દિન વિશેષ નિબંધ લેખન

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિબંધ – National Science Day 2023 Theme

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
Written by Gujarat Info Hub

National science Day 2023 Theme: રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ભારતમાં 28 ફેબ્રુઆરીના દિવસને Vigyan Divas રૂપમાં ગ્લોબલ સાયંસ ફોર ગ્લોબલ વેલબીઈંગ 2023 ની થીમ ઉપર ભારતમાં ગૌરવપૂર્ણ રીતે ઉજવવામાં આવે છે. આ દિવસે શાળાઓ ,મહાશાળાઓ અને વિજ્ઞાન સાથે સંકળાયેલી સંસ્થાઓ વિવિધ રીતે ઉજવણી કરે છે . સર સી.વી .રામન દ્વારા કરવામાં આવેલી રમન ઇફેટ્સ ની શોધ દિવસની યાદ ગીરી રૂપે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે . તો ચાલો આપણે દિવસ અને સર સી.વી. રામન વિષે વધુ માહિતી મેળવીએ.

National Science Day 2023 Theme: Global science For Global Wellbeing

Vigyan Divas 2023: 28 ફેબ્રુઆરી એ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ એ આ વખતનો 37 મો નેશનલ સાયન્સ દિવસ છે . તેમજ રમન ઇફેક્ટ શોધની 96 મી જયંતિ પણ છે . ભારતના ખ્યાતનામ વિજ્ઞાની સર સી.વી .રામને 1928 માં તેમણે કરેલી રમન ઇફેક્ટની શોધની  યાદગીરી ને કાયમી યાદ માટે 1986 માં રાષ્ટ્રીય વિજ્ઞાન અને પ્રૌધોગિકી પરિષદ દ્વારા કરેલા પ્રસ્તાવ મુજબ દર વર્ષે 28 ફેબ્રુઆરીએ જુદી જુદી થીમ અનુસાર રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે .Vigyan Divas 2023 Theme : ગ્લોબલ સાયંસ ફોર ગ્લોબલ વેલબીઈંગ (Global science For Global Wellbeing ) વૈશ્વિક કલ્યાણ માટે વૈશ્વિક વિજ્ઞાન .

સી. વી. રામનને  નોબલ પુરુસ્કાર

સર સી.વી. રામને કલકત્તા ના વિજ્ઞાન સંઘની પ્રયોગ શાળા માં 28 ફેબ્રુઆરી 1928 ના દિવસે કરેલી  રમન ઇફેક્ટની શોધ માટે તેમને વિશ્વનો ખૂબ પ્રતિષ્ઠત ગણાતો નોબલ પુરુસ્કાર 1930 ભૌતિક શાસ્ત્ર માટે સર સી.વી .રામનને  મળ્યો હતો . ભૌતિકશાસ્ત્ર માટે નો સર સી.વી. રામનને મળેલો નોબલ પુરુસ્કાર સમગ્ર એશિયામાં મેળવનારા તેઓ પ્રથમ હતા  .ત્યારબાદ 1954 માં ભારત રત્ન સી.વી .રામનને  એનાયત થયો હતો . નોબલ પુરુસ્કાર મેળવનાર ભારતીયોમાં રવિન્દ્રનાથ ટાગોર પછી તેઓ બીજા ભારતીય બન્યા જે ભારત માટે ગૌરવની વાત છે .

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણી – Vigyan Divas 2023 Celebration

28 February National science Day 2023 એ National Vignyan divas 2023 ની આ વર્ષ ની થીમ છે .  વિશ્વના ના કલ્યાણ માટે વૈશ્વિક વિજ્ઞાન ઉજવણીનો હેતુ દુનિયાના વૈજ્ઞાનિકો ને પરસ્પર જોડવાના  ભાવ સાથે વિજ્ઞાન સાથે જોડી વૈશ્વિક કલ્યાણ માટે વિજ્ઞાનનો ઉપયોગ એ વિષય મુજબ વિજ્ઞાન સંસ્થાઓ મહાશાળાઓ અને શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાશે . આપણા જીવનમાં વિજ્ઞાનનો ઉપયોગ અને જરુરીયાત વિષે જાગરુકતા ફેલાય અને વિધાર્થીઓ અને લોકોની ના વિજ્ઞાન વિષયમાં રુચિ વધે  તે માટે વિજ્ઞાન દિવસની ઉજવણી થાય છે . આ કાર્યક્રમોમાં વ્યાખ્યાન ,ભાષણ નિબંધ સ્પર્ધા ,વિજ્ઞાન પ્રદર્શન અને વિજ્ઞાન ક્વીઝ જેવા વિવિધ  કાર્યકર્મો  દ્વારા વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે . તેમજ સર .સી.વી.રામનના જીવન દર્શન પર વ્યાખ્યાનો  અને ભાષણો આપવામાં આવે છે .

ચંદ્રશેખર વૈકટ રામન સર .સી.વી.રામનનો પરિચય (c.v.Raman)

સર .સી.વી.રામનનો જન્મ 7 નવેમ્બર 1888 માં  દક્ષિણ ભારતના તામીલનાડુ રાજ્યના તિરુચિલ્લાપલ્લી મુકામે એક બ્રાહમણ પરિવારમાં થયો હતો .તેમના પિતા પણ ગણિત અને ભૌતિક શાસ્ત્ર ના પ્રાધ્યાપક હતા .તેથી  સી.વી.રામનને ઘરમાં જ અભ્યાસ માટેનું સારું વાતાવરણ મળ્યું . ચેન્નાઈની રમન પ્રેસીડેન્સી કોલેજમાં કોલેજનો અભ્યાસ કર્યો. તેમણે ભૌતિક શાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક અને ત્યારબાદ 1907 માં અનુસ્નાતકની પદવી મેળવી તેમના પરીવારમાં તેમના  ભત્રીજા સુબ્રમણ્યમ ચંદ્રશેખરે પણ ભૌતિક શાસ્ત્ર માં નોબલ પારિતોષિક મેળવ્યું છે . તેમણે કોલેજમાં પણ ભૌતિક શાસ્રમાં 70 ટકા કરતાં વધુ ગુણ મેળવી સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો . અનુસ્નાતક ના અભ્યાસ પછી તેઓ કલકતા માં  ફાઇનાન્સ વિભાગમાં એકાઉન્ટન્ટ તરીકે જોડાયા અને કલકતા થીજ તેમની કારકીર્દીની શરૂઆત કરી . કલકત્તા વિજ્ઞાન સંઘની પ્રયોગશાળામાં , તેમણે 1928 માં પ્રકાશના પરાવર્તનની આશ્ચર્ય ચકિત કરી દેનાર ઘટના જોઈ જેને આજે આપણે રમન ઇફેક્ટસ કહીએ છીએ .  પ્રકાશનાં કિરણો કઈ રીતે કામ કરે છે . તે શોધ તેમણે કરી જે ને પાછળથી તેમના નામ સાથે જોડી રમન ઇફેક્ટ્સ એવું નામ આપવામાં આવ્યું . સર સી.વી.રામન નું અવસાન 21 નવેમ્બર 1970 ના રોજ થયું .

આ પણ વાંચો :- દિન વિશેષ ફેબ્રુઆરી

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિબંધNational Science Day Nibandh in Gujarati

ભારતમાં 28 ફેબ્રુઆરીના દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.  આદિવસે શાળાઓ ,મહાશાળાઓ અને વિજ્ઞાન સાથે સંકળાયેલી સંસ્થાઓ. સર સી.વી .રામન દ્વારા કરવામાં આવેલી રમન ઇફેટ્સ ની શોધ દિવસની યાદ ગીરી રૂપે આ દિવસની ઉજવણી કરે છે . આજે 37 મો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે . તેમજ રમન ઇફેક્ટ શોધની 96 મી જયંતિ પણ છે . ભારતના ખ્યાતનામ વિજ્ઞાની સર સી.વી .રામને 1928 માં તેમણે કરેલી રમન ઇફેક્ટની શોધની  યાદગીરી ને કાયમી યાદ માટે રાષ્ટ્રીય વિજ્ઞાન અને પ્રૌધોગિકી પરિષદ દ્વારા દર વર્ષે 28 ફેબ્રુઆરીએ જુદી જુદી થીમ અનુસાર રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે . આ વર્ષની થીમ ગ્લોબલ સાયંસ ફોર ગ્લોબલ વેલબીઈંગ   એટલે કે વૈશ્વિક કલ્યાણ માટે વૈશ્વિક વિજ્ઞાન . વિજ્ઞાનનો ઉપયોગ એ વિષય મુજબ વિજ્ઞાન સંસ્થાઓ મહાશાળાઓ અને શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાશે . આપણા જીવનમાં વિજ્ઞાનનો ઉપયોગ અને જરુરીયાત વિશે જાગરુકતા કેળવાય  અને વિધાર્થીઓ અને લોકોને  ના વિજ્ઞાન વિષયમાં રુચિ અને રસ વધે  તે માટે વિજ્ઞાન દિવસની ઉજવણી થાય છે . આ કાર્યક્રમોમાં વ્યાખ્યાન ,ભાષણ નિબંધ સ્પર્ધા ,વિજ્ઞાન પ્રદર્શન અને વિજ્ઞાન ક્વીઝ જેવા વિવિધ  કાર્યકર્મો  દ્વારા વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે . તેમજ સર .સી.વી.રામનના જીવન દર્શન પર વ્યાખ્યાનો  અને ભાષણો આપવામાં આવે છે .

સર .સી.વી.રામનનો જન્મ 7 નવેમ્બર 1888 માં  દક્ષિણ ભારતના તામીલનાડુ રાજ્યના તિરુચિલ્લાપલ્લી મુકામે એક બ્રાહમણ પરિવારમાં થયો હતો .તેમના પિતા પણ ગણિત અને ભૌતિક શાસ્ત્ર ના પ્રાધ્યાપક હતા. અભ્યાસમાં તે ખુબજ તેજસ્વી હતા . કોલેજમાં તેમણે સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો . ત્યારબાદ તેઓ નોકરી માટે કલકત્તા ગયા . કલકત્તા વિજ્ઞાન સંઘની પ્રયોગશાળામાં .તેમણે 1928 માં પ્રકાશના પરાવર્તનની ઘટના શોધ કરી અને સમગ્ર વિશ્વમાં જાણીતા બન્યા . તેમને આ શોધ માટે વિશ્વનો સૌથી મોટો ગણાતો એવોર્ડ નોબલ એવોર્ડ 1930 માં મળ્યો . ત્યારબાદ 1954 માં ભારત સરકારનો ભારત રત્ન એવોર્ડ મળ્યો . ભારતને ગૌરવ અપાવનાર આ  આ મહાન વૈજ્ઞાનિક સર સી.વી.રામને 21 નવેમ્બર 1970 ના રોજ આ દુનિયાની ચિર વિદાય લીધી .

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment