મફત પરિવહન સુવિધા: 18 નવેમ્બર 2024 થી શાળા કોલેજો શરૂ થઈ ગઈ છે અને દરેક વિદ્યાર્થીનું ભણતરનું કાર્ય શરૂ થઈ ગયું છે પરંતુ ઘણા વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવા માટે મુશ્કેલીઓ પડતી હોય છે તેથી તેઓ સમયસર શાળાએ પહોંચી શકતા નથી અથવા તો શિક્ષણ થી જ સાવ વંચિત રહી જતા હોય છે. આવું ન થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા મફત પરિવહન સુવિધા શરૂ કરવામાં આવી છે જેની વિગતવાર માહિતી નીચે પ્રમાણે છે.
Mafat parivahan suvidha | મફત પરિવહન સુવિધા
સમગ્ર શિક્ષા હેઠળ રાજ્યની ધોરણ-1 થી 8ની સરકારી પ્રાથમિક અને ધોરણ-9 થી 12ની સરકારી તેમજ અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે મફત પરિવહન સુવિધા આપવામાં આવશે જેથી કોઈ પણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ના રહી શકે પણ આ સુવિધાનો લાભ લેવા માટે કેટલીક શરતોનું પાલન કરવું જરૂરી છે જે નીચે મુજબ છે.
મફત પરિવહન સુવિધા માટેની શરતો
- ધોરણ-1 થી 5ની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીના રહેઠાણનું અંતર 1-કિમી થી વધુ હોય તેવા વિદ્યાર્થીને જ લાભ મળશે.
- ધોરણ-6 થી 8ની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીના રહેઠાણનું અંતર 3-કિમી થી વધુ હોય તેવા વિદ્યાર્થીને જ લાભ મળશે.
- ધોરણ-9 થી 12ની સરકારી અને અનુદાનિત શાળાઓમાં વિદ્યાર્થીના રહેઠાણનું અંતર 5-કિમી થી વધુ હોય તેવા વિદ્યાર્થીને લાભ.
સૌથી જરૂરી બાબત કે ધોરણ 1 થી 12 માં પ્રમાણેની શરતોનું પાલન કરતા અને ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને જ આ સુવિધાનો લાભ મળવા પાત્ર છે.
આ સુવિધાનો લાભ મેળવવા શું કરવું ?
જો તમે ગુજરાત રાજ્યના અંતરિયાળ વિસ્તારના રહેવાસી છો અને ઉપર મુજબની શરતોનું પાલન કરો છો તેમજ શાળાએ જવા માટે સરકારની આ પરિવહન સુવિધાનો લાભ મેળવવા ઈચ્છો છો તો તમારે તમારી નજીકની શાળાનો સંપર્ક કરવાનો રહેશે અને આ મફત પરિવહન સુવિધા વિશે જાણકારી મેળવવાની રહેશે.
આ ઉપરાંત આ વિશે વધારે માહિતી માટે transportspo@ssguj.in અથવા તો મો-7574800748 પર કોલ કરી આ વિશેની વધુ માહિતી મેળવી શકો છો.
આશા રાખું છું કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે જો માહિતી કામની લાગી હોય તો આ માહિતી તમારા દરેક વિદ્યાર્થી મિત્રો તેમજ વાલીઓને શેર કરજો જેથી તેઓને આ સુવિધા વિશે ખબર પડે અને તેનો લાભ મેળવી શકે અને આવી જ રીતે કામના સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.