જાણવા જેવું Online-Payment

હવે ઘરે બેઠા મેળવો લર્નિંગ લાઈસન્સ ઓનલાઈન

લર્નિંગ લાઈસન્સ ઓનલાઈન
Written by Gujarat Info Hub

લર્નિંગ લાઈસન્સ ઓનલાઈન: આજના આ ડિજિટલ યુગ માં બધું ઘરે બેઠા ઓનલાઇન કરી શકાય છે. તો એમાં લાઇસન્સ ની વાત કરવામાં આવે તો આજ દિન સુધી તમે તમારું ડ્રાયવિંગ લાઇસન્સ માટે RTO Office ના ઘણા બધા ધક્કા લગાવી ચુક્યા હશો. પરંતુ ભારત સરકાર આ માટે નવી પોલિસી લાવી રહી છે જેના અંતર્ગત દરેક રાજ્યમાં હવેથી ઘરે બેઠા ઓનલાઇન કાચું લાઇસન્સ ની ઓનલાઇન પ્રક્રિયા ચાલુ થવાની છે. જેમાં તમે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટર થી ઘરે બેઠા ઓનલાઇન અરજી કરી શકશો અને ટેસ્ટ પણ આપી શકશો. જેની સંપૂર્ણ વિગત આ લેખમાં જોઈશું.

ઘરે બેઠા મેળવો લર્નિંગ લાઈસન્સ ઓનલાઈન

મિત્રો, કેન્દ્ર સારકારની નવી પોલીસી મુજબ દરેક રાજ્યને હવે લર્નિગ લાઈસન્સ ઓનલાઈન માટે કેન્દ્ર સરકારના પરિવહન વિભાગ ના પોર્ટલ દ્વારા ઓનલાઇન પરીક્ષા ઘરે બેઠા આપી શકે તેવી વ્યવસ્થા કરવાની છે. જેના અંતર્ગત અરજદારે પોતાના ઘરે થી ઓનલાઇન અરજી કરી ટેસ્ટ આપી કાચું લાઇસન્સ મેળવી શકે તેમજ આરટીઓ માં લર્નિગ લાઇસન્સ ના પ્રથમ ટેસ્ટ માટે જવું ના પડે, આ પ્રક્રિયામાં ગેરરીતિ ના થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક નિયમો અમલમાં લવાશે. વધુમાં આજના ડિજિટલ યુગ માં ડ્રાઇવિંગ ટેસ્ટ નું પીઝિકલ નોલેજ કરતા તેના નિયમો દરેક વ્યક્તિ ને જાણ હોવા જરૂરી છે. તો આ નિર્ણય તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો

ઓનલાઈન લર્નિગ લાઈસન્સ ટેસ્ટ

પરિવહન વિભાગ દ્વારા કાચા લાઇસન્સ ના ઓનલાઇન ટેસ્ટ માટે ફેસ રિકોગનાઈઝ અને બાયો આધાર આધારિત ઓનલાઇન સિસ્ટમ સેટ કરશે જેના દ્વારા તમે ડિજિટલ પોર્ટલ માં લોગીન થઈ ને ટેસ્ટ આપી શકશો. જો અભ્યાસક્રમ ની વાત કરવામાં આવે તો એ પણ કેન્દ્ર સરકારના પરિવહન વિભાગ દ્વારા નક્કી કરી તમને તેની તૈયારી માટે 1 અઠવાડિયું આપવામાં આવશે ત્યારબાદ તમે ઓનલાઇન ટેસ્ટ આપી શકશો. હવે આપણે જોઈશું કે ડાયવીંગ લાઇસન્સ માટે અરજી કેવી રીતે કરવી.

ઘરે બેઠા કરો કાચા લાઈસન્સ માટે ઓનલાઈન અરજી

મિત્રો જો તમે લર્નિગ લાઈસન્સ ઓનલાઈન અરજી કરવા માંગો છો તો તમારે સૌ પ્રથમ તેને પાત્ર હોવા જરૂરી છે જેમ કે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જરૂરી છે.

ત્યારબાદ તમે sarthi.parivahan.gov.in લાઇસન્સ માટે પરિવહન વિભાગ દ્વારા બનાવેલ ઓનલાઇન પોર્ટલ છે તેની મુલાકાત લો.

ત્યાં તમે તમારી સંપૂર્ણ માહિતી સાથે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી અને ઓનલાઇન પેમેન્ટ કરી તમારી અરજી જમા કરાવી શકો છો.

મિત્રો, લર્નિગ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ની આ પ્રકિયા હજુ અમલમાં નથી આવી પરંતુ તેને થોડા સમયમાં તમે ઓનલાઇન જોઈ શકશો કેમ કે આ પ્રકિયા ઝડપથી અમલમાં લાવવા કેન્દ્ર સરકારનો આદેશ છે.

જો તમે નવું લાઈસન્સ ફોર્મ તથા રિન્યુ ડ્રાવિંગ ફોર્મ ડાઉનલોડ કરવા માંગો છો તો અહી ક્લિક કરો.

મિત્રો,જો તમને Online Licence Application Gujarat ને લગતી આ અમારી માહીતી પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે સેર કરો અને આવી નવી ઓનલાઈન પધ્ધતિઓ જોવા માટે અમારી વેબસાઈટ ને જોતા રહો.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment