સરકારી યોજનાઓ ગુજરાત સરકાર

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ફોર્મ 2023 । Pandit Din Dayal Upadhyay Awas Yojana Form

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ફોર્મ
Written by Gujarat Info Hub

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ફોર્મ 2023: આપણા ગુજરાત સરકાર દ્વારા લોકહિતમાં અનેક યોજનાઓ બહાર પડતી હોય છે જે લોકોના કલ્યાણ અને તેમના ઉદ્ધાર માટે હોય છે આવી અનેક યોજનાઓ જેવી કે ઈ શ્રમ કાર્ડ યોજના તથા માનવ ગરીમા યોજના અને વિદેશી અભ્યાસ લોન યોજના આવી અનેક યોજનાઓ દ્વારા આપણા રાજ્યના સામાન્ય પરિવાર અને નીચલા વર્ગના લોકોને આગળ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે

આમાંની જ એક યોજના પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વિશે આપણે આજે જાણવાના છીએ કે આ યોજના માટે કોણ પાત્રતા ધરાવે છે આના માટે કયા કયા દસ્તાવેજ ની જરૂર પડે છે તથા સહાય કેટલી મળે છે અને અરજી ક્યાં કરવી તેના વિશે આજે આપણે જાણીશું

તો સૌ પ્રથમ આપણે જાણીશું કે પંડિત દિન દયાલ ઉપાધ્યાય આવાસ યોજના શું છે, અને આ યોજના માટે ઓનલાઈન અરજીથી લઈને આવાસ યોજના ની યાદી કેવી રીતે તપાસવી તેની સંપૂર્ણ માહતી મેળવીશું.

Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023

આ યોજનામાં જે ગુજરાતમાં રહેતા એવા સામાન્ય વર્ગના લોકો અને વિચરતી જ્ઞાતિ વાળા લોકોને કે જેમના પાસે વસવાટ માટે ઘર નથી એવા લોકોને ઘર બનાવી આપવા માટે અને તેમને સહાય કરવા માટે આ યોજના બહાર પાડવામાં આવેલી છે જે આ યોજનાનો મુખ્ય હેતુ છે સરકાર દ્વારા આ યોજનામાં પૈસા આપીને સામાન્ય અને વિચલિત પ્રજાને ઘર બનાવી આપવામાં આવે છે અને આ યોજનાનો લાભ સામાન્ય અને વિચલિત પ્રજા લઇ શકે છે

પંડિત દીનદયાળ આવાસ યોજના માટેની પાત્રતા

પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ મેળવવા માટે નીચેની પાત્રતા જરૂરી છે

 1. જે કુટુંબને લાભ મેળવવાનો છે તે ગુજરાતમાં રહેતું હોવું જોઈએ
 2. કુટુંબ પછાત વર્ગમાં આવવું જોઈએ
 3. વિચરતી જ્ઞાતિ અને સામાન્ય હોવું જોઈએ
 4. 6 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતું હોવું જોઈએ
 5. વસવાટ માટે મુશ્કેલી સર્જાયેલી હોય તેવું કુટુંબ હોવું જોઈએ

આમ ઉપરના જણાવેલા નિયમોનું અનુકરણ કરનાર લાભ મેળવવા પાત્રતા ધરાવે છે

આ પણ વાંચો:- પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ 2023

લાભ મેળવવા માટે દસ્તાવેજો

નીચે આપેલા દસ્તાવેજો ની જરૂરત આ યોજનાનો લાભ મેળવવા માટે પડશે.

 1. આધાર કાર્ડ ની ઝેરોક્ષ
 2. બે ફોટા
 3. જો ભણેલ હોય તો એલસી ની ઝેરોક્ષ
 4. પછાત વર્ગ નો દાખલો
 5. રહેઠાણ અંગેનું પુરાવો
 6. ગરીબી આવાસ યોજનાનું લાભ લીધેલ હોય તો તેની નકલ
 7. જમીન ધરાવતા હોય તો તેના ડોક્યુમેન્ટ
 8. ગ્રામ પંચાયત નો દાખલો
 9. બીપીએલ કાર્ડ ધરાવતા હોય તો તેનું ઝેરોક્ષ
 10. જો વિધવા હોય તો તેના અંગેનું પ્રમાણપત્ર
 11. બેંક ખાતા ની પાસબુક ની ઝેરોક્ષ

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ઉપરના ડોક્યુમેન્ટ ની જરૂરિયાત પડશે.

પંડિત દીનદયાળ આવાસ યોજનામાં મળતી સહાય

આ યોજનામાં મકાન બનાવવા માટે ₹1,20,000 ની ટોટલ સહાય મળશે, જે અલગ અલગ હપ્તામાં ચૂકવવામાં આવશે.

આ સહાય 3 હપ્તામાં ફાળવવામાં આવશે

 • પ્રથમ હપ્તો: ₹40,000
 • બીજો હપ્તો: ₹60,000
 • ત્રીજો હપ્તો: ₹20,000

આ પણ વાંચો:- ફ્રી શીપ કાર્ડ યોજના દ્વારા પ્રાઈવેટ કોલેજમાં મેળવો મફત એડમિશન

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ફોર્મ

પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના ની અરજી કરવા માટે તમે તમારા નજીકના CSC સેન્ટર પર જઈ ઓનાલાઇન અરજી કરી શકો છો અથવા મોબાઈલ ફોન થી ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પરથી અરજી કરી શકો છો.

તમે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ફોર્મ ડાઉનલોડ કરી, ફોર્મ માં માંગેલી માહિતી ભરી તમારી તાલુકાની કચેરી ખાતે આ ફોર્મ જરીરી ડૉક્યુમેન્ટ જોડી જમા કરવાનું રહેશે.

પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ :- Download Form

અગત્યની લિન્ક

યોજના માટે ઓનલાઈન અરજી કરવાઅહીં ક્લિક કરો
સત્તાવાર સાઇટ અહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
Google News પર ફોલોવ કરોઅહીં ક્લિક કરો

FAQ’s

પંડિત દીનદયાળ આવાસ યોજનામાં અરજી કરવા માટેની સત્તાવાર સાઈટ કઈ છે?

https://esamajkalyan.gujarat.gov.in/

પંડિત દીનદયાળ આવાસ યોજનામાં કેટલી રકમ મળે છે?

આ યોજનામાં કુલ 1,20,000 હજાર રૂપીયા 3 અલગ અલગ હપ્તા માં ચૂકવવામાં આવે છે.

Pandit Din Dayal Upadhyay Awas Yojana માટે આવક મર્યાદા કેટલી છે?

આ યોજના માટે જે લોકો ઘર વિહોણા છે અને તેમની આવક 6 લાખથી ઓછી છે તેઓ લાભ મેળવી શકે છે.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment