નોકરી & રોજગાર

Gujarat Forest Bharti : ગુજરાત વન વિભાગમાં 10 પાસ પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 6 મે 2023

Gujarat Forest Bharti
Written by Gujarat Info Hub

Gujarat Forest Bharti : ગુજરાત વન વિભાગ દ્વારા ડ્રાઈવર, ટ્રેકર્સ અને લાઈવ સ્ટોક ઈન્સપેકટરની જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવેલ છે. જે મિત્રો નવી નોકરીની શોધમાં છે અથવા તમારા પરીવાર કે મિત્ર સર્કલામાં કોઇપણ વન વિભાગમાં નોકરી કરવા ઈચ્છુક હોય તો તેઓ માટે આ ભરતી બેસ્ટ છે, કેમ કે આ ભરતી પ્રકીયા ધોરણ ૧૦ પાસ પર કરવામાં આવશે અને ફોરેસ્ટ વિભાગની આ ભરતી વગર પરીક્ષાએ ડાયરેક્ટ સિલેકશન થશે, તો આવો જાણીએ Gujarat Forest Bharti 2023 માટે અરજી કેવી રીતે કરવી અને ક્યાં ક્યા ડોક્યુમેન્ટની જરુર રહેશે.

Gujarat Forest Bharti 2023

વિભાગ ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી
પોસ્ટનું નામ  ડ્રાઈવર, ટ્રેકર્સ અને લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર
અરજી કરવાની તારીખ૨૧ એપ્રિલ ૨૦૨૩ થી ચાલુ
અરજી કરવાની છેલ્લી તારીખ૦૬ મે ૨૦૨૩
અરજીનો મોડઓફલાઈન
સત્તાવાર સાઈટ https://forests.gujarat.gov.in/

ગુજરાત ફોરેસ્ટ વિભાગ ભરતી માટે અગત્યની તારીખ

મિત્રો, ગુજરાત વન વિભાગ ભરતીની જાહેરાત ૨૧ એપ્રિલ ના રોજ બહાર પડવામાં આવેલ છે અને તે દિવસથી જ એટલે કે ૨૧ એપ્રિલથી જ ઓફલાઈન ફોર્મ ભરવાની શરુઆત થઈ ગઈ છે, અને આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૦૬ મે ૨૦૨૩ છે.

ગુજરાત ફોરેસ્ટ વિભાગ ભરતી માટે પોસ્ટની લાયકાત

Gujarat Forest Bharti 2023 માટે તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે પરંતુ તે પહેલા તમારી લાયકાત ચકાશી લેવી જરુરી છે. આ ભરતી કુલ ત્રણ અલગ અલગ પોસ્ટ માટે કરવામાં આવેક છે જેમાં અલગ અલગ શૈક્ષણિક લાયકાત માગેલ છે, જેની માહિતી નીચે મુજબ છે.

પોસ્ટ લાયકાત
ડ્રાઈવરઆ પોસ્ટ માટે ૧૦ પાસ કરેલ હોવું જોઈએ અને ૩ વર્ષ નો ડ્રાઈવિંગ અનુભવ હોવો કરૂરી છે.
ટ્રેકર્સ આ પોસ્ટ માટે ૧૦ પાસ કરેલ હોવું જરુરી છે અને જો વન વિભાગમાં અગાઉ અનુભવ મેળવેલ હોય તો તેમને પસંદગી પ્રકીયામાં અગ્રીમતા આપવામાં આવશે.
લાઈવ સ્ટોક ઈન્સ્પેકટરઆ પોસ્ટ માટે એનિમલ હસબન્ડરી કોર્સમાં ડિપ્લોમાં અને કમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ.

ગુજરાત વન વિભાગ ભરતી કુલ જગ્યાઓ અને પગારધોરણ

ગુજરાત વન વિભાગની આ ભરતીમાં ડ્રાઈવરની કુલ ૩, ટ્રેકર્સની કુલ ૦૩ અને લાઈવ સ્ટોક ઈન્સ્પેકટરની ૧ આમ કુલ ૭ જગ્યાઓ માટે જાહેરાત બહાર પડેલ છે.

વન વિભાગની પોસ્ટ માટે પગાર ધોરણ નીચે મુજબ છે.

પોસ્ટનું નામપગાર ધોરણ 
ડ્રાઈવર૧૦,૮૯૦ રુ.
ટ્રેકર્સ   ૧૩,૩૧૦ રુ.
લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર૨૦,૦૦૦ રુ.

Gujarat Forest Bharti Online Application – અરજી કરવાની રીત

ગુજરાત વન વિભાગ ભરતી માટે અરજી કરવાની પ્રક્રીયા ઓનલાઈન છે, જેમાં તમારે ૧૦ માં ધોરણની માર્કશીટ, ફોરેસ્ટ ને લગત કોઈ કોર્સ કરેલ હોત તો તેનું પ્રમાણપત્ર, અનુભવનું પ્રમાણપત્ર, સરનામું, આધારકાર્ડ, પાસપોર્ટ સાઈઝના ફોટા અને લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર પોસ્ટ માટે એનિમલ હસબન્ડરી કોર્સમાં ડિપ્લોમાં નું સર્ટીફિકેટ રજુ કરવાનુ રહેશે. આ તમામ ડોક્યુમેન્ટ જોડી નેચેના સ્થળે અરજી કરવાની રહેશે.

ફોરેસ્ટ વિભાગ ભરતી માટે અરજી કરવાનું સરનામું

નાયબ વન સરંક્ષકશ્રીની કચેરી,
શેત્રુંજી વન્ય જીવ વિભાગ, 
રેલ્વે ફાટક સામે, રિલાયન્સ પેટ્રોલપંપની પાછળ,
રાજસ્થળી રોડ, તા પાલીતાણા – 364270,
જી – ભાવનગર

E-Mail :- shetrunjaywildlifedvn@gmail.com

ઉપરોક્ત સરનામે તમે અરજી કરી શકો છો અને વધુ માહિતી માટે માટે તમે મઈલ આઈડી દ્વારા સંપર્ક કરી શકો છો.

આ પણ વાંચો :-

તો મિત્રો, જે લોકો વન વિભાગમાં નોકરી કરવા ઈચ્છુક હોય તેઓ તારીખ ૬ મે ૨૦૨૩ સુધી અરજી કરી શકે છે, આવી લેટેસ્ટ નોકરી અને રોજગાર ની માહિતી માટે અમારી વેબસાઈટ જોતા રહો. વધુ માહિતી માટે અમારા વોટ્સ

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment