નોકરી & રોજગાર ગુજરાતી ન્યૂઝ

GPSC Bharti 2023: GPSC માં 47 જગ્યાઓ માટે જાહેરાત, અરજી કરવાની છેલ્લી તારીખ 31/05/2023

GPSC Bharti 2023
Written by Gujarat Info Hub

GPSC Bharti 2023: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ગ ૧ અને વર્ગ-૨ ની વિવિધ 47 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં કક્ષાવાર કેટેગરી પ્રમાણે ઉમેદવારો પોતાની લાયકાત ના આધાર ઉપર ઓનલાઇન અરજી કરી શકે છે. આમ વર્ષ 2023-24 ના GPSC કેલેન્ડર વાત કરવામાં આવેતો આ વર્ષે કુલ 62 અલગ અલગ ક્લાસ 1 & 2 ની ભરતીઓ માટે જીપીએસસી દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જેમાંથી અત્યારે કુલ 10 વિવિધ પોસ્ટ માટે ૪૭ જગ્યાઓની જાહેરાત થઈ છે. જેની નોટિફિકેશન તમે અમારી વેબસાઈટની મદદથી ડાઉનલોડ કરી શકો છો

તો આજે આપણે GPSC Bharti 2023 ની વિવિધ જગ્યાઓ વિશે માહિતી મેળવીશું અને તેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિશે પણ જાણીશું.

GPSC Bharti 2023

વિભાગગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટવિવિધ
કુલ જગ્યાઓ47
ફોર્મ ભરવાની તારીખ ની શરૂઆત15/05/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ31/05/2023
સત્તાવાર સાઇટhttps://gpsc-ojas.gujarat.gov.in/

GPSC ભરતી કેલેન્ડર 2023

જે ઉમેદવારો ગુજરાતમાં અપર ક્લાસ 3 અને ક્લાસ વન ટુ ની નોકરી મેળવવા માંગે છે. તેઓ પોતાના શૈક્ષણિક લાયકાત આધાર પર GPSC ભરતી કેલેન્ડર 2023 ફોલોવ કરવું જરૂરી છે. જેથી જીપીએસસી દ્વારા  બહાર પાડવામાં આવતી વિવિધ જગ્યાઓ ની માહિતી સૌ પ્રથમ મેળવી શકે, તો આજે આપણે જીપીએસસી ભરતી 2023 ની બહાર પડવામાં આવેલી 47 જગ્યાઓની શૈક્ષણિક લાયકાત અને અરજી કરવાની રીતની માહિતી મેળવીશું. GPSC ભરતી કેલેન્ડર 2023 ડાઉનલોડ કરવા માટે તમે નીચે આપેલ લિન્ક દ્વારા કરી શકો છો.

કુલ જગ્યાઓ 

હાલ GPSC દ્વારા કુલ 10 અલગ અલગ પોસ્ટ માટે 47 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે, જેની માહિતી નીચે મુજબ છે.

પોસ્ટનું નામ કુલ જગ્યાઓ
અધિક્ષક અભિલેખાગાર નિયામકની કચેરી, વર્ગ-૨4
 નાયબ બાગાયત નિયામક, વર્ગ 16
 બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, વર્ગ-27
 ટેકનિકલ ઓફિસર, ગુજરાત બોઇલર સેવા, વર્ગ-21
ઈ.એન.ટી સર્જન (તજજ્ઞ), વર્ગ-115
નાયબ નિયામક (હોમીયોપેથી), વર્ગ-1 1
ભૂસ્તર શાસ્ત્રી, વર્ગ-1, ન.જ.પ અને ક. વિભાગ 2
 ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશન ઓફિસર, વર્ગ-25
કાયદા અધિક્ષક (જુનિયર ડ્યુટી) વર્ગ-23
 નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, વર્ગ-13

શૈક્ષણિક લાયકાત

ઉપરોક્ત GPSC ભરતી ની વિવિધ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત ની વાત કરવામાં આવે તો ટેકનિકલ ઓફિસર, ગુજરાત બોઇલર સેવા, વર્ગ-2 માટે ડિપ્લોમા ઇન બી.ઈ અને કાયદા અધિક્ષક વર્ગ 2 માટે LLB અને નાયબ નિયામક, ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય, વર્ગ 1 માટે BE/BTECH. MEC અને બીજી બધી પોસ્ટ માટે પોસ્ટ ગ્રેજ્યુએશન જરૂરી છે. 

શૈક્ષણિક લાયકાત ની સંપૂર્ણ માહિતી માટે તમે ઓફિસિયલ જાહેરાત જોઈ શકો છો.

આ જુઓ :- Gujarat TAT 2023 Application Form & Syllabus

GPSC Bharti 2023 ની વિવિધ જગ્યાઓ ના પગાર ધોરણ, વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાતની સંપૂર્ણ માહિતી માટે સત્તાવાર જાહેરાત જોઈ શકો છો.

GPSC ભરતી 2023 માટે ઓનલાઈન અરજી કરવાની રીત

GPSC Bharti 2023 માટે ઓનલાઈન અરજી કરવા માટે નીચેના સ્ટેપ ફોલોવ કરો.

  • સૌ પ્રથમ જીપીએસસી ઓજસ વેબસાઇટ પર જાઓ
  • ત્યારબાદ હોમપેજ પર “Online Application” મેનૂ “Apply” બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સામે અલગ અલગ પોસ્ટ દેખાશે જેમાથી તમારી લાયકાત મુજબની પોસ્ટ ની સામે “Apply” બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારી સામે GPSC Application Form ખુલશે.
  • આ અરજી ફોર્મ માં તમારી પર્સનલ અને શૈક્ષણિક માહિત નાખો.
  • ત્યારબાદ જરૂરી ડૉક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે તમારું ફોર્મ એક વાર ચકાશી GPSC Bharti Form ને સબમિટ કરો.
  • હવે તમાને તમારો અરજી નંબર મળશે જેને સેવ કરીને રાખો.

GPSC Recruitment Official Notification PDF

GPSC Recruitment 2023 ની ઓફિસિયલ નોટિફિકેશન તમે નીચે આપલે લીક દ્વારા ડાઉનલોડ કરી શકો છો અને તેને ધ્યાનપૂર્વક વાચી તમારી શૈક્ષણિક લાયકાત વગેરે જોઈ અરજી કરી શકો છો.

GPSC Recruitment 2023 Official Notification PDF Download Here

મિત્રો, જીપીએસસી ભરતી 2023 માં ઓનલાઈન અરજી સ્વીકારવાની શરૂઆત 15/05/2023 થી ચાલુ થશે અને તમે 31/05/2023 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશો.

આ જુઓ :- ગુજરાત હાઈકોર્ટમાં આસિસ્ટન્ટની 1778 જગ્યાઓ માટે ભરતી

FAQ’s 

GPSC ભરતી 2023 માટે અરજી કેવી રીતે કરવી ?

GPSC Recruitment 2023 માં અરજી કરવા માટે તમે https://gpsc-ojas.gujarat.gov.in/Home.aspx પર જઈ કરી શકો.

GPSC Bharti 2023 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

GPSC ભરતી માં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31/05/2023 છે.

 

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment