ગુજરાત સરકાર

Gujarat nu Mantri Mandal (Ministers) List 2022 in Gujarati – ગુજરાતનું મંત્રીમંડળ

Gujarat-nu-mantri-mandal-list
Written by Gujarat Info Hub

Gujarat nu Mantri Mandal: ગુજરાત માં વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર 2022 માં ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક જન સમર્થન પ્રાપ્ત થતાં આદરણીય વડાપ્રાધાન નરેન્દ્રભાઈ  મોદી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષ જે.પી. નડ્ડા જી તેમજ ભા.જ.પ. સાસિત રાજયોના મુખ્ય મંત્રીશ્રીઓ વગેરે મહાનુભાવો અને સાધુ સંતો ની  વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે શપથ ગ્રહણ સમારંભ યોજાઇ ગયો . આ વખતે ભારતીય જનતા પાર્ટી એ 156 જેટલી બેઠકો પર ભવ્ય જીત મેળવતાં શ્રી  ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવાયા . અને કેબીનેટ અને રાજ્યકક્ષાના મળીને કુલ 16 જેટલા ધારાસભ્યોને મંત્રી પદ માટેના શપથ ગુજરાતના મહામહીમ રાજ્યપાલ  શ્રી આચાર્ય દેવવ્રતજી એ લેવડાવ્યા. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બીજી વખત ગુજરાતના  મુખ્યમંત્રી બન્યા છે .

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ – Gujarat Chief Minister

ગુજરાતમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી ડિસેમ્બર 2022 માં ફરીથી ભારતીય જનતા પાર્ટીને બહુમતી થી જન સમર્થન મળતાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ બન્યા છે . શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદની ઘાટલોડીયા બેઠક પરથી કોંગ્રેસ ના ઉમેદવાર શ્રીમતી ડૉ.અમીબેન યાજ્ઞિક ની સામે ખૂબ મોટી લીડથી  વિજય પ્રાપ્ત કરતાં ગુજરાતના બીજી વખતના મુખ્ય મંત્રી બન્યા છે . ગુજરાતના નવા મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ સરળ અને સૌમ્ય સ્વભાવના  ઉમદા ગુણો ધરાવતા હોવાથી છાપ ધરાવે છે .

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ  નાં ખાતાંઓ

        તેમણે પોતાનાની પાસે રાખેલાં ખાતાઓની વાત કરીએ તો સામાન્ય વહીવટ વિભાગ ,વહીવટી સુધારણા તથા ,તાલીમ અને આયોજન ,ગૃહ અને પોલીસ હાઉસિગ ,મહેસૂલ અને આપતિ વ્યવસ્થાપન, આ ઉપરાંત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ અને પંચાયત ,માર્ગ ,મકાન અને પાટનગર યોજના તેમજ ખાણ ખનિજ તદુપરાંત યાત્રાધામ વિકાસ ,નર્મદા અને કલપસર વિભાગ ,બંદર ,માહિતી અને પ્રસારણ ખાતું ,નશાબંધી અને આબકારી ,વિજ્ઞાન અને પ્રૌધોગિકી તેમજ નીતી વિષયક બાબતો અને બીજા મંત્રીઓને ના ફાળવાયેલ ખાતા પોતાની પાસે રાખ્યાં છે.

Gujarat nu Mantri Mandal (Ministers) List 2022

ગુજરાતના કેબીનેટ મંત્રીઓ: ગુજરાતના નવા મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રી મંડળમાં 8 કેબીનેટ મંત્રીઓ છે  અને 8 મંત્રીઓ રાજ્યકક્ષા ના છે .રાજ્યકક્ષાના 8 મંત્રીઓ પૈકી 2 મંત્રીઓ પાસે સ્વતંત્ર હવાલો છે. સ્વતંત્ર હવાલો ધરાવનારા મંત્રીઓ માં શ્રી હર્ષ સંઘવી અને શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા છે, હર્ષ સંઘવી  સૌથી નાની ઉમરના મંત્રી છે જ્યારે શ્રી કનુભાઈ દેસાઇ સૌથી મોટી ઉમરના કેબીનેટ મંત્રી છે .

Gujarat Cabinet Ministers List – ગુજરાતનું મંત્રીમંડળ

(૧) શ્રી કનુભાઈ દેસાઈ

શ્રી કનુભાઈ દેસાઈ દક્ષિણ ગુજરાતની  વલસાડ જીલ્લાની  પારડી વિધાનસભા મત વિસ્તાર માથી ચૂંટાયા છે .મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર્ભાઈ પટેલની.  ગત ટર્મમાં પણ કેબીનેટ મંત્રી રહી ચૂક્યા છે . પારડી વિધાનસભા મતવિસ્તાર ના ધારાસભ્ય પદે ચૂંટાયેલા . શ્રી કનુભાઈ મોહનલાલ દેસાઇ  અગાઉ પણ ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારના કેબીનેટ મંત્રી તરીકે નાણાં અને ઉર્જા વિભાગ સંભાળતા હતા. વર્તમાન 2022 માં ગુજરાતના નાણા મંત્રી તરીકે શ્રી કનુભાઈ દેસાઈ ની પસંદગી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં તેઓ નાણાં અને ઉર્જા ,પેટ્રોકેમિકલ્સ  જેવાં અગત્યનાં ખાતાં સંભાળશે . ગુજરાતના ઉર્જા મંત્રી તરીકે પણ કનુભાઈ દેસાઈ જવાબદારી નિભાવશે .

(૨) શ્રી ઋષિકેશ ગણેશભાઈ પટેલ

 શ્રી ઋષિકેશભાઈ ગણેશભાઈ પટેલ  ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લાની  વિસનગર બેઠક પરથી ચૂંટાયેલા પાટીદાર સમાજના નેતા છે તેઓ અગાઉની ભૂપેન્દ્ર પટેલની કેબીનેટ માં પણ આરોગ્ય અને પરિવાર કલ્યાણ ખાતું સંભાળતા હતા. આ વખતે પણ તેમને ફરીથી રીપીટ કરાયા છે અને એજ ખાતું આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ ,ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ ,કાયદો . ન્યાય તંત્ર તેમજ વૈધાનિક અને સંસદીય બાબતો . નાં ખાતાં સાથે મંત્રી મંડળમાં કેબીનેટ મંત્રી તરીકે સ્થાન પામ્યા છે. આમ ગુજરાતના આરોગ્ય મંત્રી ના મહત્વના ખાતાની જવાબદારી પણ ઋષિકેશભાઈ પટેલ શનભાળશે .

(૩)  પ્રો .શ્રી કુબેરભાઈ ડિંડોર

ગુજરાતના શિક્ષણમંત્રી  પ્રો . શ્રી કુબેરભાઈ મનસુખભાઇ ડીંડોર મહીસાગર જીલ્લાના સંતરામપુર વિધાનસભા મતવિસ્તાર માંથી ચૂંટાયેલા  એસ.ટી . સમાજના  અને પ્રોફેસર શ્રી કુબેરભાઈ ડિંડોર અગાઉના મંત્રી મંડળ માં ઉચ્ચ શિક્ષણ ના રાજ્યકક્ષાના મંત્રી હતા . શ્રી ભુપેન્દ્ર પટેલ ની  ટીમમાં બીજી વખત  કેબીનેટમાં સ્થાન પામનાર  શ્રી કુબેરભાઈ ડીંડોર વર્તમાન સમયે તેમને આદિજાતિ વિકાસ ,પ્રાથમિક , માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ના મંત્રી તરીકે સ્થાન મળ્યું છે .

(૪) શ્રી રાઘવજી પટેલ

ગુજરાતના કૃષિ મંત્રી શ્રી રાઘવજી હંસરાજભાઈ પટેલ  જામનગર ગ્રામ્ય વિધાનસભા મતદાર વિભાગ માંથી ચૂંટાયા છે. ભુપેન્દ્ર પટેલની ગત કેબીનેટમાં પણ તેઓ કૃષિ મંત્રી તરીકે રહી ચૂક્યા છે. ફરીથી રાઘવજી પટેલને  કૃષિ ,પશુપાલન ,ગૌ સંવર્ધન ,મત્સ્યોધોગ તેમજ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ  ખાતાં સોપવામાં આવ્યાં છે . અગાઉની કોંગ્રેસ સરકારમાં પણ મંત્રી તરીકે રહી ચૂક્યા છે . આમ મંત્રી તરીકેનો બહોળો અનુભવ ધરાવે છે.

(૫) શ્રી બળવંતસિંહ  રાજપુત

ગુજરાતના ઉધોગ મંત્રી શ્રી બળવંતસિંહ ચંદનસિંહ રાજપૂત ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લાના સિધ્ધપુર વિધાનસભાના મત વિસ્તાર  માં થી ચૂંટાયા છે.  તેમને ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રી મંડળમાં ઉધોગ (લઘુ,મધ્યમ અને સૂક્ષ્મ ,કુટીર અને ખાદી અને ગ્રામોધોગ)નાગરિક ઉડ્ડયન ,શ્રમ અને રોજગાર વિભાગના કેબીનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે .

(૬) શ્રી કુંવરજી બાવળીયા

સૌરાષ્ટ્રની રાજકોટ જીલ્લાની જસદણ વિધાનસભા બેઠક પરથી વિજેતા ધારાસભ્ય શ્રી કુંવરજીભાઇ બાવળીયા  અગાઉના વર્ષોમાં મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળેલો છે . ડિસેમ્બર 2022 ની  શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કેબીનેટ માં તેમને કેબીનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે તેમને જળ સંપતિ અને પાણી પુરવઠો ,અન્ન અને નાગરિક પુરવઠા ગ્રાહક અને સુરક્ષા વિભાગ વિભાગ સોપવામાં આવ્યો છે .

(૭) શ્રી મુળુભાઇ બેરા

ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી ખંભાળિયા વિધાનસભા બેઠક પરથી વિજયી થયેલા ધારાસભ્ય  શ્રી મુળુભાઇ હરદાસભાઈ બેરા ને શ્રી ભૂપેદ્રભાઈ પટેલની સરકારમાં કેબીનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે .તેઓ ને પ્રવાસન ,સાંસ્કૃતિક પ્રવૃતિઓ ,વન અને પર્યાવરણ તેમજ ક્લાઇમેટ ચેંજ વિભાગ સોપવામાં આવ્યા છે .

(૮) શ્રીમતી ભાનુબેન બાબરીયા

ગુજરાતના મંત્રી મંડળમાં સ્થાન પામેલાં ભાનુબેન બાબરીયા એક માત્ર  મહિલા છે જેમને  મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે .તેઓ રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી વિજેતા થયેલાં છે . તેમને કેબીનેટ મંત્રી તરીકે સામાજીક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળકલ્યાણ વિભાગ સોપવામાં આવ્યો છે .

ગુજરાતનું મંત્રીમંડળ – રાજ્યકક્ષાના મંત્રીઓ

Gujarat Minister List 2023

(૧) શ્રી હર્ષ સંઘવી :

ગુજરાતના ગૃહ મંત્રી સુરતની મજુરા વિધાનસભા મતવિસ્તારથી  ચુંટાયેલા  શ્રી હર્ષ રમેશભાઈ સંઘવી ને ફરીથી ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે .તેઓ સમગ્ર  મંત્રી મંડળમાં સૌથી નાની ઉમરના મંત્રી છે .તેમને રમત ગમત યુવક સેવા , બીન નિવાસી ગુજરાતી પ્રભાગ ,સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન તેમજ વાહન વ્યવહાર ,ગૃહ રક્ષક દળ ,અને ગ્રામ રક્ષક દળ ,જેલ અને નાગરિક સંરક્ષણ અને સરહદી સુરક્ષા . (તમામ સ્વતંત્ર હવાલો )

  • ગૃહ અને પોલીસ હાઉસિંગ ,ઉધોગ,સાંસ્કૃતિક પ્રવૃતિઓ  (રાજ્યકક્ષા )

(૨) શ્રી જગદીશ વિશ્વકર્મા

અમદાવાદના નિકોલ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી જગદીશભાઇ ઇશ્વરભાઇ વિશ્વકર્માને ફરીથી ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે . તેમણે સહકાર, છાપકામ  અને લેખન સામગ્રી પ્રોટોકોલ , તમામ સ્વતંત્ર  હવાલા .

