દિન વિશેષ જનરલ નોલેજ

દિન વિશેષ ફેબ્રુઆરી – Important Day of February 2023 in Gujarati

Important Day of February
Written by Gujarat Info Hub

દિન વિશેષ ફેબ્રુઆરી| ફેબ્રુઆરી મહિનાના મહત્વના દિવસો । what special days are in February MonthImportant Day of February in Gujaratimahinana agatyana divas

દિન વિશેષ ફેબ્રુઆરી : આજે આપણે આ આર્ટીકલ માં Important Day of February 2023 કવર કરીશું. જેમાં ફેબ્રુઆરી મહિનાના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસો pdf ને સંલગ્ન તથા સરકારી ભરતી માં ખુબ જ ઉપયોગી એવા દિવસો અપડે વિગતવાર સમજીશું. અમે એક પ્રકારની સિરિઝ ચલાવીએ છીએ જેમા દરેક મહીનાના અગત્યના દિવસો અમારી વેબસાઈટ ના મહત્વના દિવસો કેટેગરી માં તમે જોઈ શકસો. વધુમાં અમે જાન્યુઆરી મહિનાના અગત્યના દિવસો અગાઉ અમે સેર કરેલ છે જે પણ તમે વાચી શકો અને જો આવા જ માર્ચ મહીનાના મહત્વના દિવસો તમારે જોવા હોય અને આ સિરિઝ પસંદ આવતી હોય તો કોમેન્ટ બોકસ માં તમારો અભીપ્રાય જરૂરથી સેર કરજો.

ફેબ્રુઆરી મહિનાના મહત્વના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસો – Important Day of February

1 ફેબ્રુઆરી 2023 :- ભારતીય સમુદ્ર તટ રક્ષક દિન  ( Indian coast Guard Day )

Indian coast Guard Day 2023: ભારતીય સમુદ્ર તટ રક્ષક દિન 1 ફેબ્રુઆરીના દિવસે ઉજવવામાં આવે છે.  તે ભારતના રક્ષા મંત્રાલય અનર્ગત અને પાંચ વિભાગોમાં વિભાગીય ધરાવે છે . ભારતની સમુદ્ર સીમામાં કાયદાનું રક્ષણ અને સજીવ સૃષ્ટિ,અને દુર્લભ પ્રજાતિના સજીવોનું રક્ષણ અને માનવજીવનનું રક્ષણ તથા સમુદ્ર માર્ગે થતી તસ્કરી જેવી ગુનાહિત પ્રવૃતિને રોકવા માટે 1 ફેબ્રુયારી 1977 ના રોજ ભારતીય સમુદ્ર તટ રક્ષક દિન (Indian coast Guard Day)  સ્થાપના કરવામાં આવેલ છે.ગુજરાતના ગાંધીનગરમાં તેનું વિભાગીય કાર્યાલય આવેલું છે .

1 February  2023 : વેણીભાઇ પુરોહિતનો જન્મ દિવસ ( Birth Day of Venibhai Purohit)

વેણીભાઇ જમનાદાસ પુરોહિતનો જન્મ 1 ફેબ્રુઆરી 1916 માં જામ ખંભાળિયામાં થયો હતો . ગુજરાતના સાહિત્ય સર્જનમાં અમુલ્ય ફાળો આપ્યો . શિક્ષણ અને વ્યવસાય મુંબઇ માં અમદાવાદ આવી પ્રભાત ન્યૂઝ પેપર અને સસ્તું સાહિત્યમાં નોકરી કરી પ્ર્જાબંધુ અને ગુજરાત સમાચારમાં પત્રકાર તરીકે સેવાઓ આપી તેમણે અનેક કાવ્ય રચનાઓ ,વાર્તા સંગ્રહો ,ગીત ,ભજન અને શાયરી લખી છે . (ઉપનામ સંત ખુરશીદાસ અને અખા ભગત )

2 ફેબ્રુઆરી 2023 : વિશ્વ જળપ્લાવિત વિસ્તાર દિવસ ( World Wetlands Day )

World Wetlands Day 2023 વિશ્વ જળપ્લાવિત વિસ્તાર દિવસ 2 ફેબ્રુઆરી ના રોજ ઉજવવામાં આવે છે . જળપ્લાવિત એવો વિસ્તાર કે જયાં પાણીનો ભરાવો રહેતો હોય .એટલેકે વર્ષનો મોટો ભાગ પાણીની ઉપલબ્ધતાને લીધે વનસ્પતિ અને જીવ સૃષ્ટિ નું વૈવિધ્ય જોવા મળતું હોય, અને માનવ અને સજીવ સૃષ્ટિ માટે આ વિસ્તાર ઉપકારક હોય . આવા જળ પ્લાવિત વિસ્તારો પ્રત્યે દુર્લક્ષ સેવવાને લીધે થતા નુકસાનને  અટકાવી તેના રક્ષણ અને સંરક્ષણ માટે ઇરાનના રામસર મુકામે  2 ફેબ્રુયારી 1971 ના રોજ ના કન્વેન્સનનો સ્વીકાર થયો તે દિવસને World Wetlands Day 2023 વિશ્વ જળપ્લાવિત વિસ્તાર દિવસ ને ઉજવી વિશ્વના જળપ્લાવિત વિસ્તારોની  સુરક્ષા અને સંવર્ધન ની નેમ સાથે ઉજવણી કરવામાં આવે છે . ગુજરાતમાં કુલ ચાર રામસર સાઇટ છે. જેના વિષે તમે અહીથી વાંચી શકશો.    

2  February  2023 : Birthday Of Rajkumari Amritkaur

રાજકુમારી અમૃતકૌરનો જન્મ દિવસ  અમૃત કૌરનો જન્મ 2 ફેબ્રુઆરી 1889 માં થયો હતો . રાજકુમારી અમૃતકૌરનો જન્મ ઉત્તરપ્રદેશ ના લખનઉ માં થયો હતો .તેઓ આઝાદીની ચળવળ માં અને ગાંધીજીના અંગત સચિવ તરીકે કામ કર્યું હતું .ભારત આઝાદ થતાં 1947 માં જવાહરલાલ નહેરૂના પ્રધાન મંડળમાં આરોગ્ય મંત્રી તરીકે સેવાઓ આપી હતી . 1956 માં અખિલ ભારતીય એમ્સ ની સ્થાપના કરવાનો શ્રેય તેમણે જાય છે .

3 ફેબ્રુઆરી 2023 : ચંદ્રકાન્ત શેઠનો જન્મ દિવસ ( Birthday Of Chandrkant Sheth)

Chandrkant Sheth  ચંદ્રકાન્ત શેઠનો જન્મ તા. 3-2-1938 ના રોજ પંચમહાલ જીલ્લાના ઠાસરા મુકામે થયો હતો . હતો તેમણે દક્ષ પ્રજાપતિએ ,નંદ સામવેદી ,બાલ ચંદ્ર અને આર્યપુત્ર ઉપનામ થી સાહિત્ય સર્જન કર્યું છે .કવિતા અને નિબંધ ક્ષેત્રે તેમણે કરેલા લેખન માટે નર્મદ ચંદ્રક ,રણજીતરામ સુવર્ણ ચંદ્રક સિવાય પણ ઘણા પુરુસ્કાર મેળવ્યા છે દિલ્હી સાહિત્ય અકાદમી નો ધુળમાં ની પગલીઓ માટે 1986 નો ઍવોર્ડ તેમને મળેલો છે .ગુજરાત વિધાપીઠ સહિત અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં તેમણે અધ્યાપન કાર્ય કર્યું છે .

4 February 2023: પંડીત ભીમસેન જોશી નો જન્મ દિવસ( Birthday Of Pandit Bhimsen Joshi)

પંડીત ભીમસેન જોશીનો જન્મ દિવસ 4 ફેબ્રુઆરી1922 ના રોજ કર્ણાટકના ગડગ નામના ગામમાં થયો હતો . ભારતના સુપ્રસિધ્ધ શાસ્ત્રીય સંગીત ગાયક તેમણે શાસ્ત્રીય સંગીતમાં ભક્તિ સંગીત અને ભજનમાં મહત્વનુ યોગદાન આપ્યું છે . તેઓ ખ્યાલ ઘરાનાના ગાયક હતા . તેમને સંગીત અકાદમીના સર્વોચ્ચ એવોર્ડ મળેલા છે . 2008 માં ભીમસેન જોશી ને  ભારત રત્ન થી નવાજવામાં આવ્યા હતા . 1998 માં મીલે સૂર મેરા તુમ્હારા થી તેઓ સમગ્ર ભારતમાં જાણીતા બન્યા હતા . તેમણે રેડિયો અને ફીલ્મી જગતમાં પણ તેમની સેવાઓ આપી છે બીમારીને લીધે. 24 જાન્યુઆરી 2011 માં ભીમસેન જોશી નું અવસાન થયું હતું .

4 February 2023:- વિશ્વ કેન્સર દિવસ ( Word Cancer Day )

4 February  2023 ના દિવસને વિશ્વ કેન્સર દિવસ (Word Cancer Day)2023 તરીકે ઉજવવામાં આવે છે . 1933 થી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે . શરીરમાં કોશીકાઓ નો આ રોગ માં કેન્સર ગ્રસ્ત કોશીકાઓ વધતી રહે છે જેમાં તે ટયૂમર અથવા ગાંઠ નું સ્વરૂપ લે છે અને ચેપને તે લસીકાઓ સુધી પહોચાડે છે .દરેક ગાંઠ કેંસરની ગાંઠ હોતી નથી . આ દિવસની ઉજવણી કેન્સર નાં લક્ષણો અને કેન્સર થવાનાં કારણો પ્રત્યે લોક જાગૃતિ કેળવી કેન્સરને ઘટાડવાનો અથવા નાબૂદ કરવાનો છે .પ્રદૂષણ ,તમાકુનું સેવન ,કસરતનો અભાવ વગેરે અનેક બાબતો કેન્સર માટે જવાબદાર છે .આજકાલ પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ અને રાસાયણિક દવાઓ અને પેસ્ટીસાઈડ નો ધાન્ય પકવવામાં વધુ ઉપયોગ પણ આરોગ્ય માટે હાનિકારક છે .લોકોમાં આ બાબતો થી જાગૃતિ આવી છે . જે કેન્સર જેવા રોગોની રોકથામ માટે અગત્યનું પગલું ગણી શકાય  

7  February  2023

February  2023 Birthday of Manmath nath Gupta   મન્મથનાથ ગુપ્તાનો જન્મ દિવસ

પ્રખર સ્વાતંત્ર્ય સેનાની અને સિધ્ધહસ્ત લેખક Manmath nath Gupt   મન્મથનાથ ગુપ્તનો જન્મ વારાણસીમાં 7 ફેબ્રુઆરી 1908 ના રોજ થયો હતો .તેમના પિતાજી નેપાળની એક શાળામાં શિક્ષક હતા 17 વર્ષની નાની ઉમરથીજ Manmath nath Gupt  મન્મથનાથ ગુપ્તએ કોકોરી ટ્રેનના અંગ્રેજ ખજાનાને લુંટવાની ઘટનામાં  સામેલ થયા હતા. કાકોરી ઘટના માટે તેમણે  14 વર્ષની સજા પણ  ભોગવી હતી . તેમણે જેલવાસ દરમ્યાન અનેક પુસ્તકોની રચના કરી હતી . જેમાં ભારતીય ક્રાંતિકારી આંદોલનોનો ઇતિહાસ ,ચંદ્રશેખર આઝાદ ,વિજયયાત્રા . ક્રાંતિયુગનો અનુભવ વગેરે મુખ્ય છે . Manmath nath Gupt  મન્મથનાથ ગુપ્તનું નિધન 26 ઓક્ટોબર 2000 ના રોજ 92 વર્ષની ઉમરે દિલ્હીમાં તેમના નિવાસ સ્થાને થયું હતું .

8 ફેબ્રુઆરી 2023:- આંતરરાષ્ટ્રીય વાઈ દિવસ (International Epilepsy Day)

8 February  2023 ના રોજ આંતરરાષ્ટ્રીય વાઈ દિવસ 2023 ( nternational Epilepsy Day 2023)તરીકે ઉજવવામાં આવે છે . વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ વાઈને મોટા રોગોમાં ગણવામાં  આવતો નથી. પરંતુ વાઇ શરીર માં રહેલા  બીજા રોગો ઉપર તેનો ઘણો પ્રભાવ પાડે છે . વાઇ એક દિમાગી રોગ છે અને વાઈના 50 ટકા રોગીઓને એની ખબર હોતી નથી . લોકોને વાઇ ના રોગ પ્રત્યે જાગરૂક કરવા અને તેના લક્ષણોથી પરિચિત થઈ આ રોગને સમજી શકે તે હેતુ થી વર્ષ 2015  થી 8 ફેબ્રુઆરીના દિવસને આંતરરાષ્ટ્રીય વાઇ દિવસ તરીકે ઉજવવામાં આવે છે .  

8  February  2023:-  કનૈયાલાલ મુંશીની પુણ્ય તિથી ( Punyatithi Of Kanaiyalal Munshi )

કનૈયાલાલ માણેકલાલ મુંશીનો જન્મ 30 ડિસેમ્બર 1887 ના રોજ ભરૂચમાં થયો હતો . તેમના શિક્ષક અરવિંદ ઘોષનો તેમના પર ઊંડો પ્રભાવ પડ્યો હતો . એલ.એલ .બી.નો અભ્યાસ પૂર્ણ કરી મુંબઈ હાઇ કોર્ટમાં વકીલાત શરૂ કરી હતી .ત્યારબાદ મહાત્મા ગાંધી ,સરદાર પટેલના તેમના પરના પ્રભાવને લીધે આઝાદીની ચળવળમાં પણ જોડાયા અને જેલવાસ પણ ભોગવ્યો , બંધારણ સભામાં, કેન્દ્રમાં કૃષિ પ્રધાન ,મુંબઈ રાજ્યમાં ગૃહ પ્રધાન અને ઉત્તર પ્રદેશના રાજયપાલ તરીકે પણ સેવાઓ આપી છે . સોમનાથ મંદીર જીર્ણોધ્ધાર અને હૈદરાબાદ વિલીનીકરણ માં તેમણે મહત્વનુ યોગદાન આપેલું છે .

              તેમણે રાજકારણ ઉપરાંત સાહિત્ય સર્જનમાં બહુમૂલ્ય યોગદાન આપ્યું છે . 1938માં તેમણે દિલ્હીમાં વિધાભવન ની સ્થાપના કરી . એમની પ્રથમ નવલકથા પાટણની પ્રભુતા ઘનશ્યામ ઉપનામથી લખી આ સિવાય ગુજરાતનો નાથ ,રાજાધિરાજ ,પૃથ્વી વલ્લભ વગેરે ઘણી નવલકથાઓ લખી છે . મારી કમલા અને કાકાની શશી  તેમજ અડધે રસ્તે ,શીધાં ચઢાણ  અને સ્વ્પ્ન્ન સિધ્ધીની શોધમાં તેમની આત્મ કથાઓ છે .   ગુજરાત માસિક અને સમર્પણ માસિક પણ તેમણે શરૂ કર્યા હતા . કૃષ્ણાવતાર તેમની છેલ્લી અને અધૂરી રહેલી નવલકથા છે .8 ફેબ્રુઆરી 1971 ના રોજ તેમનું અવસાન થયું હતું .

9 ફેબ્રુઆરી 2023 : સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ ( safer internet Day 2023 )

safer internet Day 2023 વર્તમાન સમયમાં ભારત સૌથી મોટું ઓનલાઈન બજાર બની રહ્યું છે . ભારતમાં દિન પ્રતિદિન ડીજીટલ સાક્ષરતા વધી રહી છે . ત્યારે ઇન્ટરનેટ માટે સમજણ અને જાગરુકતા કેળવવી ખૂબ જરૂરી છે . સુરક્ષિત ઈંટરનેટ ના ઉપયોગ માટે જાગરુકતા વધારવાના માટેના ૯ ફેબ્રુઆરી ના દિવસ ને દર વર્ષે સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ તરીકે અલગ અલગ થીમ પર ઉજવવામાં આવે છે .

10 ફેબ્રુઆરી 2023 રાષ્ટ્રીય કૃમિ મુક્ત દિવસ ( National Deworming Day)

૧૦ ફેબ્રુઆરી ના દિવસને ભારતમાં રાષ્ટ્રીય ક્રુમી મુક્ત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. (National Deworming Day2023)બાળકોના આરોગ્યની સુરક્ષા માટે તારીખ 28 ફેબ્રુઆરી થી 31 માર્ચ સુધીના દિવસો  શીશું સંરક્ષણ માસ તરીકે ઉજવવામાં આવે છે .આ સમય દરમ્યાન આંગણવાડી થી લઈ પ્રાથમિક અને માધ્યમિક શાળાનાં બાળકોને કૃમિનાશક ગોળીનું વિતરણ કરવામાં આવે છે . 1 થી 3 વર્ષના બાળકોને પીસીને ગોળી આપવામાં આવે છે .જ્યારે ત્રણ વર્ષથી 19 વર્ષ સુધીનાં મોટાં બાળકો અનેકિશોરોને  ગોળી ચાવવાની હોય છે . આ ગોળી ભૂખ્યા પેટે લેવાની નથી  ગોળી ચાવવાથી ગભરામણ કે બેચેની કે ગભરામણ થાયતો ઓઆર એસ આપવાનો હોય છે . આ ગોળી પેટમાં રહેલા કૃમીનો નાશ કરે છે . કૃમિ ત્રણ પ્રકારના હોય છે .ગોળ કૃમિ ,પટ્ટીકૃમિ અને હૂક કૃમિ . બાળકો ખુલ્લામાં ઉઘાડા પગે રમવાથી કે ખુલ્લામાં શૌચ કરવાથી કે સ્વચ્છતા રાખવામાં ના આવેતો કૃમિ શરીરમાં દાખલ થાય છે . આ કૃમિ બાળકના આંતરડામાં રહે છે.તે પરોપજીવી છે. પુરતો ખોરાક આપવા છતા બાળક દૂબળું રહે છે . તે કૂપોષિત અને એનીમિયા ગ્રસ્ત બને છે . અને બીમાર રહે છે .   

10 February 2023: જગન્નાથ શંકર શેઠનો જન્મ દિવસ (Birthday Of Jagannath Shankar Seth)

જગન્નાથ શંકર શેઠ નો જન્મ 10 ફેબ્રુઆરીએ 1803 માં થયો હતો .તેઓ શિલ્પકારોમાં આધ હતા. સોની પરિવારમાં જન્મેલા જગન્નાથ શેઠ પિતાનો પરંપરાગત વ્યવસાય છોડી શિલ્પ વ્યવસાયમાં ઝંપલાવ્યું અને મુબઇમાં ખ્યાતિ પ્રાપ્ત શિલ્પકાર બન્યા . મુંબઇમાં તેમણે સ્થાપેલાં અનેક સ્થાપત્યો હજી પણ તેમની પ્રતિષ્ઠાની સાક્ષી પૂરી રહ્યાં છે . તેમણે અનેક વિધાલયોની સ્થાપના પૈકી મુંબઇ વિશ્વ વિધાલય અને એલ્ફિસ્ટન કોલેજ મુખ્ય છે .તેમાં ભારતના અગ્ર ગણ્ય મહાનુભાવોએ શિક્ષણ મેળવ્યું છે જેમકે બાલગંગાધર તિલક ,દાદા ભાઈ નવરોજી ,મહાદેવ ગોવિંદ રાનડે ,ગોપાલકૃષ્ણ ગોખલે વગેરે મુખ્ય છે . જગન્નાથ શંકર શેઠના માનમાં મુંબઇ સેંટ્રલ નું નામ બદલીને નાના શંકર શેઠ ટ્ર્મીનસ કરવામાં આવ્યું છે .

11 February 2023 એકાત્મક માનવવાદ અને અંત્યોદયના પ્રણેતા પરમ શ્રધ્ધેય  પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની આજે પુણ્ય તિથી

કુશળ સંગઠક, પ્રભાવશાળી રાજનેતા, વિચારક, લેખક, અને ભારતીય જનસંઘના પ્રેરણા સ્ત્રોત એકાત્મક માનવવાદ અને અંત્યોદયના પ્રણેતા પરમ શ્રધ્ધેય  પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની આજે પુણ્યતિથિ છે. તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય નો જન્મ મથુરા થી નજીકના ના ચંદ્રભાણ  નામના ગામમાં 25 સપ્ટેમ્બર 1916 ના રોજ  એક સામાન્ય બ્રાહ્મણ પરિવાર માં તેમનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ ભગવતી પ્રસાદ અને માતાનું નામ રામ પ્યારી હતું. ભગવતીપ્રસાદ એક ઉચ્ચ કોટીના જ્યોતિષ હતા. પંડિત દીનદયાળ ઉપાધ્યાય  જ્યારે આઠ વર્ષના હતા ત્યારે જ તેમના માતા-પિતાનું અવસાન થયું હતું.  આમ નાની ઉંમરથી માતા-પિતાની છત્રછાયા તેમના ઉપરથી ચાલી ગઈ હતી. તેમના માતા પિતાના અવસાનથી તેમના  ઉછેર અને અભ્યાસ ની જવાબદારી તેમના મામાએ ઉપાડી.

 પંડિત દીનદયાળ ઉપાધ્યાય અભ્યાસ માટે રાજસ્થાનની કલ્યાણની હાઈસ્કૂલમાં દાખલ થઈ . મેટ્રિક પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી. એટલું જ નહી પરતું સમગ્ર બોર્ડમાં પ્રથમ આવ્યા . અભ્યાસમાં પંડિત દિન દયાળ ઉપાધ્યાયજી ની વિચક્ષણ પ્રતિભા જોઈને સીકરના મહારાજાએ તેમને સુવર્ણ ચંદ્રક આપી સન્માન કર્યું હતું .તેમજ શિષ્યવૃતિ પણ એનાયત કરી હતી .   હતી તેમજ બિરલા કોલેજમાંથી ઇન્ટરમીડિયેટ ની પરીક્ષા પણ પાસ કરી હતી. 1939 માં પંડીતજી સનાતન ધર્મ કોલેજ કાનપુરમાં   દાખલ થયા . બીએ ની સ્નાતક ની પરીક્ષા પાસ કરી અને તેઓ આગળના  એમ.એ ના અભ્યાસ માટે આગ્રાની સેન્ટ જ્હોન કોલેજમાં  દાખલ થયા પરંતુ આ સમયગાળામાં તેમની મામાની દીકરી ખૂબ બીમાર પડી અને એના કારણે તેઓ એમ.એ. ની  પરીક્ષા આપી શક્યા નહીં.  પરંતુ તેમના મામા ઇચ્છતા હતા કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રાદેશિક  સિવિલ સેવાની પરીક્ષા આપે. અને મામાની ઈચ્છાને માન આપી તેમણે સિવિલ સેવાની પરીક્ષા ખૂબ જ સફળતાપૂર્વક પાસ કરી. પરંતુ તેઓ સરકારી નોકરી કરવા ઇચ્છતા ના હતા.  તેમને સરકારની નોકરીમાં કોઈ રસ હતો નહીં.  ત્યારબાદ તેમણે બી.ટી . ની પરીક્ષા પણ પાસ કરી તેમ છતાં તેઓ સરકારી નોકરીમાં  જોડાયા નહીં.  તેમની ઈચ્છા તો હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાઈ અને દેશ સેવા કરવાની. તેમના પર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના વિચારોનો જબરો પ્રભાવ પડયો . તેઓ ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્થાપક ડો હેડગેવારને મળ્યા . અને આજીવન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં રહી દેશ સેવા કરવાનો વિચાર કર્યો . તેમણે  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓ ચલાવવાની શરૂ કરી.  અને આજીવન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય કાર્યકર રહ્યા.

1951 રાષ્ટ્રવાદિ પાર્ટીની જરૂર ઊભી થતાં શ્યામા પ્રસાદ મુખર્જી એ રાષ્ટ્રીય જન સંઘ નામના પક્ષની સ્થાપના કરી. આ પક્ષનો હેતુ રાષ્ટ્રવાદને મજબૂત બનાવવાનો હતો અને રાષ્ટ્રવાદી વિકલ્પ પૂરો પાડવાનો હતો. પંડિત દીનદયાળ ઉપાધ્યાય પક્ષના  પ્રચારક અને ભારતીય જનસંઘના બીજા મુખ્ય નેતા તરીકે તેમણે ખૂબ કામ કર્યું.

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈજીએ તેમને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય સંસદ સભ્ય ન હતા પરંતુ સંસદ સભ્યોના નિર્માતા હતા. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના મૃત્યુ પછી તેમના લેખોની એક પોલિટિકલ ડાયરીનું પ્રકાશન કરવામાં આવ્યું. જેની પ્રસ્તાવના ઉત્તર પ્રદેશના કોંગ્રેસના વરિષ્ઠ નેતા સંપૂર્ણાનંદે લખી હતી તેમણે લખ્યું હતું કે સ્વર્ગીય દિનદયાળ ઉપાધ્યાય ના એકાત્મ માનવવાદ  એ વ્યક્તિના શારીરિક માનસિક અને આધ્યાત્મિક એમ ત્રણેય પ્રકારનો  વિકાસ કરનાર છે શામાપ્રસાદ મુખર્જી ભારતીય સાંસ્કૃતિક અને પારંપરિક મૂલ્યોનું રક્ષણ અને જાળવણી કરવાના હિમાયતી હતા. પશ્ચિમી વિચારસરણી નીચે ભારતીય વૈચારિક શક્તિ મંદ પડી રહી હતી . તેથી તેઓ હંમેશા કહેતા કે ભારતને તાજી વૈચારિક હવાની સખત જરૂર છે.

ભારતના રાષ્ટ્રવાદના પ્રચાર માટે તેમણે અનેક સામયિકો શરૂ કર્યા હતા જેમાં તેમણે લખનૌ થી રાષ્ટ્ર ધર્મ નામનું પ્રકાશન બહાર પાડયું હતું. જેના દ્વારા તેઓ રાષ્ટ્રવાદનો પ્રચાર કરતા રહ્યા

આવા ભારતમાતાના પનોતા પુત્ર એકાત્મ માનવવાદ અને અંત્યોદય ના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની આજે 11 ફેબ્રુઆરીએ પુણ્ય તિથી છે .  તેમનું અવસાન 11 ફેબ્રુ 1968 ના રોજ થયું હતું .

11 ફેબ્રુઆરી 2023 : વિજ્ઞાનમાં મહિલાઓ અને બાળાઓનો આંતરરાષ્ટ્રીય દિવસ

11 February Day of Girl and Women In Science 2023 : 11 મી ફેબ્રુઆરીના દિવસને આંતર રાષ્ટ્રીય કક્ષાએ વિજ્ઞાનમાં મહિલાઓ અને બાળાઓનો ફાળો એ દિવસ તરીકે ઉજવવામાં આવે છે . આ કાર્યક્રમ દ્વારા મહિલાઓ અને બાળાઓની  વિજ્ઞાન અને પ્રૌધોગિકી તેમજ ગણિત અને એંજીનીયરિંગના વિષયોમાં તેમની ભાગીદારી વધારવા અને તેમને પ્રોત્સાહિત કરવાનો અને તેમની ભૂમિકાને ઓળખવાનો પ્રયાસ કરવા Day of Girl and Women In Science વિજ્ઞાનમાં મહિલાઓ અને બાળાઓનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે .જેનાથી તેમની સમાન ભાગીદારી વધશે. સંયુક્ત રાષ્ટ્ર ના પ્રસ્તાવથી આ કાર્યક્રમ જુદી જુદી થીમ ઉપર દર વર્ષે ઉજવાય છે . આ કાર્યક્રમ 2016 થી ઉજવવામાં આવે છે .  

12 February 2023 : રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ (National Productivity Day)

12 મી ફેબ્રુઆરી ના દિવસને રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે .National Productivity Day Theme 2023”Productivity Green Growth and Sustainability: Celebrating India’s G-20 Presidency” દેશમાં ગુણવત્તા યુક્ત ઉત્પાદનો ના ઉત્પાદનમાં તંદુરસ્ત સ્પર્ધાનું નિર્માણ થાય અને ઉત્પાદકતા વધારવા તરફ જાગરુકતા માટે રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ ઉજવવામાં આવે છે . આ દિવસે જુદાજુદા સેમિનાર ,કાર્યશાળાઓ ,નિબંધ , પેઇન્ટિંગ વગેરે દ્વારા તેમજ પુરુસ્કાર પ્રદાન દ્વારા ઉત્પાદકતા વધારવાના દિવસની ઉજવણી થાય છે . NPC નેશનલ National productivity Council સંસ્થા દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ ઉપર દર વર્ષે  National Productivity Day 2023 રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ ની ઉજવણી કરવામાં આવે છે .

12 February 2023: અબ્રાહમ લીંકનનો જન્મ દિવસ (Birth Day Of Abraham Lincoln)

અમેરિકાના 16 મા રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લીકનનો જન્મ 12 ફેબ્રુઆરી 1809 ના રોજ કેંટુકી અમેરીકામાં એક ગરીબ પરિવારમાં થયો હતો . બાળપણ અત્યંત ગરીબાઈમાં વિત્યુ હતું . એને નાનપણ માં તેમની માતાનું અવસાન થયું . તેમણે છૂટક મજૂરી અને ત્યારબાદ પોસ્ટમાસ્તર અને મોજણી અધિકારીની નોકરી કરી ત્યારબાદ વકીલાત અને પછી રાજકારણ. તેઓ માર્ચ 1861 માં અમેરિકાના પ્રમુખ બન્યા . પ્રમુખ પદે હતા ત્યારે પણ અનેક સંઘર્ષોનો સામનો કરવો પડેલો 15 મી એપ્રિલે 1865 માં તેમની હત્યા થતાં અવસાન થયું . 

13 February 2023: વિશ્વ રેડિયો દિવસ (World Radio Day)

13 ફેબ્રુઆરીના દિવસને વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે . World Radio Day Theme 2023 Radio and  Peace “  સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 1946 ના વર્ષમાં 13 ફેબ્રુઆરીના દિવસે રેડિયો ની સ્થાપના કરી હતી .તે દિવસને વિશ્વ રેડિયો તરીકે દર વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉજવવામાં આવે છે . 2012 માં 13 ફેબ્રુઆરીએ યુનેસ્કો એ પહેલી વખત રેડિયો દિવસની ઘોષણા કરી હતી ત્યારથી રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવે છે . આ ઉજવણી દ્વારા દરેક જગ્યાએ તદ્દન સરળતાથી ઉપલબ્ધ થતા રેડિઓની સેવાને લોકપ્રિય બનાવવાનો છે . આપાતકાલીન પરસ્થિતિમાં રેડિઓનું માધ્યમ ખૂબ ઉપયોગી બની રહે છે. લોકોને રેડિઓની સેવા પ્રત્યે જોડવાના ઉદ્દેશ સાથે આ ઉજવણી કરવામાં આવે છે. યુનેસ્કો દ્વારા 2023 Theme  “ Radio and  Peace “ 2023 ની થીમ” રેડિયો અને શાંતિ “રાખવામાં આવી છે .

13 February 2023: સરોજીની નાયડુનો જન્મ દિવસ (Birthday Of Sarojini Naydu)

સરોજીની નાયડુનો જન્મ 13 ફેબ્રુઆરી 1879 ના રોજ હૈદરાબાદમાં થયો હતો .તેમના અવાજમાં ઘણી મીઠાસ હતી .તેથી તેમને હિંદનું બુલબુલ કહેવામાં આવે છે . 1895 માં લંડનની કિગ્સ કોલેજમાંથી અભ્યાસ કર્યો .1917 માં તેઓ રાજકારણમાં સક્રીય બન્યાં .દાંડીકૂચ વખતે તેમણે અગત્યની ભૂમિકા ભજવી હતી . 1942 ની હિન્દ છોડો ચળવળ અને દાંડી ખાતે મીઠાના સત્યાગ્રહ માં તેમણે અગત્યની ભૂમિકા ભજવી હતી . સત્યાગ્રહની ચળવળ વખતે તેમણે 21 માસની જેલ પણ ભોગવી હતી . તેમણે બંધારણ સમિતિમાં પણ તેમનું યોગદાન આપ્યું  હતું .  2 માર્ચ 1949 ના દિવસે તેમનું અવસાન થયું ત્યારે તેઓ રાજ્યપાલ ના હોદ્દા પર હતાં.

19 February  2023 Birthday Of Balvantray Maheta બળવંતરાય મહેતાનો જન્મ દિવસ

Balvantray Maheta ગુજરાતના બીજા મુખ્ય મંત્રી અને પંચાયતી રાજના પ્રણેતા બળવંતરાય મહેતાનો જન્મ 19 ફેબ્રુઆરી 1899 ના રોજ ભાવનગર મુકામે એક સામાન્ય પરિવારમાં થયો હતો . તેમણે 1920 અસહકાર આંદોલન 1930-1932 સવિનય કાનૂન ભંગ અને 1942 ની હિન્દ છોડો ચળવળમાં સ્વાતંત્ર્ય સેનાની તરીકે ભૂમિકા અદા કરી હતી .અને જેલવાસ પણ ભોગવ્યો હતો . બળવંતરાય મહેતા એ 1921 ભાવનગર પ્રજા મંડળ ની સ્થાપના  કરી હતી . બળવંતરાય મહેતાએ નેશનલ કોંગ્રેસ ના જનરલ સેક્રેટરી ,સાંસદ અને ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે સેવાઓ આપી છે . બળવંતરાય મહેતા ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે  ભારત પાકિસ્તાન બોર્ડર પર હેલીકોપ્ટર  પ્રવાસ દરમ્યાન પાકિસ્તાન દ્વારા તેમના હેલીકોપ્ટરને તોડી પડાતાં કચ્છના સુથરી મુકામે હેલિકોપ્ટર તોડી  પડતાં19 સપ્ટેમ્બર 1965 માં  બળવંતરાય મહેતા અને તેમનાં પત્નીનું અવસાન થયું હતું .

20   February  2023 World Social Justice Day  વિશ્વ સામાજીક ન્યાય દિવસ

વિશ્વમાં 20 ફેબ્રુઆરી ના દિવસને સામાજીક ન્યાય દિવસ તરીકે ઉજવવામાં આવે છે . આ દિવસ 2009 થી સમગ્ર વિશ્વમાં ઉજવાય છે .સામાજીક ભેદભાવો અને કુરિવાજો સામે જાગૃતિ લાવવાના આશય થી આ દિવસની ઉજવાણી કરવામાં આવે છે .

21   February  2023 Inter National Mother Language Day આંતર રાષ્ટ્રીય માતૃભાષા દિવસ

Vishv matrubhasha divas 21 ફેબ્રુઆરી ના દિવસને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે . માતૃભાષા આપણને પરસ્પર જોડી એક બીજાની ભાવનાઓને સમજવામાં મદદ કરે છે . ભાષા દ્વારા જે તે પ્રદેશની સંસ્કૃતિ અને વિરાસત ણી જાળવણી થાય થાય છે . આજે વૈશ્વિકરણ થતાં ભાષાઓ લુપ્ત થવાની કાગાર પર છે ત્યારે યુનેસ્કો દ્વારા 1999  વિશ્વ માતૃભાષા ઉજવવાની ઘોષણા કરવામાં આવી અને સૌ પ્રથમ 21 ફેબ્રુઆરી 2000 વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી દરેક વર્ષે અલગ અલગ થીમ ઉપર વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે .  વર્ષ 2023 માતૃભાષા દિવસ થીમ Vishv Matrubhasha divas Theme  : ‘’Multi lingual Education-A Necessity to transfor ’’ Education (બહુભાષી શિક્ષણ –શિક્ષણ ને બદલવાની જરુરીયાત)              આપણા ભારતમાં જ 22 માન્ય ભાષાઓ ઉપરાંત 1635 ભાષાઓ પણ છે.    

22   February  2023 World Thinking Day વિશ્વ વિચાર દિવસ

Vishv vichar divas 22 ફેબ્રુઆરી ના દિવસને વિશ્વ વિચાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે .આ દિવસ ગર્લ ગાઈડ અને ગર્લ સ્કાઉટ દ્વારા વિશ્વના યુવાઓને એક સાથે જોડવાના ભાગ રૂપે World Thinking Day ઉજવવામાં આવે છે .

26  February  2023  વીર સાવરકરની પુણ્ય તિથી Vir Savarkarni Punya Tithi (smruti din)

રાષ્ટ્રવાદના ભીષ્મ પિતા, ભારતની સ્વાતંત્ર્ય ચળવળના  અગ્રીમ યોદ્ધા ક્રાંતિકારી વિચારક, લેખક વીર ક્રાંતિકારી સાવરકર Vir Krantikari Savarkar વિનાયક  દામોદર સાવરકર નો જન્મ 28 મે 1883 નાં રોજ નાસિક પાસેના દેવલાલી જિલ્લાના ભગોર નામના ગામમાં એક બ્રાહમણ પરિવારમાં  થયો હતો. તેમના પિતાનું નામ દામોદર સાવરકર અને માતાનું નામ રાધાબાઈ અનેતેમના પત્નીનું નામ યમુનાબાઈ હતું. તેમને બે ભાઈ અને એક બહેન પણ હતી.  આમ તેઓ ચાર ભાઈ બહેન હતાં . ભારતની સ્વતંત્રતા માટેની ચળવળમાં તેમનું નામ ભારતના ક્રાંતિકારી તરીકે સુવર્ણ અક્ષરે અંકિત છે

રાષ્ટ્રવાદ ની પ્રેરણા

તેમના મોટાભાઈ ગણેશ તેમના આદર્શ હતા વીર સાવરકર Vir Savarkar  ના જીવનમાં ગણેશનો ખુબ પ્રભાવ પડયો હતો. આઠમા ધોરણમાં હતા ત્યારેજ તેમણે એક લેખ લખ્યો હતો . લોક માન્ય તિલક દ્વારા શરૂ કરવામાં આવેલ શિવાજી જયંતિ અને ગણેશ ઉત્સવ થકી લોકમાન્ય તિલક મહારાજના વિચારોએ પણ તેમના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો . દામોદર ચાફેકર ના કોર્ટ સમક્ષ કરેલા નિવેદન જેમાં તેમણે રેન્ડ ની હત્યાની જવાબદારી લીધી હતી . એક હાથમાં ભગવદ ગીતા અને બીજા હાથમાં ફાંસીનું દોરડું લઈ વંદે માતરમ ના નારા સાથે હસ્તે મોઢે ફાંસીને માંચડે ચઢનાર ચાફેકરનો આ લેખ કેસરી અખબાર (જે લોક માન્ય તિળક દ્વારા ચલાવવામાં આવતું હતું )માં વાંચીને તેમણે પણ દેશ માટે પોતાનું જીવન ન્યોછાવર કરવાના શપથ લીધા. તેમણે યુવાનોને ભેગા કરી આઝાદી ની ચળવળ માટે શરીરને મજબૂત અને વજ્ર જેવુ બનાવવા રોજ કસરતના દાવ પણ કરતા.

સ્વાતંત્ર્ય સેનાની

ભારતના ક્રાંતિકારી Vir Savarkar  નું પ્રાથમિક શિક્ષણ તેમના ગામ નજીક નાસિક માં જ પૂરું થયું . અને ત્યારબાદ આગળ કોલેજના અભ્યાસ માટે  પુણેની ફર્ગુશન  કોલેજમાં દાખલ થયા હતા. પરંતુ તેમની સ્વાતંત્ર ચળવળ અને ભારતને સંપૂર્ણ સ્વાતંત્ર્ય  આપવાના તેમના  વિચારો અને અંગ્રેજ સરકાર સામેનાં તેમનાં ઉગ્ર ભાષાણો ને લઈ બ્રીટીશ સરકારે તેમની બી.એ. ની સ્નાતકની ઉપાધિ પાછી લઈ લીધી હતી.

1857 નો  સ્વાતંત્ર સંગ્રામ ના ઇતિહાસ  ઉપર તેમણે મરાઠી માં લખેલા પુસ્તક ને કારણે અંગ્રેજ સરકારમાં ખળભળાટ મચી ગયો હતો. આ પુસ્તક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમજ ભારતમાં છાપવાની સુવિધા પણ ન હતી . તેમના આ પુસ્તક 1857 ના સ્વાતંત્ર્ય યુધ્ધનો ઇતિહાસ ઈગ્લેંડના તેમના અભ્યાસકાળ દરમ્યાન ના મિત્રો દ્વારા અંગ્રેજી અનુવાદ કરવામાં આવ્યો હતો . અંગ્રેજ સરકાર પુસ્તકને અટકાવી ના શકે તે માટે તેનું નામ પબ્લીક પેપર જેવુ બનાવટી નામ આપી દીધું હતું .

વીર સાવરકરે સ્થાપેલી સંસ્થાઓ

વીર સાવરકરે સ્થાપેલી મિત્ર મેલા અને અભિનવ ભારત સંસ્થાઓ યુવાનોમાં રાષ્ટ્ર પ્રેમ અને ભારતને સંપૂર્ણ સ્વાતંત્ર્ય માટે પ્રયત્ન શીલ સંસ્થાઓ હતી . ખૂબ લોકપ્રિય બની હતી . આ સંસ્થાઓ વિદેશી સામાનની હોળી ,સ્વદેશી ચળવળ ,આપતીના સમયે લોકોની મદદ તહેવારોની વિશિષ્ઠ રીતે ઉજવણી વગેરે કામ કરતી હતી .એટલેજ તેમની સંસ્થા અભિનવ ભારત સાથે મદનલાલ ધીંગરા જોડાઈ ગયા હતા . લોકમાન્ય તિલક રમૂજમાં સાવરકરની છાવણી કહેતા . અભિનવ ભારતની એક શાખા વિદેશોમાં જઈને ગદર પાર્ટી તરીકે ઓળખાઈ .

વિદેશની ધરતી પર સ્વાતંત્ર્ય સેનાની

વીર સાવરકર  બેરીસ્ટર ની ડીગ્રી મેળવવા માટે 1906 માં ઈગ્લેંડ ગયા . ત્યાં જઈને તેમણે ભારતને સંપૂર્ણ સ્વાતંત્ર્ય અપાવવા માટે વિધાર્થીઓ ને એક કર્યા અને ફ્રી ઈન્ડિયા નામની સંસ્થાની સ્થાપના કરી  આ સમયગાળામાં તેમને ઈગ્લેંડમાં તેમને શ્યામજી કૃષ્ણ વર્મા , વિરેન્દ્ર ચટ્ટોપાધ્યાય,લાલા હરદયાળ સરદારસિંહ રાણા ,મેડમ ભીખાઈજી કામા,મદનલાલ ધીંગરા વગેરે ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા હતા . તેમણે શિવાજી ,મહારાણા પ્રતાપ ,ગુરુ ગોવિંદસિંહ અને ગુરુ નાનકદેવ ની જન્મ જયંતિઓ ભારતીય રીત પ્રમાણે ઉજવાતા .અને યુવાનો સાથે મળી રાષ્ટવાદી પ્રવૃતિઓ કરતા

આંદામાન ની સેલ્યુલર જેલમાં

ઈગ્લેંડમાં તેમના મિત્ર મદનલાલ ધીંગરા એ લોર્ડ કર્ઝનની હત્યાનો પ્રયાસ અને ત્યારબાદ કર્ઝન  વાયલીની ગોળી મારી હત્યા કરતાં વીર સાવરકર  પણ ઈન્ડિયા હાઉસ સાથે જોડાણ ધરાવે છે . એમ માની બ્રીટીશ સરકારે તેમણે વાયલીની હત્યાકેશમાં જોડી દીધા હતા . મદનલાલ ધિંગરાને ફાંસીની સજા થઈ અને વીર સાવરકરે ને કોર્ટે 50 વર્ષની આજીવન કારાવાસ અને દેશનિકાલની સજા કરી તેમને આંદામાનની જેલમાં મોકલવા માં આવ્યા હતા. પરંતુ જ્યારે  વીર સાવરકરને ઈગ્લેંડથી લઈને આવતું જહાજ ફ્રાન્સના માર્સેલ્સ બંદરે પહોચ્યું ત્યારે વીર સાવરકરે કુદરતી હાજતના બહાને નાશી જવાનું વિચાર્યું અને તેમણે સંડાસ ની બારીનો કાચ તોડી સમુદ્ર માં ઝંપલાવ્યું પરંતુ તેઓ પકડાઈ ગયા . 

આંદામાનની સેલ્યુલર જેલમાં તેમની છાતી પર જેલની તારીખ વાળું ભારેખમ લોઢાનું પતરું લગાવવામાં આવ્યું .અને અનેક યાતનાનો સામનો તેમણે જેલમાં કરવો પડેલો .

હિન્દુ મહાસભાની સ્થાપના

ભારતના લોકોની વીર સાવરકર ને છોડવા માટેની ઉગ્ર માગને લઈ તેમને ભારતમાં યરવડા જેલમાં રાખવામાં આવેલા . પાછળથી તેમને શરતોને આધીન છોડવામાં આવેલા .તેમને જેલની બહાર આવતાં જ તિલક મહારાજ દ્વારા સ્થાપવામાં આવેલી સ્વરાજ પાર્ટીમાં  જોડાયા .અને તેમણે હિન્દુ મહાસભા નામની એક રાજકીય પાર્ટીની સ્થાપના કરી . ગાંધીજીની હત્યા કરનાર નથુરામ ગોડસે પણ હિન્દુ મહાસભાના સભ્ય હતા . તેથી ગાંધીજીની  હત્યા કેશમાં  વિનાયક દામોદર સાવરકર ની પણ ઘરપકડ કરવામાં આવેલી અને કોર્ટમાં કેશ ચાલેલો .પરંતુ તેમના વિરુધ્ધમાં કોઈ પુરાવા ના મળતાં સુપ્રીમ કોર્ટે તેમને નિર્દોષ છોડી મૂક્યા હતા . 

અવસાન

1966 ના વર્ષમાં તેમણે સતત ઉપવાસ કરતા રહેવાથી અને આ સમય દરમ્યાન અન્ન જળ અને જીવન રક્ષક દવાઓ નો પણ ત્યાગ કરી ઇચ્છા મૃત્યુ થી 26 ફેબ્રુઆરીએ તેમનું અવસાન થયું . ત્યારે તેમની ઉંમર 83 વર્ષની હતી . ભારત માતાના પનોતા પુત્ર પ્રખર સ્વાતંત્ર્ય સેનાની અને રાષ્ટ્રવાદના પ્રણેતા તરીકે તેઓ હમેશાં અમર રહેશે . 26 ફેબ્રુઆરી 2023 વીર સાવરકરની પુણ્યતિથીએ કોટી કોટી નમન

પૂર્વ વડાપ્રધાન સ્વ અટલ બિહારી બાજપાઈજી  ના શબ્દોમાં …

  “      સાવરકર  માને  તેજ    સાવરકર  માને  ત્યાગ    સાવરકર  માને     તપ

         સાવરકર   માને   તર્ક   સાવરકર     માને   તિતિક્ષા   સાવરકર માને  તીર

          સાવરકર માને તલવાર ………. “

27   February  2023 World NGO Day વિશ્વ એનજીઓ દિવસ

27 ફેબ્રુઆરીએ બાલ્ટીક સમુદ્રનાં રાજ્યો દ્વારા એનજીઓ ,વ્યક્તિઓ ,સંસ્થાઓ વગેરેને પરસ્પર જોડવાના અને સન્માનીત કરવાના ભાવ સાથે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે .જે 2010 થી ઉજવાય છે . 

 28 February 2023 National science Day 2023 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

National science Day 2023 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2023 ભારતમાં 28 ફેબ્રુઆરીના દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના રૂપમાં ગ્લોબલ સાયંસ ફોર ગ્લોબલ વેલબીઈંગ 2023   ની થીમ ઉપર આખા ભારતમાં ગૌરવપૂર્ણ રીતે ઉજવવામાં આવે છે. આ દિવસે શાળાઓ ,મહાશાળાઓ અને વિજ્ઞાન સાથે સંકળાયેલી સંસ્થાઓ વિવિધ રીતે ઉજવણી કરે છે . સર સી.વી .રામન દ્વારા કરવામાં આવેલી રમન ઇફેટ્સ ની શોધ દિવસની યાદ ગીરી રૂપે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે .28 February National science Day 2023 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ એ આ વખતનો 37 મો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે . તેમજ રમન ઇફેક્ટ શોધની 96 મી જયંતિ પણ છે . ભારતના ખ્યાતનામ વિજ્ઞાની સર સી.વી .રામને 1928 માં તેમણે કરેલી રમન ઇફેક્ટની શોધની  યાદગીરી ને કાયમી યાદ માટે 1986 માં રાષ્ટ્રીય વિજ્ઞાન અને પ્રૌધોગિકી પરિષદ દ્વારા કરેલા પ્રસ્તાવ મુજબ દર વર્ષે 28 ફેબ્રુઆરીએ જુદી જુદી થીમ અનુસાર રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે . 28 February National science Day 2023 Theme : Global science For Global Wellbeing  28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ થીમ 2023  ગ્લોબલ સાયંસ ફોર ગ્લોબલ વેલબીઈંગ  વૈશ્વિક કલ્યાણ માટે વૈશ્વિક વિજ્ઞાન .

મિત્રો, જો તમને અમારા આ ફેબ્રુઆરી મહિનાના મહત્વના દિવસો ( Important Day of February ) નો અર્ટીકલ પસંંદ આવ્યો હોય તો તમે તમારા મિત્રો સાથે સેર કરી શકો છો . અને જો મુત્રો તમે આમારા જાન્યુઆરી માહિનાના દિન વિશેષ ના ચેક કર્યા હોય તો એ પણ જોઇ શકો છો અને માર્ચ અથવા વર્ષ ના બધા માસના અગત્યના દિવસો જોવા માગતા હોવ તો અમારી આ વેબસાઈટ ને બુક માર્ક કરી સકો છો અને વધુમાં આમારા વોટ્સઅપ ગ્રુપ માં જોડાઈ શકો જેનાથી તમને દરેક ભરતીનું મટેરીયલ મળતુ રહે અને આવા અવનવી માહિતી મળતી રહે.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment