જાણવા જેવું Online-Payment

હવે ઘરે બેઠા બસની ટિકીટ બુક કરાવો અને જાણો એસટી બસનો ટાઈમ ટેબલ અને  લાઈવ લોકેશન – GSRTC Bus Booking Online

GSRTC Bus Booking Online
Written by Gujarat Info Hub

GSRTC Bus Booking Online: હવે તમે તમારા મોબાઈલથી ઘરે બેઠા એસટી બસનો ટાઈમ જાણી ઓનલાઈન ટિકીટ બુક કરાવી શકો છો, ગુજરાત રાજ્ય પરીવહન નિગમ દ્વારા GSRTC બસો માટે પોતાની એપ ચલાવવામાં આવે છે, જેના માધ્યમથી તમે કોઇપણ એસટી બસનો ટાઈમ, બસનું સમયપત્રક, અને લાઈવ લોકેશન જાણી શકશો. આજે આપણે અહી Gsrtc Bus Booking Online ને લગતી તમામ માહિતી આ અર્ટીક્લના માધ્યમથી જોઈશું.

GSRTC Bus Booking Online Application

GSRTC Bus Booking Online: અત્યારના ડિજીટલ યુગમાં કોઈપણ વ્યક્તિ પાસે ટાઈમ બહુ જ ઓછી માત્રમાં હોય છે, અને તેવામાં કલાકો સુધી બસની રાહ જોઈ બેઠા રહેવું એ કોઇપણ વ્યક્તિને ગમતું નથી, તેથી ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દ્વારા GSRTC ની એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે, જેના અંતર્ગત કોઇપણ બસને લાઈવ ટ્રેક કરી શકાય છે. ઓનલાઈન ટિકિટ બુક કરાવી તમારી સીટ બુક કરાવી શકો છો અને તેની જાણ તમને તમારા નંબર પર SMS દ્વારા મળી જશે. 

એસટી બસ ટ્રેકીંગ એપ ની ખાસીયત

મિત્રો, સૌ પ્રથમ GSRTC ની બસ ટ્રેકીગ એપ્લીકેશન ડાઉનલોડ કરવા “Google” પર જઈ, તમે “GSRTC Official APP” ટાઈપ કરી, ગુગલ પ્લે સ્ટોર પર જઈ ડાઉનલોડ કરી શકો છો.

આ બસ એપ ની મદદથી તમે કોઇપણ બસનું એડવાન્શ બુકીગ કરાવી તમારી પસંદ મુજબની સીટ ઓનલાઈન મેળવી શકો છો. આ એપ માં ઓનલાઈન ટ્રાન્ઝેકશન જ કરવું પડશે, જેમાં જો કોઈ કરણોસર બસ ના આવે તો તમે રીફંડ ઓપશનથી તમારા પૈસા રીફંડ મેળવી શકો છો.

તમે ઓનલાઈન બસને ટ્રેક કરી તેનું લાઈવ લોકેશન જાણી શકશો જેથી તમારો ટાઈમ નો બચાવ થઈ શકે.

એપથી મળેલ મેસેજ જ તમારી ટિકીટ છે, કોઇપણ પ્રકારની પ્રિન્ટેડ ટિકીટ ની જરૂર રહેતી નથી.

આ GSRTC એપ ની મદદથી તમે કોઇપણ બસને ભાડા પેટે માંગણી કરી શકો છો, જેમાં તમારે કેટ્લા સમય માટે બસની જરુર પડશે તેના મુજબ ચાર્જ લેવામાં આવે છે.

બસનું લાઈવ ટ્રેકીગ જી.પી.એસ દ્વારા બસનું કરન્ટ લોકેશન ક્યાં છે, અને કઈ જગ્યાએ ઉભી છે તે પણ આ એપના માધ્ય્મથી જાણી શકશો

અહીં બસના ટાઇમ ટેબલ પણ જાણી શકો છો જેથી કોઇપણ જગ્યાએ જતા અગાઉથી બસનો સમય ખબર હોય તો તમારો ટાઈમ ના બગડે.

આ એપની મદદથી વાલિઓ શાળા બસોનું લાઈવ ટ્રેકીંગ પોતાના મોબાઈલ દ્વારા કરી શકે છે, જેમાં ડ્રાઈવરનો નંબર પણ ઉપલબ્ધ હોય છે. અને બસનો રુટ અને નકશો પણ લાઈવ જોઈ શકે છે.

GSCRT ની એપ ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
આવી અન્ય માહિતી જાણવાઅહીં ક્લિક કરો.
GSRTC Bus Booking Online

આ પણ વાંચો :- હવે ઘરે બેઠા મેળવો લર્નિંગ લાઈસન્સ ઓનલાઈન

મિત્રો, તમને અહીથી GSRTC ટ્રેક બસ સ્થાન, ટ્રૅક PNR બસ સ્ટેટસ, GSRTC બસ લાઈવ ટ્રેકિંગ ની માહિતી મેળવી, અને આવી ઉપયોગી માહિતી મેળવાવાં માટે અમારી વેબસાઈટ ને જોતા રહો અને અમારા વોટ્સઅપ ગ્રુપ માં પણ જોડાઈ શકો છો, આભાર.

FAQ’s

પ્રશ્ન ૧ :- GSRTC ની ઓફીસીયલ વેબસાઈટ કઈ છે ?

જવાબ :- GSRTC ની સત્તાવાર વેબસાઈટ https://gsrtc.in/ છે. જ્યાંથી પણ તમે ઓનલાઈન બુકીંગ કરાવી શકો છો.

પ્રશ્ન ૨ :- GSRTC બસ ટિકીટ રિફંડ કેવી રીતે મેળવવું ??

જવાબ :- જો તમારી ટિકેટ કન્ફોર્મ ના થઈ હોય અથવા કેન્સલ કરાવી હોય તો તમે એપ ના રિફંડ ઓપશન પર અરજી કરી તમારા પૈસા પરત મેળવી શકો છો.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment