જાણવા જેવું

Gold Price: આજના સોનાના ભાવ, જાણો એક ગ્રામ સોના ના ભાવ

Gold Price
Written by Gujarat Info Hub

Gold Price Today : સોના અને ચાંદીમાં સતત ઘટાડો, આ સપ્તાહે સોના અને ચાંદીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો, ઈન્ડિયન બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર, 24 કેરેટ સોનાનો ભાવ ₹ 59,500 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 54,500 પર ચાલી રહ્યો છે, જ્યારે આ અઠવાડિયે રૂ. 200 સુધી સોનું મોઘું થયું છે.

દિવાળીની સિઝન નજીક છે અને આ પ્રસંગે ફરી એકવાર સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી સોના-ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે પણ સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોના અને ચાંદીના ભાવ છે. દેશમાં સોના અને ચાંદીના દરો ભારતીય બુલિયન એસોસિએશન દ્વારા દરરોજ નક્કી કરવામાં આવે છે અને ભારતમાં સોના અને ચાંદીના દરો નક્કી કરવાની જવાબદારી IBJA ની રહે છે અને સોના અને ચાંદીના દર બજારના આધારે જાહેર કરવામાં આવે છે. દેશ-વિદેશમાં, તો આજે દેશમાં સોના-ચાંદીના ભાવ નક્કી થયા છે

ચાંદી પણ સસ્તી થઈ છે (Gold Price Today)

આ અઠવાડિયામાં ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. આજનો ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ.73,500 હતો, પરતું થોડા દિવસોમાં ચાંદીના ભાવમાં પણ ફેરફાર જોવા મળી શકે છે.

ગોલ્ડ સાપ્તાહિક અહેવાલ

આ મહિને 10 ઓગસ્ટે સોનાનો ભાવ 24 કેરેટ સોનાના દસ ગ્રામ દીઠ રૂ. 59,300 પર ચાલી રહ્યો હતો, પરંતુ સમગ્ર સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં સતત વધારો થતો રહ્યો અને હવે સોનું વધીને રૂ. 59,500 પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું છે, આ અઠવાડિયામાં સોનામાં આશરે 200 રૂ.નો વધારો નોંધાયો હતો.

આજના સોનાના ભાવ

આજના સોનાના ભાવ પ્રતિ ગ્રામ નીચે મુજબ છે

  • 24 કેરેટ ના 1 ગ્રામ ના રૂ. 5,950
  • 22 કેરેટ ના 1 ગ્રામ ના રૂ. 5559
  • 18 કેરેટ ના 1 ગ્રામ ના રૂ. 4548

સોનું ખરીદતા પહેલા તેની તપાસ કરવી જરૂરી છે

સોનું ભલે સસ્તું મળી રહ્યું હોય પરંતુ સોનામાં રોકાણ કરતા પહેલા તમારે તેની તપાસ કરવી જરૂરી છે અન્યથા તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. સોનું ખરીદતા પહેલા ચેક કરો કે સોનામાં BIS હોલમાર્ક છે કે નહીં કારણ કે હોલમાર્ક વગર જો તમે સોનું ખરીદો છો તો તમે તેને વેચી શકશો નહીં. . કારણ કે 1 એપ્રિલથી હોલમાર્ક વગરનું સોનું વેચી શકાશે નહીં

હોલમાર્ક કેવો હોય છે?

દરેક સોનાની વસ્તુ પર હોલમાર્ક હોય છે, જેમ તમારા આધાર કાર્ડમાં બાર-અંકનો નંબર હોય છે, તેવી જ રીતે, સોના પર છ-અંકનો હોલમાર્ક કોડ છપાયેલો હોય છે, જે દર્શાવે છે કે આ સોનાની વસ્તુ BIS હોલમાર્ક દ્વારા પ્રમાણિત છે. અને તેની શુદ્ધતા નિયમો અનુસાર છે, સોના પર છપાયેલા આ છ અંકના કોડને HUID પણ કહેવામાં આવે છે, આના દ્વારા સોનાની શુદ્ધતા પારખવામાં આવે છે.

આ પણ વાંચો :- એરંડા ના આજના બજાર ભાવ 2023

મિત્રો, તમે અહી સોનાના આજના બજાર ભાવ (Gold Price Today) જાણ્યા, જો તમે માર્કેટને લગતી તમામાં વસ્તુ ના ઓનલાઈન બજાર ભાવ જાણવા માગતા હોવ તો અમારા વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ શકો છો અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ ને જોતાં રહો, આભાર.

About the author

Gujarat Info Hub

Leave a Comment