Health હેલ્થ ટિપ્સ

Norovirus: કેરળમાં નવો વાયરસ “નોરોવાયરસ” ની થઈ એન્ટ્રી, જાણો શું છે એના લક્ષણ અને બચવાના ઉપાયો

નોરોવાયરસ
Written by Gujarat Info Hub

Norovirus in India (નોરોવાયરસ): મિત્રો તમે જાણો છો કે હજુ આપણા બાજુ નો દેશ ચીન કોરોના વાયરસ સામે લડી રહ્યો છે અને ભારત પણ કોરોના વાયરસ ના સામે લડી ચુક્યો છે એવા માં જ દેશ માટે એક જીતા જનક સમાચાર છે કે કેરળ રાજ્યમાં નોરોવાયરસ ના 2 કેસ સામે આવ્યા છે. જે કેરળના ઈર્ણાકુલમ જિલ્લા માંથી મળ્યા છે. આ સમાચાર કેરળના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા તારીખ 23/01/2022 ના રોજ આપવામાં આવ્યા છે. તો ચાલો આજે આપણે જોઈશું જે નોરોવાયરસ ના લક્ષણ શું છે અને આ વાયરસ થી બચવા માટે શું કરવું જોઈએ.

નોરોવાયરસ શું છે ?

આ એક એવો વાયરસ છે જેમાં લોકોને ઉલ્ટી અને જુલાબ જેવી તકલીફો થાય છે, જેટલા લોકો સંક્રમિત થયાં છે તેઓ ખરાબ ભોજન અને ખરાબ વાસણ ના લીધે બીમાર થયાં છે. WHO નું કેહવું છે કે આ નોરો વાયરસથી દુનિયામાં દરેક વર્ષે 67 કરોડ લોકો સંક્રમિત થાય છે. જેમાં લગભગ 2,00,000 લોકો આ વાયરસ થી મૃત્યુ પામે છે. આ વાયરસ ને winter vomiting bug ( વિન્ટર વોમિટિંગ બગ) ના નામથી પણ ઓળખાય છે.

નોરોવાયરસ થવાના મુખ્ય કારણો – Norovirus Transmission

આ વાયરસમાં અલગ અલગ રીતે લોકો સંક્રમિત થાય છે જેવું કે કોઈપણ વ્યક્તિ જેને આ વાયરસ હોય તેના સંપર્ક માં આવાથી, ખરાબ ભોજન અથવા પાણી લેવાથી પણ આ વાયરસ થઈ શકે છે. જે પણ લોકો ને આ વાયરસ થયેલ છે તેના સંપર્ક માં આવતા કોઈપણ વ્યક્તિ ને આ વાયરસ થઈ શકે છે. નોરોવાયરસ ફેલાવાના મુખ્ય કારણ નીચે મુજબ છે

  • ખરાબ આહાર લેવો
  • ખરાબ પાણી પીવું
  • જે વ્યક્તિ ને નોરોવાયરસ થયેલ છે તેના સંપર્ક માં આવું
  • કોઈપણ ખરાબ વસ્તુ ને અડી ને હાથ ધોયા વગર મોં પર લગવાથી આ વાયરસ થઈ શકે છે

નોરોવાયરસ ના લક્ષણો – Norovirus symptoms

આ વાયરસ ના લક્ષણો કોરોના વાયરસ કરતા અલગ જ છે આમાં તમને લક્ષણો 24 થી 48 કલાક સુધી માં જ તરી આવે છે અને જો લક્ષણો દેખાય તો તરત જ નજીકની હોસ્પિટલ માં જઈ ડોક્ટર નો સંપર્ક કરી શકો. એવું નથી કે દરેક ને બધા લક્ષણ હોય કેટલાક લોકોમાં લક્ષણ દેખાતા પણ નથી તો પણ તે લોકો સંક્રમિત હોય છે. આવો જોઈએ નોરોવાયરસ માં કયા ક્યાં લક્ષણો હોય છે.

  • તાવ આવવો
  • ઉલ્ટીઓ થવી
  • પેટમાં દર્દ થવું
  • ઉબકા આવવા
  • માથું અથવા આખા શરીર માં દુખાવો
  • પેટને લગતી કોઈપણ ખરાબી
  • ડાયરીયા થવા

નોરોવાયરસ સારવાર – Norovirus Treatment

આ વાયરસના દર્દી ને હલકો અને લીકવીડ ખોરાક લેવાય. આ સિવાય વધુમાં વધું પાણી પીવું જરૂરી છે. અને બને તેટલો આરામ કરવો જરૂરી છે મિત્રો ડોક્ટર જે સલાહ આપે તેને ખાસ ફોલોવ કરવી કેમ કે એમાં પણ ઇમ્યુનીટી ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment