જનરલ નોલેજ

ગુજરાતની નદીઓ નો નકશો ꠰ Gujarat River Map PDF

Gujarat-River-map
Written by Gujarat Info Hub

Gujarat Ni Nadio ,ગુજરાતની નદીઓ .આજે આપણે આજના આર્ટીકલમાં ગુજરાતની નદીઓની યાદી જોઈશું. તેમાં ગુજરાતની મુખ્ય નદીઓ ,અથવા ગુજરાતની મુખ્ય નદીઓના નામ ,ગુજરાતના નદી કિનારે વસેલા શહેર ,ગુજરાતની નદીઓ અને બંધો, ગુજરાતની નદીઓની લંબાઈ,ગુજરાતની નાની નદીઓ અને મોટી નદીઓ,નદીઓ પર બહુહેતુક યોજનાઓ તેમજ નદીઓનાં ઉદગમ સ્થાન ,ગુજરાતની નદીઓ વિશે માહિતી, અને નદી અંગેની રસપ્રદ વાતો વિશે અહી ચર્ચા કરીશું .જે આવનારી સરકારી ભરતી માટે ખુબ જ ઉપયોગી થશે. અહીં અમે ઉત્તર ગુજરાતની નદીઓ, દક્ષિણ ગુજરાતની નદીઓ, સૌરાષ્ટ્ર ની નદીઓ અને કચ્છ ની નદીઓની માહિતી નકશા સાથે શેર કરીશું. તેમજ નદીઓના નામ અને અને નદીઓની pdf પણ મુકીશું . વધુમાં ગુજરાતની નદીઓની પ્રશ્નોતરી પણ મુકવામાં આવી છે જે પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી થશે.

ગુજરાત માં નાની મોટી 185 કરતાં વધુ નદીઓ છે. જેમાં કેટલીક નદીઓને બાદ કરતાં ઘણી નદીઓ ઉનાળામાં સુકાઈ જાય છે. તેમજ આવી નદીઓ 50 કિલોમીટર કરતાં ઓછો જળ પ્રવાહ ધરાવે છે .

ગુજરાતની નદીઓ ઉત્તર ગુજરાતની નદીઓ ,સૌરાષ્ટ્રની નદીઓ અને કચ્છ ની નદીઓ એમ ત્રણ ભાગમાં વહેંચાઈ જાય છે આપણે અહી વિભાગવાર નદીઓના જળ પ્રવાહ વિશે અભ્યાસ કરીશું .

Gujarat River Map

ઉત્તર ગુજરાતની નદીઓ :

ઉત્તર ગુજરાતની નદીઓમાં બનાસ ,સરસ્વતી ,શીપુ,બાલારામ ,ઉમરદશી,લડબી નદીઓ બનાસકાંઠાની નદીઓ છે .જેમાં બનાસનદી બનાસકાંઠાની  મુખ્ય નદી છે .

રૂપેણ,સરસ્વતી,સાબરમતી,હાથમતી,મેશ્વો,વાત્રક,ખારી,ભોગાવો,શેઢી,માઝમ,અંધેરી ,વેકરિયા,ખારી, નદીઓ ઉત્તર ગુજરાતની નદીઓ છે . આમાં કેટલીક મુખ્ય નદીઓ અને ઉપનદીઓ છે .

મધ્ય ગુજરાતની નદીઓ :  

મધ્ય ગુજરાતની નદીઓની વાત કરીએ તો મહી નદી ,નર્મદા ,તાપી,અનાસ,પાનમ,મેસરી,ગળતી નદીઓ મધ્ય ગુજરાતની નદીઓ છે . મધ્ય ગુજરાતની નદીઓ સિંચાઇ માટે અગત્યનો જલસ્રોત ધરાવે છે . આપણે નદીઓનાં ઉત્પતિ સ્થાન ,બંધ ,લંબાઇ અને નદી વિશે અગત્યની રસપ્રદ વાતો ની આગળ ચર્ચા કરીશું .

દક્ષિણ ગુજરાતની નદીઓ :

દક્ષિણ ગુજરાતની નદીઓમાં વિશ્વામિત્રી , ઢાઢર ,કીમ,પૂર્ણા,અંબિકા ,વાંકી ,ઔરંગા ,પાર કોલક,મીંઢોળા અને દમણગંગા અને બીજી નાની નદીઓ દક્ષિણ ગુજરાતની નદીઓ છે . નો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતની નદીઓ માં દમણગંગા ગુજરાતની છેલ્લી નદી છે .

સૌરાષ્ટ્ર ની નદીઓ :

સૌરાષ્ટ્ર ની નદીઓ એ ત્રિજ્યાકારે જળ પ્રવાહ વિકસાવ્યો છે .સૌરાષ્ટ્ર માં નદીઓનું પ્રમાણ વધારે છે પરંતુ સૌરાષ્ટ્રની નદીઓ નાની અને ઓછી લંબાઈ ધરાવતી નદીઓ વધારે છે . સૌરાષ્ટ્ર ની નદીઓ જોઈએ તો આજી મચ્છુ ,શેત્રુંજી ,અને ભાદર સૌરાષ્ટ્રની મોટી નદીઓ છે . આ ઉપરાંત કરનાલ ,ઉતાવળી ,ફોફલ ઓઝત મોજ ,મુનસર,સુકભાદર ,હિરણ ,સરસ્વતી ,ધનવંતરી ,રાવલ ,ઊંડ ,રૂપારેલ ,સસોઈ,ફૂલઝર સિંહણ ,ઘી , વગેરે નદીઓ વહે છે . 

કચ્છ જિલ્લાની નદીઓ :

કચ્છ જિલ્લો નદીઓની બાબતમાં ખૂબ સમૃધ્ધ છે . કચ્છ જિલ્લા ની નદીઓ ટૂંકી અને ઉનાળા દરમ્યાન સુકાઈ જાય છે . ક્ચ્છની નદીઓમાં જોઈએ તો ખારી ,કનકાવતી રૂકમાવતી,મિતિ,નૈયરા,માલણ,સારણ,ભૂખી,ઘરૂડ,કાળી,સુવિ,કાયલો,ચાંગ,નારા,મીઠી,લાકડિયાવાળી,બુખી ,સાંગ,બુખી ,સાઈ ,રાખડી વગેરે કચ્છ જિલ્લાની નદીઓ છે . કચ્છ જિલ્લાની નદીઓ માં ઘણી ઉત્તર વાહીની નદીઓ છે .

ગુજરાતના નદી કિનારે વસેલા શહેર :

