કોલ લેટર ડાઉનલોડ

JEE Main Admit Card 2023: 24 મી જન્યુઆરી એ શરુ થનારી જેઈઈ મુખ્ય પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરો

JEE Main Admit Card 2023
Written by Gujarat Info Hub

JEE Main Admit Card 2023 : જેઈઈ મુખ્ય પરિક્ષા ના પ્રથમ ચરણ ના કોલ લેટર અથવા પરીક્ષા સ્લીપ ની રાહ જોઇને બેઠેલા વિધાર્થીઓ માટે સારા સમાચાર છે કે  તારીખ ૨૪ જાન્યુઆરી ૨૦૨૩ થી ૩૧ જાન્યુઆરી ૨૦૨૩ સુધી ચાલનારી JEE Main Exam Phase 1 ના એડમીટ કાર્ડ હવે ઓનલાઈન ડાઉનલોડ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે.

મિત્રો, તમારે JEE Main Exam Admit Card ડાઉનલોડ કર્યા બાદ તેના પર તમારી બધી માહિતી ધ્યાન પુર્વક વાંચી લેવી અને કોઈ સુધારો જણાય તો તમારે નેશનલ ટેસ્ટિંગ ના અધિકારીઓને ડાયરેક્ટ ફોન કરી શકો છો જેનો હેલ્પ લાઈન નંબર ૦૧૧-૪૦૭૫૯૦૦૦/ ૦૧૧-૬૯૨૨૭૭૦૦ છે અને વધુમાં તમે ઈ-મૈલ – jeemain@nta.ac.in પર પણ જાણ કરી શકો છો

JEE Main Exam 2023 બે ચરણમાં લેવાશે પરીક્ષા

JEE Main Exam નુ પહેલુ ચરણ ૨૪ થી ૩૧ મી જાન્યુઆરી ૨૦૨૩ સુધી લેવામાં આવશે, જ્યારે બીજા ચરણ ની પરીક્ષા તારીખ ૬ થી ૨૦ મી એપ્રિલ ૨૦૨૩ ના સમયગાળા માં લેવામાં આવશે. જે.ઈ.ઈ ની મુખ્ય પરિક્ષા ના વિશે વધુ માહિતી માટે તમે આધિકારીક વેબસાઈટ ની મુલાકાત લઈ શકો છો.

JEE Main Admit Card 2023 : કેવી રીતે ડાઉનલોડ કરશો ?

  • સૌ પ્રથમ તમારે અધિકારીક વેબસાઈટ  jeemain.nta.nic.in   પર જાઓ.
  • ત્યાર પછી હોમપેજ પર તમને જેઈઈ મેઈન સેશન ૧ ના એડમીટ કાર્ડ ની લિક જોવા મળશે.
  • લીક પર ક્લિક કરતાં નવું પેજ ખુલશે જેમાં તમારે લોગીન થવું પડશે.
  • જેમાં એપલીકેશન નંબર, જન્મ તારીખ અને પાસવર્ડ નાખવાનો રહેશે.
  • હવે સબમિટ પર ક્લિક કરતા જ એડમીટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે.
  • તમારા એડમીટ કાર્ડને ડાઉનલોડ કરી પ્રિન્ટ નીકાળી દો અને કોઈ ભુલ હોય તો ઉપર જણાવેલ હેલ્પ લાઈન નંબર થી ઓફીસીયલ ને કોન્ટેક્ટ કરી શકો છો

મિત્રો, તમને જણાવી દઈએ કે જે વિદ્યાર્થી મિત્રો JEE Main ૨૦૨૩ ની પરીક્ષા પાસ કરશે તે લોકો JEE Advance ૨૦૨૩ માટે ડાયરેકટ ઉમદવારી માટે નોધાઈ જશે, જેના દ્વારા તમે ભારતની ટોપ આઈઆઈટી અને પ્રતિષ્ઠિત કોલેજમાં પ્રવેશ મેળવી શકશો. JEE Advance 2023 ની અરજી પ્રકીયા ૩૦ એપ્રિલ ૨૦૨૩ થી શરુ થશે અને તેની મુખ્ય પરીક્ષા ૪ જુન ૨૦૨૩ ના રોજ લેવામાં આવશે.

JEE Main 2023 Call Letter ની પ્રકીયા તારીખ ૧૭/૦૧/૨૦૨૩ થી ચાલુ થઈ ગઈ છે, તો તમારા મિત્રો માં કોઈપણ વિદ્યાર્થીએ એપ્લીકેશન ફોર્મ ભર્યું હોય તો તેમને સાથે આ લિંક શેર કરી શકો છો અને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો જેથી તમને નવી ભરતી ની માહિતી મળતી રહે.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment