દિન વિશેષ

International Women’s Day 2023: ‘વિશ્વ મહિલા દિવસ’ની શરુઆત કઈ રીતે થઈ? આ વર્ષની થીમ છે અત્યંત ખાસ 

વિશ્વ મહિલા દિવસ
Written by Gujarat Info Hub

International Women’s Day 2023:  આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ 2023 ભારતે હમેશાં નારી શક્તિના ના દરજ્જાને આદર અને ગૌરવ પ્રદાન કર્યું છે . યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્ત તત્ર દેવતા અર્થાત જ્યાં નારીશક્તિની પૂજા થાય છે ત્યાં દેવોનો વાસ હોય છે તેમ કહી ભારતીય પ્રાચીન વેદો અને ઉપનિષદોએ નારીની મહતા વધારી છે કે પછી  નારી તું નારાયણી કે પછી નારી તું ના હારી  કહીને નારીશક્તિનું ગૌરવ વધાર્યું છે. ભારતીય ઋષિ પરંપરામાં નારીશક્તિને દેવી નો દરજ્જો આપવામાં આવ્યો છે . પ્રાચીન કાળથી લઈ આજ સુધી અનેક મહિલાઓએ દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે . જે કર ઝુલાવે પારણું તે જગત પર સાસન કરે એ ઉક્તિ આજે નારી શક્તિએ ચરિતાર્થ કરી છે . દેશના વિકાસમાં મહિલા શશક્તિકરણ થકી આજે પણ મહિલાઓ મહત્વની ભૂમિકા અદા કરી રહી છે. વિશ્વ મહિલા દિન 2023 ની ઉજવણી અને થીમ વિશે જાણીએ .

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શરૂઆત

1975 માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 8 માર્ચ ”આંતરરાષ્ટ્રીય મહિલા દિવસAntar rashtriy mahila divas તરીકે ઉજવવાની ઘોષણા કરવામાં કરવામાં આવી. મહિલાઓ પ્રત્યે આદર અને સન્માન પ્રગટાવવાના ભાવ સાથે વિશ્વ મહિલા દિન ઉજવણી કરવામાં આવે છે. અમેરીકામાં સોસીયલ પાર્ટી દ્વારા સૌ પ્રથમ 28 ફેબ્રુઆરી 1909 માં મહિલા દિવસની ઉજવણી કરવવામાં આવી હતી . ત્યારબાદ 1910 ના કોપનહેગન સંમેલનથી તેને આંતર રાષ્ટ્રીય મહિલા સંમેલનનો દરજ્જો આપવામાં આવ્યો. જે પછીથી 8 માર્ચના દિવસને આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે . સૌ પ્રથમવાર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1975 ના વર્ષથી આંતર રાષ્ટ્રીય મહિલા દિન ( Antar rashtriy mahila Divas) ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું . અને 1996 થી થીમ આધારીત ઉજવણી કરવામાં આવી છે .

આંતરરાષ્ટ્રીય મહિલા દિન ની થીમ 2023

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસAntar rashtriy mahila divas ની ઉજવવાની દર વર્ષે જુદાજુદા વિષય (થીમ ) આધારિત ઉજવવામાં આવે છે . થીમ આધારિત ઉજવણી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 1996 થી કરવામાં આવી છે . આ વર્ષે 2023 Inter National Women’s Day Theme : DigitALL : Ennovation And Technology For Gender equality એટલે કે 2023 ના વર્ષની આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ થીમ ડિજીટઓલ:  લૈંગિક સમાનતા માટે નવાચાર અને પ્રૌધોગિકી થીમની ઘોષણા કરવામાં કરવામાં આવીછે વિશ્વના અનેક વિસ્તારોમાં  મહિલાઓ ટેક્નોલોજીના ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી રહી છે . મહિલાઓ દ્વારા માત્ર ટેક્નોલોજીના ઉપયોગ  કરવા ઉપરાંત મહિલાઓને  ટેક્નોલૉજી ના નિર્માણ કર્તા તરીકે જોડવાના વિચાર સાથે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવશે . આમ ટેકનોલોજી ક્ષેત્રે મહિલાઓના  વિકાસ માટે ટેક્નોલોજીનો  ઉપયોગ અને સમાન ભાગીદારી ની મહતા દર્શાવે છે . જેનાથી મહિલા શશક્તિ કરણ ને નવી દિશા અને ગતિ  પ્રાપ્ત થશે . 

આ પણ વાંંચો :-


ભારતની પ્રસિધ્ધ મહિલાઓ

પ્રાચીન કાળથીજ  ભારતની  નારી શક્તિએ વિશ્વને જ્ઞાન અને સામર્થ્યનો પરિચય કરાવ્યો છે. ઉત્તરમાં મીરાંબાઈ થી દક્ષિણમાં અકકા મહાદેવી સુધીની નારી શક્તિએ ભક્તિ અને જ્ઞાનનો સંદેશ આપી ઉજ્જવળ સમાજના ઘડતરમાં ફાળો આપ્યો છે . મહિલાઓએ હમેશાં  નીતિ અને સામર્થ્ય  વડે શશક્ત રાષ્ટ્ર નિર્માણમાં આગવું યોગદાન આપ્યું છે . વીસમી સદીના ઇતિહાસનાં પાનાં મહાન નારી શક્તિના પરાક્રમ ,બલીદાન અને શૌર્ય થી સુવર્ણ અક્ષરે અંકિત થયેલાં છે. રાણી લક્ષ્મી બાઈ,શિવાજીનું ધડતર કરનાર માતા જીજાબાઈ,અહલ્યાબાઈ હોલકર,  વિદુષી ગાર્ગી જેવી અનેક મહિલાઓ સહિત  ખુદીરામ બોઝના માટાં બહેન અપરૂપા દેવી, ચંદ્રશેખર આઝાદની માતા જગરાની દેવી . વીર સાવરકરની ભાભી યેશું ભાભી જેવા અનેક નારી રત્નોએ ભારતની  સ્વાતંત્ર્ય ચળવળમાં અમૂલ્ય યોગદાન આપ્યું . ભારતના વેદો અને ઉપનિષદોમાં મહિલાઓ પ્રત્યે આદર અને સન્માન સાથે સાથે રાષ્ટ્રને દિશા આપવા માટે સમર્થ હોવાનો સંદેશ પણ આપ્યો છે . આજે વિશ્વ મહિલા દિવસ 2023 નિમિતે તેમને ગૌરવપૂર્ણ રીતે યાદ કરીએઅને એટલેજ 13 ફેબ્રુઆરી ના દિવસે રાષ્ટ્રીય મહિલા દિવસ ભારત ની ઉજવણી કરવામાં આવે છે રાષ્ટ્રીય મહિલા દિન ભારત  ભારતનાં સ્વાતંત્ર્ય ચળવળનાં સ્વાતંત્ર્ય સેનાની સરોજીની નાયડુનો જન્મ દિવસ છે .

વિશ્વ મહિલા દિવસ 2023 ઉજવણીનો ઉદ્દેશ

આ દિવસની ઉજવણી નું મહત્વ મહિલાઓને તેમના  હક્કો માટે જાગૃત કરવાનું છે . તેમજ દેશના વિકાસ માટેના મહત્વના મોરચે પોતાની કુશળ સેવાઓ આપનાર મહિલાઓનું સન્માન કરવાનું પણ છે . આજે દેશના મહત્વના પદો  પર મહિલાઓ પોતાની સેવાઓ આપી રહી છે . રાજકારણ થી લઈ અર્થ વ્યવસ્થા વ્યવસ્થા ,બેંકિંગ ક્ષેત્ર ,સીમા સુરક્ષા  અને અવકાશ સંસોધન ક્ષેત્ર જેવાં મહત્વનાં ક્ષેત્રોમાં મહિલાઓ પુરુષ સમોવડી બની તેમની કુશળતાનો વિશ્વને પરિચય કરાવી રહી છે . પ્રાચીન કાળ થી મહિલાઓએ વિશ્વને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડયું છે .ત્યારે આજના  આંતર રાષ્ટ્રીય મહિલા દિવસે નારી શક્તિને કોટી વંદન

                 યા દેવી સર્વ ભૂતેષુ માતૃ રૂપેન સંસ્થિતા નમસ્ત્સ્યૈ નમસ્ત્સ્યૈ નમો નમ:

મિત્રો અમારો આ નિબંધ વિશ્વ મહિલા દિવસ ꠰  Inter National Women’s Day આંતર રાષ્ટ્રીય મહિલા દિAntar rashtriy mahila divas  અથવા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ speech સ્પીચ અર્થાત મહિલા દિવસ ભાષણ Bhashan અથવા મહિલા શશક્તિ કરણ નિબંધ અથવા ભારતની પ્રસિધ્ધ મહિલાઓ  કેવો લાગ્યો તે અમને કોમેંટમાં અચૂક જણાવશો .અને અમારા આવા બીજા આર્ટીકલ જોવા માટે અમારી વેબસાઇટ જોતા રહો આભાર !

આ પણ વાંચો :-

International Women’s Day 2023 – FAQs :

વિશ્વ મહિલા દિવસની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે .

દર વર્ષે 8 માર્ચના રોજ કરવામાં આવે છે.

વિશ્વ મહિલા દિવસની ઉજવણી  સંયક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા કયા વર્ષથી વિશ્વ મહિલા દિવસની ઘોષણા કરવામાં આવી છે ?

સંયક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ 1975 થી વિશ્વ મહિલા દિવસની ઉજવણીની ઘોષણા કરવામાં આવી છે

ક્યા વર્ષથી જુદી જુદી થીમ આધારિત વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે ?

1996  વર્ષથી જુદી જુદી થીમ આધારિત વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે .

આ વર્ષની 2023ની વિશ્વ મહિલા દિવસની ઉજવણીની થીમ કઈ છે?

2023ની વિશ્વ મહિલા દિવસની થીમ DigitALL : Ennovation And Technology For Gender equality એટલે કે  (લૈંગિક સમાનતા માટે નવાચાર અને પ્રૌધોગિકી) છે.

ભારતમાં રાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

ભારતમાં 13 ફેબુયારીનો દિવસ રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે .  

 

Spread the love

About the author

Gujarat Info Hub

1 Comment

Leave a Comment