ડીસા : બનાસનદી

પાટણ :સરસ્વતી નદી

સિધ્ધપુર : સરસ્વતી નદી

હીમતનગર : હાથમતી નદી

મોઢેરા : પુષ્પાવતી નદી

અમદાવાદ : સાબરમતી નદી

વડોદરા : વિશ્વામીત્રીનદી

સુરત : તાપી નદી

પ્રભાસપાટણ : હિરણ ,કપિલા અને સરસ્વતી

મોરબી : મચ્છુ

જસદણ ,ધોરાજી : ભાદર નદી

દ્વારકા : ગોમતી નદી

વઢવાણ : ભોગાવો નદી

ઉદવાડા : કોલક નદી

નવસારી : પુર્ણા નદી

ખેડબ્રહ્મા : હરણાવ

ગુજરાતની નદીઓ વિશે માહીતીRivers of Gujarat

 • બનાસ નદી રાજસ્થાનમાં અરવલ્લીની ટેકરીયોમાંથી નીકળે છે,બનાસકાંઠા જિલ્લાની મુખ્ય નદી છે . બનાસકાંઠાની મોટા ભાગની નદીઓ અરવલ્લીની ટેકરીઓ માં થી નીકળે છે .
 • બનાસનદીનું પ્રાચીન નામ પર્ણાસા છે .
 • બનાસનદી પર દાંતીવાડા પાસે બંધ બાંધવામાં આવ્યો છે .
 • બનાસનદી 266 કિલોમીટરની લંબાઇ ધરાવે છે .
 • સીપું અને બાલારામ નદી બનાસ નદીની શાખા નદીઓ છે .
 • સીપુ નદી પર સીપુ ડેમ બાંધવામાં આવ્યો છે .
 • સરસ્વતી  નદી પર મુક્તેશ્વર પાસે બંધ બાંધવામાં આવ્યો છે .
 • સરસ્વતી નદી સિધ્ધપુર જ્યાં માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે ત્યાં બિંદુ સરોવર પાસે  થઈને પાટણ થઈ કચ્છના રણમાં સમાઈ જાય છે . પાટણમાં સરસ્વતી નદી પર બંધ બાંધવામાં આવ્યો છે . આમ સિધ્ધપુર સરસ્વતી નદીના કિનારે અને પાટણ સરસ્વતીના કિનારે વસેલાં નગરો છે .
 • બનાસ ,સરસ્વતી અને રૂપેણ ત્રણેય નદીઓ મહાસાગરને મળતી નથી પરંતુ કચ્છના નાના રણમાં સમાઈ જાય છે . એટલે બનાસ ,સરસ્વતી અને રૂપેણ ને કુંવારીકા નદી તરીકે ઓળખવામાં આવે છે . જે નદીઓ મહા સાગરને મળતી નથી ,તેમને કુંવારીકા નદીઓ કહેવામાં આવે છે .
 • સાબરમતી નદી રાજસ્થાનમાં અરવલ્લીની ટેકરીયો પાસેના વેકરીયા નજીકથી નીકળે છે.
 • સાબરમતી નદી સાબરકાંઠા ,મહેસાણા ,ગાંધીનગર ,અમદાવાદ ,ખેડા ,અને આણંદ જિલ્લામાથી વહી સમુદ્રને મળે છે .
 • સાબરમતી 371 કિમી લાંબી નદી છે .
 • આગળ જતાં સાબરમતીને હાથમતી ,ખારી ,ભોગાવો ,શેઢી ,માઝમ ,અંધેરી ,મેશ્વો અને વાત્રક મળે છે. સાબરમતી નદી મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાની સરહદે વહે છે .
 • સાબરમતી નદી પર ધરોઇ બંધ તેમજ અમદાવાદમાં રિવરફ્રન્ટ તેમજ ફૂટબ્રીજ બનાવવામાં આવેલ છે . ધરોઈ બંધ તારંગા પાસે ખેરાલુ તાલુકામાં આવેલો છે .
 • મેશ્વો નદી રાજસ્થાનના ડુંગર પૂર પાસેથી નીકળી શામળાજી પાસે થઈ આગળ જતાં મેશ્વો વાત્રકને મળે છે . મેશ્વો પર શ્યામ સરોવર બંધ બાંધવામાં આવ્યો છે .
 • વૌઠા પાસે સાબરમતી ,હાથમતી ,મેશ્વો ,વાત્રક ,શેઢી ,ખારી ,માઝમ અને વાત્રક એમ સાત નદીઓનો સંગમ થાય છે .
 • મહી નદી ગુજરાતની નર્મદા અને તાપી  પછી ત્રીજા નંબરની મોટી નદી છે .
 • મહીનદી માળવાના વિંધ્યાચલ પર્વતના મેહદ સરોવરમાં થી નીકળે છે .
 • મહીનદી 583 કિલોમીટરની લંબાઇ ધરાવે છે તે ગુજરાતમાં 180 કિમી વહન કરે છે .
 • મહીનદી ખંભાતના અખાતને મળે છે .
 • ખંભાતના અખાત પાસે ના 70 કિમીનો  જળપ્રવાહ લગભગ 1 કિમી જેટલો પહોળો હોવાથી મહી નદી મહીસાગર તરીકે ઓળખાય છે .    
 • મહી નદી પર મહીસાગર જિલ્લાના કડાણા પાસે અને વણાક્બોરી પાસે એમ બે બંધ બાંધવામાં આવ્યા છે . કડાણા બંધ માં જળવિધુત ઉત્પન્ન કરવામાં આવે છે .
 • મહીનદી કર્કવૃતને બે વાર ઓળંગે છે .
 • નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી છે .
 • નર્મદા નદી સત્તીછગઢ ના બીલાસપુર જિલ્લાના વિધ્યાચલ પર્વતના અમરકંટક સરોવર માંથી નીકળે છે .
 • નર્મદા નદીની કુલ લંબાઇ 1280 કિમી છે , નર્મદા નદી ગુજરાતમાં 150 કિમી નું વાહન કરે છે .
 • નર્મદાનદી હાંફેશ્વર પાસેથી ગુજરાતમાં પ્રવેશ કરે છે .
 • નર્મદા નદી મધ્યપ્રદેશ ,મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વહે છે ,તેથી નર્મદા યોજના ત્રણેય રાજયોની સહિયારી યોજના છે .
 • નર્મદામાં સુલપાણેશ્વર ના મોખડી ઘાટ પાસે  સુલપાણ ઘોધ આવેલો છે .
 • નર્મદા નદી કરનાળી પાસે નર્મદા ,કરજણ અને ઓરસંગનો ત્રિવેણી સંગમ રચે છે .
 • નર્મદા નદી પર નવાગામ પાસે બંધ બાંધી બહુહેતુક યોજના શરૂ કરવામાં આવી છે .
 • નર્મદા નદીની પરિક્રમા કરવાનું ખૂબ ધાર્મિક મહત્વ છે .
 • નર્મદા નદીના મુખ ત્રિકોણ પરદેશમાં અલીયાબેટ આવેલો છે .
 • નર્મદા પૂર્વથી પશ્ચિમ તરફ વહેતી નદી છે .
 • ભરુચ નર્મદા નદી પર આવેલું અંતિમ શહેર છે .
 • કેવડીયા કોલોની પાસે સાધુ બેટમાં સ્ટેચ્યું ઓફ યુનિટી નિર્માણ કરવામાં આવ્યું છે .
 • તાપી નદી મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના મહાદેવની ટેકરીઓ માંથી નીકળે છે .
 • તાપી નદીની કુલ લંબાઇ 752 કિમી છે તે પૈકી 224 કિમી ગુજરાતમાં વાહન કરે છે .
 • તાપી હરણફાળ નામના સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે .
 • તાપી નદી પર કાકરાપાર અને ઉકાઈ પાસે બે બંધ બાંધવામાં આવ્યા છે . ઉકાઈ બંધ માં જળવિધુત ઉત્પન્ન કરવામાં આવે છે .
 • તાપી નદી સુરત પાસેથી વહી આરબસાગરને મળે છે .
 • સુરત તાપી નદીને કિનારે વસેલું છે .
 • તાપી નદીને સૂર્ય પુત્રી તરીકે ઓળખવામાં આવે છે .
 • પાવાગઢ માંથી નીકળતી વિશ્વમીત્રી નદી વડોદરા પાસેથી વહી ઢાઢરને મળે છે .
 • ઢાઢર નદી 112 કિમી નું વહન કરી ખંભાતના અખાતને મળે છે .
 • પૂર્ણા નદી  પિંપલનેર ના ડુંગરો માંથી નીકળે છે .
 • નવસારી પુર્ણા નદીના કિનારે વસેલું છે .
 • અંબિકા નદી ડાંગ જિલ્લાના પર્વતો માંથી નીકળે છે .
 • કાવેરી નદી વાંસદાના ડુંગરો માં થી નીકળી અંબિકાને મળે છે .
 • ઔરંગા નદી ધરમપુર ના ડુંગરો માંથી નીકળે છે .
 • દમણ ગંગા સહ્યાદ્રી માં થી નીકળનારી દક્ષિણ ની છેલ્લી નદી છે . તે 131 કિમી લાંબી છે .
 • ભાદર નદી સૌરાષ્ટ્ર ની સૌથી મોટી નદીતેનો જળ પ્રવાહ 194 કિમી છે.
 • ભાદર નદી પર રાજકોટ જિલ્લાના નીલાખા ગામ પાસે બંધ બાંધવામાં આવ્યો છે .
 • શેત્રુંજી નદી ગીરના પહાડોમાંથી નીકળે છે તે 227 કિમી લાંબી છે . તેના પર પાલીતાણા પાસે રાજસ્થળી અને ધારી પાસે ખોડિયાર બંધ એમ બે બંધ  બાંધવામાં આવ્યા છે .
 • પ્રભાસ પાટણ (સોમનાથ )પાસે હિરણ ,કપિલા અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ થાય છે .
 • આજી નદી પર રાજકોટ પાસે આજીડેમ બાંધવામાં આવ્યો છે .
 • મોરબી પાસેથી પસાર થતી મચ્છુ નદી પર મચ્છુ બંધ બાંધવામાં આવ્યો છે .
 • કચ્છ ની ખારી નદી પર રુદ્રમાતા બંધ બાંધવામાં આવ્યો છે . ખારી નદી પરનો રુદ્ર માતા બંધ કચ્છ જિલ્લાનો સૌથી બંધ છે .
 • કચ્છની બધી નદીઓ ચોમાસામાં સુકાઈ જાય છે, મોટા ભાગની નદીઓ કચ્છના મોટા રણમાં ભળી જાય છે . કચ્છ જિલ્લાની નદીઓ ઉત્તર વાહીની છે .
 • કચ્છની નદીઓ ટૂંકી છે . ખારી નદી 50 કિમી ની લંબાઇ ધરાવે છે .
 • મહી નદીને ગુજરાતની કોલો રાડો કહેવામાં આવે છે .

આ પણ વાંચો :-

Gujarat ni Nadio FAQS :

(1) ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?

જવાબ : ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી નદી છે.

2 ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ?

   જવાબ : નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી છે .

3 માંડવી કઈ નદીના કિનારે વસેલું છે ?

   જવાબ: માંડવી કનકાવતી નદીના કિનારે વસેલું છે .

4. બનાસનદી નું પ્રાચીન નામ કયું છે ?

    જવાબ: બનાસ નદીનું પ્રાચીન નામ પર્ણાશા છે.

5. પાટણ કઈ નદીના કિનારે વસેલું છે ?

    જવાબ : પાટણ સરસ્વતીના કિનારે વસેલું છે . પાટણમાં સરસ્વતી નદી પર ડેમ બાંધવામાં આવ્યો છે .

6. મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે ?

    જવાબ : મોઢેરાનું સૂર્ય મંદિર પુષ્પાવતી નદીના કિનારે વસેલું છે .

7. કઈ નદી કર્કવૃતને બે વાર ઓળંગે છે ?

    જવાબ: મહીનદી કર્ક વૃતને બે વાર ઓળંગે છે.

8. સાબરમતી નદી પર ક્યો બંધ બાંધવામાં આવ્યો છે ?

જવાબ : સાબરમતી નદી પર ધરોઈ બંધ બાંધવામાં આવ્યો છે .

9. ઐઠોર કઈ નદીના કિનારે વસેલું છે ?

જવાબ : ઐઠોર પુષ્પાવતી નદીના કિનારે વસેલું છે ?

10. સાબરમતી નદી નું પ્રાચીન નામ શું છે ?

જવાબ : સાબરમતી નદીનું પ્રાચીન નામ શ્વાભ્રમતી છે .

11. શામળાજી કઈ નદીના કિનારે વસેલું છે ?

જવાબ: શામળાજી મેશ્વો નદીના કિનારે વસેલું છે.

12. જુનાગઢ કઈ નદીના કિનારે આવેલું છે ?

જવાબ : જુનાગઢ સુવર્ણ રેખા નદી ના કિનારે વસેલું છે .

13. ખેડબ્રમા કઈ નદીના કિનારે વસેલું છે ?

ખેડબ્રહ્મા હરણાવ નદીના કિનારે વસેલું છે .

14. શ્યામ સરોવર બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?

જવાબ: શ્યામ સુંદર સરોવર બંધ મેશ્વો નદી પર બાંધવામાં આવ્યો છે .

15. સાત નદીઓનો સંગમ કયા સ્થળે થાય છે ?

જવાબ: સાત નદીઓનો સંગમ વૌઠા પાસે થાય છે .

16. નર્મદાનદી કઈ જગ્યાએથી ગુજરાતમાં પ્રવેશ કરે છે ?

    જવાબ : નર્મદા નદી હાંફેશ્વર પાસેથી ગુજરાતમાં પ્રવેશ કરે છે .

17. તાપી નદી કઈ જગ્યાએથી ગુજરાતમાં પ્રવેશ કરે છે ?

જવાબ: તાપી નદી હરણફાળ નામના સ્થળેથી ગુજરાતમાં પ્રવેશ કરે છે .

18. વણાક્બોરી કયા પ્રકારનું વિધુત મથક છે ?

જવાબ: વણાક્બોરી થર્મલ પાવર પ્રકારનું વિદ્યુત મથક છે .

19. વૌઠા માં કઈ સાત નદીઓનો સંગમ થાય છે ?

જવાબ: વૌઠા પાસે સાબરમતી ,હાથમતી ,મેશ્વો ,વાત્રક ,શેઢી ,ખારી ,માઝમ અને વાત્રક એમ સાત નદીઓનો સંગમ થાય છે .

20. રેવા અને મૈકલ કન્યા કઈ નદીનાં નામ છે ?

જવાબ: રેવા અને મૈકલ કન્યા સાબરમતીનાં નામ છે .

21. નવસારી કઈ નદીના કિનારે વસેલું છે ?

જવાબ : નવસારી પૂર્ણાં નદીના કિનારે વસેલું છે .

22. નાગમતી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે ?

જવાબ : નાગમતી નદીપર જામનગર પાસે રણજીત સાગર બંધ બાંધવામાં આવ્યો છે .

23. કોડીનાર કઈ નદીના કિનારે આવેલું છે ?

જવાબ: કોડીનાર સીંગવડો નદીને કિનારે વસેલું છે .

24. ગિરનારની તળેટી અને ભવનાથ મહાદેવ મંદિર કઈ નદીનાકિનારે આવેલ છે ?

જવાબ: ભવનાથ મંદિર સ્વર્ણ રેખા નદીનાકિનારે આવેલ છે .

25. મહુવા કઈ નદીના કિનારે આવેલ છે ?

જવાબ : મહુવા માલવ નદીના કિનારે આવેલું છે .

26. વલસાડ કઈ નદીના કિનારે વસેલું છે ?

જવાબ : વલસાડ ઔરંગા નદીના કિનારે વસેલું છે .

27. પારસીઓનું પવિત્ર યાત્રાધામ ઉદવાડા કઈ નદીના કિનારે વસેલું છે ?

જવાબ: ઉદવાડા કોલક નદીના કિનારે વસેલું છે .

28. ગીરાધોધ કઈ નદી પર આવેલો છે ,અને તેની ઊંચાઈ કેટલી છે ?

જવાબ: ગીરા ધોધ અંબિકા નદી પર નો ધોધ છે તે 30 મીટર ઊંચો છે .

29. નર્મદા નદીના કયા બેટ પર સ્ટેચ્યું ઓફ યુનિટનું નિર્માણ કરવામાં આવ્યું છે ?

જવાબ: નર્મદા નદીના સાધુ બેટમાં સ્ટેચ્યું ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવેલ છે .

30. શ્રી રંગ અવધૂતનો આશ્રમ કઈ નદીના કિનારે આવેલ છે ?

જવાબ: શ્રી રંગ અવધૂતનો આશ્રમ નર્મદા નદીના કિનારે આવેલ છે.

31. મહી અને ગળતી નદીઓ ક્યા પ્રાચીન સ્થળે મળે છે?

જવાબ: મહી અને ગળતી ગળતેશ્વર પાસે મળે છે .

32. કઈ નદીના નામ પરથી ફિલ્મ બનાવવામાં આવી છે ,જે ધ્રુવ ભટ્ટ ની નવલકથા આધારે છે ?

જવાબ: ધ્રુવ ભટ્ટે લખેલી રેવા નવલ કથા નર્મદા નદી પર લખવામાં આવી છે .

33. કઈ નદીના મુખ ત્રિકોણ પ્ર્દેશમાં અલીયાબેટ આવેલો છે ?

જવાબ: નર્મદા નદીના મુખ ત્રિકોણ પરદેશમાં અલીયાબેટ આવેલો છે .

34. વલ્લભ સાગર સરોવર કઈ નદી પર રચાયું છે ?

જવાબ: વલ્લભ સાગર સરોવર તાપી નદી પર રચાયેલ છે .

35. વિશ્વમાં એક માત્ર કઈ નદીની પરિક્રમા કરવામાં આવે છે ?

જવાબ : નર્મદા

36 .ગુજરાતમાં કુલ કેટલી નદીઓ છે ?

જવાબ : ગુજરાતમાં કુલ નાની મોટી 185 નદીઓ છે .

37. ગુજરાતની મુખ્ય નદીઓ કઈ કઈ છે ?

જવાબ : ગુજરાતની મુખ્ય નદીઓ સાબરમતી ,મહી ,તાપી ,નર્મદા અને ભાદર વગેરે મુખ્ય નદીઓ છે .

38 ગુજરાતની કોલોરાડો તરીકે ઓળખાતી નદી કઈ છે ?

જવાબ : મહીસાગર નદીને ગુજરાતની કોલોરાડો કહેવામાં આવે છે .


આ પણ વાંચો :-

મિત્રો અમારો આ આર્ટીકલ ગુજરાતની નદીઓ (Gujarat Ni Nadio) ,ગુજરાતની નદીઓ અને બંધો , ગુજરાતની નદીઓના ઉદગમ સ્થાન ,ગુજરાતની નદીઓ નો નકશો ,Gujarat ni Nadio Map આપને કેવો લાગ્યો તે અચૂક જણાવશો , આવા બીજા આર્ટીકલ વાંચવા અમારી વેબસાઇટ GujaratInfoHub ને જોતા રહેશો ,આભાર !

Spread the love

About the author

Gujarat Info Hub

1 Comment

Leave a Comment