Post Office Saving Scheme : સામાન્ય રીતે લોકો હવે પોતાના પૈસાનો રોકાણ એવી જગ્યાએ કરે છે કે તેને ભવિષ્યમાં સારું વળતર રહે. આ માટે અલગ અલગ બેંકો તેમજ પોસ્ટ ઓફિસ દ્વારા ઘણી સેવિંગ સ્કીમ ચલાવવામાં આવે છે. આજે આપણે આ લેખમાં એક એવી પોસ્ટ ઓફિસ ની સ્કીમ વિશે જણાવીશું જેમાં ગ્રાહકને નિવૃત્તિ બાદ દર મહિને રૂપિયા 20,000 નું વળતર મળી શકે છે તો ચાલો આ સ્કીમ વિશે વિગતવાર વાત કરીએ.
નિવૃત્તિ બાદ ₹20,000 નું વળતર | Post Office Saving Scheme
જ્યાં સુધી વ્યક્તિનું શરીર સાથ આપે છે ત્યાં સુધી તે વ્યક્તિ પૈસા કમાઈ અને ગુજરાન ચલાવે છે પરંતુ નિવૃત્તિ ની ઉંમર પછી આર્થિક રીતે સદભર રહેવા માટે શરીર સાથ છોડી દે શે તેથી જ નિવૃત્તિ પહેલા જ વ્યક્તિએ આ વિશે વિચારી અને યોગ્ય પગલાં લેવા જોઈએ. વ્યક્તિ નિવૃત્તિ બાદ પણ આર્થિક રીતે સદભર રહે તે માટે પોસ્ટ ઓફિસ દ્વારા સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ ચલાવવામાં આવે છે, આ પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરવાથી વાર્ષિક 8 ટકાથી પણ વધારે વ્યાજ મળે છે. ચાલો આ સ્કીમમાં કેટલીક વિશેષતા વિશે વાત કરીએ.
સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમની વિશેષતા
- આ સ્કીમમાં વ્યક્તિ વ્યક્તિગત રીતે કે સંયુક્ત રીતે રોકાણ કરી શકે છે.
- આ સ્કીમ માં પાંચ વર્ષ માટે રોકાણ કરી શકો છો.
- આ સ્કીમમાં રોકાણ કરવાથી લાભ મળે છે તેમજ વળતર પણ સારું મળે છે.
- આ સ્કીમ માં રોકાણકારોને વાર્ષિક 8.2% નો વ્યાજ આપવામાં આવે છે.
- આ સ્કીમમાં ઓછા માં ઓછાં એક હજાર રૂપિયાથી રોકડાની શરૂઆત કરી શકાય છે.
- વધુમાં વધુ ત્રીસ લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો.
- આ સ્કીમમાં રોકાણ કરનારને નોમીની પણ સુવિધા આપવામાં આવે છે.
- જો તમે મેચ્યોરિટી પહેલા ખાતું બંધ કરાવવા ઈચ્છો છો તો તેની પણ સુવિધા આપવામાં આવે છે.
આ ઉપરાંત આ સેવિંગ સ્કીમ વિશેની વધુ માહિતી મેળવવા માટે તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસ ની મુલાકાત લઈ શકો છો અને ત્યાં કોઈપણ કર્મચારીને આ વિશેની માહિતી પૂછશો એટલે આ સ્કીમની સંપૂર્ણ માહિતી મળી જશે અથવા જો તમે ઘરે બેઠા આ સ્કીમની વિગતવાર માહિતી મેળવવા ઈચ્છતા હોય તો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ ની સત્તાવાર વેબસાઈટ ઓપન કરી સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.
આશા રાખું છું કે તમને આ માહિતી ઉપયોગી લાગે હશે જો તમને આ માહિતી ઉપયોગી લાવી હોય તો તમારા મિત્ર ને આ લેખ જરૂર શેર કરજો જેથી તેઓ પણ નિવૃત્તિ બાદ આર્થિક સગવડતા માટે પ્લાન કરી શકે અને સાચી જગ્યાએ પોતાના પૈસાનું રોકાણ કરી શકે તેમજ આવી રીતે કામના સમાચાર અને માહિતી માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.