Investment Trending ગુજરાતી ન્યૂઝ

Petrol Pump Business: પેટ્રોલ પંપ ખોલવા માટે થાય છે આટલો ખર્ચ, પછી દરરોજ થશે મોટી કમાઈ

Petrol Pump Business
Written by Gujarat Info Hub

Petrol Pump Business: શહેરી વિસ્તારમાં પેટ્રોલ પંપ ખોલવા માટે એક ડિસ્પેસિંગ યુનિટ માટે 500 વર્ગ મીટર અને બે ડિસ્પેસિંગ યુનિટ માટે 800 વર્ગ મીટર જમીનની જરૂર પડે છે. ભારતમાં પેટ્રોલ પંપ ખોલવા માટે ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ હોવી જરૂરી છે અને ધોરણ 10 પાસ કરેલ વ્યક્તિ પેટ્રોલ પંપ ખોલી શકે છે, તો આજે આપણે પેટ્રોલ પંપ ખોલવામાં કેટલો ખર્ચો આવે છે અને પેટ્રોલ પંપ ખોલ્યા બાદ કેટલું કમિશન મળે છે તેની સંપૂર્ણ માહિતી આર્ટિકલ ની મદદથી મેળવીશું 

લોકો દ્વારા કહેવામાં આવે છે કે મોઘાઈ આસમાન ઉપર પહોંચી ગઈ છે. પરંતુ જ્યારે તે જ વ્યક્તિ કાર કે બાઈકની ખરીદી કરે છે ત્યારે મહેગાઈ કઈ નથી નડતી અને માર્કેટમાં નવી કાર લોન થાય છે તેની સાથે જ તેનું બુકિંગ થવા માંડે છે અને છ-છ મહિના સુધી તેનો વેટિંગ કરવું પડતું હોય છે ત્યારે આટલી સંખ્યામાં વાહનોની ખરીદી થતી હોય તો શું તમને લાગે છે કે પેટ્રોલ પંપ ખોલશું તો નહીં ચાલે? 

Petrol Pump Business Idea

Petrol Pump Business: માર્કેટમાં પેટ્રોલ અને ડીઝલની ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ વધારો આવનારા સમયમાં પણ બન્યો રહેશે અને એવું નથી કે ખાલી પેટ્રોલ પંપ બનાવવાથી ત્યાં તમે સીએનજી પોઇન્ટ કે ચાર્જિંગ સ્ટેશન ના લગાવી શકો. તમે ઘણી બધી જગ્યાએ જોયું હશે કે પેટ્રોલ પંપ સાથે સાથે સીએનજી સ્ટેશન પણ લગાવેલ હોય છે અને ત્યાં બહુ લાંબી લાંબી લાઈનો હોય છે. જેથી પેટ્રોલ પંપ નો ધંધો જો સારી જગ્યા પસંદ કરી કરવામાં આવે તો તમને સારું એવું રિટર્ન આપી શકે.

પેટ્રોલ પંપ ખોલવા માટેની પાત્રતા અને શરતો

Petrol Pump Business: વિવિધ સોર્સ પર ઉપલબ્ધ જાણકારી મુજબ પેટ્રોલ પંપ ખોલવા માટે ભારતનો કોઇ પણ નાગરિક અરજી કરી શકે છે ખાલી તે વ્યક્તિ નીચે મુજબની યોગ્યતાઓ ધરાવતો હોવો જોઈએ

  • અરજદાર ની ઉંમર 21 વર્ષથી ઓછી અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ જેના માટે જન્મ પ્રમાણપત્ર પુરાવો એટલે કે શાળા છોડયાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ અથવા જન્મ પ્રમાણપત્ર જેવા ડોક્યુમેન્ટની જરૂર રહે છે
  • જો અરજદાર સામાન્ય કેટેગરી માંથી આવતો હોય તો 12 પાસ કરેલું હોવું જોઈએ જ્યારે SC/ST અને OBC વર્ગના અરજદારોએ ઓછામાં ઓછું 10 પાસ કરેલ હોવું જરૂરી છે
  • જો તમે શહેરી વિસ્તારમાં પેટ્રોલ પંપ ખોલવા માગો છો, તો અરજદાર ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોવું જરૂરી છે

પેટ્રોલ પંપ માટે ડીલરશીપ મેળવવાના ખર્ચા

પેટ્રોલ પંપ ખોલવા માટે સૌથી પહેલા તમારી પાસે પોતાની જમીન હોવી જરૂરી છે. જો તમે  ગ્રામ્ય  વિસ્તારમાં  પેટ્રોલ પંપ ખોલવા માગો છો, તો અરજદારને  12 થી 15 લાખ રૂપિયામાં ડીલરશીપ મળી જશે અને જો તમે શહેરી વિસ્તારમાં પેટ્રોલ પંપ ની ડીલરશીપ લેવા માંગો છો તો તમને ૨૦ થી ૨૫ લાખ રૂપિયા નું રોકાણ કરવું પડશે. અગત્યની બાબત કે તમારી જમીન બિનખેતી(NA) કરેલી હોવી જરૂરી છે અને જમીન બ્લેક લિસ્ટેડ ન હોવી જોઈએ.

પેટ્રોલ પંપ ખોલવા માટે લાયસન્સ ઓથોરિટી પાસેથી NOC,  નગરપાલિકા અને ફાયર સેફટી ઓફિસ પાસેથી મંજૂરી અને અન્ય ઓફિસોથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું જરૂરી છે.

એક લીટર પેટ્રોલ-ડીઝલ પર કેટલું કમિશન મળે

પેટ્રોલ પંપ પર એક લીટર પેટ્રોલ વેચવા ઉપર બે થી ત્રણ રૂપિયા ની બચત થાય છે. તો જો તમે એક દિવસમાં પાંચ હજાર લીટર પેટ્રોલનું વેચાણ કરો છો તો દિવસમાં 10,000 રૂપિયા સુધીની કમાઈ થઈ શકે છે. જેથી મહિનાની કમાઈ ત્રણ લાખ રૂપિયા ની આસપાસ રહે છે, એવી જ રીતે ડીઝલમાં પણ દરરોજ 5,000 લિટરનું વેચાણ થાય તો પ્રતિ લીટર બે રૂપિયા ગણતા દિવસમાં 10,000 રૂપિયા આસપાસ કમાઈ થઈ શકે. પરંતુ જો તમારો પેટ્રોલ પંપ સારી જગ્યાએ અને વસ્તી ગીચતા વાળી વિસ્તારમાં હોય તો  તો તમે મહિનામાં સારી એવી કમાણી કરી શકો છો.

ડીલરશીપ માટે આવેદન કેવી રીતે કરવું

દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા વિવિધ સમય પર દેશની અલગ અલગ જગ્યાઓ પર પેટ્રોલ પંપ ખોલવા માટે જાહેરાત બહાર પાડવામાં આવે છે. જેના માટે તમે ઓઇલ માર્કેટિંગ કંપનીઓની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ પેટ્રોલ પંપની ડીલરશીપ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકો છો.

તો મિત્રો તમને અમારો આ Petrol Pump Business Idea કેવો લાગ્યો, અને આવા લેટેસ્ટ બિઝનેસ ને લગતી માહિતી માટે અમારી સાઈટ ની મુલાકાત લેતા રહો, આભાર.

અમારા વોટસએપ ગ્રૂપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment