જનરલ નોલેજ

ગુજરાત વિશે માહિતી ગુજરાતીમાં ꠰ Gujarat Vishe Mahiti

ગુજરાત વિશે માહિતી ગુજરાતીમાં
Written by Gujarat Info Hub

ગુજરાત વિશે માહિતી ગુજરાતીમાં: નમસ્કાર મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસનાર ઉમેદવારો અને જીજ્ઞાસુઓને ઉપયોગી થાય તે માટે અમે આજે ગુજરાત વિશે માહિતી ગુજરાતીમાં લેખ દ્વારા ગુજરાતનો ટૂંકો ઇતિહાસ, ગુજરાત વિશે જાણવા જેવું ગરવી ગુજરાત નિબંધ અથવા ગુજરાતની સંસ્કૃતિ નિબંધ, ગુજરાતના જિલ્લા ગુજરાતની મુખ્ય નદીઓ ગુજરાતના મેળાઓ, ગુજરાતનું મંત્રી મંડળ  વગેરે માહિતી અહી રજૂ કરી છે. આશા રાખું છું કે આપને ગુજરાત વિશે માહિતી ખૂબ ગમશે અને પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે.

ગુજરાત વિશે માહિતી

ગુજરાતનો ઈતિહાસ: વૈદિક કાળમાં ગુજરાત આનર્ત પ્રદેશ તરીકે ઓળખાતો હતો. ધોળાવીરા અને લોથલના અવશેષો ગુજરાતની પ્રાચીન સંસ્કૃતિના સાક્ષી છે.  

ઇ.સ. પૂર્વે 3 જી સદીમાં ગુજરાત ચંદ્ર ગુપ્ત મોર્યના સાસન હેઠળ હતું . ગુજરાતનો મોટો ભાગ મૈત્રક સાસનનો ભાગ હતું .વલભીપુર શિક્ષણનું ધામ હતું. આ વખતે ચીની યાત્રી હ્યુયાન સંગ ગુજરાતમાં આવ્યો હતો. આરબોએ વલભીપુરનો નાશ કર્યા બાદ દસમી સદી થી ચાલુક્ય રાજાઓએ ગુજરાત માં સત્તા સ્થાપી.

ઈ.સ. 942-1299 સુધી ગુજરાત માં સોલંકી રાજાઓની સત્તા હતી . આ સમયે માર્કો પોલોએ ગુજરાતની મુલાકાત લીધી હતી . અલાઉદીન ખીલજીએ સોલંકી વંશ ના છેલ્લા રાજાને હરાવીને  13 મી સદીના અંતમાં ગુજરાતને દિલ્હી સલ્તનત નો ભાગ બનાવ્યું .

સુલતાન બહાદુર શાહે દીવ પોર્ટુગીઝોને આપ્યું ને ગુજરાતમાં યરોપિયન સત્તા સ્થપાઈ. ત્યારબાદના વર્ષોમાં કેટલાક પ્રદેશો અંગ્રેજ સતા નીચે આવ્યા. આપણો દેશ ભારત 1947માં આઝાદ થયો.

સરદાર વલ્લભભાઈ ની આગેવાનીમાં 1948 માં સૌરાષ્ટ્રનાં 222 રજવાડાં નું એકીકરણ કરી સૌરાષ્ટ્ર નામ આપવામાં આવ્યું. અને કચ્છ અલગ રાજ્ય હતું. આમ ગુજરાત મુંબઈ રાજ્ય,સૌરાષ્ટ્ર અને કચ્છ એમ ત્રણ વિભાગમાં હતું . પાછળથી કચ્છ ભારતમાં ભળ્યું. ગુજરાત તે વખતે મુંબઈ રાજ્યમાં હતું.

વર્ષ 1956 થી ગુજરાતને અલગ રાજ્ય બનાવવાની જોરદાર ચળવળ ચાલી તેને મહાગુજરાત ચળવળ કહે છે . ઈંદુલાલ યાજ્ઞિકની આગેવાનીમાં  આ ચળવળ નાં પરિણામે અને 1960 માં ભાષાવાર પ્રાંત રચના થતાં ગુજરાત મુંબઈ રાજ્ય માંથી અલગ થયું. મુંબઈ રાજ્ય માંથી 11 જિલ્લા ગુજરાતમાં ભેળવ્યા . આબુ રોડ તાલુકો રાજસ્થાનમાં મેળવવામાં આવ્યો. 1961 ની વસતિ ગણતરી વખતે 17 જિલ્લા અને 185 તાલુકા હતા .

ત્યારબાદ 1971 માં 19 જિલ્લા અને 184 તાલુકા બન્યા હતા . ત્યારબાદ નાં જિલ્લા વિભાજન થતાં  આજે ગુજરાતના જિલ્લા ઓની સંખ્યા 33 અને તાલુકાઓની સંખ્યા 249 છે.

ગુજરાતી ભાષા

ગુજરાત વિશે માહિતી : ગુજરાતી Gujarati  ને ભારતના સંવિધાને કલમ 8 માં અધિકૃત ભાષાનો દરજ્જો આપ્યો છે . ગુજરાતી ગુજરાતની માતૃભાષા છે . એને એટલેજ હું મારી માતૃભાષાને પ્રેમ કરું છું . ગુજરાતી ભાષા ગુજરાત અને સમગ્ર વિશ્વમાં વત્તા ઓછા પ્રમાણમાં બોલવામાં આવતી ઈન્ડો આર્યન કુળની ભાષા છે . ગુજરાતી Gujarati ગુજરાત અને નજીકના કેન્દ્ર સાસિત પ્રદેશો દીવ,દમણ વગેરે પ્રદેશની ભાષા છે . છતાં ભારતનાં તમામ રાજ્યો સહિત વિદેશોમાં ગુજરાતીભાષા બોલનારા ઘણા છે .પૂર્વના દેશોની સરખામણી એ પશ્ચિમ ના દેશોમાં ઘણા ગુજરાતીઓ ગુજરાતી ભાષાનું ગૌરવ વધારી રહ્યા છે .

આંકડાની દ્રષ્ટિએ વાત કરીએ તો 2011 ની વસતિ ગણતરી મુજબ ગુજરાતી ભાષા છઠ્ઠા ક્રમે આવે છે . જે અંતર્ગત 5.6 ટકા લોકો ગુજરાતી ભાષા બોલે છે . જે ભારતની કુલ વસતિ ના 4.5  ટકા થાય છે.  જ્યારે સમગ્ર  વિશ્વમાં 6.55 ટકા લોકો પોતાની ભાષા ગુજરાતી હોવાનું જણાવે છે .  અમેરિકા અને કેનેડામાં સૌથી વધુ બોલાતી ભાષા ગુજરાતી છે . ગુજરાતી સંસ્કૃત મૂળની  ઈન્ડો આર્યન કુળની ભાષા છે . 12 મી સદીથી ગુજરાતી ભાષા સાહિત્યક સ્વરૂપની ભાષા બની . કવિ નરસિંહ મહેતા એ ગુજરાતી ભાષાની કવિતાને સાહિત્ય સ્વરૂપ આપ્યું .

ગુજરાત સ્થાન સીમા અને ભૂપૃષ્ઠ

ગુજરાત વિશે માહિતી:ગુજરાત ભારતની પશ્ચિમ સરહદે આવેલું મહત્વનું રાજ્ય છે. ભારતના આર્થિક વિકાસમાં ગુજરાત નો ફાળો મહત્વનો છે . ભારતનાં રાજ્યોમાં ગુજરાતની ગણના વિકસિત રાજ્ય તરીકે થાય છે . ગુજરાતની સીમાની વાત કરીએ તો  ગુજરાતની ઉતરે પાકિસ્તાનની આંતર રાષ્ટ્રીય સીમા અને ઉત્તર પૂર્વમાં રાજસ્થાન રાજ્ય ,દક્ષિણમાં અરબી સમુદ્ર અને દમણ દીવ અને દાદરા નગર હવેલીના કેન્દ્ર સાસિત પ્રદેશો પૂર્વમાં મધ્ય પ્રદેશ અને  પશ્ચિમ સરહદે અરબ સાગર આવેલો છે .

ગુજરાતનું સ્થાન  20˚06 થી 24 ˚7 ‘ ઉત્તર અક્ષાંસવૃત વચ્ચે અને’ 68˚10 થી 74 ˚28 ‘ પૂર્વ રેખાંશવૃત વચ્ચે આવેલું છે . ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર ઉષ્ણકટિબંધમાં અને થોડોક ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે . ગુજરાતમાંથી કર્કવૃત પસાર થાય છે. 

કર્કવૃત ગુજરાત

ગુજરાત વિશે માહિતી:- 23.5 ઉતર અક્ષાંશ વૃતને કર્કવૃત કહેવામાં આવે છે . કર્કવૃત ગુજરાતના ઉતર ભાગમાંથી પસાર થાય છે  કર્કવૃત પસાર થતા જિલ્લા ની વાત કરીએ તો ગુજરાતના પશ્ચિમ થી પૂર્વ તરફ જતાં કચ્છ ,પાટણ મહેસાણા, ગાંધીનગર,સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાંથી પસાર થાય છે . (ત્યારબાદ કર્કવૃત પસાર થતાં રાજ્યો ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ,છત્તીસગઢ,ઝારખંડ,પશ્ચિમ બંગાળ,ત્રિપુરા,મિઝોરમ માંથી પસાર થાય છે )કર્કવૃત પસાર થતાં મહત્વનાં સ્થળોની વાત કરીએ તો કર્કવૃત કચ્છના ધીણોધર ડુંગર પરથી પસાર થાય છે .મહી નદી કર્કવૃતને બે વખત ઓળંગતી નદી છે . મોઢેરા સૂર્ય મંદિર નજીક ( 23.6 ) કર્ક વૃત પસાર થાય છે .

 ગુજરાતનો દરિયા કિનારો ( Gujarat no Dariya Kinaro )

 ગુજરાત ના દરિયા કિનારા વિશે માહિતી: ગુજરાત દરિયાકિનારાની બાબતમાં ખૂબ સમૃધ્ધ રાજ્ય ચ્હે. દરિયા કિનારાની ની વાત કરીએ તો  ભારતના દરિયા કિનારાની સરખામણીમાં ગુજરાતને સૌથી વધુ દરિયા કિનારો મળ્યો છે ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો  છે . તેથી પ્રાચીન કાલથી જ દેશ વિદેશમાં વેપાર કરી ગુજરાત સમૃધ્ધ રાજ્ય બન્યું છે . જેના પુરાવા લોથલ અને ધોળાવીરા ના ગુજરાતનાં સિંધુ સભ્યતાનાં નગરો લોથલ અને ધોળાવીરા તેમજ ભૃગુ કચ્છમાં થી મળે છે . ભૃગું કચ્છ અને લોથલ ભવ્ય બંદર હોવાના તેમજ ધોળાવીરા વિદેશમાં વેપાર અર્થે ત્યાં સમુદ્રના કિનારા નજીક બન્યું હશે .

ગુજરાત નું ક્ષેત્રફલ પણ વિશાળ છે . વાત કરીએતો ગુજરાતનું ક્ષેત્રફળ 196024 ચો.કિ.મી છે . જે સમગ્ર ભારતના કુલ ક્ષેત્રફળના 5.96 ટકા જેટલું થાય છે . વિસ્તારની દષ્ટિએ ગુજરાત ભારતમાં છઠ્ઠું સ્થાન ધરાવે છે . ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ 590 કિમી જેટલી તેમજ પૂર્વ પશ્ચિમ પહોળાઈ 550 કિમી છે . ગુજરાતમાં બે મુખ્ય અખાતો કચ્છનો અખાત અને ખંભાતનો ને કારણે ગુજરાતના દરિયા કિનારામાં વધારો થાય છે નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં ઘણા બેટ છે . અલીયાબેટ ,સાધુબેટ ,પીરમબેટ,નડાબેટ અને બીજા બેટ આવેલા છે .

ગુજરાતનું ભૃપુષ્ટ સમતલ અને ખેતીલાયક વધારે છે . ગુજરાતમાં 54 ટકા જમીન ખેતી લાયક અને ફળદ્રુપ છે . ગુજરાતની જમીન ખેતી માટે ઉત્તમ છે . જેમાં સૌથી વધુ જીરું ,વરીયાળી ,ઘઉં ,બાજરી કપાસ ,જુવાર ,મગફળી,ડાંગર,ચણા , કઠોળ અને તેલીબિયાં સહિત તમામ પાકો નું વાવેતર કરવામાં આવે છે . જેમાં બાજરી ઉત્પાદનમાં ગુજરાતનો બનાસકાંઠા સહિત નો પ્રદેશ વાવેતરમાં બીજા ક્રમે અને ઉત્પાદનમાં પ્રથમક્રમ ધરાવે છે . આપણે રોકડિયા પાકો અને તાલીબિયા પાકો જેવાકે સૌરાષ્ટ્ર ના જુનાગઢ જિલ્લા માં મગફળી . ચરોતરમાં તમાકુ પકવતા જિલ્લાઓ છે . ગુજરાતના સૌથી વધુ દરિયાકિનારાના લીધે વેરાવળમાં મત્સ્ય ઉદ્યોગ વિકાસ પામ્યો છે . માછલાં અને મીઠાના ઉત્પાદનની નિકાસ પણ કરે છે . વિશાળ દરિયા કિનારાનો ભારતના આર્થિક વિકાસમાં મહત્વનો ફાળો છે .

ગુજરાતના દરિયા કિનારાના જિલ્લા

આપણે ઉપર જોયું તેમ ગુજરાતને સૌથી વધુ દરિયા કિનારો પ્રાપ્ત થયો છે . ગુજરાત 1600 કિમી જેટલો દરિયા કિનારો ધરાવે છે જે ભારતના કુલ દરિયા કિનારાના 28 ટકા જેટલો છે . ગુજરાતના દરિયા કિનારાના જિલ્લાની વાત કરીએ તો જિલ્લા વિભાજન થતાં આ જિલ્લાઓની સંખ્યા વધીને 15 થઈ છે .   કચ્છ જિલ્લાને સૌથી વધુ દરિયા કિનારો મળ્યો છે . તે ઉપરાંત ,જામનગર, દેવભૂમિ દ્વારકા આણંદ,મોરબી,અમદાવાદ,ભાવનગર,સુરત,અમરેલી ,ભરુચ ,નવસારી ,વલસાડ . આમ 15 જિલ્લાને દરિયા કિનારાનો લાભ મળ્યો છે .

ગુજરાતના જિલ્લા ( Gujarat na Jilla )

ગુજરાત 33 જિલ્લા અને 249 તાલુકા ધરાવે છે . ગુજરાતના જિલ્લા ના અભ્યાસમાં પ્રદેશવાર જિલ્લા નો અભ્યાસ કરવો જોઈએ . આપણે ત્યાં ગુજરાતને 5  વિભાગમાં વહેચી શકાય . (1) ઉત્તર ગુજરાતના જિલ્લા  (2) મધ્ય ગુજરાતના જિલ્લા  (3 )દક્ષિણ ગુજરાત ના જિલ્લા  (4) સૌરાષ્ટ્રના જિલ્લા  (5) કચ્છ જિલ્લો  એમ જિલ્લાઓની યાદી તૈયાર કરી અભ્યાસ કરવો જોઈએ   ગુજરાત  33 જિલ્લા અને 249 તાલુકાઓ ધરાવે છે .

ઉત્તર ગુજરાતના જિલ્લા :

ઉતર ગુજરાતના જિલ્લાઓમાં 6 જિલ્લાઓનો સમાવેશ થાય છે . તે મુજબ બનાસકાંઠા જિલ્લો,  પાટણ જિલ્લો ,સાબરકાંઠા જિલ્લો, મહેસાણાજિલ્લો , અરવલ્લી જિલ્લો  અને ગાંધીનગર જિલ્લા નો સમાવેશ થાય છે . હવે આપણે ઉતર ગુજરાતના જિલ્લાઓનો દરેક જિલ્લા વાર વિગતવાર પરિચય મેળવીશું .

મધ્ય ગુજરાતના જિલ્લા :

મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં કુલ 7 જિલ્લાઓ આવેલા છે અમદાવાદ જિલ્લો ,ખેડા જિલ્લો ,આણંદ જિલ્લો,પંચમહાલ જિલ્લો  ,દાહોદ જિલ્લો, છોટાઉદેપુર જિલ્લો ,મહીસાગર જિલ્લો,નર્મદા જિલ્લો , વડોદરા જિલ્લો .  હવે આપણે મધ્ય ગુજરાતના 7 જિલ્લાઓનો દરેક જિલ્લા વાર વિગતે પરિચય માહિતી મેળવીશું .

 દક્ષિણ ગુજરાત ના જિલ્લા :

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ની વાત કરીએ તો તેમાં 7 જિલ્લાઓનો સમાવેશ થાય છે . જેમાં  સુરત જિલ્લો , ભરુચ જિલ્લો , નવસારી જિલ્લો , નર્મદા જિલ્લો ,તાપી જિલ્લો ,વલસાડ જિલ્લો અને ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે .

સૌરાષ્ટ્રના જિલ્લા

ભારતની આઝાદી પહેલાં થી જ સૌરાષ્ટ્ર અનેક નાના મોટાં રજવાડા ધરાવતો પ્રદેશ હતો . સૌરાષ્ટ્ર ના 12  જિલ્લાઓ છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લો , રાજકોટ જિલ્લો,  મોરબી જિલ્લો જામનગર જિલ્લો,પોરબંદર જિલ્લો,દ્વારકા જિલ્લો , ગીર સોમનાથ જિલ્લો , અમરેલી જિલ્લો,જુનાગઢ જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો, ભાવનગર જિલ્લો, બોટાદ જિલ્લો આમ સૌરાષ્ટ્ર માં 12 જિલ્લાઓ આવેલા છે .

કચ્છ જિલ્લો :

કચ્છ ગુજરાતનો મહત્વનો પ્રદેશ છે કચ્છ જિલ્લા ના ભૌગોલિક પ્રદેશમાં માત્ર એકજ કચ્છ જીલ્લા નો સમાવેશ થાય છે . ક્ષેત્રફળ ની દ્રષ્ટીએ કચ્છ સમગ્ર ભારતના જિલ્લાઓમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે. કચ્છ તેની આગવી સંસ્કૃતિ અને કળા વારસો ધરાવે છે .

ગુજરાતના જિલ્લા વિશે અહીથી વધુ વાંચો અહિથી

ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાન ( Gujarat na Rashtriy udhyan )  :

ગુજરાત વિશે માહિતી: ગુજરાતમાં કુલ ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે . જેમાં સૌથી મોટું અને મહત્વનુ અભયારણ્ય ગીર રાષ્ટ્રીય ઉદ્યાન સિંહ ના સંવર્ધન અને જાળવણી માટેનું અભયારણ્ય સાસણ ગીર માં આવેલું છે . તેની સ્થાપના 1965 માં કરવામાં આવી હતી . તે ત્રણ જિલ્લાની હદને સ્પર્શે છે. તે લગભગ 1412.1 ચો .કિ.મી. વિસ્તારમાં પથરાયેલું છે .

વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર કાળીયાર અભયારણ્ય કાળી યાર હરણ માટે બનાવવામાં આવ્યું છે . તે ભાવનગર જિલ્લા ના વલભીપુર તાલુકામાં વેળાવદર ગામ પાસે આવેલું છે . 34.08 ચો.કી.મી. માં ફેલાયેલા આ અભયારણ્ય ને 1976માં રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો મળ્યો છે .આ એક ઘાસભૂમીનો પ્રદેશ છે જે કાળીયારને ખૂબ અનુકૂળ આવે છે .

દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યા કચ્છના દરિયા કિનારાના દક્ષિણ છેડે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પીરોટન ટાપુ પાસેના દરિયાઈ જીવો માટે જેવાકે પરવાળા ,ડ્યુગોંગ વગેરે સામુદ્રીક જીવો માટેનું 270 ચો કિ.મી. માં પથરાયેલું   આ સમુદ્રજીવ અભયારણ્યને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવ્યો છે .

વાંસદા રાષ્ટ્રીય ઉધાન વાંસદા નવસારી જીલ્લામાં અંબિકા નદીના કિનારે આવેલું છે . અને અંદાજે 35 ચો.કિમી વિસ્તારમાં ફેલાયેલું છે . આ જંગલ વાંસ અને વિવિધ મોટાં વૃક્ષો તેમજ ફૂલોની વિવિધ જાતો ને લીધે અત્યંત રમણીય છે. તે એક સુંદર વન્યજીવ અભયારણ્ય છે .જે અંબિકા નદી નદી ના કિનારે આવેલું છે ગીરા ધોધ અને પ્રાકૃતિક વાંસદા અભયારણયનો નજારો માણવા આવતા પર્યટકો માટે સુંદર વ્યવસ્થા છે

ગુજરાતના અભયારણ્ય વિશે અહીથી વધુ વાંચો

ગુજરાતના મેળા  :

ભારત સમગ્ર વિશ્વમાં અલાયદી લોકસંસ્કૃતિ અને ભવ્ય વારસો ધરાવે છે , જેમાં મેળાઓ માનવ જીવનના એકધારા પ્રવાહમાં તાજગી અને સ્ફૂર્તિ આપવાનું કાર્ય કરે છે . ગુજરાત તેની આગવી ભાતીગળ સંસ્કૃતિ ધરાવે છે .તેમાં મેળાઓ માનવ જીવનમાં જીવાતા પ્રસંગો ,માન્યતાતાઓ અને સંસ્કૃતિ ને જાળવી રાખે છે ગુજરાતમાં ધાર્મિક મેળાઓ અને માનવ જીવનમાં તાજગી ભરતા સામાજિક મેળાઓ ઉપરાંત પરંપરાગત મેળાઓની સંખ્યા ઘણી છે. લોક વારસા લોકજીવન અને ઉત્સવો , મેળાઓ અને ઉજવણી માટે સમગ્ર વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે મેળા એક ધાર્યા જીવનમાં વૈવિધ્યતા અને ઉત્સાહ ભરે છે . તો ક્યાંક પરંપરાઓને જોડીને સંસ્કૃતિને જાળવે છે . ગુજરાતના મેળાઓ કારતક માસ થી શરૂ કરી આસો વદ અમાસ એટલેકે દિવાળી સુધી ભરાતા હોય છે .

