ખેડૂત સહાય યોજના સરકારી યોજનાઓ

પેડી ટ્રાન્સ પ્લાન્ટર યોજના ફોર્મ । Paddy Transplanter Sahay Yojana

પેડી ટ્રાન્સ પ્લાન્ટર યોજના ફોર્મ
Written by Gujarat Info Hub

પેડી ટ્રાન્સ પ્લાન્ટર યોજના: નમસ્કાર ખેડૂત મિત્રો આપણા ગુજરાત સરકાર દ્વારા અનેક સહાય યોજનાઓ બહાર પાડવામાં આવે છે જેવી કે ખેડૂત સહાય યોજના, રોટોવેટર સહાય યોજના, તથા ટ્રેક્ટર સહાય યોજના જેવી અનેક સહાય યોજનાઓ ખેડૂતોના લાભ માટે બહાર પાડવામાં આવે છે. આ સહાય યોજનાઓ દ્વારા ખેડૂતોને સરકાર દ્વારા મદદ કરવામાં આવે છે

ખેડુત સહાય યોજનાઓની તમામા માહિતી અમે અહિ સેર કરતા રહિએ છીએ. આવી જ એક સહાય યોજના પેન્ડી ટ્રાન્સ પ્લાન્ટર સહાય યોજના છે આ યોજનામાં ડાંગરની ખેતી કરતા ખેડૂતો ને સહાય આપવા માટેની આ યોજના છે.

પેડી ટ્રાન્સ પ્લાન્ટર યોજના શુ છે?

ડાંગર ની ખેતી કરતા ખેડૂતો ને ધરૂવાડિયું પછી ધરુને ટ્રાન્સ પ્લાન્ટ કરવા માટે પેડી ટ્રાન્સપ્લાન્ટ ની જરૂર પડે છે તો આ ખરીદવા માટે સરકાર દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે જે આ યોજનામાં હોય છે જ્યારે આ ખેડૂત ખરીદવા જાય છે ત્યારે તેને સરકાર અમુક ટકા તેમાં સબસીડી આપી અને ખેડૂતને સહાય આપે છે જે આ યોજનાનો ધ્યેય છે

પેડી ટ્રાન્સ પ્લાન્ટર યોજનામાં સહાય કેટલી મળે છે ?

પેડી ટ્રાન્સ પ્લાન્ટર યોજના માં ખેડૂતને કાં તો ખરીદીના 50% અથવા 8 લાખ જે ઓછું થતું તે સહાય આપવામાં આવે છે

મહિલા ખેડૂત અથવા અનુસૂચિત જાતિ અને જનજાતિ અને સામાન્ય વર્ગના ખેડૂતો માટે સહાય વધુ આપવામાં આવે છે જ્યારે બીજા સામાન્ય ખેડૂતો માટે ઓછી આપવામાં આવે છે

 1. ચાર હાર ના પેડી ટ્રાન્સ પ્લાન્ટર માટે 50 ટકા અથવા 1,50,000
 2. ચારથી આઠ હાર પેડી ટ્રાન્સ પ્લાન્ટર માટે 50 ટકા અથવા 5,00,000
 3. 6 થી 16 હાર પેડી ટ્રાન્સ પ્લાન્ટર માટે 50 ટકા અથવા 8,00,000

સામાન્ય વર્ગના થી ઊંચા ખેડૂતો માટે 40 ટકા સબસિડી આપવામાં આવે છે

યોજના માટેની પાત્રતા

 1. ખેડૂત સામાન્ય વર્ગનો હોવો જોઈએ ધનાધ્ય હોવો જોઈએ
 2. આ યોજનાનો ફરી લાભ લેવા દસ વર્ષનો સમય ગાળો હોવો જોઈએ.
 3. યોજનામાં સામાન્ય વર્ગના નાના/સિમાંત; મહિલા ખેડૂતો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને લાભ મળવાપાત્ર છે.

પેડી ટ્રાન્સ પ્લાન્ટર યોજના માટે જરુરી ડોક્યુમેન્ટ

 1. આધાર કાર્ડ ની ઝેરોક્ષ
 2. 7/12 ના ઉતારા
 3. એસટી કે એસ સી જાતિના હોય તો તેનું સર્ટિફિકેટ
 4. રેશનકાર્ડ ની ઝેરોક્ષ
 5. જો દિવ્યાંગ હોય તો તેનું સર્ટિફિકેટ
 6. 8/ અ ના ઉતારા
 7. મોબાઈલ નંબર

આ પણ વાંચો :- પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) માટે ઓનલાઈન અરજી શરૂ, મળશે 75000 રૂપિયા સહાય

અરજી કેવી રીતે કરવી

ખેડૂત મિત્રો તમે યોજનાનો લાભ લેવા માટે ઘરે બેઠાં  Ikhedut પોર્ટલ પર જાતે જ અરજી કરી શકો છો તે ખૂબ સરળ છે. અહી અમે તમને અરજી કરવાની રીત બતાવી છે . તે મુજબ અરજી કરી શકો છો .

સૌ પ્રથમ કોમ્પ્યુટરમાં બ્રાઉઝર ના સર્ચ મેનુમાં I Khedut  શબ્દોને ટાઈપ કરો એટલે I Khedut પોર્ટલનું સરનામું દેખાય ત્યાં ક્લીક કરો અને સાઇટને ખોલો . સૌ પ્રથમ તમારે જરૂરી છે તે સાધન યાદીમાં સામેલ છે કે કેમ તે ચકાસો અને અરજી કરતાં પહેલો આપવામાં આવેલી સૂચનાઓ કાળજી વાંચી જાઓ ત્યાર પછીજ અરજી ફોર્મ ઓપન કરી દરેક કૉલમ કાળજી પુરવક ભરો .

અરજી કરવાની અંતિમ તારીખ 04/07/2023

અગત્યની લિંક

પેડી ટ્રાન્સ પ્લાન્ટર યોજનાની અરજી કરવાઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
ગુગલ ન્યઝ પર અમને ફોલોવ કરવા માટેઅહીં ક્લિક કરો
Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment