નિબંધ લેખન

મારો પ્રિય તહેવાર હોળી નિબંધ ગુજરાતી  ꠰  Holi Nibandh in Gujarati

Holi Nibandh in Gujarati
Written by Gujarat Info Hub

Holi Nibandh in Gujarati|મારો પ્રિય તહેવાર નિબંધ હોળી |હોળી નિબંધ ગુજરાતી pdf

હોળી 2023 નો તહેવાર  ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે . જે વર્ષ 2023 માં સાતમી માર્ચે છે .  હિન્દુ ધર્મમાં  હોળી નું મહત્વ ઘણું છે. હોળી મુખ્ય તહેવારો પૈકીનો એક મુખ્ય તહેવાર છે.  હોળી પછી બીજા દિવસે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે . આમ હોળી ધૂળેટી નો તહેવાર  સંયુક્ત રીતે જોડાયેલા તહેવારો છે . હોળી અને ધૂળેટીનો તહેવાર ભારતનાં બધાં જ રાજ્યોમાં ઉજવવામાં આવે છે પરતું રાજસ્થાન ઉત્તર પ્રદેશ તેમજ ઉત્તર પશ્ચિમ નાં રાજ્યોમાં હોળીના તહેવારનું ઘણું જ મહત્વ છે રાજસ્થાનમાં યુવાનો હોળીના ફાગ ખૂબ સુંદર રીતે ગાય છે ,અને નાચે છે .

સાંજના સમયે સૂર્યાસ્ત પહેલાં હોળી પ્રગટાવવામાં આવે છે . તેમાં છાણ માંથી બનાવેલાં હોળાયાં થી હોળી પ્રગટાવવામાં આવે છે . તેના દર્શન અને પ્રદક્ષિણા કરી હોળીમાં શ્રધ્ધાળુંઓ  શ્રીફળ ,ધાણી ,કપૂર ખજૂર વગેરે હોમે છે . નવાં પરણેલાં યુગલો અને નવાં જન્મનાર બાળકોને હોળી ની પ્રદક્ષિણા કરવાનો પણ ઘણી જગ્યાએ રીવાજ છે . હોળીના પ્રસંગે હારડા ,પતાસાં ,ખજૂર ,ધાણી વગેરે વહેચવામાં આવે છે અને ખાવામાં આવે છે . હોળી Holi માં ગાયના છાણ માંથી થેપવામાં આવતાં છાણાં ને હોળાયાં કહેવામાં આવે છે . તેમજ તેને પ્રગટાવીને તેમાં હોમવામાં આવતાં કપૂર વગેરે નું એક સમયે ખૂબ મહત્વ હતું . હોળીકા દહન  માં વપરાતાં હોળાયાં અને હોમવામાં આવતી કપૂર જેવી વસ્તુઓ વાતાવરણ ને  શુદ્ધ કરતી હતી.  હવે હોળીકા દહન માં લાકડાં અને  નકામા ઘાસનો ઉપયોગ કરી હોળીકા પ્રગટાવવામાં આવે છે . આ પ્રસંગે હોળીના ફાગ ગાવામાં આવે છે .

હોળી 2023 નિબંધ ગુજરાતી  ꠰  Holi Nibandh in Gujarati

 

હોળીકા દહન પાછળ એક પૌરાણિક કથા પણ છે .જે મુજબ હિરણ્યકશિપુ નામે એક રાજા હતો . તે ખુબજ અહંકારી હતો .તેને તેના વૈભવ અને સત્તાનો ખુબજ ઘમંડ હતો . તે કહેતો કે હું જ ભગવાન છુ . મારા સિવાય બીજા કોઈ ભગવાનની તમારે ભક્તિ કે પૂજા કરવાની નથી . પરંતુ હિરણ્યકશિપુ નો પુત્ર  પ્રહલાદ ભગવાનનો પરમ ભક્ત હતો .તે હમેશાં ભગવાનની ભક્તિ અને પૂજા કરતો હતો . ભક્ત પ્રહલાદ હજી બાળક હતો . તે તેના પિતાજીને હમેશાં સમજાવતો હતો .પરંતુ તેના પિતા હિરણ્યકશિપુ  અને પ્રહલાદ વચ્ચે આ બાબતને લઈ કાયમ સંઘર્ષ થતો .

છેવટે હિરણ્યકશિપુએ બાળક પ્રહલાદને મારી નાખવા કાવતરું કર્યું હિરણ્યકશિપુને એક બહેન હતી તેની બહેનનું નામ હોલીકા હતું . હોળીકાને એવું વરદાન હતુકે તેને અગ્નિ બાળી શકશે નહી . એટલે ભક્ત પ્રહલાદને ખોળામાં બેસાડીને ફોઈ હોળીકા હોળી પ્રગટાવીને એમાં બેસી ગઈ . પરંતુ હમેશાં સત્યનો વિજય થાય છે . અને અધર્મનો નાશ થાય છે .તે મુજબ હોળીકા બળીને ખાખ થઈ ગયી . અને ભક્ત પ્રહલાદને ઉની આંચ પણ આવી નહી , એટલે જ  હોળી નું મહત્વ પૌરાણિક દ્રષ્ટિએ પણ ઘણું છે. ભારતમાં હોળી Holi નો તહેવાર હર્ષોલ્લાસ થી ઉજવવામાં આવે છે .

હોળીનો તહેવાર આપણને સત્ય ઉપર વિજય ,અને અધર્મ ઉપર ધર્મના વિજયનો સંદેશ .આપે છે . આ દિવસ એકતા અને ભાઇચારાનો સંદેશ પણ આપે છે . અને એટલેજ લોકો બીજા દિવસે ધૂળેટી Dhuleti  સત્યના વિજયની ખુશાલી ખુબજ હર્ષોલ્લાસ થી ઉજવે છે . ગુલાલ વગેરે રંગોથી એક બીજાને રંગે છે એક બીજાને બાથ ભીડીને મળે છે . અને મીઠાઈઓ વહેચી મો મીઠું કરે છે . એટલેજ મને હોળી ધૂળેટી નો તહેવાર ખૂબ ગમે છે .તે મારો પ્રિય તહેવાર છે .

હોળી વિષે પંદર વાક્યો – Holi Nibandh in Gujarati 15 Lines

  1. હોળી 2023 નો તહેવાર ફાગણ સુદ પૂનમના દિવસે 7 માર્ચ 2023 મંગળવારે ઉજવવામાં આવશે
  2. હોળી ધૂળેટી હિન્દુ ધર્મનો મોટો તહેવાર છે .
  3. હોળીના તહેવારના દિવસે સાંજના સમયે ગામલોકો ભેગા મળીને હોળાયાં તેમજ લાકડાં વડે હોળી પ્રગટાવે છે.
  4. લોકો હોળીHoli ની ફરતે પ્રદક્ષિણા કરી ખજૂર ,ધાણી ,ખારેક ,ઈલાયચી ,કપૂર અને શ્રીફળ હોમી હોળીને બે હાથ જોડીને પગે લાગે છે .
  5. હોળીના દિવસે લોકો એકબીજાને મળીને મીઠાઈ વહેચી હોળીના ફાગ ગાઈને નાચીને ઉત્સાહ પૂર્વક હોળીનો તહેવાર ઉજવે છે .
  6. હોળી Holi 2023 ની પૌરાણીક  કથા મુજબ હિરણ્યકશિપુની બહેનને અગ્નિ બાળે નહી તેવું વરદાન હતું તેથી પ્રહલાદને ખોળામાં બેસાડી હોળીકા હોળીમાં બેસે છે.
  7. સત્યનો વિજય થાય એ ન્યાયે હોળીકા બળી જાય છે .જ્યારે ભક્ત પ્રહલાદ ને ઉની આંચ પણ આવતી નથી . પૌરાણિક દ્રષ્ટિએ હોળી નું મહત્વ ઘણું છે .
  8. હોળીનો તહેવાર આપણને અસત્ય ઉપર સત્યના વિજયનો સંદેશ આપે છે .
  9. હોળી Holiના બીજો દિવસ ધૂળેટી Dhuleti નો તહેવાર ખૂબ ધામ ધૂમ થી ઉજવવામાં આવે છે .
  10. ધૂળેટીના દિવસે લોકો રંગો ઉડાડી મીઠાઇ વહેચી એક બીજાને મળે છે . 

આ પણ જુઓ :- રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિબંધ

મિત્રો અમારો આ હોળી વિશે નિબંધ ( Holi Nibandh in Gujarati )અને હોળી વિશે પંદર વાક્યો Holi vishe vakyo અથવા હોળી પર નિબંધ Holi par nibandh આપને કેવાં લાગ્યાં  તે અમને જણાવશો. અને આવા અનેક અવનવા આર્ટીકલ વાંચવા અમારી વેબ સાઇટ જોતા રહો ,આભાર !  

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment