નોકરી & રોજગાર

Post GDS Bharti 2023: પોસ્ટ GDS માં કુલ 12828 જગ્યાઓ માટે ભરતી જાહેરાત, જાણો સંપૂર્ણ માહિતી

India-Post-GDS-Bharti-2023
Written by Gujarat Info Hub

Post GDS Bharti 2023: ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા તારીખ 20/05/2023 ના રોજ ગ્રામીણ ડાક સેવકો વિવિધ જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે, જેમાં ભારતના અલગ અલગ રાજ્યો માટે કુલ 12,828 જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. જે ઉમેદવારો કેન્દ્ર સરકાર ના વિભાગોમાં નોકરી કરવા માંગે છે. તેઓ માટે આ પોસ્ટ GDS ભરતી સૌથી બેસ્ટ કહી શકાય, પોસ્ટ વિભાગ દ્વારા દર વર્ષે અલગ અલગ જગ્યાઓ ભરતી માટે જાહેરાતો કરવામાં આવે છે. જેમાં ઉમેદવારો પોતાની શૈક્ષણિક લાયકાતના આધાર પર ઓનલાઈન અરજી કરી શકે છે.

પોસ્ટ GDS ભરતી 2023 અંતર્ગત જે ઉમેદવારો ધોરણ 10 ની લાયકાત ધરાવતા હોય તે પણ ભારતીય ગ્રામીણ ડાક સેવક પોસ્ટ માટે અરજી કરી શકે છે અને જેના માટેની  વય મર્યાદા, પગાર ધોરણ અને Post GDS Bharti માં અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આર્ટીકલ ની મદદથી મેળવીશું.

Post GDS Bharti 2023

DepartmentIndia Post Department
જાહેરાત ક્રમાંક 17-31/2023
જગ્યાઓનું નામGDS (ગ્રામીણ ડાક સેવક)
કુલ જગ્યાઓ12828
અરજી કરવાની શરૂઆત22/05/2023
અરજી કરવાની છેલ્લી તારીખ11/06/2023
સત્તાવાર સાઈટ https://indiapostgdsonline.gov.in/

જીડીએસ ભરતીમાં વિવિધ જગ્યાઓ ના નામ

  •  બ્રાન્ચ પોસ્ટ મેનેજર
  •  સહાયક શાખા પોસ્ટ માસ્ટર
  •  ડાક સેવક

કુલ જગ્યાઓ ની માહિતી

ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા કુલ 12,828 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. જેમાં ભારતના કુલ 28 રાજ્યોના અલગ અલગ પોસ્ટ સર્કલ નો સમાવેશ થાય છે તો અમે નીચે અહીં એક ઇમેજ શેર કર્યો છે જેના દ્વારા તમે તમારા રાજ્યમાં Post GDS Bharti 2023 ની કુલ જગ્યાઓ ની માહિતી કેટેગરી પ્રમાણે મેળવી શકશો.

Post GDS Bharti 2023

પોસ્ટ ઓફિસ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  •  જે ઉમેદવારો ધોરણ 10 કે તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેઓ GDS ભરતી માટે લાયક ગણાશે.
  • ઉમેદવાર જે રાજ્ય માટે અરજી કરવા ઇચ્છતા હોય ત્યાંની સ્થાનિક ભાષાનું જ્ઞાન ફરજિયાત ધરાવતા હોવા જોઈએ
  • બેઝિક કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવું જરૂરી છે.

ગુજરાત GDS ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ

જે ઉમેદવારો ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી માટે અરજી કરવા માંગે છે, તેઓએ અરજી કરતાં સમયે નીચે મુજબના જરૂરી દસ્તાવેજ ની જરૂર પડશે.

  • ધોરણ 10 ની માર્કશીટ
  •  જાતિનું પ્રમાણપત્ર
  •  બેઝિક કોમ્પ્યુટર નો જ્ઞાન ધરાવતું પ્રમાણપત્ર
  •  જન્મ તારીખ નું પુરાવો
  •  પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  •  સહીનો નમુનો નો ફોટો
  • જો શારીરિક વિકલાંગ ધરાવતા હોય તો તે અંગેનું પ્રમાણપત્ર

પોસ્ટ ભરતી 2023 માટે અરજી ફી

  •  General, OBC અને EWS કેટેગરીના પુરુષો માટે અરજી ફી રૂપિયા 100 રહેશે
  • તમામ મહિલાઓ અને SC/ST અને PWD પુરુષ ઉમેદવારો માટે અરજી ફી માઠી છૂટ મળેલ છે.
  • અરજીથી ભરવા માટે તમે અરજી ફીની રીસિપ્ટ દ્વારા કોઈપણ નજીકની હેડ પોસ્ટ ઓફિસમાં જઈ અરજી ફી ભરી શકો છો.

વય મર્યાદા

  • ઓછામાં ઓછી ઉમર 18 વર્ષ સુધીની હોવી જોઈએ.
  • ઉમેદવારની વધુમાં વધુ ઉમર 40 વર્ષ સુધીની હોવી જોઈએ 
  • કેટેગરી પ્રમાણે ઉમેદવારોની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવેલ છે જે તમે ઓફિસિયલ નોટિફિકેશન દ્વારા સંપૂર્ણ માહિતી મેળવી શકો છો

 ગ્રામીણ ડાક સેવક નું પગાર ધોરણ

  •  બ્રાન્ચ પોસ્ટ માસ્ટર માટેનું પગાર ધોરણ રૂ. 12,000 થી 29,380/-
  •  આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર માટેનો પગાર ધોરણ રૂ. 10,000 થી 24,470/-

Post GDS Bharti 2023 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?

જે ઉમેદવારો ગ્રામીણ ડાક સેવક ની ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માંગે છે. તેઓ સૌપ્રથમ પોતાની શૈક્ષણિક લાયકાત મુજબ પોતાની કેટેગરી પ્રમાણે યોગ્યતા ધરાવતા હોય તો નીચે આપેલ સ્ટેપ ફોલોવ કરી POST GDS ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.

  •  સૌપ્રથમ પોસ્ટ વિભાગની સત્તાવાર સાઇટ “https://indiapostgdsonline.gov.in/” પર જાવ જાઓ 
  • જો તમે જાન્યુઆરી 2023માં પોસ્ટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી GDS ભરતી માટે ફોર્મ ભરેલ હોય તો તમારે ડાયરેક્ટ “Candidate’s Corner” પર “Apply Online” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • જો તમે અગાઉની પોસ્ટ ભરતી માટે ફોર્મ નથી ભરેલ તો તમારે સૌ પ્રથમ “Registration” બટન પર ક્લિક કરી રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ કરવી પડશે ત્યારબાદ નીચેના સ્ટેપ ફોલોવ કરો.

ત્યારબાદ તમારું રજીસ્ટ્રેશન નંબર જે તમે અગાઉ ની ભરતી માટે મળ્યો તો તેને અહીં નાખી તમારા સર્કલમાં ગુજરાત પસંદ કરી સબમીટ બટન પર ક્લિક કરો. ( જો અગાઉ ફોર્મ ના ભરેલ હોય તો ઉપરની માહિતી મુજબ રજીસ્ટ્રેશન કરાવી નંબર મેળવો)

  • હવે તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે  જેમાં જરૂરી વિગત નાખી સબમિટ પર ક્લિક કરો
  •  હવે તમારે “Choose Preferences” માં પોસ્ટ ડિવિઝન પસંદ કરવાનું રહેશે અને ત્યારબાદ તમારી અરજી એકવાર ફરીથી ચકાસી  ચકાસી લો.
  •  હવે તમારે પોસ્ટ જીડીએસ નું અરજી ફોર્મ ની પ્રિન્ટ નીકાળી શકો છો અને જે કન્ફર્મેશન નંબર મળે તેને સેવ કરી રાખો, ત્યારબાદ અરજી ફી નજીકની હેડ પોસ્ટ ઓફિસમાં જઇ ભરી શકો છો.
  • તમારી અરજી ફી નું સ્ટેટસ પણ તમે “Candidate Corner’s” પર જોઈ શકો છો.

India Post GDS Recruitment Notification

પોસ્ટ GDS ભરતી 2023 ની ઓફિસિયલ નોટિફિકેશન, ઓનલાઈન અરજી કરવાની લિન્ક અને કુલ જગ્યાઓ ની પીડીએફ વિષેની સંપૂર્ણ માહિતી તમે અમારી નીચે આપેલ લિન્ક ની મદદથી જોઈ શકો છો.

પોસ્ટ ભરતી જાહેરાત પીડીએફ અહીં ક્લિક કરો
રાજ્ય વાઇઝ કુલ જગ્યાઓ અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

FAQ’s

Post GDS Bharti 2023 માટે અરજીની છેલ્લી તારીખ કઈ છે?

ગ્રામીણ ડાક સેવક ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 11/06/2023 છે.

ગુજરાતમાં પોસ્ટ જીડીએસ ની કુલ કેટલી જગ્યાઓ માટે જાહેરાત છે?

ગ્રામીણ ડાક સેવકની ગુજરાતમાં કુલ 110 જ્ગયાઓ માટે અલગ અલગ કેટેગરી પ્રમાણે જાહેરાત છે.

પોસ્ટ વિભાગ ભરતી માટે શૈક્ષણિક લાયકાત શું છે?

પોસ્ટ GDS ની ભરતી માટે ધોરણ 10 પાસ કરેલ ઉમેદવારો અરજી કરવા લાયક ગણાય છે.

Gramin Dark Sevak (GDS) માટે સત્તાવારા સાઈટ કઈ છે?

ગ્રામીણ ડાક સેવક ભરતી માટે સત્તાવાર સાઇટ https://indiapostgdsonline.gov.in/ છે.

About the author

Gujarat Info Hub

Leave a Comment