નોકરી & રોજગાર એજ્યુકેશન

Gujarat TAT Exam Pattern & Syllabus: ગુજરાત TAT પરીક્ષા તારીખ જાહેર, જાણો સિલેબસ અને અરજી કરવાની રીત

Gujarat TAT 2023
Written by Gujarat Info Hub

ગુજરાત TAT પરીક્ષા તારીખ: મિત્રો, ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા Gujarat TAT Notification 2023 જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજયમાં નોધાયેલી સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક ) “Teacher Aptitude Test (secondary) TAT-(S)”-2023 રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. 

Gujarat TAT 2023 Exam Notification બહાર પડતાં જે ઉમેદવારો આ પરીક્ષા માટે લાયકાત ધરાવે છે તેઓ માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો તારીખ 02/05/2023 થી 20/05/2023 સુધીનો છે. જેની ગુજરાત TAT પરીક્ષા તારીખ 04/06/2023 ના રોજ યોજવામાં આવશે.ત્યારબાદ મુખ્ય પરીક્ષા નું આયોજન કરવામાં આવશે. તો આજે આપણે અહી Gujarat TAT Notification 2023, TAT Syllabus & Exam Pattern, ગુજરાત TAT પરીક્ષા તારીખ અને શૈક્ષણિક લાયકાત વગેરેની માહિતી આ આર્ટીકલના માધ્યમથી જોઈશું.

ગુજરાત TAT પરીક્ષા 2023

વિભાગ    ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ
આર્ટિકલનું નામGujarat TAT Exam 2023
પોસ્ટ ટીચર (ધોરણ 9 થી 12 સુધી )
જાહેરાત ક્રમાંક TAT-S/2023/5436-5476
પરીક્ષા માળખું      પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા
કેટેગરી   નોકરી અને રોજગાર 
ઓફિસિયલ સાઇટ  www.sebexam.org

Gujarat TAT 2023 Important Dates

અહી અમે ગુજરાત TAT પરીક્ષા તારીખ અંગે મહત્વની તારીખ અને અરજી કરવાની તારીખ વિષે વિગતવાર માહિતી જોઈશું.

શિક્ષણ અભિરુચિ કસોટી (માધ્યમિક)-૨૦૨૩ નો કાર્યક્રમ

વિગત      તારીખ 
જાહેરનામું બહાર પાડયાની તારીખ   ૦૧/૦૫/૨૦૨૩
અખબારમાં જાહેરાત પ્રસિદ્ધિ તારીખ  ૦૨/૦૫/૨૦૨૩
રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમયગાળો ૦૨/૦૫/૨૦૨૩ થી ૨૦/૦૫/૨૦૨૩
ફી ભરવાનો સમયગાળો  ૦૨/૦૫/૨૦૨૩ થી ૨૦/૦૫/૨૦૨૩
પ્રાથમિક પરીક્ષા (MCQ) તારીખ૦૪/૦૬/૨૦૨૩
મુખ્ય પરીક્ષા (લેખિત) તારીખ૧૮/૦૬/૨૦૨૩

Gujarat TAT Exam 2023 Eligibility Criteria 

મિત્રો, હવે આપણે ગુજરાત TAT પરીક્ષા ની શૈક્ષણિક લાયકાત, પરીક્ષા ફી, વયમર્યાદા વગેરેની માહતી જોઈશું.

શૈક્ષણિક લાયકાત

 • રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલ અને સમયાંતરે સુધારેલ સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં સંબંધિત વિષયના શિક્ષક તરીકે ઉમેદવારી માટે.
 • આ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (માધ્યમિક) માટે માત્ર શૈક્ષણિક અને તાલીમ યોગ્યતા ધરાવતા ઉમેદવારો જ હાજર રહી શકશે.
 • શૈક્ષણિક લાયકાત શિક્ષણ વિભાગના 11-01-2021 ના ​​ઠરાવ મુજબ હશે.
 • શૈક્ષણિક અને તાલીમ લાયકાતની વિગતો ભરતી પસંદગી સમિતિ દ્વારા ચકાસવામાં આવશે અને આ સંદર્ભે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય આખરી રહેશે.
 • શૈક્ષણિક વર્ષ-2022-23 દરમિયાન તાલીમ લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો ગુજરાત ટાટ 2023 માટે અરજી કરવા માટે અરજી કરવા પાત્ર હશે.

પરીક્ષાનું માળખું 

Gujarat TAT Exam Pattern 2023: ટાટ પરીક્ષા માટે પ્રાથમિક અને મુખ્ય એમ દ્રીસ્તરીયા પરીક્ષા યોજવામાં આવશે.

 1. પ્રાથમિક પરીક્ષા 

આ પરીક્ષા 200 ગુણની MCQ આધારિત રહેશે. જેમાં પ્રથમ 100 માર્ક ના પ્રશ્નો બધા ઉમેદવારો માટે સરખા હશે અને બીજા 100 માર્ક જે તે ઉમેદવારને અરજી કરેલ વિષય સબંધિત રહેશે. કુલ 200 પ્રશ્નો માટે 180 મિનિટ (3 કલાક) રહેશે. દરેક પ્રશનો એક ગુણ રહેશે અને એક ખોટા જવાબદીઠ 0.25 ગુણ માઈન્સ થશે.

 1. મુખ્ય કસોટી

             જે ઉમેદવારો પ્રાથમિક કસોટી માં કટ ઓફ કે તેથી વધુ માર્ક મેળવશે તેઓ આ કસોટી આપવા લાયક ગણાશે. આ કસોટીમાં 2 પ્રશ્નપત્ર રહેશે જે 100 – 100 માર્ક ના રહેશે. બંને પેપરની સ્ટાઈલ લેખિત રહેશે. 

  પ્રથમ પેપર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષામાથી તમારી સજ્જતાના આધારે તમે કોઈપણ એક ભાષામાં લખી શકશો. આ પેપર 100 માર્ક નું રહેશે. પ્રથમ પેપર નો સમયગાળો 150 મિનિટ નો રહેશે.

બીજા પેપર 100 માર્કનું રહેશે. જેમાં અરજી કરતાં પસંદ કરેલ વિષય અને માધ્યમ આધાર પર તે માધ્યમનું પ્રશ્નપત્ર રહેશે. પ્રશ્નપત્ર 2 નો સમય 180 મિનિટ રહેશે જે પ્રશ્નપત્ર 1 કરતાં 30 મિનિટ વધુ સમય મળશે.

પરીક્ષામાં ઓછામાં ઓછા 60% ગુણ મેળવેલ ઉમેદવારને મેરીટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે

TAT પરીક્ષા ફી

ટાટ ની ભરતી માટે ST, SC, SEBC, EWS અને PH કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી રૂ. 400 રહેશે, જયારે જનરલ કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફી રૂ. 500 ભરવાની રહેશે.

ઉપરોક્ત ટાટ પરીક્ષા ફી ઓનલાઇન ભરવાની રહેશે, જો ઓનલાઇન ફી ભર્યા બાદ બેન્કમાંથી પૈસા કપાઈ ગયા હોય પરંતુ Payment Receipt ના નીકળતી હોય તો રાજ્ય પરીક્ષા બોર્ડના ઈ-મેલ (gseb21@gmail.com) પર સંપર્ક કરવાનો રહેશે.

Online Apply for Gujarat TAT Application Form 2023

Gujarat TAT EXAM Form 2023 માટે અરજી કરવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ ૦૨/૦૫/૨૦૨૩ થી ૨૦/૦૫/૨૦૨૩ દરિમયાન ઓનલાઈન અરજી સ્વિકારવામાં આવશે. તો નીચેના સ્ટેપ ફોલોવા કરી તમે ટાટ પરીક્ષા માટે અરજી કરી શકો છો.

 • સૌ પ્રથમ ojas.gujarat.gov.in પર જવું.
 • ત્યારબાદ “Apply Online” મેનું પર ક્લિક કરો.
 • હવે Department માં “SEB (રાજ્ય પરીક્ષા બોર્ડ) ” પસંદ કરો.
 • ઉમેદવારે જે વિષ્ય અને માધ્યમમાં પરીક્ષા અપવા માંગતા હોવ તે માધ્યમ પસંદ કરીને “શિક્ષક અભિરુચિ કસોટી” નું ફોર્મ ભરવું.
 • હવે “Apply Now” પર ક્લિક કરવાથી તમારી સામે TAT Exam Application Form ખુલશે.
 • આ અરજી ફોર્મમાં તમારી પર્સનલ માહિતી, શૈક્ષણિક માહિતી નાખવાની રહેશે.
 • ત્યારબાદ “Save” બટન પર ક્લિક કરો.
 • હવે ઉમેદવારનો “Application Number” જનરેટ થશે, તે તમારે સાચવિને રાખવાનો રહેશે.
 • જો અરજીમાં ભુલ હોય તો “Edit” બટન પર ક્લિક કરી જરુરી સુધારા કરી શકો છો.
 • હવે હોમપેજ પર “Online Application” મેનુંમાં “Photo & Signature” પર ક્લિક કરી, તમારા અરજી નંબર અને જન્મ તારીખ નાખી. અરજી ફોર્મ માં માંગેલ સાઈઝ મુજબ તમારો ફોટો અને સાઈન અપલોડ કરવાની રહેશે.
 • ત્યારબાદ “Online Application” માં “Confirm” ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરી તમે તમારી અરજી નંબર અને જન્મ તારીખ નાખી ને એક વાર અરજી જોઈ લો ત્યારબાદ કોઈપણ ભુલા જણાય તો સુધારી લો કેમ કે એક્વાર અરજી સબમીટ કર્યા બાદ ભુલ હશે તો સુધારી શકાશે નહી. છેલ્લે તમારી અરજી સબમીટ કરી દો.
 • હવે તમને તમરો “TAT Exam Confirmation Number” નંબર મળશે જેને સેવ કરી રાખો.
 • હવે “Print Application Form & Pay Fees ” ઓપ્શનમાં જાઓ. ત્યાં તમારે “Select Job” માં તમે જે માધ્યમમાં ફોર્મ ભર્યુ છે તે પસંદ કરી “Confirmation Number” અને “Date of Birth” નાખી તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે.
 • છેલ્લે ઓનલાઈન પેમેન્ટ રીસીપ્ટ ડાઉનલોડ કરી તમારા “Gujarat TAT Application Form 2023” ને સેવ કરી રાખો અથવા પ્રિંટ નિકાળી રાખો.

ગુજરાત ટેટ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવા અહીં ક્લિક કરો

આવી રીતે તમે Gujarat TAT 2023 Exam Form ઓનલાઈન ભરી શકો છો. જો તમને ઓનલાઈન પેમેન્ટ કરતા અથવા અરજી કરતા કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો તમે રાજ્ય પરિક્ષા બોર્ડ ના ઓફિસિયલ જાહેરાત જોઈ શકો છો.

Gujarat TAT 2023 Notification PDF

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ ૧ મે ૨૦૨૩ ના રોજ TAT ની પરીક્ષા માટે જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. જે ઉમેદવારો આ ઓફિસિયલ જાહેરાત મુજબ શૈક્ષણિક લાયકાત ધરાવે છે અને ટિચર માં નોકરી મેળવવાં માંગે છે તેઓ અમારી નીચે આપેલ લિંક પર ક્લિક કરી Gujarat TAT 2023 Notification PDF in Gujarati ડાઉનલોડ કરી શકે છે. જેમાં તમને ઓફિસિયલ જાહેરાત દ્વારા જણાવેલ શૈક્ષણિક લાયકત, ગુજરાત TAT પરીક્ષા તારીખ, પરીક્ષા માળખુ વગેરેની માહિતી મળશે.

Download Gujarat TAT 2023 Notification PDF in Gujarati

Download Gujarat TAT Exam Official Notification 2023 PDF

ગુજરાત TAT પરીક્ષા તારીખ FAQ’s

Gujarat TAT Exam 2023 ક્યારે લેવામાં આવશે ?

ગુજરાત ટાટ ની પ્રાથમિક પરીક્ષા ૦૪/૦૬/૨૦૨૩ ના રોજ યોજવામાં આવશે.

Gujarat TAT Exam form ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

ગુજરાત ટાટ પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૦/૦૫/૨૦૨૩ છે.

ગુજરાત ટાટ ૨૦૨૩ ની પરીક્ષા માળખું શુ છે ?

ગુજરાત ટાટ ની પરીક્ષા બે તબક્કામાં યોજાશે, જેમાં પ્રથમ પરીક્ષા MCQ બેઝ હશે જે ૨૦૦ માર્કની અને ત્યારબાદ બીજી પરીક્ષા લેખીત રહેશે જેમાં ૧૦૦-૧૦૦ માર્કના ૨ પેપર રહેશે.

Gujarat TAT 2023 Application Fees કેટલી છે ?

જનરલ કેટેગરી ના ઉમેદવારો માટે અરજી ફી ૫૦૦ રુપિયા અને અન્ય કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી ૪૦૦ રૂપિયા રહેશે.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment