એજ્યુકેશન ગુજરાતી ન્યૂઝ

ITI Admission Gujarat 2023: ગુજરાત આઈટીઆઈ પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરો @itiadmission.gujarat.gov.in

ITI Admission Gujarat 2023
Written by Gujarat Info Hub

ITI Admission Gujarat 2023: ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપિનયોરશીપ દ્વારા વર્ષ 2023-24 ના સત્રનું તાલીમી કેલેન્ડર મોકલી આપેલ છે, જે અંતર્ગત ગુજરાત સરકાર ના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગાંધીનગર દ્વારા રાજ્યની સરકારી/ ગ્રાન્ટ-ઇન-એઇડ/સ્વનિર્ભર ઔધોગિક તાલીમ સંસ્થાઓ (ITIs) ખાતે લાંબાગાળાના અભ્યાસક્રમના પ્રવેશ આઈ.ટી.આઈ એડમિશન 2023 માટે તારીખ 23/05/2023 ના રોજ ITI Admission Gujarat 2023 અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે.

આજના આધિણૂક યુગમાં વિદેશનીતિ અને ઉધોગિકરણ ના કારણે રાજ્ય અને દેશમાં અનેક કંપનીઓ દ્વારા રોકાણ કરી ઉધોગોની સ્થાપના કરેલ છે, તો આ કંપનીઓમાં જે વિધાર્થીઓ ટેકનિકલ નોલેજ ધરાવે છે, તેમની માગમાં વધારો જોવા મળી રહ્યો છે. જેથી જે ઉમેદવારો પ્રાઈવેટ નોકરી મેળવાવા માગતા હોય તેઓ માટે ધોરાણ 10 પછી આઇટીઆઇ (ITI) એક સારો વિકલ્પ ગણી શકાય છે.

આઈ.ટી.આઈ પ્રવેશ 2023 માં તમારી સામે 15 થી વધુ અલગ અલગ કોર્સ માટે વિકલ્પ રહેશે, જેમાંથી તમે કયા કોર્સ માટે ITI માં એડમિશન મેળવવા માંગો છો તે તમારે નક્કી કરવાનું રહ્યું. વર્ષ 2023-24 માટે આઈ.ટી.આઈ પ્રવેશ પ્રક્રિયા તારીખ 24/05/2023 થી ચાલુ થવાની છે, તો આજે આપણે ITI Admission Gujarat 2023 માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, ક્યાં ક્યાં ડૉક્યુમેન્ટ ની જરૂર રહેશે અનેતમારા માટે આઇટીઆઇ ના અલગ અલગ કોર્સના વિકલ્પ વગેરેની સંપૂર્ણ માહિતી આ બ્લોગના માધ્યમથી મેળવીશું.

ITI Admission Gujarat 2023 Overview

વિભાગશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગાંધીનગર 
આર્ટીકલGujarat ITI Admission 2023
પોસ્ટઆઈ.ટી.આઈ પ્રવેશ 2023
અરજીની તારીખ24/05/2023 થી 25/06/2023
અરજી ફી       રૂ. 50
પસંદગી પ્રક્રિયા  મેરીટ આધારીત
અરજી પ્રક્રિયા ઓનલાઈન
સતાવાર સાઇટ   itiadmission.gujarat.gov.in

આઈટીઆઈ માં એડમિશનના ફાયદા

  • અલગ અલગ ફિલ્ડ પ્રમાણે કોર્સના વિકલ્પ મળી રહે છે
  • તમે જે ફિલ્ડમાં કોર્સ કરવા માંગો છો તેને નાની ઉમરે પૂર્ણ કરી સરકારી અથવા પ્રાઇવેટ કંપનીમાં નોકરી મેળવી શકો છો.
  • હાલના આધુનિક યુગમાં ટેકનિશિયન્સ ની માગ વધી રહી છે, જેથી ITI કોર્સ કરેલ વ્યક્તિ કોઈપણ સારી કંપનીમાં સરળતા થી નોકરી મેળવી શકે છે.
  • જો તમે ધોરણ આઠ પછી આઈ.ટી.આઈ નો બે વર્ષનો કોર્સ કરો છો અને ત્યારબાદ ધોરણ 10 નું પરીક્ષા માં અંગ્રેજી અને ગુજરાતી વિષયની પરીક્ષા પાસ કરો તો તમે ધોરણ 10 પાસ કર્યું તે સમકક્ષ ગણાય છે.
  •  તેવી જ રીતે જો તમે ધોરણ 10 પછી આઈટીઆઈ નો કોર્સ કરો છો અને ત્યારબાદ ધોરણ 12 માટે અંગ્રેજીની પરીક્ષા પાસ કરી કરો છો તો તે ધોરણ 12 પાસ સમકક્ષ ગણાય છે.
  • જે ઉમેદવારો કોર્સ કરી ધોરણ 10 કે 12 ને પરીક્ષા આપી ડિપ્લોમા એડમિશન લેવામાં માગે છે તેઓ તો તેઓને ડિપ્લોમા કોર્સમાં અગ્રતા આપવામાં આવે છે.
  • સરકાર દ્વારા પણ આઈટીઆઈ કરેલા ઉમેદવારોને માટે વિવિધ જગ્યાઓ બહાર પાડવામાં આવે છે 

આ જુઑ :- ધોરણ 12 પછી શું ? તો આ રહ્યા Best Course after 12 in Gujarati

ગુજરાત આઈ.ટી.આઈ માં પ્રવેશ મેળવવા માટે જરૂરી પાત્રતા

 જે વિદ્યાર્થી મિત્રો ગુજરાત આઈ.ટી.આઈ કોલેજમાં એડમિશન મેળવવા માટે અરજી કરવા માંગે છે, તેઓ નીચે મુજબના પાત્રતા ધરાવતા હોવા જરૂરી છે

  •  ઉમેદવાર ભારતનું નાગરિક ખૂબ જરૂરી છે
  •  ઉમેદવારે ધોરણ 10 પાસ માન્ય ગુજરાત બોર્ડ કે તેની સમકક્ષ બોર્ડમાંથી પાસ કરેલું હોવું જોઈએ જરૂરી છે
  •  ઉમેદવારને ઓછામાં ઓછી વય મર્યાદા 14 વર્ષની હોવી આવશ્યક છે
  •  ઉમેદવારે પોતાનું ડોમીસાઈલ સર્ટી ધરાવતો હોવો જરૂરી છે
  •  જે ઉમેદવારો વર્ષ 2023 ની ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા આપી છે તેઓ પણ આઈ.ટી.આઈ એડમિશન 2023-24 માટે અરજી કરવાપાત્ર ગણાશે

ITI એડમિશન માટે જરૂરી ડોક્યુમેન્ટ

જે વિદ્યાર્થી મિત્રો આઈ.ટી.આઈ માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવા જઈ રહ્યા છે તેઓ નીચે મુજબના જરૂરી ડોક્યુમેન્ટ ફોર્મ સાથે જોડવાના રહેશે

  •  ધોરણ 10 ની માર્કશીટ
  •  શાળા નું પ્રમાણપત્ર
  •  જાતિનું પ્રમાણપત્ર
  •  આધાર કાર્ડ
  •  અન્ય પછાત વર્ગના ઉમેદવારો માટે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ
  •  જો ઉમેદવાર દિવ્યાંગ હોય તો તેનું પ્રમાણપત્ર
  •  ગુજરાત રાજ્ય બહારના જે ઉમેદવારો અરજી કરવા માગે છે તેઓ પોતાનું ડોમેસન પ્રમાણપત્ર રજૂ કરવાની રહેશે
  • આવકનું પ્રમાણપત્ર
  •  મોબાઈલ નંબર
  •  પાસપોર્ટ સાઇઝના બે ફોટા
  •  ધોરણ 10 માટે ટ્રાયલ સર્ટીફીકેટ 

ITI Admission Gujarat 2023 Last Date

ITI Admission Gujarat 2023

Gujarat ITI Admission 2023-24 માટે વિવિધ કોર્સ

આઈટીઆઈ દ્વારા વિવિધ કોર્સ ચલાવવામાં આવે છે જેમાંથી તમે કયા કોર્સમાં એડમિશન મેળવવા માંગો છો તે પસંદ કરી અરજી કરવાની રહેશે. તો ITI કોર્સનું લીસ્ટ નીચે મુજબ છે

  • ઇલેક્ટ્રિશિયન
  •  ફીટર
  •  કોમ્પ્યુટર સંચાલક
  •  વેલ્ડર
  •  વાયરમેન
  •  વાઈન્ડર
  •  મિકેનિક ડીઝલ એન્જિન
  • મિકેનિક રેડિયો એન્ડ ટી.વી
  •  આર્મેચર મોટર રીવાઈન્ડીંગ/ કોયલ
  •  ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ
  •  મિકેનિક્સ ડીઝલ એન્જિન
  •  મિકેનિક્સ મોટર વ્હીકલ
  •  મિકેનિક્સ રેફ્રિજરેટર એન્ડ એર કન્ડિશનર
  •  સીવણ ટેકનોલોજી 

આ જુઓ :- ધો. 9 થી 12 ના વિધાર્થીઓને મળશે 25000 સ્કોલરશીપ

ITI Admission Online Registration Gujarat 2023

Gujarat ITI Admission 2023-24: જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 બાદ ગુજરાત ITI માં એડમિશન મેળવવા માગતા હોય તો તેઓ તારીખ 24/05/2023 થી રાજ્યના ITI કોલેજો દ્વારા ચાલતા ટેકનિકલ અને નોન ટેકનિકલ્સ કોર્સ માં આઈટીઆઈ માં પ્રવેશ પ્રક્રિયા માટે તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો. જે માટે તમારે નીચે મુજબના સ્ટેપ ફોલો કરવાના રહેશે

  •  સૌપ્રથમ આઈટીઆઈ ની સત્તાવાર વેબસાઈટ પર જાવ
  •  ત્યારબાદ હોમપેજ પર “Apply for New Registration” લિંક દેખાશે તેના પર ક્લિક કરો 
  • હવે ફોર્મની ઉપર તમારે અંગ્રેજીમાં ફોર્મ ભરવું હોય કે ગુજરાતીમાં તે ભાષા પસંદ કરવાની રહેશે
ITI Admission Form
  • ત્યારબાદ તમે 18 આંકડાનું યુનિક આઈડી નંબર (SSA ID) નાખી “Get Details” બટન પર ક્લિક કરતા તમારી સંપૂર્ણ માહિતી ઓટોમેટીક ભરી શકો છો અથવા વ્યક્તિગત વિગતમાં જાઓ. 
  • જો તમારી SSA ID ના હોય તો તમે વ્યક્તિગત વિગતમાં જાઓ અને માગે મુજબની તમારી સંપૂર્ણ વિગત નાખવાની રહેશે
  • ત્યારબાદ શૈક્ષણિક વિગતમાં તમારો એસએસસી નો બેઠક નંબર, પરીક્ષા પાસ કર્યા નું વર્ષ અને માર્કશીટ મુજબ નું નામ દાખલ કરવાની રહેશે “Fetch SSC Marks” પર ક્લિક કરતા તમારી શૈક્ષણિક વિગત ઓટોમેટીક ભરાશે પરંતુ આ વર્ષ 2017 થી 21 દરમ્યાન પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે લાગુ પડશે.
  • જેથી તમે શૈક્ષણિક વિગત Fetch ના કરી શકતા હોય તો તમારી વિગત તમારે માર્કશીટ અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે લઈ શૈક્ષણિક માહિતી નીચે આપેલ બોક્સ માં જાતે નાખવાની રહેશે.
  • જો તમે ધોરણ 12 પાસ ટ્રેડમાં એડમિશન લેવા ઇચ્છતા હોવ તો તમારો ધોરણ 12 નો પ્રવાહ પસંદ કરી HSC ના માર્ક નાખવાના રહેશે.
  • જો સ્નાતક હોય તો તેની પણ પસંદગી કરવાની રહેશે
iti admission online registration gujarat 2023
  • હવે બાંહેધરીમાં તમે ઉપરોક્ત ભરેલી વિગત સાચી છે તે ચકાસી આપ “હા” પસંદ કરી નીચે આપેલ કોડ બોક્સમાં ટાઈપ કરે “Submit” બટન પર ક્લિક કરો 
  • હવે તમારું આઈટીઆઈ એડમિશન 2023 નું ફોર્મ સબમિટ થયા બાદ એક રજીસ્ટ્રેશન નંબર મળશે જેને સુરક્ષિત જગ્યાએ સેવ કરી રાખો.

ITI Candidate Login

  • હવે તમે હોમપેજ “Candidate Login“પર ક્લિક કરો, ત્યારબાદ રજીસ્ટ્રેશન નંબર, જન્મ તારીખ અને નીચે આપેલ કોડ નાખી લોગીન કરવાનું રહેશે
  • હવે “Candidate Login” માં નીચે મુજબના ઓપ્શન જોવા મળશે
    • Upload Photo મા જઇને ફોટો અપ્લોડ કરી શકાશે.
    • Edit Application મા જઇને અરજીમા સુધારો કરી શકાશે.
    • Confirm Application મા જઇને અરજી Confirm કરી શકાશે.
    • Fees Payment મા જઇને અરજી ફી/પ્રવેશ ફી ભરી શકાશે.
    • Choice Filling મા જઇને પ્રવેશ માટે ITI અને Trade પસંદ કરી શકાશે.
  • ઉપરોક્ત ઓપ્શન મુજબ “Candidate Login” માં જઈ સૌ પ્રથમ તામરો ફોટો અપલોડ કરો.
  • ત્યારબાદ તમારી અરજીને કન્ફોર્મ કરતાં પહેલાં એક વાર ચકાસી લેવી જરૂરી છે જો કોઈ ભૂલ હોય તો Edit Application પર ક્લિક કરી સુધારો કરી દેવો કેમ કે એકવાર અરજી કન્ફર્મ થયા બાદ અરજીમાં સુધારા વધારા કરી શકાશે નહીં
  • ત્યારબાદ Confirm Application પર ક્લિક કરી ફરીથી તમારો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ નાખવાની રહેશે અને ત્યારબાદ “Go” બટન પર ક્લિક  કરો
  • હવે તમારે “Yes I Confirm” પર ક્લિક કરી તમારી અરજીને સબમિટ કરાવવાની રહેશે
  •  છેલ્લે તમારા દાખલ કરેલ મોબાઈલ નંબર પર એક OTP આવશે જે OTP નાખી તમારી અરજીને સબમિટ કરી શકશો.
  • ત્યારબાદ તમે તમારી અરજી ફોર્મ ને પ્રિન્ટ કાઢી સેવ કરી રાખો

ITI Admission Online Fees Payment

  •  હવે ઓનલાઇન “Fees Payment” ભરવાનું રહેશે જેના માટે તમારે Candidate Login પર જાઓ
  •  ત્યારબાદ Login માં તમારો રજીસ્ટ્રેશન જન્મ તારીખ દ્વારા લોગીન કરી 6 નંબરમાં ” રજીસ્ટ્રેશન ફી” પેમેન્ટ ઓપ્શન પસંદ કરો.
  • હવે તમારી સામે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફી ફોર્મ ખુલશે જેમાં તમે UPI, ઇન્ટરનેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડના માધ્યમથી ઓનલાઈન ફી કરી શકશો
  • તમારા આઇટીઆઇ એડિમશન અરજી ફોર્મ ની ઓનલાઇન ફી ભર્યા બાદ એક રીસીપ્ટ જનરેટ થશે જેની પ્રિન્ટ કાઢીને સાચવી રાખવાની રહેશે

હવે છેલ્લે Candidate Login માં જઈ તમારે તમારો પ્રોવિઝ્નલ મેરીટ નંબર જાણી શકો છો અને તેના આધાર પર તમે “Choice Filling” ના ઓપ્શન પર જઈ તમારો ITI Trade પસંદ કરી શકો છો.

Gujarat ITI પ્રવેશ મેરીટ લીસ્ટ 2023

જે ઉમેદવારોએ ITI Admission Gujarat 2023 માટે ઓનલાઇન ફોર્મ ભર્યું છે તેઓના ધોરણ 10 ના માર્ક આધાર પર મેરીટ લીસ્ટ જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં બહાર પડશે ત્યારબાદ બીજા રાઉન્ડ અરજી ફોર્મ પ્રક્રિયા ફરીથી ચાલુ થશે જેનું ITI મેરીટ લિસ્ટ ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડીયામાં જાહેર થઈ શકે.

તમારું મેરીટ લિસ્ટ ઓનલાઈન જોવા માટે તમે “Candidate Login” માં જઈ પ્રોવિઝનલ મેરીટ જોઈ શકો છો.

જે ઉમેદવારો આઈ.ટી.આઈ માં એડમિશન મેળવવા માંગે છે તેઓ પોતાના નજીકના  અલગ અલગ આઈ.ટી.આઈ સંસ્થામાં રૂબરૂ મુલાકાત લઈ અરજી કરી શકે છે જ્યાં તમે એક સાથે અલગ અલગ આઈટીઆઈ સંસ્થાઓમાં અરજી કરી શકો છો, જેમાંથી મેરીટ આધારે તમે જે કોર્સ પસંદ કરવા માંતા હોવ તેમાં તમારો નંબર કોઈપણ એક ITI સંસ્થામાં આવતો હોય તો ત્યાં તમે એડમિશન મેળવી શકો છો.

ધારો કે તમે ઇલેક્ટ્રિશિયનમાં એડમિશન મેળવવા માંગો છો પરંતુ તમારી નજીકની પ્રથમ ITI સંસ્થામાં ઇલેક્ટ્રિશિયનની પ્રવેશ માટે કોઈ પણ બેઠક નથી તો તમે  નજીકની બીજી કોઈ પણ આઈ.ટી.આઈ સંસ્થામાં અરજી કરેલ છે તો ત્યાં પણ મેરીટ લિસ્ટ આધારે તમારું સિલેક્શન થઈ શકે જેથી તમે જલ્દીથી તમારી નજીકના વિસ્તારની બધી આઇટીઆઇ કોલેજ ની મુલાકાત લો અને તમારું અરજી ફોર્મ ભરવાની વિગતો જમા કરાવી ફોર્મ ને સબમીટ કરાવો. 

ITI Admission Gujarat 2023 Important Links

 માહિતી પુસ્તિકા ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવાઅહીં ક્લિક કરો
 ઓફિસિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Conclusion

વિદ્યાર્થી મિત્રો, તમને અહીથી ITI Admission Gujarat 2023 ની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે, પરંતુ હજુ પણ જો તમને ITI પ્રવેશ મેળવવા અંગે કોઈ પણ પ્રકારની સમસ્યા હોય અથવા કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો તમે અમારા નીચે આપેલ કોમેન્ટ બોક્સમાંથી કોમેન્ટ કરી અમારો સંપર્ક કરી શકો છો જેથી અમે તમારી સમસ્યાનો ઉકેલ લાવવામાં મદદ કરી શકીએ.

Gujarat ITI Admission 2023-24 : FAQ’s

ITI પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

ITI Admission Gujarat 2023 માટે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25/06/2023 છે.

ગુજરાત આઈ.ટી.આઈ માટે અરજી ફી કેટલી છે ?

ITI ફોર્મ ભરવાની અરજી ફી રૂ 50 છે.

ITI Admission Gujarat 2023 ની સત્તાવાર સાઈટ કઈ છે ?

ITI એડમિશન માટે સત્તાવાર સાઇટ “ itiadmission.gujarat.gov.in ” છે

About the author

Gujarat Info Hub

Leave a Comment