જુનાગઢ ભવનાથ મહાદેવનો મેળો, ભાદરવી પુનમનો મેળો, તરણેતરતરનો મેળો, વૌઠાનો મેળો, ગોળ ગધેડાનોમેળો, ચિત્રવિચિત્રનો મેળો,ધ્રાંગનો મેળો,કાત્યોકનો મેળો,ડાકોરનો માણેકઠારી પુનમનો મેળો,પલ્લીનોમેળો, માધવરાયનો મેળો,ચૂલનો મેળો,ચાડિયાનો મેળો વગેરે મેળાઓ મુખ્ય છે . ગુજરાતમાં લગભગ તમામ મોટાં યાત્રાધામો પર પૂનમના મેળા ભરાય છે .

ગુજરાતના મેળા વિશે અહીથી વધુ વાંચો

ગુજરાતના સાંસ્કૃતિક વન  :

ગુજરાત વિશે માહીતી: ગુજરાતમાં વન અને પર્યાવરણ ખાતા દ્વારા વર્ષ 2004 થી વન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે . આ વન મહોત્સવ નવી રીતે ઉજવી ગુજરાતના તમામ લોકો વન મહોત્સવમાં જોડાય અને વૃક્ષ પ્રત્યે તેમનામાં જાગરુકતા ફેલાવવાના આશયથી ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ વન મહોત્સવ ઉજવવાનો શ્રેય આપણા પ્રધાન મંત્રી નરેંદ્રભાઈ મોદીને જાય છે . દરેક વન મહોત્સવ દરમ્યાન એક સાંસ્કૃતિક વન નિર્માણ કરી તેને મહાપુરુષોના નામ સાથે જોડી વૃક્ષોના રક્ષણ અને જતનના પ્રયત્નો કરવામાં આવે છે . આ વનના નિર્માણ થકી સમાજમાં વનોનું મહત્વ અને જાગૃતિ ફેલાવવાના ભાવ સાથે ગુજરાતની વન સંપતિમાં વધારો કરવાની નેમ સાથે સાંસ્કૃતિક વન નું નિર્માણ કરવામાં આવ્યું છે.  તો ચાલો  2004 થી યોજાતા વન મહોત્સવમાં કયાં સાંસ્કૃતિક વન ઊભાં કરવામાં આવ્યાં છે અને તેમનાં નામ શું છે .

 •  પ્રથમ સાંસ્કૃતિક વન  ગાંધીનગર :   પુનિત વન
 • અંબાજી, જિલ્લો બનાસકાંઠા  : માંગલ્ય વન
 • તારંગા મહેસાણા જિલ્લો : તીર્થંકર વન
 •  સોમનાથ ,ગીરસોમનાથ જિલ્લો : હરિહર વન
 • ચોટીલા,  સુરેન્દ્રનગર જિલ્લો : ભક્તિવન
 • શામળાજી,   અરવલ્લી જિલ્લો : શ્યામળવન
 • પાલીતાણા, ભાવનગર જિલ્લો : પાવક વન
 •  પાવાગઢ, પંચમહાલ જિલ્લો : વિરાસત વન
 • માનગઢ,  મહીસાગર જિલ્લો : ગોવિંદ ગુરુ સ્મૃતિવન
 • દેવભૂમિ દ્વારકા  : નાગેશવન
 • જેતપુર, રાજકોટ જિલ્લો : શક્તિવન
 • વાંસદા , નવસારી જિલ્લો :   જાનકીવન
 •  વલસાડ જિલ્લો: આમ્રવન
 • બારડોલી, સુરત જિલ્લો : એક્તા વન
 • વહેરાની ખાડી, આણંદ જિલ્લો: મહીસાગર વન
 • વન ભૂચરમોરી, ધ્રોલ જામનગર જિલ્લો: શહીદ વન
 • દઢવાવ  ,સાબરકાંઠા જિલ્લો : વીરાંજલી વન
 • રુદ્રમાતા બંધ પાસે,  કચ્છ જિલ્લો :  રક્ષક વન
 • અમદાવાદ ,  અમદાવાદ જિલ્લો : જાડેશ્વર વન
 • રાજકોટ ,રાજકોટ જિલ્લો : રામવન
 • વલસાડ જિલ્લો : મારુતિ નંદનવન
 • દૂધરેજ સુરેન્દ્ર નગર જિલ્લો : વટેશ્વર વન

ગુજરાત ના સાંસ્કૃતિક વન વિશે અહીથી વધુ વાંચો

ગુજરાતના બંદરો ( Gujarat na Bandaro ):

ગુજરાત વિશે માહિતી: ગુજરાત દરિયા કિનારાની બાબતમાં ખૂબ સમૃધ્ધ રાજી છે . ગુજરાતને ભારતના કુલ દરિયા કિનારાની સરખામણીમાં સૌથી વધુ 1600 કી.મી.  લાંબો દરિયા કિનારો મળ્યો છે. જે ભારત કુલ દરિયા કિનારાના 28 ટકા જેટલો છે . તેમજ ગુજરાતનો દરિયા કિનારો ખાંચા ખૂંચી વાળો અને મુખ્ય બે મોટા અખાત ખંભાતનો અખાત અને કચ્છનો અખાત દરિયા કિનારાને વધુ લાંબો બનાવે છે . પ્રાચીન કાળમાં પણ ગુજરાતે દરિયામાર્ગ થી પરદેશો સાથે  વેપાર કર્યો હોવાના પુરાવા આપણ ને સિંધુ સંસ્કૃતિનાં નગરોના અવશેષો માં થી મળે છે . વર્તમાનમાં બંદરોના વિકાસમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે . ગુજરાતના 15 જિલ્લાઓ દરિયાકિનારો ધરાવે છે. તેથી 42  જેવાં નાનામોટાં બંદરો કાર્યરત છે. તે પૈકી કેટલાંક બંદરો બારમાસી છે .જ્યારે કેટલાંક બંદરો મોસમી છે . વિભાગવાર જોઈએતો 23 સૌરાષ્ટ્રમાં 14 દક્ષિણ ગુજરાતમાં અને 4 બંદરો કચ્છ જીલ્લામાં આવેલાં છે .   ભારતના માલ વહનને ખૂબ પ્રભાવીત કરે છે . કુલ માલ વહનના 75 ટકાથી વધુ માલ બંદરો મારફત વહન કરે છે.  અહી આપણે   ગુજરાતનાં બંદરો અને તેની વિશેષતાઓ અને તથ્યો વિશે જીલ્લાવાર અભ્યાસ કરીશું . 

ગુજરાતના બંદરો નું લીસ્ટ જિલ્લા વાર

 • કચ્છ : કંડલા ,માંડવી ,કોટેશ્વર ,મુંદ્રા ,જખૌ .
 • જામનગર : સિક્કા ,બેડી ,જોડીયા .
 • દેવભૂમી દ્વારકા : રૂપેણ ,સલાયા ,બેટ ,ઓખા ,પીંઢારા.
 • પોરબંદર  : પોરબંદર,નવી બંદર
 • જુનાગઢ : માંગરોળ, માઢવાડ ,રાજપરા .
 • ગીર સોમનાથ : વેરાવળ
 • અમરેલી : જાફરાબાદ ,પીપાવાવ ,કોટડા .
 • ભાવનગર : તળાજા ,ભાવનગર મહુવા ,ભાવનગર.,ઘોઘા .
 • ભરુચ : ભરુચ,દહેજ અને .
 • સુરત : મગદલ્લા .
 • નવસારી : વાંસી બોરસી ,બીલીમોરા ,ઓંજલ .
 • વલસાડ : નારગોલ,ઉમરગામ,કોલક ,ઉમરસાડી .
 • આણંદ : ખંભાત
 • રાજકોટ : નવલખી
 • કેન્દ્ર સાસિત પરદેશમાં
 • દીવ  
 • દમણ દમણ

ગુજરાતના બંદરો વિશે અહીથી વધુ વાંચો

ગુજરાતની નદીઓ ꠰ Gujarat River

ગુજરાતમાં 185 કરતાં વધુ નદીઓએ સિંચાઇ અને કાંપ પાથરીને ગુજરાતની ખેતીને સમૃધ્ધ બનાવી છે . તે પૈકી કેટલીક નદીઓ બારમાસી છે અને વિશાળ જળ રાશી ધરાવે છે . જ્યારે કેટલીક નદીઓ નાની અને મોસમી છે .તે માત્ર ચોમાસા દરમ્યાન વહે છે અને ઉનાળામાં સુકાઈ જાય છે . નદીઓના અભ્યાસ દરમ્યાન આપણે ગુજરાતનાં જે પાંચ ઝોન વાઇઝ ,જિલ્લા વાઇઝ અભયાસ કરવો જોઈએ . તો ચાલો આપણે ઉત્તરગુજરાતની નદીઓ ,મધ્ય ગુજરાતની નદીઓ ,દક્ષિણ ગુજરાતનીનદીઓ ,સૌરાષ્ટ્રની નદીઓ અને કચ્છની નદીઓ નો સમાવેશ થાય છે .

ગુજરાત ,સૌરાષ્ટ્ર અને કચ્છ ની નદીઓ એમ ત્રણ ભાગમાં વહેંચાઈ જાય છે આપણે અહી વિભાગવાર નદીઓના જળ પ્રવાહ,ઉદ્ભવ સ્થાન અને તેના ઉપરના બંધો વિશે અભ્યાસ કરીશું.

ઉત્તર ગુજરાતની નદીઓ :

ઉત્તર ગુજરાતની નદીઓમાં બનાસકાંઠા ,સાબરકાંઠા ,પાટણ અરવલ્લી , મહેસાણા , ગાંધીનગર જિલ્લાની નદીઓનો અભ્યાસ કરીશું ઉત્તર ગુજરાતની નદીઓમાં બનાસ ,સરસ્વતી ,શીપુ,બાલારામ ,ઉમરદશી,લડબી નદીઓ બનાસકાંઠાની નદીઓ છે .જેમાં બનાસનદી બનાસકાંઠાની  મુખ્ય નદી છે .હાથમતી,મેશ્વો,વાત્રક,રૂપેણ,સરસ્વતી,સાબરમતી,ખારી,ભોગાવો,શેઢી,માઝમ,અંધેરી ,વેકરિયા,ખારી, વગેર નદીઓ ઉત્તર ગુજરાતની નદીઓ છે .

મધ્ય ગુજરાતની નદીઓ :  

મધ્ય ગુજરાત માં અમદાવાદ ,ખેડા,આણંદ,મહીસાગર,ભરુચ વગેરે જિલ્લાઓને મોટી નદીઓએ વિશાળ જલરાશી આપી સમૃધ્ધ બનાવ્યો છે તેમાં મહીસાગર નદી ,નર્મદાનદી ,તાપીનદી અનાસ,પાનમ,મેસરી,ગળતીનદી વગેરે નદીઓ મધ્ય ગુજરાતની મોટી નદીઓ છે . આપણે નદીઓનાં ઉત્પતિ સ્થાન ,બંધ ,લંબાઇ અને નદી વિશે અગત્યની રોચક અને રસપ્રદ વાતો ની અહી ચર્ચા કરીશું . તમે નદી વિશે નીચે જણાવેલ આર્ટીકલ વાંચશો .

દક્ષિણ ગુજરાતની નદીઓ :

દક્ષિણ ગુજરામાં પંચમહાલ થી ડાંગ સુધીના વિસ્તારમાં આવેલી અનેક નદીઓએ દક્ષિણ ગુજરાતના વાડીઓના પ્રદેશને સમૃધ્ધ બનાવ્યો છે . આ નદીઓમાં વિશ્વામિત્રીનદી , ઢાઢરનદી ,કીમનદી ,પૂર્ણાનદી ,અંબિકાનદી ,વાંકીનદી ,ઔરંગાનદી ,પારનદી , કોલકનદી ,મીંઢોળાનદી ,અને દમણગંગા નદીઓનો નો સમાવેશ થાય છે. દમણ ગંગા ગુજરાતની છેલ્લી નદી છે .

સૌરાષ્ટ્ર ની નદીઓ :

સૌરાષ્ટ્ર માં નદીઓએ ત્રિજ્યાકારે જળ પ્રવાહ વિકસાવ્યો છે .સૌરાષ્ટ્ર માં પણ નદીઓનું પ્રમાણ વધારે છે સૌરાષ્ટ્રની નદીઓ પ્રમાણમાં નાની અને ઓછી લંબાઈ ધરાવે છે . સૌરાષ્ટ્ર ની નદીઓનો પ્રવાહ નાનો છે . વળી આ નદીઓ ચોમાસા દરમ્યાન વહે છે .મોટાભાગની નદીઓ ઉનાળા દરમ્યાન સુકાઈ જતાં સૌરાષ્ટ્ર માં ઉનાળામાં પાણીની તંગી સર્જાય છે . સૌરાષ્ટ્ર ની નદીઓનાં નામ જોઈએ તો રાજકોટમાં આજી મોરબીની મચ્છુ નદી ,ભાવનગરની શેત્રુંજી તેમજ ભાદર,ભોગાવો સૌરાષ્ટ્રની મોટી નદીઓ છે . આ ઉપરાંત કરનાલ ,ઉતાવળી ,ફોફલ ,ઓઝત મોજ મુનસર,સુકભાદર ,હિરણનદી ,સરસ્વતીનદી ,ધનવંતરી રાવલનદી ,ઊંડ ,સ્વર્ણ રેખા ,રૂપારેલ ,સસોઈ,ફૂલઝર ,સિંહણ ,ઘી , વગેરે ઘણી નાની નદીઓ પણ વહે છે . 

કચ્છની જિલ્લાની નદીઓ :

કચ્છ જિલ્લો પણ નાની નાની અનેક નદીઓ વહે છે .કચ્છ જિલ્લાની નદીઓ ટૂંકી અને ઉનાળા દરમ્યાન સુકાઈ જતી નાની નદીઓ છે . ક્ચ્છની નદીઓમાં જોઈએ તો માલણ,સારણ,ભૂખી,ખારી ,કનકાવતી રૂકમાવતી,મિતિ,નૈયરા,,ઘરૂડ,કાળી,સુવિ,કાયલો,ચાંગ,નારા,મીઠી,લાકડિયાવાળી,બુખી ,સાંગ,બુખી સાઈ ,રાખડી વગેરે નદીઓ છે .

ગુજરાત વિશે માહિતી ગુજરાતીમાં FAQS :

પ્રશ્ન :1 ગુજરાતના કયા જીલ્લા માંથી કર્કવૃત પસાર થાય છે ?

જવાબ : ગુજરાતના કચ્છ ,પાટણ ,મહેસાણા ,સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા માંથી કર્કવૃત પસાર થાય છે .

પ્રશ્ન : 2 ગુજરાતના કુલ તાલુકા કેટલા છે ?

જવાબ : ગુજરાતના કુલ તાલુકા 249 છે .

પ્રશ્ન: 3 ગુજરાતના અભયારણ્યો કેટલા છે ?

જવાબ: ગુજરાતમાં 23 અભયારણ્યો અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે .

પ્રશ્ન : 4 ગુજરાતની કુલ વસ્તી કેટલી છે ?

જવાબ : ગુજરાતમાં 2011 ની વસ્તી ગણતરી મુજબ કુલ વસ્તી 604,39,692 છે .

પ્રશ્ન: 5 કર્કવૃત કેટલા રાજ્યો માંથી પસાર થાય છે ?

જવાબ : કર્કવૃત ગુજરાત ,રાજસ્થાન ,મધ્યપ્રદેશ ,મિઝોરમ,છત્તીસગઢ ,ઝારખંડ ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ માંથી પસાર થાય છે .

પ્રશ્ન : 6 કર્કવૃત ગુજરાતના કયા ભાગ માંથી પસાર થાય છે .

જવાબ : કર્કવૃત ગુજરાતના ઉત્તર ભાગ એટલેકે કર્કવૃત ઉત્તર ગુજરાત માંથી પસાર થાય છે .

પ્રશ્ન : 7 કર્કવૃત એટલે શું ?

જવાબ : પૃથ્વી પર આડી કલ્પીત રેખાઓને અક્ષાંસ વૃત કહેવામાં આવે છે . 23.5 ઉતર અક્ષાંસવૃતને કર્કવૃત કહેવામાં આવે છે .

પ્રશ્ન :8 કર્કવૃત અને પ્રમાણ સમય રેખા એકબીજાને કયા રાજ્યમાં કાપે છે ?

ભારતનો પ્રમાણ સમય 82.5 પૂર્વ રેખાંશ પરથી નક્કી કરવામાં આવેલ છે . તે છતીસગઢ રાજ્યમાં કર્કવૃતને કાપે છે . અથવા છતીસગઢ રાજ્યમાં કર્કવૃત અને રેખાંસ વૃત એકબીજાને ક્રોસ કરે છે .

પ્રશ્ન :9 તરણેતરનો મેળો ક્યાં ભરાય છે ?

જવાબ : તરણેતર નો મેળો સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ગામે ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભાદરવા સુદ ચોથના દિવસે ભરાય છે .

પ્રશ્ન :10 વૌઠાનો મેળો ક્યાં ભરાય છે ?

જવાબ: વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લાના વૌઠા ગામે સાત નદીઓના સંગમ સ્થાને ભરાય છે .

પ્રશ્ન :11 ઝૂંડનો મેળો ક્યાં ભરાય છે ?

જવાબ: ઝૂંડનો મેળો ચોરવાડમાં ઝુંડ ભવાની માતાના મંદિરે ભાદરવા સુદ એકમના દિવસે ભરાય છે .

પ્રશ્ન :12 ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે ?

જવાબ : ગોળ ગધેડાનો મેળો દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં હોળી પછીના પાંચ કે સાત દિવસે ભરાય છે .

પ્રશ્ન:13 તરણેતર નો મેળો કયા જીલ્લામાં ભરાય છે ?

જવાબ: તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જીલ્લામાં ભરાય છે .

પ્રશ્ન ;14 ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ભરાય છે ?

જવાબ: ચિત્રવિચિત્રનો મેળો સાબરકાંઠાના જિલ્લાના પોશીના તાલુકાના ગુણભાખરી ગામે હોળી પછીના પંદર દિવસે ભરાય છે .

પ્રશ્ન :15 ગુજરાતનું સૌથીમોટું સાંસકૃતિક વન કયું છે ?

જવાબ: કચ્છ જિલ્લાના રુદ્રમાતા બંધ પાસે આવેલું સાંસ્કૃતિક રક્ષક વન ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક વન છે .

પ્રશ્ન :16 ગુજરાતનું સૌથી નાનું સાંસ્કૃતિક વન કયું છે ?

જવાબ: ગુજરાતનું સૌથી નાનું સાંસ્કૃતિક વન પુનિત વન છે .જે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આવેલું સાંસ્કૃતિક વન છે .

પ્રશ્ન: 17 ગુજરાતમાં કુલ કેટલાં બંદરો આવેલાં છે ?

જવાબ: ગુજરાતમાં કુલ નાનાં મોટાં 42 બંદર કાર્યરત છે .

પ્રશ્ન :18 ગુજરાત માં કુલ કેટલી નદીઓ છે ?

જવાબ : ગુજરાતમાં કુલ નાની મોટી 185 જેટલી નદીઓ છે .

પ્રશ્ન :19 ગુજરાતમાં મુખ્ય કઈ નદીઓ આવેલી છે ?

જવાબ : ગુજરાતમાં સાબરમતી ,મહી,તાપી ,નર્મદા અને ભાદર મુખ્ય નદીઓ આવેલી છે ?

પ્રશ્ન:20 ગુજરાતનો દરિયાકિનારો કેટલો લાંબો છે ?

જવાબ: ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટર લાંબો છે .

પ્રશ્ન: 21 ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા જીલ્લામાં આવેલું છે ?

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ત્રણ જિલ્લાઓ જુનાગઢ ,અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારમાં આવેલું છે . તેનું ગીર સફારી નેશનલ પાર્ક દેવળીયા જુનાગઢ જિલ્લામાં આવેલું છે .

પ્રશ્ન : 22 ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલાં છે ?

જવાબ : ગુજરાતમાં કુલ ચાર નેશનલ પાર્ક આવેલાં છે . જેમાં ગીર નેશનલ પાર્ક , દરિયાઈ ઉદ્યાન પીરોટન ટાપુ ,વાંસદા નેશનલ પાર્ક અને કાળીયાર ઉદ્યાન વેળાવદર નો સમાવેશ થાય છે .

પ્રશ્ન : 23 રાષ્ટ્રીય ઉદ્યાન કયા કયા છે ?

જવાબ : ગુજરાતમાં ચાર રાષ્ટ્રીય ઉદ્યાનોમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન , દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન,વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન નો સમાવેશ થાય છે .

પ્રશ્ન :24 ગુજરાતના અભયારણ્યો કેટલાં છે ?

જવાબ : ગુજરરતમાં કુલ નાનાં મોટાં 23 અભયારણ્યો આવેલાં છે .

ગુજરાતની નદીઓ વિશે અહીથી વધુ વાંચો

મિત્રો ,અમારો આ આર્ટીકલ ગુજરાત વિશે માહિતી ગુજરાતીમાં જેમાં ગુજરાતનો ઇતિહાસ ,ગુજરાતી ભાષા ,ગુજરાત સ્થાન સીમા અને ભ્રૂપુષ્ઠ ,ગુજરાતના જિલ્લા ,રાષ્ટ્રીય ઉદ્યાન,ગુજરાતના મેળા ,ગુજરાતના સાંસ્કૃતિક વન ,ગુજરાતના બંદરોની માહીતી આપવામાં આવી છે . તે આપણે કેવી લાગી તે કોમેંટમાં અચૂક જણાવશો અને બીજા આવા જ આર્ટીકલ વાંચવા અમારી વેબ સાઇટ ગુજરાત ઈંફો હબ ને જોતા રહો. આભાર !

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment