એજ્યુકેશન India-News ગુજરાતી ન્યૂઝ

Pariksha Pe Charcha 2023 – પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ થકી મળો PM નરેન્દ્રભાઈ મોદીને.

Pariksha Pe Charcha 2023
Written by Gujarat Info Hub

Pariksha Pe Charcha 2023: 27 મી જાન્યુયારીના રોજ આદરણીય વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ ની  છઠ્ઠી આવૃતિ અંતર્ગત  વિધાર્થીઓને તણાવ દૂર કરી પરીક્ષા આપવા માટેની ચાવી રૂપ બાબતોની સમજૂતી આપશે. અને વિધાર્થીઓ અને શિક્ષકોના પ્રશ્નોના ઉકેલ પણ આપવાના છે . દર વર્ષે પરીક્ષા પહેલાં વડાપ્રધાન વિધાર્થીઓ માટે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરે છે . આ કાર્યક્મ વિધાર્થીઓમાં ખુબજ પ્રિય બન્યો છે . સાથે સાથે શિક્ષકો ,વાલીઓ અને શિક્ષણવિદો માં પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે .

Pariksha pe Charcha 2023 – પરીક્ષા પે ચર્ચા

પ્રધાનમંત્રીનો આ Pariksha Pe Charcha 2023 કાર્યક્રમ માત્ર વિધાર્થીઓ પુરતો સીમિત ના રહેતાં એક જન આંદોલન બની રહ્યો છે . 16 ફેબ્રુયારી 2018 થી શરૂ કરવામાં આવેલા આ કાર્યક્રમ માટે વધુમાં વધુ વિધાર્થીઓ,વાલીઓ ,શિક્ષકો અને શિક્ષણવિદો જોડાઈ રહ્યા છે . 27 જાન્યુયારીના આ કાર્યક્રમ માટે વિધાર્થીઓ ,શિક્ષકો અને વાલીઓ દ્વાર પુછવામાં આવતા સવાલોના પણ પ્રધાનમંત્રી જવાબો આપશે આ વખતે 20 લાખ જેટલા પ્રશ્નો મોકલવામાં આવ્યા છે . દેશના કરોડો લોકો આ કાર્યક્રમ લાઈવ પ્રસારણ થકી જોઈ શકે તે માટે દરેક શિક્ષણ સંથાઓને સરકાર તરફથી આ પ્રકારની વ્યવસ્થા કરવા પરીપત્રો પણ કરી દેવામાં આવ્યા છે .

 2018 માં શિક્ષણ પે ચર્ચા (Pariksha Pe Charcha ) કાર્યક્રમની શરૂઆત થી અત્યાર સુધીના તમામ તબક્કે વધુને વધુ વિધાર્થીઓનો ઉત્સાહ જોમાં મળી રહ્યો છે . પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે . જેમાં  વિધાર્થીઓની ઊતરોતર સંખ્યામાં વધારો થઈ રહ્યો છે . આ વખતના Pariksha Pe Charcha 2023 ના કાર્યક્રમ માટે 38.8 લાખ જેટલું રજીસ્ટ્રેશન થયું છે . સામાન્ય રીતે બોર્ડની પરીક્ષામાં વિધાર્થીઓ તણાવ અનુભવતા હોય છે . આ કાર્યક્રમમાં વડાપ્રધાન જુદાં જુદાં બોર્ડ અંતર્ગત પરીક્ષા આપનાર વિધાર્થીઓ તણાવને કઈ રીતે દૂર કરી પરીક્ષામાં સારા માર્ક થી ઉત્તીર્ણ થઈ શકે તે બાબત સમજાવશે .જોકે વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી કહે છે કે પરીક્ષામાં માત્ર ગુણને જ પ્રાધાન્ય આપવું ના જોઈએ, વિધાર્થીઓએ આત્મ વિશ્વાસ કેળવી હકારાત્મક બનવું જોઈએ . તેમજ ક્યારેય પોતાની સરખામણી બીજા સાથે ના કરવી જોઈએ. તેઓ હમેશાં યોગ અને તે દ્વારા શારીરીક સ્વાસ્થ્ય પર ભાર મૂકે છે .યોગ દ્વારા જ તણાવને દૂર કરી પરીક્ષા આપવી જોઈએ .

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ પરીક્ષા પે ચર્ચા ( Ppc 2023 )કાર્યક્રમ એક જન આંદોલન બની રહ્યો છે . આ કાર્યક્રમમાં 2400 વિધાર્થીઓ સદેહે ઉપસ્થિત રહેશે .પરંતુ લાખો વિધાર્થીઓ દૂરવર્તી માધ્યમ થકી આ કાર્યક્રમમાં જોડાશે . પ્રધાનમંત્રી તેમને પુછવામાં આવેલા સવાલો ના ઉત્તર પણ આપશે . ટેલીવિઝનના લાઈવ  પ્રસારણ ના માધ્યમ થી કરોડો દેશવાસીઓ ને પણ આ કાર્યક્રમનો લાભ મળશે .

એક્ઝામ વોરિયર પુસ્તક Exam Warriors Book

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લીખિત પુસ્તકમાં તેમણે વિધાર્થીઓને તણાવ મુક્ત રહી પરીક્ષામાં ઉત્તમ સફળતાનો મંત્ર સમજાવ્યો છે .તણાવ મુક્ત રહેવા યોગ અને શારીરીક સ્વાસ્થ્ય જાળવાની પણ સલાહ આપી છે . એક્ઝામ વોરિયર પુસ્તક 2018 માં પ્રકાશિત થયું હતું . આ પુસ્તક વિધાર્થીઓમાં ખુબજ લોકપ્રિય બન્યું છે . એક્ઝામ વોરિયર પુસ્તકની  હિન્દી અને અંગ્રેજી આવૃતિ સિવાય  ભારતની 11 ભાષાઓમાં તેનો અનુવાદ થઈ રહ્યો છે . આ ભાષાઓમાં ગુજરાતી ,પંજાબી ,મલયાલમ ,મરાઠી ,તેલુગુ. અસમિયા,કન્નડ, બંગાળી,ઉડિયા,તમિલ,ઉર્દુ સમાવેશ થાય છે . આ પુસ્તકમાં ઉચ્ચ કોટીના કાગળમાં સુંદર ચિત્રો નો સમન્વય કરવામાં આવ્યો છે. 

પરીક્ષાની સફળતાનાં સૂત્રો

 1.  જેમ તહેવાર ને આપણે ઉત્સાહભેર ઉજવીએ છીએ એવી જ રીતે પરીક્ષા પણ ઉત્સવ છે . તેને  આનંદ અને ઉત્સાહ પૂર્વક આપવી જોઈએ.
 2. પરીક્ષામાં ક્યારેય કોઇની સાથે સરખામણી ના કરવી જોઈએ . સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવી પોતાનામાં જે કાંઇ સામર્થ્ય છે તે બતાવવાની કોશિશ કરવી જોઈયે.
 3. યોગ દ્વારાજ તણાવને દૂર કરી શકાય છે .માટે વિધાર્થીઓએ નિયમિત યોગ અને પ્રાણાયામ અને કસરત થી શારીરિક તંદુરસ્તી જાળવવી જોઈએ .
 4.  વિધાર્થીઓએ પરીક્ષામાં માત્ર ગુણને જ ધ્યાને ના લેવા જોઈએ,ગુણ એ બધુંજ નથી .  પોતે આત્મ વિશ્વાસ રાખી આગળ વધવું જોઈએ . 
 5. પ્રધાનમંત્રીએ વિધાર્થીઓને નોટનું મહત્વ પણ સમજાવ્યું છે . જે અભ્યાસ તમે કર્યો છે તેનું પુનરાવર્તન કરતા રહો જે બાબતો ભુલાઈ ગઈ છે . નોટમાં તેની  નોંધ કરો.
 6. આત્મ મંથન થકી પોતાનામાં જે નબળાઈઓ છે .તેને દૂર કરવી જોઈએ પોતેજ પોતાનું માર્ગ દર્શન કરી પ્રેરણા પૂરી પાડવી જોઈએ .
 7. શારિરીક સ્વાસ્થ્ય ની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ ખૂબ જરૂરી છે . તન મન ની સ્વસ્થતા પરીક્ષા માટે ખૂબ મહત્વની  છે .
 8. હમેશાં આશાવાદી બનવું જોઈએ ક્યારેય નિરાશ થવું જોઈએ નહી . હમેશાં પ્રફુલ્લીત રહી કામ કરવું જોઈએ

વાંચો :- પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા

પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલી પરીક્ષા ની સફળતાની ચાવી પરીક્ષા માટે  અને વિધાર્થીના જીવન ઘડતરમાં અને ચારિત્ર નિર્માણમાં ખૂબ જ ઉપયોગી બની રહેશે . એટલેજ Pariksha Pe Charcha 2023 કાર્યક્રમ વધુને વધુ લોકપ્રિય બની રહ્યો છે .

PPC 2022 Registration : અત્યાર સુધી પરીક્ષા પે ચર્ચા માટે  રજીસ્ટ્રેશન થયેલ  સંખ્યા

આવૃતિ (ક્રમાંક )વર્ષરજીસ્ટ્રેશન સંખ્યા
1201820000
220191.58  લાખ
320203.0    લાખ
4202114.0  લાખ
5202215.8  લાખ
6202338. 8 લાખ

Pariksha Pe Charcha 2023 Certificate Download – પ્રમાણપત્ર કેવી રીતે ડાઉનલોડ કરવું ?

 • સૌ પ્રથમ ( https://innovateindia.mygov.in/ )પર જાઓ
 • ત્યારબાદ ત્યા ” Pariksha Pe Charcha 2023 ” ની ડાઉનલોડ લિક જોવા મળશે.
 • તેના પર ક્લિક કરતા તમારો બધી માહિતી નાખવી પડશે.
 • માગેલી માહિતી નાખી અને “Submit” પર ક્લિક કરો
 • હવે તમને તમારુ PPC 2023 સર્ટીફિકેટ જોવા મળશે જે તમે ડાઉનલોડ કરી શકો છો.

મિત્રો , પરીક્ષા પે ચર્ચા ( Pariksha Pe Charcha Program 2023 ) નુ રજીસ્ટ્રેશન તારીખ ૨૫ નવેમ્બર ૨૦૨૨ થી ચાલુ છે, જે તારીખ ૨૭ જાન્યુઆરી ૨૦૨૩ ના દિવસ સુધી ચાલશે, આ ઇવેન્ટ માં રજીસ્ટ્રર કરાવનાર વિધાર્થી મિત્રો જ પરીક્ષા પર ચર્ચા નું પ્રમાણપ્રત્ર ડાઉનલોડ કરી શકશે.

જો આમારી આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે સેર કરી શકો છો અને અમારા વોટ્સઅપ ગ્રુપ માં જોડાઈ શકો છો

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment