નોકરી & રોજગાર

Gujarat TET Exam 2022: ટેટ ની પરીક્ષા નો સીલેબસ

Gujarat-TET-EXAM
Written by Gujarat Info Hub

OJAS TET 2 | Gujarat TET Exam 2022 Syllabus | Teacher eligibility Test | TET Bharti | TAT 2 Exam | TET Notification | Gujarat Vidhya Sahayak Bharti 2022

 Gujarat TET Exam 2022:  ગુજરાત રાજ્ય ની પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકે નોકરી મેળવવા ઇચ્છતા અને તે માટેની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ઘણા લાંબા સમયથી શિક્ષક યોગ્યતા કસોટી TET -꠰ અને TET-꠱ ની  (Teacher eligibility Test TET -꠰ અને TET-꠱ ) આતુરતા પુર્વક રાહ જોઈ રહ્યા હતા . તેઓની આતુરતાનો અંત આવ્યો છે . ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક/વિધાસહાયક તરીકે નિમણૂક મેળવવા આ કસોટી પ્રાથમિક વિભાગ  અને ઉચ્ચતર પ્રાથમિક વિભાગ માટે અનુક્રમે  TET -꠰ અને TET-꠱ કસોટી ફરજીયાત કરેલી છે અને આ પરીક્ષા યોજવા માટે શિક્ષણ વિભાગે  ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર ને અધિકૃત કરેલ છે .  રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરનામા ક્રમાંક રાપબો /TET -꠰/20222/3537-9622તા: 17/10/2022 અને રાપબો/TET -꠰꠰/2022/9623 -9709 તા : 17/10/2022રોજના જાહેરનામા  મુજબ પ્રાથમિક વિભાગ (ધોરણ : 1 થી 5 )માટે શિક્ષક યોગ્યતા કસોટી TET -꠰ અને ઉચ્ચતર પ્રાથમિકવિભાગના શિક્ષક /વિધાસહાયક (ધોરણ : 6 થી 8 )માટેTET-꠱ પરીક્ષા યોજવા માટે  21/10/2022 થી ઉમેદવારો માટે   ઓનલાઈન  રજીસ્ટ્રેશન રાજ્ય  પરીક્ષાબોર્ડની બોર્ડની વેબ સાઇટ પર શરૂ કરવામાં આવેલ હતું અને જે તારીખ 05/12/22 સુધી હતું  લાયકાત ધરાવતા જે ઉમેદવારો કોઈ કારણસર તેમનું રજીસ્ટ્રેશન કરી શક્યા નથી, તેમના માટે ખુશીના સમાચાર એ છે કે શિક્ષક યોગ્યતા કસોટી TET -꠰ અને શિક્ષક યોગ્યતા કસોટી TET -꠱ માટે આ તારીખ 31/12/2022 સુધી લબાવવામાં આવી છે .

Gujarat TET-I Bharti Education Qualification | ટેટ-૧ પરીક્ષા શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાત :  ઓછામાં ઓછું એચ.એસ.સી.પાસ

તાલીમી લાયકાત : (ક )પી.ટી.સી.  અથવા (D.EL.Ed) અથવા (ખ ) ચાર વર્ષીય એલીમેંટરી એજ્યુકેશન ની ડીગ્રી (B.EL.Ed) અથવા (ગ) બે વર્ષનો એજયુકેશનમાં ડિપ્લોમા (સ્પે .એજ્યુકેશન )

પ્રાથમિક શિક્ષક /વિધાસહાયક માટે નોકરી મેળવવા માટે રાજ્ય સરકાર અને ભરતી સમિતિ દ્વારા નક્કી થતી લાયકાત ધરાવતા ઉમેદવારો જ આ પરીક્ષામાં બેસી શકશે . અને ઉમેદવારો ની પસંદગી માટેનો આખરી નિર્ણય ભરતી સમિતિનો હોય છે . રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત આ માટેની પરીક્ષાનું સંચાલન કરે છે.

OJAS TET-I Exam Fees

TET 1 Bharti Fees (પરીક્ષા ફી) :  અનુ .જાતિ, અનુ .જનજાતિ,સા.શૈ.પછાતવર્ગ અને શારીરીક વિકલાંગ ઉમેદવારો માટે પરીક્ષા ફી 250 રૂપિયા છે જ્યારે અન્ય ઉમેદવારો માટે 350 રૂપિયા ફી છે . આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી ભરવાનો રહેશે. ભરેલી ફી કોઈપણ સંજોગો માં પરત મળવા પાત્ર નથી . 

ફી ભરવાની રીત : ઉમેદવાર ઓન લાઇન ગેટવે દ્વારા એટીએમ કાર્ડ કે નેટ બેંકિંગ થી ફી ભરી શકશે.ઓનલાઈન ફી જમા કરાવવા માટે ‘Application/Pay fees’ ઉપર ક્લીક કરવું અને તમામ વિગતો ભર્યા બાદ ‘online payment’ પર ક્લીક કરવું પછી Net banking of fee અથવા ‘other payment mode’ ના વિકલ્પ માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને બધી વિગતો ભરવી . ફી ભરાયા બાદ સ્ક્રીન ઉપર ફી ભરાઇ છે  તેવું લખાણ આવશે ત્યાર બાદ e receipt પ્રિન્ટ કરી લેવી . ફી ભરાયા છતાં અને ઉમેદવારના બેંક ખાતા માંથી રકમ કપાયા છતાં e receipt જનરેટ ના થાયતો ઉમેદવારો એ ઇ મેઈલ દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડનો સંપર્ક કરવો.

Gujarat TET Exam Pattern (પ્રશ્નપત્રનું માધ્યમ) : શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ ત્રણ માધ્યમ ગુજરાતી ,હિન્દી અને અંગ્રેજી માધ્યમ  માં આ પરીક્ષા લેવામાં આવશે ઉમેદવાર જે માધ્યમ ની લાયકાત ધરાવે છે.  તેજ માધ્યમ માં અરજી ફોર્મ ભરવાનું છે.  ઉમેદવાર કોઈ પણ એક માધ્યમ માં પરીક્ષા આપી શકશે .

Gujarat Teacher eligibility Test Exam Patter

કસોટીનું માળખું :

 • આ કસોટી બહુ વિકલ્પ સ્વરૂપની  અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની રહેશે  (multiple choice question Based MCQS )
 • આ પ્રશ્નપત્રમાં વિવિધ હેતુલક્ષી પ્રકારના 150 પ્રશ્નો રહેશે અને સમય સળંગ 90 મિનિટનો રહેશે.
 • આ કસોટીમાં બધાજ ફરજીયાત પ્ર્શ્નોનું એક સળંગ પ્રશ્નપત્ર રહેશે
 • આ પ્રશ્નપત્રમાં દરેક પ્રશ્ન એક ગુણ નો અને  દરેક પ્રશ્ન ને ચાર વિકલ્પો હશે તેમાથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે .
 • આ કસોટીમાં ખોટા જવાબ માટે કોઈ નકારાત્મક ગુણ નથી .
 • પરીક્ષાનો અભ્યાસક્રમ  શિક્ષણ વિભાગની ઠરાવેલી જોગવાઈ મુજબનો રહેશે જેનો વિગતવાર અભ્યાસ કરવો આ ઠરાવની નકલ રાજ્ય પરીક્ષા બોર્ડના જાહેરનામા સાથે જોડવામાં આવેલ છે.

Gujarat TET Application Form 2022 – Apply Online

અરજી કરવાની રીત  : How to apply for Gujarat TET Exam 2022?

 • પ્રથમ  http://ojas.gujarat.gov.in  પર જઈ આ ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું છે .  ફોર્મ ચોકસાઇ થી ભરવું કોઈ ભૂલ રહેશે તો પાછળથી સુધારી આપવામાં આવશે નહીં.
 • ઉમેદવારે રજીસ્ટ્રેશન ફોર્મ ભરવા માટે પ્રથમ APPLY Online પર કલીક કરવી
 • હવે ઉમેદવાર જે માધ્યમની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તે માધ્યમ ની જ કસોટી આપી શકશે તેથી કસોટીનું માધ્યમ પસંદ કરો . (ગુજરાતી ,હિન્દી ,અંગ્રેજી પૈકી )
 • Apply Now પર કલીક કરવાથી અરજી માટેનું ફોર્મેટ દેખાશે તેની વિગતો ભરો .લાલ ફૂદડી વાળી કૉલમ ફરજીયાત ભરવી જરૂરી છે . પોતાની વ્યક્તિ ગત માહિતી ભર્યા પછી શૈક્ષણિક લાયકાતની વિગતો ભરો.
 • હવે સંપૂર્ણ ફોર ભરાઈ ગયા બાદ save બટન પર કલીક કરવાથી સ્ક્રીન ઉપર અરજીનંબર દેખાશે તે નોધી લો .
 • હવે ઉપર upload photo  બટન પર ક્લીક કરી ફોટો અને સહીનો નમુનો  અપલોડ કરવાનો છે .જે તમે પહેલે થી તૈયાર કરી રાખવાનો છે .
 • ફોટો અને સહીનો નમૂનો અપલોડ કર્યા પછી અરજી ફાઇનલ સબમીટ કરવા માટે ઉપર  confirm Application ના બટન પર ક્લીક કરતાં તમારી અરજીનંબર અને જન્મ તારીખ નાખતાં  ok બટન પર કલીક કરતાં તમને અરજી જોવા માટે , અને કન્ફર્મ કરવાની વિગતો જોવા મળશે તમે અરજી જોઈ સુધારવી પડે તો EDIT બટન દ્વારા સુધારી શકશો અથવા confirm કરી શકશો . 
 • તમારી અરજી confirm થયા બાદ તમને Confirmation  number  દેખાશે જે તમારે સાચવી રાખવાનો છે.  ત્યારબાદ તમારે ફી નું ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે . જેની  રીત આગળ  બતાવી છે .

Check More :-

Gujarat TET 2 Exam Education Qualification

શૈક્ષણિક લાયકાત ઉચ્ચ પ્રાથમિક (6 થી 8 ) TAT -꠱ :

(અ ) ગણિત /વિજ્ઞાન :-

 • શૈક્ષણિક લાયકાત : બી .એસ .સી . કોઈ પણ મુખ્ય વિષય સાથે
 • તાલીમ ની લાયકાત : પી .ટી.સી .  /D.El.Ed  બે વર્ષનો

                                               અથવા

 • શૈક્ષણિક લાયકાત : બી .એસ ,સી . ઓછામાં ઓછા 45% સાથે કોઈ પણ મુખ્ય વિષય સાથે 
 • તાલીમ ની લાયકાત : બી .એડ  (એક વર્ષ અથવા બે વર્ષ .)

                                               અથવા

 • શૈક્ષણિક લાયકાત :  એચ.એસ.સી (ધોરણ :12) વિજ્ઞાન પ્રવાહ (ઓછામાં ઓછા 50% ગુણ સાથે પાસ )
 • તાલીમ ની લાયકાત : ચાર વર્ષનો બેચલર ઇન એલીમેંન્ટરી એજ્યુકેશન (B.El.Ed )

                                                અથવા

 • શૈક્ષણિક લાયકાત : એચ.એસ.સી(ધોરણ :12) વિજ્ઞાન પ્રવાહમાં (ઓછામાં ઓછા 50% ગુણ  )
 • તાલીમ ની લાયકાત : ચાર વર્ષીય બી .એસ .સી . એજ્યુકેશન

                                               અથવા

 • શૈક્ષણિક લાયકાત : બી .એસ ,સી . ઓછામાં ઓછા 50% સાથે કોઈ પણ મુખ્ય વિષય સાથે 
 • તાલીમ ની લાયકાત :એક વર્ષીય બી .એડ (સ્પે.એજ્યુકેશન )

(અ ) ભાષાઓ :-

 • શૈક્ષણિક લાયકાત : બી.એ (ગુજરાતી ,હિન્દી,અંગ્રેજી ,સંસ્કૃત )બી.આર.એસ.(ગુજરાતી ,હિન્દી,અંગ્રેજી ,સંસ્કૃત)બી.એસ.એસ.સી. (ગુજરાતી ,હિન્દી,અંગ્રેજી ,સંસ્કૃત)
 • તાલીમી લાયકાત :પી.ટી.સી ./ D.El.Ed  બે વર્ષનો

                                              અથવા

 • શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછા 45% સાથે બી.એ (ગુજરાતી ,હિન્દી,અંગ્રેજી ,સંસ્કૃત ) બી.આર.એસ.(ગુજરાતી ,હિન્દી,અંગ્રેજી ,સંસ્કૃત) બી.એસ.એસ.સી. (ગુજરાતી ,હિન્દી,અંગ્રેજી ,સંસ્કૃત)
 • તાલીમી લાયકાત : બી .એડ : એક વર્ષ /બે વર્ષ

                                              અથવા

 • શૈક્ષણિક લાયકાત :  એચ .એસ.સી (ધોરણ :12 )માં 50%  ગુણ સાથે
 • તાલીમી લાયકાત : ચાર વર્ષીય બેચરલ ઇન એલીમેંટરી એજ્યુકેશન (B.El.Ed. )

                                             અથવા

 • શૈક્ષણિક લાયકાત :  એચ .એસ.સી (ધોરણ :12 )માં 50%  ગુણ સાથે .
 • તાલીમી લાયકાત : ચાર વર્ષીય બી.એ . એજ્યુકેશન (B.A.Ed. )

                                             અથવા

 • શૈક્ષણિક લાયકાત :  ઓછામાં ઓછા 50% સાથે બી.એ (ગુજરાતી ,હિન્દી,અંગ્રેજી ,સંસ્કૃત ) બી.આર.એસ.(ગુજરાતી ,હિન્દી,અંગ્રેજી ,સંસ્કૃત) બી.એસ.એસ.સી. (ગુજરાતી ,હિન્દી,અંગ્રેજી ,સંસ્કૃત)
 • તાલીમી લાયકાત : એક વર્ષીય બી.એડ (સ્પે .એજ્યુકેશન )

(અ ) સામાજીક વિજ્ઞાન  :-

 • શૈક્ષણિક લાયકાત : બી.એ ( ઇતિહાસ ,ભૂગોળ,નાગરિકશાસ્ત્ર ,રાજ્યશાસ્ત્ર,તત્વજ્ઞાન ,મનો વિજ્ઞાન ,અર્થશાસ્ત્ર ,સમાજશાસ્ત્ર )બી.આર.એસ. ( ઇતિહાસ ,ભૂગોળ,નાગરિકશાસ્ત્ર ,રાજ્યશાસ્ત્ર,તત્વજ્ઞાન ,મનો વિજ્ઞાન ,અર્થશાસ્ત્ર ,સમાજશાસ્ત્ર ) બી.એસ.એસ.સી. ( ઇતિહાસ ,ભૂગોળ,નાગરિકશાસ્ત્ર ,રાજ્યશાસ્ત્ર,તત્વજ્ઞાન ,મનો વિજ્ઞાન ,અર્થશાસ્ત્ર ,સમાજશાસ્ત્ર ) બી.કોમ (અર્થશાસ્ત્ર ) કૌસ માં દર્શાવેલ જેવા વિષયો સાથે .
 • તાલીમી લાયકાત : પી.ટી.સી ./ D.El.Ed  બે વર્ષનો

                                                        અથવા

 • શૈક્ષણિક લાયકાત :   ઓછામાં ઓછા 45% ગુણ સાથે બી.એ ( ઇતિહાસ ,ભૂગોળ,નાગરિકશાસ્ત્ર ,રાજ્યશાસ્ત્ર,તત્વજ્ઞાન ,મનો વિજ્ઞાન ,અર્થશાસ્ત્ર ,સમાજશાસ્ત્ર )બી.આર.એસ. ( ઇતિહાસ ,ભૂગોળ,નાગરિકશાસ્ત્ર ,રાજ્યશાસ્ત્ર,તત્વજ્ઞાન ,મનો વિજ્ઞાન ,અર્થશાસ્ત્ર ,સમાજશાસ્ત્ર ) બી.એસ.એસ.સી. ( ઇતિહાસ ,ભૂગોળ,નાગરિકશાસ્ત્ર ,રાજ્યશાસ્ત્ર,તત્વજ્ઞાન ,મનો વિજ્ઞાન ,અર્થશાસ્ત્ર ,સમાજશાસ્ત્ર ) બી.કોમ (અર્થશાસ્ત્ર ) કૌસ માં દર્શાવેલ જેવા વિષયો સાથે.
 • તાલીમી લાયકાત : બી.એડ (એક /બે વર્ષનો)

                                                    અથવા

 • શૈક્ષણિક લાયકાત :  એચ .એસ.સી (ધોરણ :12 )માં 50%  ગુણ સાથે . પાસ
 • તાલીમી લાયકાત : ચાર વર્ષીય બેચલર ઇન એલીમેંટરી (B.El.Ed. )

                                                     અથવા

 • શૈક્ષણિક લાયકાત :  એચ .એસ.સી (ધોરણ :12 )માં 50%  ગુણ સાથે . પાસ
 • તાલીમી લાયકાત : ચાર વર્ષીય બી.એ . ( ઇતિહાસ ,ભૂગોળ,નાગરિકશાસ્ત્ર ,રાજ્યશાસ્ત્ર,તત્વજ્ઞાન ,મનો વિજ્ઞાન ,અર્થશાસ્ત્ર ,સમાજશાસ્ત્ર )બી.આર.એસ. ( ઇતિહાસ ,ભૂગોળ,નાગરિકશાસ્ત્ર ,રાજ્યશાસ્ત્ર,તત્વજ્ઞાન ,મનો વિજ્ઞાન ,અર્થશાસ્ત્ર ,સમાજશાસ્ત્ર ) બી.એસ.એસ.સી. ( ઇતિહાસ ,ભૂગોળ,નાગરિકશાસ્ત્ર ,રાજ્યશાસ્ત્ર,તત્વજ્ઞાન ,મનો વિજ્ઞાન ,અર્થશાસ્ત્ર ,સમાજશાસ્ત્ર ) બી.કોમ (અર્થશાસ્ત્ર ) કૌસ માં દર્શાવેલ જેવા વિષયો સાથે.

                                                      અથવા

 • શૈક્ષણિક લાયકાત :  ઓછામાં ઓછા 50% ગુણ સાથે બી.એ ( ઇતિહાસ ,ભૂગોળ,નાગરિકશાસ્ત્ર ,રાજ્યશાસ્ત્ર,તત્વજ્ઞાન ,મનો વિજ્ઞાન ,અર્થશાસ્ત્ર ,સમાજશાસ્ત્ર )બી.આર.એસ. ( ઇતિહાસ ,ભૂગોળ,નાગરિકશાસ્ત્ર ,રાજ્યશાસ્ત્ર,તત્વજ્ઞાન ,મનો વિજ્ઞાન ,અર્થશાસ્ત્ર ,સમાજશાસ્ત્ર ) બી.એસ.એસ.સી. ( ઇતિહાસ ,ભૂગોળ,નાગરિકશાસ્ત્ર ,રાજ્યશાસ્ત્ર,તત્વજ્ઞાન ,મનો વિજ્ઞાન ,અર્થશાસ્ત્ર ,સમાજશાસ્ત્ર ) બી.કોમ (અર્થશાસ્ત્ર ) કૌસ માં દર્શાવેલ જેવા વિષયો સાથે.
 • તાલીમી લાયકાત : એક વર્ષ બી.એડ .(સ્પે એજ્યુકેશન )

TET 2 Exam 2022 Gujarat

TET-II Exam Pattern (કસોટીનું માળખું ) :

 • કસોટી  બહુ વિકલ્પ સ્વરૂપ તથા હેતુલક્ષી સ્વરૂપની રહેશે .(MCQS)
 • આ કસોટી બે વિભાગમાં હશે,અને બંને વિભાગમાં 75 પ્રશ્નો હશે.
 • આ કસોટીના બંને વિભાગ અને તમામ  પ્રશ્નો ફરજીયાત છે અને બંને વિભાગનું સળંગ એક પ્રશ્નપત્ર રહેશે .
 • આ કસોટીના  150 પ્રશ્નો માટેનો સમય સળંગ 120 મિનિટનો રહેશે.
 • ભાષાઓ ,ગણિત વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન માટેના ત્રણેય વિષયની કસોટીનો પ્રથમ ભાગ એક સમાન રહેશે . જ્યારે વિભાગ ;2 અલગ રહેશે .
 • ભાષાના પ્રશ્નપત્ર માં પ્રશ્ન નંબર 136 થી 150 સંસ્કૃત,મરાઠી તેમજ ઉર્દુ ભાષાના રહેશે જે પૈકી ઉમેદવારે કોઈ એક ભાષાના જ 15 પ્રશ્નોના લખવાના રહેશે .
 • દરેક પ્રશ્નનો 1 ગુણ છે ખોટા જવાબ માટે કોઈ નકારાત્મક (માઇનસ) ગુણ નથી .

શિક્ષક યોગ્યતા કસોટી TET -꠰ અને TET -꠱ ના આવેદન પત્રો ભરવાનો સમયગાળો લંબાવ્યા બાબત નું જાહેરનામું જોવા માટે અહી ક્લીક કરો == > Click Here

           ફોર્મ ભર્યા પહેલાં ઉમેદવારોએ રાજ્ય પરીક્ષા બોર્ડ ના જાહેરનામાનો વિગતવાર અભ્યાસ કરી ફોર્મ ભરવું હિતાવહ છે .  તેમજ  બોર્ડ તરફથી વખતો વખતની સૂચનાઓ થી વાકેફ રહેવા બોર્ડની સતાવાર વેબ સાઇટ જોતાં રહેવું જરૂરી છે .

Gujarat TET Exam 2022 Important Link :

TET – 1 Notification 2022 :- Click Here

TET – 2 Notification 2022 :- Click Here

Apply Online :-  Click Here

Home Page :- Click Here

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment