નોકરી & રોજગાર

LRD Bharti 2023 – ગુજરાત પોલીસ માં કુલ 8000 Constable ની થશે ભરતી

LRD Bharti 2023
Written by Gujarat Info Hub

LRD Bharti 2023:- મિત્રો, ગુજરાત પોલીસ ભરતી માં 300 PSI અને 8000 Police Constable ની વર્ષ 2023 થશે ભરતી, આવું નિવેદન માનનીય ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવેલ છે

Gujarat Police Lok Rakshak Dal Bharti ની જાહેરાત ઓગસ્ટ 2023 માં તમે ઓનલાઇન જોઈ શકશો. ગુજરાત પોલીસ ના ગૃહ મંત્રી દ્વારા નિવેદન આપવામાં આવેલ છે પરંતુ ગુહ મંત્રાલય દ્વારા હજુ સુધી કોઈપણ પ્રકારનું નોટિસ બહાર પાડેલ નથી. પરંતુ જે મિત્રો Gujarat LRD Bharti 2023 ની રાહ જોઈ બેઠા છે તેમને અમે જણાવી દઈએ કે GUJARAT POLICE RECRUITMENT 2023 તમને ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડીયા સુધી તમે પોલીસ જાહેરાત ઓજસ પર જોવા મળી શકે છે.

જે મિત્રો Gujarat Police Constable માં નોકરી કરવા ઈચ્છુક હોય તે લોકોને અત્યારથી જ તૈયારી ચાલુ કરી દેવી જોઈએ કેમ કે ગુજરાત સરકાર દર વર્ષ એ પોલીસ વિભાગ માં ભરતી કરે છે.અને વર્ષ 2022 માં 1300 જેટલાં PSI/ASI ની ભરતીનું રિઝલ્ટ હમણાં જ બહાર પડ્યું અને તમની ટ્રેનિંગ નો તબક્કો પણ ચાલુ થઈ ગયેલ છે.

ગુજરાત લોકરક્ષક દળ ની ભરતીમાં જો તમે અનામત કેટેગરીમાં આવતા હોવ તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે તમારા જાતીના પ્રમાણપત્ર ના રિ ચેકીગ માટે કેટ્લાક પુરાવા રજુ કરવા પડશે તેની માહિતી આપડે અહીથી જોઇશું અને વધુ માહિતી માટે તમે ગુજરાત લોક રક્ષક બોર્ડ ની ઓફીસિયલ વેબસાઈટ ની મુલાકાત પણ લઈ શકો છો.

હવે તમે અહિથી ગુજરાત પોલીસ ભરતી 2023 નો સિલેબસ અને ભરતી પ્રકિયા વિશે સંપૂર્ણ માહિતી આપીશું.

LRD Bharti 2023 Education Qualification

શૈક્ષણિક લાયકાત :

  • ગુજરાત લોક રક્ષલ દળ ની ભરતી માટે તમારી કોઇપણ વિષય સાથે ૧૨ પાસ કરેલ હોવુ જોઇએ.

વ્યમર્યાદા :

  • આ ભરતી માટે ઓછામાં ઓછી ઉમર ૧૮ વર્ષ સુધી માન્ય રહેશે.
  • વધુમાં વધુ ઉમર ૩૪ વર્ષ સુધી માન્ય ગણાશે પરંતુ કેટેગરી પ્રમાણે ઉમરમાં છુટ છાટ આપવામાં આવેલ છે.

પાગર ધોરણ

  • Police Constable lrd ભરતી એ વર્ગ-૩ ની ભરતી છે, તો તેમનો શરુઆતનુ પગાર ધોરણ રુ. ૧૯૯૫૦ રહેશે. જે પ્રથમ પાચ વર્ષ માટે ફિક્સ હશે.

આ પણ જુઓ :- Forest Guard Syllabus & Exam Pattern

Gujarat Police Bharti 2023 Selection Process

Physical Efficiency Test – 25 માર્ક

  • મિત્રો, સૌ પ્રથમ તમારી હાઇટ, વજન અને છાતી ચેક થશે જેમાં પાસ થશો તો તમને ગ્રાઉન્ડ માં એન્ટ્રી મળશે.
  • ત્યારબાદ તમારે ઓછામાં ઓછા ૨૫ મિનિટ માં ૫ કિલોમિટર નુ રનીંગ લાગવુ પડશે તથા મહીલા ઉમેદવાર માટે ૧૬૦૦ મિટર ૯.૩૦ મિનિટ માં પાસ કરવું ફરજીયાત છે. જેટ્લા ઓછા સમય માં પાસ કરશો તેટલા માર્ક વધુ મળશે.
  • રનીંગ નાં કુલ ૨૫ માર્ક છે જેમાંથી તમે જેટ્લા વધુ માર્ક કવર કરી શકો તે તમારા Written Test માટે વધુ મદદ થશે.

Police Bharti Written Examination – 100 માર્ક

  • જે મિત્રોએ Physical Efficiency Test માં પાસ થયેલ છે, તે લોકો આ પોલિસ ભરતી ૨૦૨૩ ની લેખીત પરીક્ષા માટે યોગ્ય ગણાશે.
  • LRD Bharti 2023 ની લેખીત પરીક્ષા કુલ ૧૦૦ માર્ક ની રહેશે જે OMR મુજબની હશે.
  • પોલીસ લેખીત પરીક્ષા માટે સિલેબસ તમે નિચેથી જોઈ શકશો.

Gujarat Police Constable Document Verification

મિત્રો, પોલિસ કોન્સટેબલ ની લેખીત પરીક્ષા બાદ તમારૂ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે મેરીટ લિસ્ટ બહાર પડશે, તે પ્રમાણે તમારે નુચે મુજબના ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવુ પડશે.

LRD Required Document List

  • ધોરણ ૧૨ ની માર્કસીટ
  • ધોરણ ૧૨ પાસિંગ સર્ટીફિકેટ
  • ૨ પાસપોર્ટ સાઈઝના ફોટા
  • L.C (Leaving Certificate)
  • તમારા રેસીડેન્ટ ના પુરાવા (અધાર કાર્ડ, રેશનકાર્ડ)
  • નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર
  • જાતી નું પ્રમાણપત્ર
  • જો તમે OBC કેટેગરી માં આવો છો તો તમારે તમારા કુટુબના સભ્યોનો ૧૯૯૪ પેહલાનો જાતીનો પુરાવો જોડવો પડ્શે ( જેવુ કે પિતા કે માતા નુ L.C )
  • જો તમે ST કેટેગરીમાં આવો છો તો તમારે ૭૩ એએ ની નોધ તમારા કુંટબના ૭/૧૨ માં પડેલ હોય તે રજુ કરવી જેથી તમારી જાતી વેરીફિકેશન સરળ રહે.
  • મિત્રો, વધુ માટે તમે ઓફીસીયલ વેબસાઈટ જોઈ શકો છો.

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીમાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?

Gujarat Police Constable Job Online Application: મિત્રો તમે ઓજસ વેબસાઈટ ની મદદથી ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો, તેના માટે તમારે ઊપર જણાવેલ જરુરી ડોક્યુમેન્ટ સાથે રાખી ને નિચેના સ્ટેપ ફોલોવ કરવાના રહેશે.

  • સૌ પ્રથમ ojas.gujarat.gov.in તમારા મોબાઈલ માં ખોલો.
  • ત્યારબાદ હોમપેજ “Online Application” મેનું પર ક્લિક કરો અને “Apply” પર ક્લિક કરો.
  • હવે તમારી સામે નવુ પેજ ખુલશે જેમા ” Gujarat Police Constable Recruitment Class-3 ” ભરતી પસંદ કરી “Apply” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • જો તમે OJAS પર તમે રજીસ્ટર કરાવેલ હોય તો ” Register No” & ” Birth Date” નાખી લોગીન કરી શકો. અને નવૂં રેજીસ્ટર હોય તો તમારુ “Account” ઓજસ પર બનાવવનું રહેશે.
  • ત્યારબાદ જરુરી ડૉક્યુમેન્ટ ની માહિતી નાખીને તમારા ફોટો અને સાઈન અપલોડ કરવાના રહેશે.
  • હવે ફોર્મ સબમીટ કરતા પહેલા ઓનલાઈન ફિ ભરવાની રહેશે અને જો ઓનલાઈન ના ભરી શકો તો ચલનની પ્રિન્ટ નિકાળી તમે પોસ્ટ માં પણ ભરી શકો છો.
  • હવે LRD ભરતી ફોર્મ સબમિટ કરી અને પ્રિન્ટ નિકાળી રાખો.
  • અને ખાસ તમારો Police Bharti Confirmation Number સેવ કરી રાખવો

LRD Bharti 2023 Call Letter

મિત્રો, ગુજરાત પોલીસ ભરતી ૨૦૨૩ ના કોલ લેટર કે એડમીટ કાર્ડ ડાઉનલોડ પ્રકીયા એકદમ સરળ છે, તમે તમારા મોબાઈલ માં ઘરે બેઠા ડાઉનલોડ કરી શકો છો, તેના માટે ખાલી તમારો LRD Bharti Confirmation Number અને તમારી જન્મ તારીખ ની જરુર પડશે.

  • સૌ પ્રથમ OJAS વેબસાઈટ તમારા મોબાઈલ માં ખોલો
  • ત્યારબાદ “Call Letter/Preference” મેનું પર ક્લિક કરો
  • હવે તમારે જોબ માં ” Gujarat Police Constable Recruitment Class-3 ” પસંદ કરવાની રહેશે.
  • ત્યારબાદ તમારો “Confirmation Number” અને “Birth Date” નાખો.
  • હવે “Print Call Letter” પર ક્લિક કરતા તમે LRD Bharti Admit Card જોઈ શક્શો.

મિત્રો, હાલ તારીખ 19/04/2023 ના ન્યુઝ પ્રમાણે વર્ષ ૨૦૨૩ માટે ૮ થી ૯ હજાર પોલિસ કોન્સટેબલ ની ભરતી કરવામાં આવશે જેની ફિઝિકલ પરીક્ષા સપ્ટેમ્બર મહિના બાદ યોજાઈ શકે તેવું જાણવા મળેલ છે.

રાજ્યના ગૃહ મંત્રી દ્વારા LRD Bharti 2023 વિશે જણાવતા નિવેદન આપ્યું છે, કે ઉનાળા અને ચોમાસામાં ફિઝિકલ ટેસ્ટ લઈ શકાતી નથી જેથી આ વર્ષની પોલીસ કોન્સટેબલ ની ભરતી સપ્ટેમ્બર મહિના પછી યોજવામાં આવશે.

મિત્રો, જો તમને Gujarat Police Constable Bharti 2023 ના લગતી કોઇપણ માહિતી સેર કરવા માગતા હોવ તો નિચે કોમેન્ટ બોકસ માં જણાવી શકો છો. અને LRD ભરતી ની જાહેરાત ને લગતા તમાંમ ન્યુઝ જોવા માટે અમારી આ વેબસાઈટ જોતા રહો.

આ પણ વાંચો :- ગુજરાત ટાટ પરીક્ષા તારીખ જાહેર, જાણો સિલેબસ અને અરજી કરવાની રીત

નોધ :- આ બ્લોગ ફક્ત તમને માહિતી મળી રહે તે માટે લખવામાં આવેલ છે અને વધુ માહીતી માટે અમારા વોટ્સઅપ ગ્રુપ માં જોડાઈ શકો છો.

Spread the love

About the author

Gujarat Info Hub

4 Comments

Leave a Comment