  • લઘુ,સૂક્ષ્મ અને મધ્યમ ઉધોગ ,કુટીર ,ખાડી અને ગ્રામોધોગ ,નાગરિક ઉડયન (રાજ્યકક્ષા ) ના ખાતાં સોપવામાં આવ્યાં છે .

(૩) શ્રીપુરુષોતમ સોલંકી

પુરુષોતમ સોલંકી ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મત વિભાગમાથી ચુંટાયેલા ધારાસભ્ય છે .તેઓ અગાઉ પણ મંત્રી મંડળમાં મત્સ્યધોગ મંત્રી તરીકે કાર્યભાર શંભાળેલો છે . વર્તમાન 2022 ની  ભૂપેન્દ્ર ભાઈ પટેલની સરકારમાં તેમને મત્સ્યોધોગ અને પશુપાલન ખાતાના  રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્થાન મળ્યું છે

(૪) શ્રી બચુભાઈ ખાબડ

ગુજરાતના પંચાયત મંત્રી શ્રી બચુભાઈ મગનભાઇ ખાબડ  દેવગઢ બારીયા વિધાનસભા મતદાર વિભાગ માંથી ચુંટાયા છે  તેમને ગુજરાતના મંત્રી મંડળમાં પંચાયત અને કૃષિ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્થાન મળ્યું છે .

(૫‌) શ્રી મુકેશ પટેલ

સુરતના ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઇ ઝીણાભાઈ પટેલને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રી મંડળમાં વન અને પર્યાવરણ તેમજ ક્લાઇમેન્ટ ચેન્જ વિભાગ ના રાજ્યકક્ષાના મંત્રી બનાવ્યા છે.

(૬) શ્રી પ્રફુલ્લ પાનસેરિયા

શ્રી પ્રફુલ્લભાઈ છગનભાઈ પાનસેરિયા સુરતની કામરેજ વિધાનસભા બેઠક પરથી વિજયી થયા છે તેમને મંત્રી મંડળમાં સંસદીય બાબતો ,પ્રાથમિક ,માધ્યમિક,અને પ્રૌઢ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ નો વિભાગ સોપવામાં આવ્યો છે .

(૭) શ્રી ભીખુસિંહજી પરમાર

શ્રી ભીખુસિંહજી  ચતુરસિંહજી પરમાર સાબર કાંઠા ના મોડાસા વિધાનસભાની બેઠક પરથી ધારાસભ્ય પદે ચૂંટાઈ આવ્યા છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રી મંડળમાં તેમણે અન્ન અને નાગરિક પુરવઠો તેમજ સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બનાવ્યા છે .

(૮) શ્રી કુંવરજીભાઈ હળપતિ

માંડવી બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીતેલા કુંવરજીભાઇ હળપતિને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના મંત્રી મંડળમાં સ્થાન આપ્યું છે  તેમને રાજ્યકક્ષાના  આદિજાતિ વિકાસ ,શ્રમ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ વિભાગ સોપવામાં આવ્યો છે .

Gujarat Mantri Mandal 2022 -2023 FAQ

1. ગુજરાતના આરોગ્ય મંત્રી કોણ છે ?

જવાબ : હાલમાં ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ છે.

2. ગુજરાતના આદિજાતિ વિકાસ મંત્રી કોણ છે ?

જવાબ : હાલના આદિજાતિ વિકાસ મંત્રી પ્રો. કુબેરભાઈ ડીંડોર છે .

3. ગુજરાતના  કેબીનેટ શિક્ષણ મંત્રી કોણ છે ?

જવાબ –હાલના ગુજરાતના કેબીનેટ શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર છે .

4. ગુજરાતના નાણાં મંત્રી કોણ છે ?

જવાબ –હાલના ગુજરાતના નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઇ છે.

5. ગુજરાતના ઉર્જા મંત્રી કોણ છે ?

જવાબ – હાલના ગુજરાતના ઉર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઇ છે .

6. ગુજરાતના ઉધોગ મંત્રી કોણ છે ?

જવાબ – ગુજરાતના હાલના ઉધોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત છે.

7. ગુજરાતના કાયદા મંત્રી કોણ છે ?

જવાબ-ગુજરાતના હાલના કાયદા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ છે.

8. ગુજરાતના મત્સ્યોધોગ કેબીનેટ મંત્રી કોણ છે ?

જવાબ – હાલના ગુજરાતના મત્સ્યોધોગ મંત્રી શ્રી રાઘવજી પટેલ છે.

9. ગુજરાતના કૃષિ મંત્રી કોણ છે ?

જવાબ –ગુજરાતના હાલના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ છે .

8. ગુજરાતના હાલના શિક્ષણ મંત્રી (રાજ્ય કક્ષા ) કોણ છે ?

જવાબ –હાલમાં ગુજરાતના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયા છે.

9. ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે ?

જવાબ- હાલમાં  વન અને પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરા છે.

10. ગુજરાતના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી કોણ છે ?

જવાબ- શ્રીમતી ભાનુબેન બાબરિયા હાલના ગુજરાતનાં  સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી છે

11 . ગુજરાતના હાલના રાજ્યપાલ નું નામ શું છે ?

જવાબ : મહામહિમ રાજ્યપાલનું નામ આચાર્ય દેવવ્રત છે .

12 . ગુજરાતના નવા મુખ્ય મંત્રી કોણ છે ?

જવાબ :ગુજરાતના નવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ છે .

13. ગુજરાત ના શિક્ષણ મંત્રી કોણ છે ?

જવાબ : ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર છે .

14. ગુજરાતના પ્રથમ મુખ્ય મંત્રી કોણ હતા ?

જવાબ : ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો જીવરાજ મહેતા હતા .

15. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?

જવાબ : મહેંદી નવાજ જંગ પ્રથમ રાજયપાલ હતા .

16. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા ?

જવાબ :ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ હતાં .

17. ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા ?

જવાબ :ગુજરાતના પ્રથમ મહિલા રાજયપાલ શ્રીમાતી સારદાબેન મુખર્જી હતાં .

18. ગુજરાતના નાણાં મંત્રી કોણ છે ?

જવાબ :ગુજરાતના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઇ છે .

19. ગુજરાતના આરોગ્ય મંત્રી કોણ છે ?

જવાબ :ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી ઋષીકેશ ભાઈ પટેલ છે.

20. ગુજરાતના હાલના મુખ્ય મંત્રી કોણ છે ?

જવાબ :ગુજરાતના હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે .

21. ગુજરાતના હાલના સ્પીકર કોણ છે ?

જવાબ :ગુજરાતના હાલના સ્પીકર શ્રી શંકરભાઈ ચૌધરી છે .

22. ગુજરાતના કૃષિમંત્રી કોણ છે ?

જવાબ :ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલ છે .

23. ગુજરાતના ગૃહમંત્રી કોણ છે ?

જવાબ :ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી છે .

24. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી કોણ છે ?

જવાબ :ગુજરાતમાં હાલમાં 2022 મંત્રી મંડળમાં કોઈને નાયબ મુખ્યમંત્રીનો હોદ્દો આપ્યો નથી .

25. ગુજરાતમાં વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર કોણ છે ?

જવાબ : શ્રી જેઠાભાઇ ભરવાડ હાલમાં ગુજરાતના ડેપ્યુટી સ્પીકર છે .

મિત્રો અમારો આ આર્ટીકલ gujarat na mukhya mantri, gujaraat na naana mantri,gujarat na arogyamantri, gujarat na van mantri,gujaratna sikshan mantri ગુજરાતનું મંત્રી મંડળ,મંત્રી મંડળ ગુજરાત 2022 આપને કેવો લાગ્યો તે અચૂક જણાવશો અને આવી બીજી જાણકારી માટે અમારી વેબ સાઈટ જોતા રહેશો ,આભાર

Spread the love

About the author

Gujarat Info Hub

1 Comment

  • પ્રશ્ન ક્રમાંક 16 ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણ મંત્રી શ્રી ઇન્દુમતીબેન શેઠ હતા જ્યારે મહારાષ્ટ્ર માથી ગુજરાત છૂટું પડ્યું ત્યારે પ્રથમ મહિલા શિક્ષણ મંત્રી બન્યા હતા આપની જાણ માટે

Leave a Comment