Gay Sahay Yojana | કાંકરેજી ગાય સહાય યોજના
ગુજરાત સરકાર ના ખેતી અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતના ખર્ચમાં ઘટાડો થાય અને તેમની આવકમાં વધારો થાય તેમજ ખેડૂતો ચીલા ચાલુ ખેતીના બદલે આધુનિક ખેતી તરફ વળે . એવા ઉમદા આશય સાથે ખેડૂતો આટેની વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. એમાં ખેતીની યોજનાઓ બાગાયતી વિભાગની યોજનાઓ,પશુ પાલનની યોજનાઓ અને મત્સસ્ય પાલન જેવી વિવિધ યોજનાઓ અમલમાં છે .
ખેડૂત માટેની વિવિધ આર્થિક સહાય યોજનાઓ ,માર્ગદર્શન અને હવામાન અને બજારભાવ જેવી માહીતી માટે એક પોર્ટલ આઈ ખેડૂત ( I Khedut ) શરૂ કરવામાં આવ્યું છે . જેમાં પશુપાલનની યોજનાઓ ના વિભાગમાં ગાય સહાય યોજના અમલમાં છે . અરજી પ્રક્રિયા શરૂ થયે ખેડૂત મિત્રો ગાય યોજના ફોર્મ ભરી શકશે .
Desi Cow Yojana in Gujarat
આર્ટીકલ | Gay Sahay Yojana Gujarat 2023 |
લાભ | એક કુટુબને એક ગાય દીઠ દર મહિને ૯૦૦ રુપિયાની સહાય |
ઉદ્દેશ | ગાય આધારીત પ્રાકૃતિક ખેતી ને પ્રોત્સાહન |
અરજી પ્રક્રીયા | ઓનલાઈન |
કેટેગરી | સરકારી યોજના |
સત્તાવાર સાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ને ગાય સહાય :
આપ સૌ જાણો છો તેમ ખેતી અને પશુપાલન એક બીજા ના આનુસંગીક વ્યવસાય છે . તે અંતર્ગત ગાય આધારિત ખેતી જેને પ્રાકૃતિક ખેતી કહેવામા આવે છે .તાજેતરનાં વર્ષોમાં ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતે હરણફાળ ભરી છે . આપના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારતમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવાના પ્રયત્નો માટે પ્રેરણા અને માર્ગદર્શન આપી રહ્યા છે . પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં ગુજરાત ને રોલ મોડલ બનાવવા આદરણીય રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સતત પ્રત્નશીલ છે . પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુ નાશક દવાઓનો ઉપયોગ કર્યા વગર ગાયના ગૌ મૂત્ર અને ગાયના છાણનો ઉપયોગ કરીને કરવામાં આવતી સ્વસ્થ ખેતીને પ્રાકૃતિક કૃષિ કહે છે . ઘણા લોકો એને ઓર્ગેનિક ખેતી કહે છે .પરંતુ પ્રાકૃતિક ખેતી જ સાચો શબ્દ છે . પ્રાકૃતિક ખેતી વિશે આ વેબ સાઇટ માં ઘણી માહિતી આપવામાં આવી છે . પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને જ ગાય સહાય યોજના નો લાભ મળી શકે છે .
આ પણ વાંચો :- ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કેવી રીતે શરૂ કરવી ?
ગાય આધારીત ખેતી :
પ્રાકૃતિક ખેતી એટલે ગાય આધારીત ખેતી આ પ્રાકૃતિક ખેતીનો આવિષ્કાર કરનાર ખેતી વૈજ્ઞાનિક સુભાષ પાલેકર જી છે તેમની પ્રેરણા થી પ્રાકૃતિક ખેતીના શ્રી ગણેશ થયા .એટલે ઘણા સુભાષ પાલેકર ખેતી પધ્ધતિ પણ કહે છે . પ્રાકૃતિક ખેતીમાં માં ગાયનું ખૂબ મહત્વ છે . પ્રાકૃતિક ખેતીમાં વપરાતાં ખાતર (જીવામૃતઅને ઘન જીવામૃત ) ગૌ મૂત્ર અને ગાયના છાણ માંથી બનાવવામાં આવે છે . આ ઉપરાત પાકમાં આવતા ફૂગ થી કીટક આધારિત રોગોમાં ગૌ મૂત્ર નો ઉપયોગ થાય છે . એક ગાય ધરાવતો ખેડૂત આશરે 40 વિઘામાં ગાય આધારિત ખેતી કરી શકે છે . ગાય વગર પ્રાકૃતિક ખેતી સંભવ નથી .
દેશી ગાય સહાય યોજના ગુજરાત :
ગુજરાતના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ને ગાયનો નિભાવ કરવો સરળ રહે અને તેમની આવકમાં વધારો થાય અને ગાયોના સંવર્ધન અને માવજત થાય તે માટે સરકારના કૃષિ અને સહકાર વિભાગ હેઠળ ગાય સહાય યોજના શરૂ કરવામાં આવી છે . સંપૂર્ણ ગાય આધારીત ખેતી કરતા ખેડૂતોને માસિક રૂ 900 ની સહાય ગાય સહાય યોજના હેઠળ મળે છે . વર્ષમાં કુલ રૂ 10800 ની સહાય મળવા પાત્ર છે .
અરજી કરવાની રીત :
ગાય સહાય યોજના ફોર્મ ઓનલાઈન ભરવા માટે તમે નીચેના સ્ટેપ ફોલોવ કરી ભરી શકો છો.
- સૌ પ્રથમ I Khedut portal ઓપન કરવું
- ત્યારબાદ મુખ્ય પેજ પર જમણી બાજુના લીસ્ટમાં “વિવિધ જગ્યામાં અરજી કરો “ લખેલું છે ત્યાં ક્લીક કરો .

- હવે હાલમાં જે યોજનાઓ ચાલુ છે . તેની યાદી જુઓ .
- જે વિભાગવાર ઘટકો અને તે પૈકી ચાલુ ઘટકોની યોજના જોવા મળશે .
- જો આ યાદીમાં પશુપાલનની યોજનાઓ ચાલુ હોય અને તો દેશી ગાય સહાય યોજના પણ ચાલુ હોય ત્યારે દેશી ગાય સહાય યોજનાનું અરજી ફોર્મ ખુલશે અને તેમાં તમે ઓન લાઈન અરજી કરી શકશો .
અરજી કરવાની પાત્રતા :
- ખેડૂત ખેતીની જમીન ધરાવતા હોવા જોઈએ .
- ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઈએ અને તે અંગેની માસ્ટર ટ્રેનર પાસેથી તાલીમ પામેલ હોવા જોઈએ .
- ખેડૂત પાસે ઓળખ કાર્ડ ટેગ ધરાવતી એક ઓછામાં ઓછી એક ગાય હોવી જોઈએ .
- જરૂરી ડૉક્યુમેન્ટ ધરાવતા હોવા જોઈએ .
જરૂરી ડોક્યુમેંટસ :
- આધાર કાર્ડ
- ઓળખ કાર્ડ (ટેગ ) ગાયને
- ગામનો નમૂનો નંબર 8 અ
- રેશનકાર્ડ
- બેક ખાતા નંબર
આ પણ જુઓ :- ખેડુતો માટે બાગાયતી સબસિડી યોજનાઓ માટે અરજી શરૂ
ખેડૂત મિત્રો સહાય માટેની અરજી કરતાં પહેલા I Khedut પોર્ટલ પર આપેલી સૂચનાઓ ધ્યાનથી વાંચી જવી . દેશી ગાય સહાય યોજના માટે ખેડૂત ખાતેદારે I Khedut પોર્ટલ પર ઑન લાઇન અરજી કરી અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ મેળવી પોતાની સહી કરવાની રહેશે ત્યારબાદ સહી કરેલ અરજી અને જરૂરી દસ્તાવેજો (ડૉક્યુમેન્ટ) સ્કીન કરી અપલોડ કરવાના રહેશે . અથવા ડૉક્યુમેન્ટ સાથેની અરજી સક્ષમ અધિકારીને રજૂ કરવાના રહેશે .કોઈ પણ માહિતી માટે તમારા જિલ્લાના ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરી શકો છો .
નોધ : I khedut portal પર અરજી કરવાની પ્રક્રિયા શરૂ થાય ત્યારે જ અરજી કરી શકાશે .