સરકારી યોજનાઓ

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માહિતી 2023 | Pradhan Mantri Suraksha Bima Yojana in Gujarati

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
Written by Gujarat Info Hub

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ( પીએમ સુરક્ષા બીમા યોજના‌) નો પ્રારંભ ૯ મે ૨૦૧૫ ના રોજ પશ્વિમ બંગાળના કોલકાતા ખાતેથી કર્યો હતો. અત્યારે Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY) ને ૭ મી વર્ષગાઠની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ યોજના અંતર્ગત સરકાર દ્વારા કેટલું વિમા કવચ પુરુ પાડવામાં આવ્યું અને જે લોકોએ હજું સુધી આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલ નથી તેઓ જલ્દીથી આનો લાભ મેળવે તે માટે સરકાર કટીબધ્ધ છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માહિતી અંતર્ગત આ યોજનામાં જે લોકો બીમા કંપનીઓ દ્વારા ઊંચુ પ્ર્મીયમ હોઈ સરકાર દ્વારા વિમા પોલિસી બહાર પાડી છે જેમાં તમે માત્ર ૨૦ રુપિયા ૧ વર્ષ માટેનું પ્રિમિયમ ભરી યોજનામાં જોડાઈ શકો છો.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માહિતી

યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
ક્ષેત્રવીમા
વિભાગનાણા વિભાગ
ક્યારે શરુઆત થઈ૯ મે, ૨૦૧૫
વીમા નું પ્રીમીયમ ૨૦ રુપિયા ( પ્રતિ વર્ષ)
વીમા ની રકમ ૨ લાખ સુધી
વીમા ની અવધીવાર્ષિક ૧ જુન થી ૩૧ મે
વેબસાઈટ www.jansuraksha.gov.in

ભારત સરકાર દ્વારા સામાન્ય નાગરીકોના કલ્યાણ માટે આ સુરક્ષા યોજના ચલાવવાંમાં આવે છે. તો ચાલો જાણીએ પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના વિષે સંપુર્ણ માહિતી મેળવીએ.

પીએમ સુરક્ષા વીમા યોજના નો હેતુ

જે લોકો આર્થિક રીતે પછાત અને નબળા વર્ગ ના છે તેઓ વીમા કંપનીઓની વીમા પોલીસી લઈ શક્તા નથી જેથી અકારણોસર બનતી ઘટ્નામાં કુટુબને નાણાકિય રીતે સંકટ નો સામનો કરવો પડે છે, જેથી ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત કોઇપણ સામાન્ય વ્યક્તિ વાર્ષિક ૨૦ રુપિયા ભરી ને આ યોજનાનો લાભ લઈ શકે. સરકાર દ્વારા જે લોકો વાર્ષિક ૨૦ રુપિયા ભરી વીમો લે છે તે અકસ્મિક મુત્યુ ના સમયે ૨ લાખ અને અપંગતા ના કિસ્સામાં ૧ લાખ ની સહાય ચુકવાય છે. આ યોજના નો લાભ ૧૮ થી ૭૦ વર્ષ સુધી ના ભારતના નાગરીક લઈ શકે છે.

પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના ની પાત્રતા

 • PMSBY યોજના અંતર્ગત અરજદારની ઉંમર ૧૮ થી ૭૦ વર્ષ સુધી ની હોવી જરુરી છે.
 • આ યોજનાનો લાભ લેનાર અરજદાર નું પોતાનું બેક ખાતું હોવું જરુરી છે.
 • અરજદારે પોતાનું વાર્ષિક પ્રિમિયમ ૨૦ રુપિયા લેખે તેના બેંક ખાતા માંથી ડાયરેક્ટ કપાવવાના રહેશે.
 • ખાસ ધ્યાન રાખવાની વિગત કે અરજદારે પ્રિમિયમ બંધ કરવાનું નથી નહી તો પોલિસી બંધ થઈ જશે.
 • આ યોજનાનો લાભ ખાલી ભારતના નાગરીક પુરતો જ છે.

PMSBY ના નિયમો અને શરતો

 • આ યોજના નો સમયગાળો ૧ જુન થી ૩૧ મે સુધીનો છે, તો અરજદારે ની પોલિસી ૧ જુન થી ચાલુ થશે.
 • અરજદારનું બેક/પોસ્ટ ખાતુ બંધ ના પડવું જોઇએ અને વીમા પોલીસી દર વર્ષ રિન્યુ કરવવાની રહેશે.
 • જો કોઇપણ પ્રિમિયમ ભરવાનું રહી ગયું તો તમે પાછળથી પણ ભરી શકો છો.
 • અરજદાર ને અક્સ્માત થતી ગંભીર નુકશાન જેની માહિતી નિચે આપેલ છે કે આકસ્મિક મુત્યુ ના કિસ્સામાં આ પોલિસીનું વળતર મળવા પાત્ર થશે.

PM સુરક્ષા વીમા યોજના 2023 ના લાભ

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના 2023 અંતર્ગત વિકલાંગતા ના કિસ્સા માં ૧ લાખ અને અકસ્મિક મુત્યુ ના કિસ્સા માં ૨ લાખ રુપિયા મળવાપાત્ર થશે.

 • જો અક્સ્માતના કારણે મુત્યુ થાય તો રુપિયા ૨ લાખ ની સહાય મળશે.
 • જો અક્સ્માત માં બને પગ અથવા બંન્ને હાથ અથવા બન્ને આંખ ગુમાવે તો ૨ લાખ રુપિયા ની સહાય મળશે.
 • જો અક્સ્માત માં એક આખ અથવા એક પગ અથવા એક હાથ ગુમાવે તો ૧ લાખ રુપિયા ની શાય મળશે.

પ્રધાનમંત્રી વિમા યોજનામાં નોધણી કેવી રીતે કરવી ?

મિત્રો, તમે સૌ પ્રથમ pradhan mantri suraksha bima yojana sbi pdf ફોર્મ નિચેથી ડાઉનલોડ કરી નજીકની કોઇપણ બેંક/પોસ્ટ જેમાં તમારુ ખાતુંં હોય ત્યા જાઓ. જો ખાતુ ના હોય તો નવું બેંક ખાતુ ખોલાવો. ત્યારબાદ યોજનાનં ફોર્મ ભરી તેની સાથે સ્વઘોસણા પત્રક જોડી ને જમાં કરવવાનું રહેશે. PMSBY ની પ્રિમિયમ ની રકમ તમારા ખાતા માંથી Auto Debit થશે.

વધુમાં તમે વિમા એજન્ટ ની પણ મદદ લઈ શકો છો કેમ કે હાલમાં સરકારી અને ખાનગી બીમા કંપની પણ આ યોજનાનું રજીસ્ટ્રેશન કરી રહી છે.

Pradhan Mantri Suraksha Bima Yojana PDF Form

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અરજી ફોર્મ તમે નિચેની લિંક પરથી ડાઉનલોડ કરી શક્શો અને તેમાં તમારે સ્વઘોસણા પત્રક જોડેલ જ હશે જે વાંચી નિચે સહી કરી બાકી નિચે આપેલ બધી વિગત ભરવી જેવું કે નામ, સરનામું , આધાર નંબર, મોબાઈલ નંબર વગેરે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનુ દાવા ફોર્મ તમે નિચની લિંક થી ડાઉનલોડ કરી શક્શો જેમાં અકસ્માત ના કારણે થયેલ ખોડના કારણે કુટુબના કોઇપણ સભ્ય દ્વારા આ ફોર્મ ભરી શકે છે. જો અરજદારનું મુત્યુ થયું હોય તો મરણ નો દાખલો રજુ કરવો જરુરી છે.

PM Suraksha Bima Yojana 2023 -FAQ’s

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના 2023 નું પ્રિમિયમ કેટલું છે?

પીએમ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના નું વાર્ષિક પ્રિમિયમ ૨૦ રુપિયા છે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં વયમર્યાદા કેટલી છે.

PMSBY યોજનામાંં અરજદારની ઉમર ૧૮ થી ૭૦ વર્ષ વચ્ચે હોવી જરુરી છે.

આ યોજના હેઠળ જોડાનાર વ્યક્તિ યોજનામાં જોડાયાના કેટલા દીવસ બાદ ક્લેમ માટે પાત્ર બને છે?

આ યોજના હેઠળ જોડાનાર વ્યક્તિ સ્કીમમાં જોડાયાના 45 દિવસ પછી જ ક્લેમ માટે પાત્ર બને છે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માં લાભ ક્યાંથી મળે છે?

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના 2023 માં લાભ જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી બેંકો, સહકારી બેંકો તેમજ ગ્રામીણ બેંકોમાંથી મળે અને હવે વીમા કંપનીરો દ્વારા પણ આપવામાં આવે છે.

PM વીમા યોજનાની સતાવાર વેબસાઈટ કઈ છે ?

પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના ની ઓફીસીયલ વેબસાઈટ www.jansuraksha.gov.in છે.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment