નિબંધ લેખન ખેતી પદ્ધતિ

માટી બચાવો અભિયાન ( What is save soil movement all about? )

માટી બચાવો અભિયાન
Written by Gujarat Info Hub

શા માટે માટી બચાવો અભિયાન? | save soil movement in india | “માટી બચાવો” વિશે નિબંધ

               આપણી કાયા માટીમાંથી બનેલી છે . આપણી જ નહી સૂક્ષ્મ જીવોથી લઈ મહાકાય પ્રાણીઓ માટી થી બનેલાં અને માટીમય છે .માટીમાં જીવન ભર્યું છે .તો જીવનમાં માટી સિવાય કશું જ નથી . ભારતની ભવ્ય વૈદિક પરંપરામાં માટીને માં કહી છે . વૈદિક કાળથી માટી પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરતાં ઋષિએ માટીની પૂજા અર્ચના અને પ્રાર્થના કરી છે . આપણા શાસ્ત્રકારોએ માટી એટલેકે પૃથ્વી ની વંદના કરતાં કહ્યું છે કે- समुद्र वसने देवी पर्वतस्तन मंडले विष्णु पत्नी नमस्तुभ्यं  અર્થાત સમુદ્ર રૂપી કપડાં વાળી અને પર્વત રૂપી સ્તન વાળી વિષ્ણુ પત્નિ હું તમને વંદન કરું છું . ખેડૂતો માટે નવી ખેતીની શરૂઆત અખાત્રીજ થી થાય છે . અને તે દિવસે સર્વ આપનારી અને પૃથ્વી પરના તમામ જીવોનું પાલન પોષણ કરનારી ધરતી નું સૌ પ્રથમ પૂજન કરવામાં આવે છે .ત્યારબાદ ખેડૂત એના બળદ અને હળ એટલેકે એનાં કૃષિનાં સાધનોનું પણ પૂજન કરે છે . કૃષિ સંસ્કૃતિમાં પ્રાણીઓ ને પોતાના જીવનમાં મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે . પ્રાચીન પરંપરામાં આર્યો પણ પૃકૃતિ ની પૂજા કરતા હતા . એનું કારણ એજ હતુકે પ્રકૃતિજ  સર્વ  જીવોના પોષણનો આધાર હતી .

Save soil movement in Gujarat

                આજનો માનવી ભૌતિક સુખો અને સુખ સાહ્યબીનાં સાધનો પ્રાપ્ત કરવાની આંધળીડોટ માં ઘેલો થયો છે. પરસ્પર સ્પર્ધા અને વધુ આર્થિક ઉત્પાદન મેળવવાના આ યુગમાં કૃષિક્ષેત્ર પણ બાકાત રહ્યું નથી. કૃષિના વિવિધ પાકોમાં વધુ ઉત્પાદન મેળવવા કૃત્રિમ રાસાયણિક ખાતરો તથા ઝેરી પેસ્ટીસાઇડ દવાઓનો  બેફામ ઉપયોગ માનવ સ્વાસ્થ્ય અને  જમીનને મોટું નુકસાન પહોંચાડી રહ્યો છે. એક ચમચી જેટલી માટીમાં કરોડો સૂક્ષ્મ જીવો અને વિવિધ બેક્ટેરિયા રહેલા છે. જે માટીના અસ્તિત્વ માટે  અને તેને જીવંત રાખવા માટે ખૂબ  જરૂરી છે.. સૂક્ષ્મ જીવો વગર માનવજીવન શક્ય જ નથી. આ જીવો નો પણ આપણા ઉપર ખૂબ મોટો ઉપકાર છે. માટી  અને  આ સૂક્ષ્મ જીવોની રક્ષા કરવાની નૈતિક જવાબદારી આપણા સૌની છે.સમગ્ર વિશ્વે  પ્રદુષણ હટાવો પર્યાવરણ બચાવો અથવા Save environment વગેરે શબ્દો આપણે સાંભળતા રહ્યા છીએ.. જે ખૂબ આવકારદાયક છે, પરંતુ આ માટી બચાવવા તરફ હજી કેટલાક મહાનુભાવો સિવાય કોઈનું ધ્યાન ગયું નથી. જો આમ જ આપણે માટીને દૂષિત કરતા રહીશું તો આવનાર 45 થી 60 વર્ષોમાં આપણે પૃથ્વી ઉપરના તમામ સજીવના ખોરાક માટેના આધાર સ્તંભ સમી માટીને ખોઈ બેસીશું. અને પછી વર્ષો સુધી પણ એને તંદુરસ્ત નહી બનાવી શકીએ . ઈશા ફાઉન્ડેશન ના સ્થાપક અને આપણા સૌના પ્રેરણાસ્ત્રોત સદગુરુ જગ્ગી વાસુદેવજીએ આ તરફ વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. અને સમગ્ર વિશ્વને માટી બચાવવાની આહલેક કરી છે. આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર ભાઈ મોદી એ પણ વિશ્વ પર્યાવરણ દિવસે માટી બચાવવાના અભિયાનના ભાગરૂપે એગ્રીકલ્ચર કોરિડોર બનાવવાની જાહેરાત કરી  ભારતવાસીઓને માટી બચાવવાનો સંદેશ આપ્યો છે . માન. નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં જમીનના  સ્વાસ્થ્ય ની ચકાસણી માટે ની 115 જેટલી  SOIL HEALTH લેબોરેટરીઓ શરૂ કરી  હતી . વર્તમાનમાં ગુજરાત સરકાર save soil movement જોડાઈ ઈશા ફાઉન્ડેશન સાથે એમ.ઓ.યુ. કરનાર પ્રથમ રાજ્ય બનવાનો શ્રેય પ્રાપ્ત કરે છે. ગુજરાતના  સરહદી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોની કરોડરજ્જુ સમાન બનાસ ડેરી ના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ માટી બચાવો અભિયાનના પ્રણેતા સદગુરુ જગ્ગી વાસુદેવજી ની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસડેરી પાલનપુર મુકામે બનાસ વાસીઓને માટી બચાવવા આહલેક કરી હતી. આ પ્રસંગે સદગુરુએ બનાસકાંઠાના ખેડૂતો અને પશુપાલકોને પ્રેરણા આપી , શ્રી શંકરભાઈ ચૌધરી ને માટી બચાવવા અભિયાન નું  પ્રતીક  અર્પણ કર્યું હતું .

“એકમાત્ર જાદુઈ સામગ્રી જે મૃત્યુને જીવનમાં ફેરવે છે.”

– સદ્‍ગુરુ

ચાલો માટી બચાવીએ

 આપણે સૌ સાથે મળી માટી બચાવવાના અભિયાનમાં સક્રિયપણે જોડાઈ SAVE SOIL કાર્યક્રમમાં મહત્વનું યોગદાન આપીએ. હમણાંજ આ કાર્ય નહીં આરંભીએ તો આવનાર 20 વર્ષમાં પણ આપણે જમીનને નહીં બચાવી શકીએ. પરિણામે વીએઆરએસએચઓ સુધી આપણે પૃથ્વી વાસીઓ અનાજના સંકટનો સામનો કરવો પડે. આવી પરિસ્થિતિને ટાળવા માટે આપણે થોડોક સ્વાર્થ ઓછો કરી કુદરત તરફ પાછા વળવું પડશે. આહાર વિહારમાં થોડોક બદલાવ પણ કરવો પડશે .હેકટરદીઠ ઓછામાં ઓછાં 5 પાળેલા પશુઓ અને તે વધુ પ્રમાણમાં મોટાં વૃક્ષો ઉછેરીએ . આપણે રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઇડ દવાઓના  ઉપયોગને બદલે પશુઓના મળમૂત્ર વૃક્ષોનાં પાંદડા વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે આપણે પ્રાકૃતિક કૃષિ અપનાવવી જોઈશે .જે ગાય આધારીત છે . આપણી ભારતીય કૃષિ પરંપરામાં પશુઓ અને વૃક્ષોને આગવું સ્થાન હતું . આપણે ત્યાં મોટાં જંગલો ઘટતાં જાય છે. ખેતરોમાં કુદરતી વાડને બદલે ફેન્સિંગવાળી કંટાળી વાડનું ચલણવધ્યું છે. રહેણાંક, ઇન્ડસ્ટ્રીઝ અને નવા રસ્તાઓને કારણે વૃક્ષો કપાતાં રહે છે. પરિણામે પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. આપણે ખોરાકની બાબતમાં પણ કેટલાક ફેરફારો કરવા ખૂબ જ જરૂરી છે. આપણા રોજિંદા ખોરાકમાં ફળોને ને સ્થાન આપવું જોઈએ  જેથી ફળ ઉત્પાદન કરી ખેતી કરતા ખેડૂતો ને આર્થિક લાભ થશે અને તેઓ ફળ ઉત્પાદન તરફ પ્રેરાશે.જમીન સ્વસ્થ  રાખવામાં પશુઓ અને વૃક્ષોનું ખૂબ મહત્વ છે.  જે લોકો માંસા હાર કરી રહ્યા છે ,તેમણે શાકાહાર તરફ વળવું જોઈએ. ‘’ગોપાળનંદન કૃષ્ણ માખણચોર બન્યા,   માંસાહાર તરફથી ધીરેધીરે શાકાહાર તરફ વળેલી ગોપાળ સંસ્કૃતિને કૃષ્ણે આવકારી અને દઢ કરી’’-ગુણવંત શાહ.  ભારતીય કૃષિ પરંપરામાં પ્રાણીઓ અને વૃક્ષોને ખૂબ પ્રાધાન્ય હતું તે આપણે જાળવી રાખવું જોઈએ. માટીમાં રહેલ સૂક્ષ્મજીવો અને અળશિયાં માટીને ફળદ્રુપ રાખનાર ખેડૂતનાં સાચાં મિત્ર છે .અળશિયાં ખરેખર એક અદભૂત જીવ છે તે માટીને જાળવવા  સતત કાર્ય કરતાં રહે છે. આપણે તેનું રક્ષણ કરવું જોઈએ .પર્યાવરણીય જાગરુકતા અને આયોજન વડે આપણે આ કાર્ય પણ સારી રીતે કરી શકીશું .

માટી બચાવો અભિયાન – Important Links

Save Soil Movement in Gujarati – FAQ’s

૧. માટી બચાવો અભિયાન ક્યાથી ચાલુ થયું હતું ? (mitti bachao movement started in which state )

જવાબ :- આ અભિયાનની શરૂઆત મધ્યપ્રદેશના હોસંગાબાદ (Hoshangabad, Madhya Pradesh) થી થઈ હતી.

૨. સેવ સોઇલ અભિયાન કોના દ્વારા ચાલુ કરવામાં આવ્યું હતું ? (who started save soil movement)

જવાબ:- સદગુરુ જગ્ગી વાસુદેવજી બગડતી જમીનના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ વધારવા માટે આ વર્ષે માર્ચમાં ‘માટી બચાવો અભિયાન’ શરૂ કરી હતી.

3. ભૂમિ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?
જવાબ : માટી વિજ્ઞાનના પિતા તરીકે વેસિલી ડોકુચૈવ ઓળખવામાં આવે છે

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment