સરકારી યોજનાઓ

Kuvarbai nu mameru yojana form: કન્યા ના લગ્ન ખર્ચના સહાય રૂપે રૂપિયા 12000 ની સહાય મળી રહી છે, જલ્દી અરજી કરી દો

kuvarbai nu mameru yojana form
Written by Gujarat Info Hub

kuvarbai nu mameru yojana form : હાલ તમને બધાને ખબર જ છે કે લગ્નની સીઝન ચાલુ થઈ ચૂકી છે, અને બધાને ખ્યાલ જ હોય છે કે લગ્નમાં ખૂબ જ ખર્ચ થાય છે એવામાં જો સરકાર તરફથી આર્થિક સહાય મળી રહે તો લગ્ન થનાર કન્યાના પરિવારને ખાસો એવો આર્થિક ટેકો મળી રહે છે. આ માટે જ અમે તમારા માટે એક એવી યોજના ની માહિતી લાવ્યા છે જેમાં લગ્ન થનાર કન્યાને ગુજરાત સરકાર રૂપિયા 12000 ની સહાય પૂરી પાડે છે.

kuvarbai nu mameru yojana form ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી

કુવેરબાઈનુ મામેરુ યોજના દ્વારા કન્યાને આર્થિક સહાય આપવામાં આવે છે પરંતુ તેના માટે અરજી કરનાર પાસે નીચે મુજબના દસ્તાવેજ હાજર હોવા જોઈએ.

  • કન્યા નો ફોટો
  • કન્યા અને યુવકનો લગ્ન સમય નો ફોટો
  • કન્યા અને તેના પતિનું આધાર કાર્ડ
  • કન્યાના વાલી નું આધારકાર્ડ
  • કન્યા અને યુવક બંનેના જાતિના દાખલા, જો લાગુ પડતા હોય તો
  • રહેઠાણના પુરાવા માટે ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ વીજળી બિલ વગેરે માંથી કોઈ એક રજૂ કરવાનું થશે
  • કન્યાના પિતાનો આવકનો દાખલો
  • ઈ કેવાયસી કરેલું રાશનકાર્ડ
  • કન્યા અને યુવક બંનેનો ઉંમર માટેનો પુરાવો, શાળા છોડિયાનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો
  • લગ્નની કંકોત્રી
  • લગ્ન રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ
  • બેંક ખાતાની પાસબુક
  • એકરારનામું અને બાંહેધરી પત્રક

₹12,000 ની સહાય કોને મળે છે ?

  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની કન્યાઓ તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓને લગ્ન ખર્ચમાં ટેકો આપવા માટે સરકાર તરફથી ₹12,000 ની સહાય આપવામાં આવે છે.
  • આ યોજનાનો લાભ લેવા માટે કન્યા ની ઉંમર 18 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ તેમજ યુવકની ઉંમર 21 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ.
  • સૌથી જરૂરી બાબત કે લગ્ન થયા ના બે વર્ષની અંદર આ યોજના માટે અરજી કરવાની રહેશે નહીંતર આ યોજનાનો લાભ નહીં મળે.
  • જો કન્યા ગ્રામ્ય વિસ્તારની હોય તો વાર્ષિક આવક એક લાખ વીસ હજાર રૂપિયાથી વધારે ન હોવી જોઈએ તેમજ શહેરી વિસ્તાર ના રહેવાસી હોય તો વાર્ષિક આવક 1,50,000 થી વધારે ન હોવી જોઈએ.
  • એક કુટુંબમાં વધુમાં વધુ બે દીકરીઓને જ આ યોજનાનો લાભ મળે છે.

કુવરબાઈનુ મામેરુ યોજના માટે અરજી ફોર્મ

જો તમે આ યોજના માટે યોગ્યતા ધરાવો છો તો તમારે ઈ સમાજ કલ્યાણની સત્તાવાર વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ પરથી આ યોજના માટેનું અરજી ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું રહેશે, આ ઉપરાંત આ યોજનાની વિશેષ માહિતી આ વેબસાઈટ પરથી જ મેળવી શકાશે.

આશા રાખું છું કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો હાલમાં જેના લગ્ન થવા જઈ રહ્યા છે તે કન્યાઓને આ આર્ટીકલ જરૂર શેર કરજો જેથી તેઓ આ યોજનાનો લાભ મેળવી અને થોડું આર્થિક ભારણ ઘટાડી શકે અને આવી જ રીતે ઉપયોગી સરકારી યોજનાઓને માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

About the author

Gujarat Info Hub

Leave a Comment