ગુજરાતની ખેતી: ભારત ખેતી પ્રધાન દેશ છે. પ્રાચીન કાળથી ભારતીય ઋષી પરંપરામાં કૃષિનું ખૂબ મહત્વ રહ્યું છે . ખેતી જ માનવ સમુદાયના જીવનનો મુખ્ય આધાર હતો . પ્રાચીન કાળમાં અનાજ અને વસ્તુઓનું આદાન પ્રદાન થતું . પ્રાચીન સિંધુ ખીણ ની સંસ્કૃતિમાં આપણને ખેત ઓજારો અને વિવિધ ધાન્યો અને તેના પુરાવાઓ મળ્યા છે .આજના ગુજરાતની ખેતી વિશે નિબંધ માં આપણે ‘ગુજરાતની ખેતી‘ અને ખેતીના પ્રકાર ,નફાકારક ખેતી તેમજ સજીવ ખેતી ,ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વિશે ચર્ચા કરીશું .
ગુજરાતની ખેતી ની લાક્ષણિકતાઓ :
ભારતમાં આઝાદી પછી પરંપરાગત અને ખેડૂતોના અનુભવ આધારે થતી ખેતીમાં સમયાંતરે આધુનિકરણ અને તેના દ્વારા વધુ ઉત્પાદન મેળવવાના પ્રયત્નો થતા રહ્યા છે . સુધારેલાં હાઇબ્રીડ બીયારણ ,ખેત ઓજારો અને ખેતી પધ્ધતિમાં ફેરફારો એ મુખ્ય ભાગ ભજવ્યો . જેના લીધે અમુક અંશે ખેતીમાં અસરકારક પરિણામો મેળવી શકાયાં . આંતરપાક ,મિશ્રખેતી ,રાસાયણિક ખાતરો નો ઉપયોગ અને ખેડૂત માર્ગદર્શન કાર્યકમો અને સિંચાઈ માટે પાણીનો વધુ ઉપયોગ. વગેરે બાબતો થી ખેતીમાં કેટલાક નવાં પરિવર્તનો આણ્યાં.
આપણે ત્યાં ખેતી માટે ની જમીનો અને ખેતરોનું ઘણું વૈવિધ્ય ગુજરાતની ખેતી માં જોવા મળે છે . સમગ્ર ગુજરાતમાં 55 ટકા જેટલી જમીનો ખેતી માટે ઉપયોગમાં લેવામાં આવે છે . જેમાં ખેતરોનું કદ દરેક પરદેશમાં અલગ અલગ જોવા મળે છે .તેમજ તમામ ક્ષેત્રોમાં જમીનના ઘટકોમાં પણ ઘણી વિવિધતા જોવા મળે છે .એટલેજ સમગ્ર ગુજરાતમાં અલગ અલગ પાકો અને પાક ઉત્પાદનમાં સામ્યતા જોવા મળતી નથી . ઉત્તર ગુજરાત ના બનાસકાંઠા ની રેતાળ અને ગોરાડું જમીનો બાજરી અને બટાટા ના પાકને વધુ અનુકૂળ છે . તો આણંદ અને ખેડા જિલ્લાની જમીનો તમાકુના પાકને ખૂબ માફક આવે છે . ટૂંકમાં ગુજરાતની ખેતીમાં ખેતરોનું માપ અને જમીનની ફળદ્રુપતા ની વિવિધતા મહત્વની લાક્ષણિક્તા છે .
આપણે આગળ જોયું તેમ ગુજરાતમાં ખેતરોના કદમાં ઘણી વિવિધતા છે. કેટલાક વિસ્તારોમાં ખેતરોનાં વિશાળ કદ હોવાને લીધે ખેતીમાં યંત્રોનો વધુ પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે .આપણે ત્યાં બળદ અને લાકડાના હળ દ્વારા કરવામાં આવતી ખેડનું પ્રમાણ લગભગ નામશેષ થઈ ગયું છે . મોટા ખેડૂતોએ ટ્રેક્ટર ,રોટાવેતર,વાવણીયો,પાવર ટીલર અને થ્રેશર જેવા લગભગ તમામ સાધનો વસાવ્યાં છે .ફક્ત નાના ખેડૂતો ઓછી જમીનને લીધે આધુનિક ખેત યંત્રો પોસાતાં ના હોવાથી વસાવ્યાં નથી .આમ આધુનિક ખેતીમાં યંત્રોનો ઉપયોગ પણ મહત્વનું લક્ષણ ગણી શકાય .
ગુજરાતની ખેતીમાં મિશ્ર પાકોનું વાવેતર એ આગવું લક્ષણ છે . એક કરતાં વધારે પાકોમાં ઉત્પાદન ઘણું સારું મળતાં ખેડૂતને તે વધુ પોસાય છે . આમ મિશ્ર પાકનું વાવેતર તેમજ ઓછી જમીનમાં વધુ વધુ ખેડ,ખાતરનું પ્રમાણ અને હાઇબ્રીડ વધુ ઉત્પાદન આપતી જાતોના વાવેતર થી વધુ ઉત્પાદન મેળવવું સાથે સાથે પશુપાલનને પણ ખેતીના વ્યવસાય સાથે સાંકળી વધુ આવક મેળવવી .આમતો ખેતી અને પશુપાલન એક બીજાના પૂરક વ્યવસાય છે .
ખેડૂતો પાકની ફેરબદલી કરી વધારે ઉત્પાદન મેળવી શકે તે માટે જાગૃતિ ફેલાવવામાં આવી અને તેનાં સારાં પરિણામ પણ મળ્યાં છે .એકનો એક પાક ઉપરા ઉપરી વાવવાથી ચાર પાંચ વર્ષમાં પાકનો વિકાસ સંપૂર્ણ ઘટી જાય છે .અને પાક જન્ય રોગો નો પ્રમાણ વધી જવાથી પાકનું ઉત્પાદન ઘણું ઘટી જાય છે . એટલે દર વર્ષે પાકની ફેરબદલી કરવી એ ખૂબ જરૂરી છે .
ગુજરાતની ખેતી માં ખેતી પધ્ધતિ ઉપરાંત પાકની પસંદગી પણ મહત્વનો ભાગ ભજવે છે આપણે ત્યાં ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ધાન્ય પાકો કરતાં રોકડિયા પાકોના વાવેતર નું પ્રમાણ ઘણું વધ્યું છે . ધાન્ય અને કઠોળના ઉત્પાદનની સામે રોકડિયા પાકોના ભાવ ઘણા સારા મળે છે . અને ઉત્પાદન પણ સારું મળતું હોય ખેડૂતો પરંપરાગત પાકો કરતાં વધુ નફો આપતા પાકો તરફ વધુ વળ્યા છે .
ગુજરાતના ખેડૂતો હવે નફાકારક ખેતી પધ્ધતિ જેવીકે પ્રાકૃતિક ખેતી અથવા ઓર્ગેનિક ખેતી અપનાવી રહ્યા છે. રોકડિયા પાકોમાં કપાસ,જીરું,ઈસબગુલ,તમાકુ,એરંડા,વરીયાળી તેમજ તેલીબિયાં પાકોમાં મગફળી,તલ અને હવેતો ફળો અને શાકભાજીની ખેતીમાં આધુનિકતાનો ઉપયોગ કરી બટાટા,દાડમ,ડ્રેગનફૂટ,પપૈયાં,દ્રાક્ષ વગેરેની ખેતી પધ્ધતિ અપનાવી ગુજરાતની ખેતીને વધુ સમૃધ્ધ બનાવી છે . ધાન્ય પાકોનો ઓછો વાવેતર વિસ્તાર હોવા છતાં ઉત્પાદનમાં ખૂબ સારાં પરિણામ મળ્યાં છે.
આ પણ વાંચો :- ગુજરાતની જમીનના પ્રકાર વિશે સંપુર્ણ માહિતી
ખેતીના પ્રકાર । Kheti na Prakar in Gujarati :
મિત્રો, ગુજરાતની ખેતી અને ખેતી પધ્ધતિ ગુજરાતના ખેતીના પાક, વાવેતર વિસ્તાર ,ઉત્પાદન, વાવણીની પધ્ધતિ પાકમાં રોગ નિયંત્રણ ,સુધારેલાં બિયારણો અને બીજ સાંસોધન કેન્દ્રો નો અભ્યાસ પણ ખૂબ અગત્યનો છે. અહી આપણે હવે ગુજરાતની ( ભારતની ) “ ખેતીના પ્રકાર ” વિશે ચર્ચા કરીશું. ભારતમાં ખેતીના છ પ્રકાર ગણવામાં આવે છે. જે નીચે મુજબ છે. જેનો વિગતે પરિચય મેળવીએ .
ગુજરાતની ખેતીના પ્રકારો
- જીવનનિર્વાહ ખેતી
- સૂકી ખેતી
- આદ્ર ખેતી
- બાગાયતી ખેતી
- ઝૂમ ખેતી
- સઘન ખેતી
જીવનનિર્વાહ ખેતી ( Jivan Nirvah Kheti) :
ભારત કૃષિ પ્રધાન દેશ છે અને પ્રાચીન કાળથી ખેતીને પરંપરાગત મુખ્ય વ્યવસાય તરીકે અપનાવવામાં આવ્યો છે . આજે પણ મોટાભાગના લોકોનો એક માત્ર વ્યવસાય ખેતી છે . અને તેનાથી તેમનું પોતાનું જીવન નિર્વાહ ચાલે છે . ભારત ગામડાઓનો બનેલો દેશ છે . અને ગ્રામીણ વિસ્તારો માં લોકો મુખ્યત્વે ખેતી ઉપર નિર્ભર છે . પરંપરાથી ચાલી આવતી ખેતીમાં ભાગ પડતાં ખેડૂતો પાસે નાના નાના ટુકડાઓ માં વહેચાઈ ગઈ હોવાથી ઉત્પાદન પણ ઓછું થાય એ સ્વાભાવિક છે . તે માત્ર પોતાના પૂરતું જ ઉત્પાદન કરતા હોઈ આ નાના પાયે ઉત્પાદન કરી ખેડૂત પોતાના કુટુંબનું જીવનનિર્વાહ ચલાવે છે .તેથી આ ખેતી પધ્ધતિને “જીવન નિર્વાહ પધ્ધતિ” ખેતી કહેવામાં આવે છે .
સૂકી ખેતી (Suki Kheti ) :
ગુજરાતના ઘણા ભાગોમાં હજી પણ સિંચાઈ ની સગવડ પ્રાપ્ત થઈ નથી અથવા ભૂગર્ભ જળમાં ખારાશ છે .તેવા ઘણા વિસ્તારો અને નીચી ભૂમિના સૂકા વિસ્તારોમાં બિન પિયત ખેતી કરવામાં આવે છે . તેને સૂકી ખેતી કહે છે . આવા વિસ્તારોમાં ચોમાસા પછી મોડી વરાપ થતાં ઘઉં અને ચણા જેવા પાકોનું વાવેતર કરવામાં આવે છે . સૂકી ખેતી વાળા વિસ્તારો ,ભાલ પ્રદેશ ,ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો માં સૂકી ખેતી પધ્ધતિ અપનાવવામાં આવે છે .
આદ્ર ખેતી ( Adra Kheti ) :
ગુજરાતના વધુ વરસાદ વાળા અથવા સિંચાઈની સવલતો વધુ છે .ત્યાં કરવામાં આવતી ખેતીને “આદ્ર ખેતી” કહેવામાં આવે છે . જ્યાં વર્ષમાં બે અથવા ત્રણેય સિઝનમાં પિયત કરીને પાક લેવામાં આવે છે . ચોમાસુ ઉપરાંત ઉનાળુ અને રવિ સિઝનમાં પાક લેવામાં આવે છે . ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હાલમાં ત્રણેય સિઝનમાં પાક લેવામાં આવે છે . આવી પિયત પધ્ધતિ વાળી ખેતીને આદ્ર ખેતી કહેવામા આવે છે .
બાગાયતી ખેતી (Bagayati Kheti ) :
“બાગાયતી ખેતી” એ લાંબા ગાળાની ખેતી પધ્ધતિ છે .હવે ઘણા પ્રગતિશીલ અને મહેનતુ ખેડૂતોએ ફલપાકના બગીચા કે વાડી તૈયાર કરીને ઘણા વર્ષ સુધી ઉત્પાદન આપતી ફળોની ખેતી કરી ખેતીના વારંવાર ના વાવેતર ખર્ચમાં ઘટડો અને નફાકારક ગણાતી ખેતી બાગાયતી ખેતીની પધ્ધતિ અપનાવી છે .બાગાયતી ખેતી માટે ફળદ્રુપ જમીન ,જરૂરી યંત્ર સામગ્રી અને ટેકનિકલ જ્ઞાન ની જરૂર પડે છે . સમૃધ્ધ ખેડૂતો બાગાયતી ખેતી દ્વારા વધુ નફો મેળવી શકે છે . દાડમ ,પપૈયાં ,બોર ,લીબુ ,કેળ જેવા પાકો ત્રણ કે તેથી વધુ વર્ષ સુધી ઉત્પાદન આપે છે .તેમજ દરેક સિઝનમાં વાવેતર કરવાનો ખર્ચ કરવો પડતો નથી એટલેજ આજના સમયમાં બાગાયતી ખેતી પણ ખેડૂતોમાં ખૂબ લોકપ્રિય બની છે
ઝૂમ ખેતી (Jhum Kheti ):
“સ્થળાંતરીત ખેતી” એટલે “ઝૂમ ખેતી “ગાઢ જંગલ વિસ્તારમાં મોટા પાયે કરવામાં આવે છે. સ્થળાંતરીત ખેતીને ઝુમ ખેતી પણ કહેવામાં આવે છે . જેમાં જંગલોને કાપીને ,બાળીને ખેતી માટેની જમીન તૈયાર કરવામાં આવે છે . આવી જમીન પ્રમાણમાં હલકી હોવાથી તેમાં ધાન્ય પાકો અને શાકભાજી ઉગાડવામાં આવે છે .બે ત્રણ વર્ષ પછી ઉત્પાદન લીધા પછી આ જમીન કશ વગરની બની જતાં તેને પડતી મૂકી નવી જગ્યાએ ખેતી કરવામાં આવે છે . તેથી આવી ખેતી પધ્ધતિને સ્થળાંતરીત ખેતી અથવા ઝુમ ખેતી કહેવામાં આવે છે . ઝૂમ ખેતીને સ્થળાંતરીત ખેતી પણ કહે છે .
સઘન ખેતી ( Shaghan Kheti ) :
“સઘન ખેતી” માં યોગ્ય વળતર ની અપેક્ષાથી પધ્ધતિ સર ખેતી કરવામાં આવે છે .જ્યાં ફળદ્રુપ જમીન અને સિંચાઈની પૂરતી વ્યવસ્થા છે ત્યાં પૂરતા પ્રમાણમાં ખેડ, યોગ્ય બિયારણ ની પસંદગી, ખાતરનો પ્રમાણસર ઉપયોગ અને પાક સંરક્ષણ ના પૂરતા પ્રયત્નો કરી ખેતી માં થી યોગ્ય વળતર મેળવી અથવા તો વધુ વળતર આપતા રોકડિયા પાકોનું વાવેતર કરી ખેતીની આર્થિક ઉપજ વધારનાર ખેતી પધ્ધતિને સઘન ખેતી કહેવામાં આવે છે . આ પધ્ધતિમાં માત્ર આર્થિક ઉપાર્જન નું ધ્યેય હોવાથી તેને વ્યાપારી ખેતી પધ્ધતિ પણ કહેવામાં આવે છે .
આ વાંચો :- વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાની રીત
પ્રાકૃતિક ખેતી (Organic Farming) :
પ્રાકૃતિક ખેતી એક સંપૂર્ણ કુદરતી ખેતી પધ્ધતિ છે . પ્રાકૃતિક ખેતી એ ઉપર જણાવેલ ખેતીનો પ્રકારમાં સમાવેશ થતો નથી પરંતુ સંપૂર્ણ અલગ ખેતી છે .જેને ગાય આધારિત ખેતી પણ કહેવામાં આવે છે . ઘણા લોકો પ્રાકૃતિક ખેતીને ઓર્ગેનિક ખેતી તરીકે ઓળખાવે છે પરતું તે સાચું નથી પ્રાકૃતિક ખેતીએ ઓર્ગેનિક ખેતી પણ નથી ,અને સજીવ ખેતી પણ નથી.
પ્રાકૃતિક ખેતીએ સંપૂર્ણ કુદરતી અને ગાય આધારિત ખેતી છે . પ્રાકૃતિક ખેતી એ સંપૂર્ણ શુધ્ધ ખેતી પધ્ધતિ છે . તેમાં કોઈ પણ પ્રકારનાં રાસાયણિક ખાતરો કે કોઈ પણ પ્રકારની રસાયણ યુક્ત પાક સંરક્ષક દવાઓ વાપરવામાં આવતી નથી.
આ પધ્ધતિ થી તૈયાર થયેલ પાક માં કોઈ ઝેરી તત્વો જોવા મળતાં નથી .તેથી પ્રાકૃતિક ખેતી થી ઉત્પન્ન થયેલ અનાજ ,શાકભાજી અને ફળો આરોગ્ય માટે ઉત્તમ અને પૌષ્ટિક ખોરાક હોવાથી આજકાલ તેનું ચલણ ખૂબ વધ્યું છે. છેલ્લા દાયકાઓમાં વધુ ઉત્પાદન મેળવવાની હોડમાં ખેતીમાં રાસાયણિક ખાતરોનો બેફામ ઉપયોગ અને પાક સંરક્ષણ માટે ઝેરી પેસ્ટીસાઈડનો વધુ ઉપયોગ કરવાથી આવા ઝેરી ખોરાકે માનવ સમુદાયમાં કેન્સર જેવા અનેક ભયાનક રોગોએ ભરડો લીધો છે.
પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયનું છાણ (ગોબર) અને ગૌ મૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે .તેથી આ પ્રાકૃતિક ખેતી પધ્ધતિને ગાય આધારિત ખેતી પધ્ધતિ પણ કહેવામાં આવે છે . તેમાં ગાયના મળ મૂત્ર અને વિવિધ વાંસ્પતિનાં પાન નો ઉપયોગ કરી ખાતરો અને પાક સંરક્ષકો તૈયાર કરવામાં આવે છે . પ્રાકૃતિક કૃષિ પધ્ધતિમાં જમીનમાં રહેલા ખેડૂતનાં મિત્ર અળશિયા અને બીજા મિત્ર સૂક્ષ્મ જીવોનું રક્ષણ થાય છે . તેથી જમીન સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. તેથીજ પ્રાકૃતિક ખેતી આપણને સ્વાથ્ય પ્રદ ખોરાક આપી આપની જમીનને પણ સાચવે છે.
ખેતી વૈજ્ઞાનિક સુભાષ પાલેકરજી એ પ્રાકૃતિક કૃષિનો આવિષ્કાર કરાવ્યો છે. ગુજરાતના રાજ્યપાલ મહામહિમ આચાર્ય દેવવ્રતજી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને પ્રેરણા અને માર્ગદર્શન આપી રહ્યા છે .
આ પણ વાંચો:- ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કેવી રીતે શરૂ કરવી ?
ખેતીના પ્રકારો ના પ્રશ્નો – FAQS :
પ્રશ્ન : 1 જીવન નિર્વાહ ખેતી એટલે શું ?
જવાબ : જીવન નિર્વાહ ખેતી એટલે જે ખેતી કરીને માત્ર જીવન નિર્વાહ જ ચાલે છે તેવી ખેતીને જીવન નિર્વાહ ખેતી પધ્ધતિ કહે છે .
પ્રશ્ન: 2 બાગાયતી ખેતી એટલે શું ?
જવાબ: બાગાયતી ખેતી એટલે વાડી અથવા બગીચો બનાવી ખેતરમાં લાંબા સમય સુધી ફળ આપતા પાકોનું વાવેતર કરવામાં આવે છે . બાગાયતી ખેતીમાં વાવેતર એક વર્ષ કર્યા પછી વર્ષો સુધી ફળ મળે છે . આ પધ્ધતિ નફા કારક છે .પરંતુ ખર્ચ ,ટેક્નોલૉજી અને યંત્ર સામગ્રી ખેડૂત પાસે હોવી જરૂરી છે .
પ્રશ્ન: 3 ઝૂમ ખેતી એટલે શું ?
જવાબ : ઝૂમ ખેતી એટલે જંગલ વિસ્તારને સાફ કરીને કે જંગલોને બાળીને કરવામાં આવતી ખેતીને ખેતી કરવામાં આવે છે . આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે . થોડાં વર્ષો પછી જમીન કશ વગરની થઈ જતાં અને ઉત્પાદન ઘટતાં આ જમીન પડતી મૂકી નવી જગ્યાએ ખેતી કરવામાં આવે છે .જેને ઝૂમ ખેતી અથવા સ્થળાંતરીત ખેતી પણ કહે છે .
પ્રશ્ન :4 સઘન ખેતી એટલે શું ?
સઘન ખેતી એટલે આર્થિક ઉપાર્જન માટે સિંચાઇ ની સુવિદ્યા વાળી જમીનમાં ઉત્તમ બીજ પસંદગીથી માંડી ખેડ ,ખાતર અને પાક સંરક્ષણ ઉપાયો યોજી વધુ નફો લેવાની પધ્ધતિ પધ્ધતિને સઘન ખેતી પધ્ધતિ કહેવામાં આવે છે . સઘન ખેતી પધ્ધતિમાં મોટા ભાગે વધુ આવક આપતા રોકડિયા પાકોનું વાવેતર કરવામાં આવે છે . સઘન ખેતી પધ્ધતિને “વ્યાપારી ખેતી પધ્ધતિ ” પણ કહે છે .
પ્રશ્ન: 5 શૂકી ખેતી એટલે શું ?
ઓછા વરસાદ વાળા વિસ્તારમાં કે બીન પિયત ખેતી ને શૂકી ખેતી કવેવામાં વાવે છે .
પ્રશ્ન: 6 આદ્ર ખેતી એટલે શું ?
આદ્ર ખેતી એટલે વરસાદ અને સિંચાઈની સુવિધાને લીધે એક કરતાં વધુ વખત પાક લેવામાં આવે છે .તેવી ખેતીને આદ્ર ખેતી અથવા ભીની ખેતી કહે છે .
પ્રશ્ન : 7 પ્રાકૃતિક ખેતી એટલે શું ?
જવાબ: પ્રાકૃતિક ખેતી એટલે એવી ખેતી પધ્ધતિ કે જેમાં કોઈ પણ રસાયણ કે ઝેરી જંતુ નાશક દવાઓનો ઉપયોગ કર્યા વગર સંપૂર્ણ કુદરતી વસ્તુઓ આધારિત કરવામાં આવતી ખેતી .
પ્રશ્ન : 8 ગાય આધારિત ખેતી એટલે શું ?
જવાબ: પ્રાકૃતિક ખેતીને “ગાય આધારિત ખેતી “એટલે સંપૂર્ણ કુદરતી વસ્તુઓ આધારીત ખેતી છે . જેમાં ગાયના ગૌ મૂત્ર અને ગાયના ગોબરનો ઉપયોગ વિવિધ રીતે ખાતર અને પાક સંરક્ષકો તરીકે કરવામાં આવે છે .તેથી આ પધ્ધતિને ગાય આધારિત ખેતી કહે છે .
મિત્રો અમારો આ ગુજરાતની ખેતી ( Gujarat Ni Kheti ) , ખેતીના પ્રકાર , પ્રાકૃતિક ખેતી (Prakrutik Kheti) અથવા ઓર્ગેનિક ખેતી Pdf (organic farming), ખેતી પધ્ધતી વિશે માહિતી આપને કેવી લાગી તે અમને કોમેંટમાં જરૂર જણાવશો અને આવા બીજા લેખ વાંચવા અમારી વેબ સાઇટ નિયમિત જોતા રહેશો ,આભાર !