નોકરી & રોજગાર ગુજરાતી ન્યૂઝ

Rojgar Bharti Melo: 26 એપ્રિલ ના રોજ અમદાવાદમાં રોજગાર ભરતી મેળો યોજાશે, કુલ 450 નોકરીઓ માટે ભરતી 

Rojgar Bharti Melo 2023
Written by Gujarat Info Hub

Rojgar Bharti Melo: રોજગાર ભરતી મેળો 2023 અમદાવાદનાં શાહીબાગ અને અસારવા વિસ્તારમાં આવેલી રોજગારા કચેરી ખાતે તારીખ 26 એપ્રિલ ના રોજ યોજવામાં આવશે.આ રોજગાર ભરતી મેળા માં કુલ 450 થી વધુ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી થશે જેમાં વિવિધ ક્ષેત્રની 15 જેટલી કંપનીઓ ભાગ લેશે. આ Rojgar Bharti Melo Ahmedabad 2023  માં પસંદગી પામનાર ઉમેદવારોને વાર્ષિક 1 લાખથી લઈને 3.5 લાખ સુધીનું પેકેજ ની ઓફર આપવામાં આવાશે, તો આવો જાણીએ રોજગાર ભરતી મેળા માટે અરજી કેવી રીતે કરવી અને ક્યાં ક્યાં ડૉક્યુમેન્ટ ની જરૂર રહેશે.

Rojgar Bharti Melo 2023 Ahmedabad

ભરતીરોજગાર ભરતી મેળો
કુલ જગ્યાઓ  450
લાયકાત૧૦ પાસ
મેળાની તારીખ26 એપ્રિલ 2023
સ્થળશાહીબાગ અસારવા રોજગાર કચેરી, અમદાવાદ
વેબસાઈટanubandham.gujarat.gov.in

રોજગાર ભરતી મેળો અમદાવાદ માં કોણ ભાગ લઈ શકે

મિત્રો, 26 મી એપ્રિલ ના રોજ યોજાતા રોજગાર ભરતી મેળામાં રાજ્યની અને અમદાવાદ જિલ્લાની કંપનીઓ ના સિલેકટર હાજર રહેશે. જેમાં ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, ગ્રેજ્યુએટ અથવા કોઈપણ પ્રકારનો કોર્સ કરેલ ઉમેદવાર ભાગ લઈ શકે છે. જેમાં કંપનીઓ દ્વારા દરેક ઉમેદવારની પસંદગી તેમના શૈક્ષણિક લાયકાત ના આધારે નક્કી થશે.

આ રોજગાર ભરતી મેળા માટે તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકો છો, અને જો ઓનલાઈન ના કર્યું હોય તો રોજગાર મેળા સ્થળે તે દિવસે પણ રજીસ્ટ્રેશન ચાલુ હશે જેથી વહેલી તકે જઇ રજીસ્ટ્રેશન કરાવી શકો છો

રોજગાર ભરતી મેળા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

Rojagar Bharti Mela Ahemdabad Online Application : રોજગાર ભરતી મેળો આજ રોજ અમદાવાદમાં યોજાવા જઈ રહ્યો છે, તો તેમાં અરજી કેવી રીતે કરવી તેની સંપુર્ણ માહિતી નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ રોજગાર ભરતી મેળા માટેની વેબસાઈટ anubandham.gujarat.gov.in પર જાઓ
  • ત્યારબાદ “Registration” બટન પર ક્લિક કરો અને નોધણી ફોર્મ ભરો.
  • જેમાં તમારો ઈ-મેલ આઈડી અથવા મોબાઈલ નંબર નાખી તેમાં આવેલ OTP સબમીટ કરો.
  • હવે તમારી પર્સનલ માહિતી નાખવાની રહેશે જેમાં તમારો નામ, સરનામુ, પિન કોડ જેવી વિગત નાખવાની રહેશે.
  • હવે ” Next” બટન પર ક્લિક કરો અને રજીસ્ટ્રેશન પુર્ણ કરતા તમારી ID જનરેટ થશે જેના દ્વારા તમારા મોબાઈલ નંબરથી લોગીન થવાનું રહેશે.
  • હવે તમારો પાસવાર્ડ જનરેટ કરો અને રજીસ્ટ્રેશન ને સબમીટ કરો.
  • આવી રીતે તમે અનુબંધન પોર્ટલની મદદથી ગુજરાતના તમામ રોજગાર ભરતી મેળા ૨૦૨૩ માટે રજીસ્ટ્રેશન કરાવી શકશો.

લેટેસ્ટ ભરતી જુઓ :-

તો અમારા આ આર્ટીકલની મદદથી Rojgar Bharti Melo માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવુ અને તમારા શહેરમાં યોજાતો ભરતી મેળા ની વિગત સૌ પ્રથમ મેળવવા માટે અમારી વેબસાઈટ ને જોતા રહો અથવા અમારા વોટ્સઅપ ગ્રુપ માં જોડાઈ શકો. આભાર.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment