ગુજરાતી ન્યૂઝ નિબંધ લેખન

૭૪ મો પ્રજાસત્તાક દિન 2023 ની ઉજવણી બોટાદમાંં – Republic Day 2023 in Gujarati

૭૪ મો પ્રજાસત્તાક દિન 2023
Written by Gujarat Info Hub

પ્રજાસત્તાક દિવસ નિબંધ, ૭૪ મો પ્રજાસત્તાક દિન 2023, Republic Day 2023 in Gujarati

26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન 2023 અથવા ગણતંત્ર દિવસ  નો રાષ્ટ્રીય તહેવાર ભારતમાં  હર્ષ અને ગૌરવભેર ઉજવવામાં આવે છે . આ વર્ષે આપણે ‘આઝાદીકા અમૃત મહોત્સવ” ની ઉજવણી પણ કરી રહ્યા છીએ. ત્યારે આ વખતનો પ્રજાસત્તાક દિન નું રાષ્ટ્રીય પર્વ ખૂબ હર્ષ અને ગૌરવપૂર્ણ રીતે ઉજવાશે. આપણો દેશ અંગ્રેજો ની  અનેક વર્ષોની ગુલામીની જંજીરો માં થી આઝાદ થયો . આઝાદીની ચળવળ ના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ મહાત્મા ગાંધી ,સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્રબોઝ, અને આપણા વીર શહીદો  ભગતસિંહ ,સુખદેવ અને ચંદ્ર શેખર અને અનેક નામી અનામી વીરોનાં બલીદાનોથી આપણો દેશ સ્વતંત્ર થયો . અને આઝાદીના લગભગ અઢી વર્ષ પછી . 26 જાન્યુઆરી 1950 ના રોજ  ભારતના બંધારણ નો અમલ થયો . આપણા આઝાદીના લડવૈયાઓ એ જોયેલું સ્વપ્ન સાકાર થયું . કોંગ્રેસ ના લાહોર અધિવેશનમાં જવાહરલાલ નહેરુએ 26 જાન્યુઆરીના દિવસને સ્વાતંત્ર્ય દિવસ તરીકે યોજવા લોકોને કરેલી હાકલ સાર્થક થઈ. તેથીજ  26 જાન્યુયારીનો દિવસ  પ્રજાસત્તાક દિવસ તરીકે આપણા સ્વતંત્ર ભારતના નેતાઓએ નક્કી કર્યો છે .

74 મો પ્રજાસત્તાક દિન 2023 – Republic Day in Gujarati

પ્રજાસત્તાક દિન ૨૦૨૩ ની ઉજવણી માં દર વર્ષે વિવિધ દેશ ના પ્રતિનિધિને આમંત્રિત કરવામાં આવે છે . 74 મા પ્રજાસત્તાક દિવસના અતિથિ વિશેષ તરીકે ઈજીપ્તના રાષ્ટ્રપતિ મહામહિમ અબ્દુલ ફતાહ અલ સીસી ઉપસ્થિત રહેવાના છે .  પ્રજાસત્તાક દિન ઉજવણી ની શરૂઆત આપણા દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર ભારત માતાના વીર સપૂતોને શ્રધ્ધાંજલી પાઠવીને કરવામાં  આવે છે. સેનાની ત્રણેય પાંખોના ચુનંદા જવાનો અને એન.સી,સી. કેડેટ્સ ની પરેડ યોજવામાં આવે છે . સૈન્યના વિશિષ્ઠ સસ્ત્રોની ઝાંખી , તેમજ વિવિધ રાજયોની સાંસ્કૃતિક ધરોહર અને રહેણી કહેણી ને ઉજાગર કરતા ટેબ્લો નું પ્રદર્શન ધ્યાનાકર્ષક હોય છે . સેનાના જાંબાઝ વીરોને તેમની વિશિષ્ઠ સેવા બદલ મેડલ થી સન્માનિત કરવામાં આવે છે.

               ગુજરાતનો રાજ્ય કક્ષાનો 74 મો પ્રજાસત્તાક દિન બોટાદમાં યોજાશે . આપણો રાષ્ટ્રીય કાર્યક્રમ દિલ્હીમાં ભારે ધામ ધૂમ થી ઉજવાય છે. તેમ દરેક રાજ્યો પણ તેમના રાજયકક્ષાની ઉજવણીના કાર્યક્રમો ભારે હષોલ્લાસ સાથે ઉજવે છે .તેમ ગુજરાત પણ ભવ્યાતીભવ્ય રીતે આપણા રાષ્ટ્રીય કાર્યક્રમોની ઉજવણી કરે છે .  ગુજરાત માં રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક દિનનો તહેવાર આ વખતે 26 જાન્યુઆરી 2023 એટલેકે  74 માં પ્રજાસત્તાક દિન બોટાદ જીલ્લાના મુખ્ય મથક બોટાદ મુકામે ભારે હર્ષ અને ગૌરવ સાથે ઉજવાશે . રાષ્ટ્રીય શાયર મેઘાણી ની કર્મ ભૂમિ માં પ્રજાસત્તાક દિન નિમીતે કસુંબલ ડાયરા માં ખ્યાતિ પ્રાપ્ત કલાકારો ઉપસ્થિત રહેશે .આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ આગલા દિવસેજ બોટાદ પહોચી જવાના છે .અને બોટાદ જીલ્લાના અનેક વિકાસ લક્ષ્મી કાર્યક્રમો સહિત બોટાદ જીલ્લાની બે કોફી ટેબલ બુકોનું વિમોચન પણ કરશે . તેમજ બોટાદમાં થનારી પ્રજાસત્તાક દિન 2023 ની ઉજવણી માં આપણા મહામહિમ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી બોટાદ મુકામે થશે. ગત વર્ષ 2022 નો 73 મો પ્રજાસત્તાક દિન 2022 દેવભૂમિ દ્વારકાના સોમનાથ મુકામે યોજવામાં આવ્યો હતો. પરંતુ કોરોનાની મહામારીને લીધે સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમો આપણે કરી શક્યા ના હતા .પરંતુ આ વર્ષે પ્રજાસ્ત્તાક દિનનો ઉત્સવ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો અને પોલીસ પરેડ વગેરે કાર્ય ક્રમો થી શોભી ઉઠશે . આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ ,ધારાસભ્ય શ્રીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે .

      ગુજરાતમાં શાળાઓમાં ઘણા વર્ષોથી પ્રજાસત્તાક દિન 2023 નો રાષ્ટ્રીય તહેવાર ‘દિકરીની સલામ દેશને નામ ‘ થીમ ઉપર વિશેષ રીતે ઉજવાઇ રહ્યો છે. તે અંતર્ગત ગામની સૌથી વધુ ભણેલી દિકરી ના હસ્તે ધ્વજ વંદન કરાવવામાં આવે છે . તેમજ વર્ષ દરમ્યાન જન્મેલી દિકરીઓને તેમનાં માતપિતા સહ આમંત્રિત કરી પ્રમાણપત્ર અને ભેટ દ્વારા સન્માનીત કરી, સમાજમાં દિકરીઓના જન્મ ને ગૌરવપૂર્ણ સ્થાન આપવામાં આવે છે. આમ પ્રજાસત્તાક દિન 2023 ની ઉજવણી પરંપરા ગત થી પણ વિશેષ કાર્યક્રમોને વણી લઈ ગુજરાત અનોખી રીતે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવામાં મોખરાનું સ્થાન ધરાવે છે .

આ પણ જુઓ :- 26 મી જાન્યુઆરી 2023

આ વર્ષે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ પણ ઉજવી રહ્યા છીએ એટલે  પણ પ્રજાસત્તાક દિન 2023 ના રાષ્ટ્રીય પર્વનું મહત્વ ઘણું વધી જાય છે . તે દિવસે શાળાઓ ,મહાશાળાઓ અને સરકારીઓ કચેરીઓમાં રજા રાખવામાં આવે છે . તમામ સરકારી કચેરીઓ અને શાળાઓમાં ધ્વજ વંદન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવે છે . વિવિધ સ્પર્ધાઓ નું આયોજન પણ કરવામાં આવે છે . વિધાર્થીઓ માટેની  વકતૃત્વ સ્પર્ધાઓ પણ રાખવામાં આવે છે . બાળકોને મીઠાઇ વહેચવામાં આવે છે . આ રાષ્ટ્રીય તહેવારે સૌ નાગરીકો ઉજવણીમાં હોંશભેર  ભાગ લે છે. 

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment