જનરલ નોલેજ નોકરી & રોજગાર

પંચાયતી રાજ મહત્વના પ્રશ્નો તલાટી કમ મંત્રી પરીક્ષા માટે – Panchayati Raj Important Question

Panchayati Raj Important Question
Written by Gujarat Info Hub

Panchayati raj Important Question | તલાટી કમ મંત્રી પરીક્ષા old paper & Questions | તલાટી કમ મંત્રી પ્રશ્નો | પંચાયતીરાજ પ્રશ્નો | Junior clerk Exam 2023

પંચાયતી રાજ મહત્વના પ્રશ્નો : નમસ્કાર મિત્રો ,તલાટી કમ મંત્રી અને પંચાયત જુનિયર ક્લાર્ક પરીક્ષા તેમજ લગભગ તમામ પરીક્ષાઓમાં પંચાયતી રાજ પ્રકરણ નો સિલેબસમાં સમાવેશ થયેલો છે . અહી અમોએ અગાઉની પરીક્ષામાં પુછાયેલા અને મહત્વના નમૂના રૂપ પ્રશ્નો અહી મૂક્યા છે .તમે આવા અનેક પ્રશ્નો શોધી અભ્યાસ કરશો તો તે ખૂબ ઉપયોગી થશે . અહી 25 પ્રશ્નોના સાચા જવાબ લખવાનો પ્રયત્ન કર્યો છે, છતાં કોઈ ક્ષતિ જણાય તો કોમેંટમાં લખશો .  અમારો આ પ્રયાસ આપને કેવો લાગ્યો તે પણ જણાવશો. અમારો આર્ટીકલ વાંચવા બદલ ખૂબખૂબ આભાર !

પંચાયતી રાજ મહત્વના પ્રશ્નો – Panchayati Raj Important Question

(01) પંચાયતી રાજ બાબતે એલ.એમ. સિંઘવી સમિતિ દ્વારા નીચેના પૈકી કઈ ભલામણો કરવામાં આવી હતી ?

     (A) ગામડાઓના ઝૂમખા માટે ન્યાય પંચાયતની રચના

     (B) ગ્રામ પંચાયતોને વધુ નાણાંકિય સત્તાઓ

     (c) પંચાયતી રાજ માટે બંધારણ માં એક નવું પ્રકરણ ઉમેરવું.

     (D) ઉપરનાં તમામ 

(02) પંચાયતી રાજ માળખામાં ત્રિ –સ્તરીય માળખાને બદલે દ્વી –સ્તરીય માળખાની ભલામણ કોણે કરી હતી ?

  • વેંગલ રાવ સમિતિ
  • અશોક મહેતા સમિતિ
  • પી.કે.થૂંગલ સમિતિ
  • ઉપરના પૈકી કોઈ નહી

(03) નીચેના પૈકી કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં પંચાયતી રાજ વ્યવસ્થા જોવા મળતી નથી .

  •  દમણ અને દીવ
  • ચંડીગઢ
  • દિલ્હી
  • ઉપરનાં તમામ

  (04) નીચેના માંથી કઈ બાબતનો પંચાયતમાં સમાવેશ થતો નથી ?

  • ગ્રામ વીજળીકરણ
  • લઘુ સિંચાઇ
  • પરિવાર કલ્યાણ
  • ઉચ્ચ શિક્ષણ

(05)  પંચાયતમાં અગત્યના પ્રશ્નોમાં નિર્ણયો કઈ રીતે લેવામાં આવે છે  ?

  • અહી દર્શાવેલ પૈકી એક પણ નહી
  • સાદી બહુમતી થી
  • સર્વાનુમતે
  • સાદી બહુમતી અથવા સર્વાનુમતે

(06)  પંચાયત માટે  બંધારણમાં કઈ અનુસૂચિ ઉમેરવામાં આવી છે  ?

  • 9   
  • 11
  • 12
  • 10

(07) ગ્રામ પંચાયતો માટે ચૂંટણી નું સંચાલન કોણ કરે છે ?

  • કેન્દ્ર સરકાર
  • રાજ્ય ચૂંટણી પંચ
  • કલેક્ટર
  • રાજ્ય સરકાર

(08)  ગ્રામ પંચાયતોનાં ફરજીયાત કામો પૈકી નીચેના કયા કામનો સમાવેશ થતો નથી ?

  • આપતિ સમયે રાહત
  • રાજમાર્ગો પર દીવાબત્તી
  • પીવાના પાણીની વ્યવસ્થા
  • ગ્રામ પંચાયતની મિલકતની જાળવણી

   (09)   પંચાયતી રાજ સંદર્ભે કઈ બાબત લાગુ પડતી નથી ?

  • લોકશાહીનું  વિકેન્દ્રીકરણ
  • રાજસ્થાનના નગોર ગ્રામથી પ્રારંભ
  •  2જી ઓક્ટોબર 1957 ના રોજ ઉદ્ઘાટન
  •  ત્રિ –સ્તરીય માળખાનો સ્વીકાર

    (10) પંચાયતમાં બધાજ સ્તરે મહિલાઓનું પ્રતનિધિત્વ  50% બંધારણના કયા સુધારાથી કરવામાં આવ્યો છે ?

  • 71 મો સુધારો
  • 72 મો સુધારો
  • 73 મો સુધારો
  • 74 મો સુધારો

    (11) ગ્રામ પંચાયત નીચેના પૈકી કયો વેરો ઉઘરાવતી નથી .

  • વેચાણવેરો  
  • મકાનવેરો
  • ઘંધાવેરો
  • પાણી વેરો

     (12) જીલ્લા પંચાયતના સચિવ તરીકે ફરજ બજાવે છે ?

  • જીલ્લા પંચાયતના પ્રમુખ
  • કલેક્ટર
  • જીલ્લા વિકાસ અધિકારી
  • વિકાસ સચિવ

   (13) ગામમાં આવેલી ગૌચારની જમીનનો વહીવટ કોણ કરેછે ?

        (A) ગ્રામ પંચાયત

        (B) મામલતદાર

        (C) કલેક્ટર

        (D) તાલુકા વિકાસ અધિકાર

(14)  ગ્રામ સભાના પ્રથમ ઉદ્દેશોમાં નીચેના પૈકી કઈ બાબતોનો સમાવેશ થતો નથી ?

   (A) અધિકારી કર્મચારી અને લોકો વચ્ચે સુમેળભર્યા સંવાદની તક

   (B) ગરીબો અને મહિલાઓને રજૂ કરવાની તક

   (C) ગ્રામ વન વિકાસ તથા સમરસ ગ્રામ નિર્માણ

   (D) લોક શક્તિકરણ તથા લોક ભાગીદારી

(15) નાગોર રાજસ્થાનમાં પ્રથમ પંચાયતની સ્થાપના કઈ તારીખે સ્થાપાઈ ?

  • 02-10-1959
  • 02-10-1950
  • 02-10-1958
  • 02-10-1951

(16) પંચાયતી રાજમાં ચોક્કસ વર્ગોની બેઠકોનાં આરક્ષણના પ્રતિનિધિ સંદર્ભે નીચેના પૈકી કયાં ખરાં છે  ?

    1 . અનુસુચિત જાતિની વસતિની સંખ્યા પ્રમાણે રાજ્યમાં બેઠકોનું આરક્ષણ.

    2 .અનુસુચિત જાણ જાતિ માટે બેઠકોનું આરક્ષણ તેમની વસતિ સંખ્યા સાથે સંકળાયેલું છે .

    3 . પછાત વર્ગની બેઠકોનું આરક્ષણ તેમની વસતિ સંખ્યા સાથે સંકળાયેલું હોય એ જરૂરી નથી .

  • ફક્ત 1,2 અને 3
  • ફક્ત 1 અને 2
  • ફક્ત 1 અને 3
  • ફક્ત 2 અને 3

વાંચો:- ગુજરાતના વિશ્વ વારસાના સ્થળો

(17)  મુદ્દત પૂર્ણ થઈ ના હોય તેવી પંચાયતના વિઘટનથી રચવામાં આવેલી નવી પંચાયત……….. …….સમય માટે ચાલુ રહેશે ?

    (A) તેની પ્રથમ બેઠકની તારીખથી આગામી 5 વર્ષ સુધી અને તેથી વધુ નહીં

    (B) જો વિઘટિત પંચાયતનું વિઘટન થયું ના હોત અને ચાલુ રહી હોતતો તેના બાકી રહેલા સમય જેટલી

    (C) રાજ્યપાલની મરજી હોય તેટલી

    (D) રાજ્ય વિધાનસભા તેને ચાલુ રહેવા દે ત્યાં સુધી

  (18)   પંચાયતી રાજ સંસ્થાઓ સબંધિત ફરજીયાત અને સ્વૈચ્છિક જોગવાઈ  વિષે નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?

  1. સ્વૈચ્છીક- ગ્રામ સભાની રચના .
  2. ફરજીયાત-તમામ સ્તરે પંચાયતના અધ્યક્ષના હોદ્દા માટે પરોક્ષ ચૂંટણી .
  3. સ્વૈચ્છીક –પંચાયતોને નાણાકીય સત્તાઓ મંજૂર કરવી .
  4. માત્ર 2  અને 3
  5. માત્ર 1 અને 3
  6. માત્ર 3
  7. માત્ર 1,2 અને 3

(19)   રાજ્યમાં પંચાયતો ની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવે છે .  

  •  આર્ટીકલ 243 ક
  •  આર્ટીકલ 243 ખ
  • આર્ટીકલ 243 ગ
  • આર્ટીકલ 243 ઘ

(20)   1986 માં ભારત સરકાર દ્વારા પંચાયતી રાજ સંસ્થાઓના પુનરુધ્ધાર માટે કઈ સમિતિની રચના કરવામાં  આવી ?

  • જી.વી.કે.રાવ સમિતિ
  • અશોક મહિડા સમિતિ
  • બળવણરાય મહેતા સમિતિ
  • એલ.એમ.સિંઘવી સમિતિ

(21)  પંચાયતો ની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવે છે ?

  • 40
  • 38
  • 32
  • 36

(22)  નીચેના માંથી કોને સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે ઓળખવામાં આવે છે ?

  • લોર્ડ વિલિયમબેન્ટિંગ
  • લોર્ડ રીપન
  • લોર્ડ માઉંટબેટન
  • લોર્ડ મેકોલે

   (23)  ગ્રામ પંચાયતની રચના પછી પ્રથમ બેઠક ની તારીખ કોણ નક્કી કરે છે ?

(A) તલાટી કમ મંત્રી

          (B) સરપંચ

          (C) તાલુકા વિકાસ અધિકારી

          (D) વિકાસ કમિશ્નર

    (24)  ગ્રામ પંચાયતનો સભ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે ?

(A) તલાટી કમ મંત્રી

      (B) સરપંચ

      (C) તાલુકા વિકાસ અધિકારી

      (D) વિકાસ કમિશ્નર

    (25) નીચેના માંથી કયાં વિધાનો સાચાં છે ?

  1. પંચાયતના દરેક સ્તરે સામાજીક ન્યાય સમિતિ ની રચના ફરજીયાત કરવી .
  2. ગ્રામ પંચાયતમાં પાણી સમિતિની ફરજીયાત રચના કરવી .
  3. ગ્રામ પંચાયત સ્તરે આરોગ્ય સમિતિ ફરજીયાત કરવી
  • વિધાન 1 અને 2
  • વિધાન 2 અને 3
  • વિધાન 3
  • વિધાન 1,2 અને 3

મિત્રો, જો તમને પંચાયતી રાજ  મહત્વના પ્રશ્નો ( Panchayati Raj Important Question ) પસંદ આવ્યા હોય તો તમારા મિત્રો સાથે સેર કરી શકો અનેબીજા આવા જનરલ નોલેજ ના પ્રશ્નો જો તમે જોવા માગતા હોવ તો અમારા વોટ્સઅપ ગ્રૂપ માં જોડાઈ શકો છો અને તલાટી ની પરીક્ષા માટે આ પ્રશ્નો અને જવાબો બહુ ઉપયોગી થશે. આવી અવનવી માહિતી માટે અમારી વેબસાઇટ જોતાં રહો.

About the author

Gujarat Info Hub

Leave a Comment