નોકરી & રોજગાર

પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 | SEB PSE SSE Exam Notification 2022 @sebexam.org

પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
Written by Gujarat Info Hub

PRIMARY-SECONDARY  SCHOLARSHIP EXAMગુજરાત શિક્ષણ શિષ્યવૃતિ  પરીક્ષા 2022

 પ્રાથમિક –માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ  પરીક્ષા 2022 : નમસ્તે વિધાર્થી મિત્રો ! જો તમે ધોરણ :  ૬  અથવા ધોરણ : ૮  માં અભ્યાસ કરો છો . અને તમે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર, ગુજરાત ના  તારીખ : ૧૭/૦૮/૨૦૨૨ ના જાહેરનામા મુજબ લેવામાં આવનાર પ્રાથમિક –માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ  પરીક્ષા: 2022 માટે આવેદન પત્ર ભરેલ છે તો તમારા માટે ખુશીના સમાચાર એ છે કે આ શિષ્યવૃતિ પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છ,જેની તમે ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યા હતા.  પ્રાથમિક અને માધ્યમિક પરીક્ષાની તારીખ : 22 /01/2023 ના રવિવારના દિવસે બપોરે 1.00 વાગ્યાથી શરૂ થશે અને 4.00 વાગ્યા સુધીનો સળંગ રહેશે. અને બંને પરીક્ષા માટે એટલે કે PRIMARY-SECONDARY  SCHOLARSHIP EXAM 2022 માટે બે પ્રશ્નપત્રો રહેશે . અને દરેક પ્રશ્નપત્ર 100 ગુણ નું રહેશે . આ પરીક્ષા  વિધાર્થીની શાળા જે તાલુકામાં આવેલી હશે તે તાલુકા મથકે લેવામાં આવશે .  જે તે જીલ્લાના જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ના સંચાલન હેઠળ આ પરીક્ષા લેવામાં આવશે . તમે ખૂબ સારી  તૈયારી કરી રહ્યા હશો . પરંતુ  પરીક્ષા માટે ગણતરીના દિવસો બાકી હોય ત્યારે શીખેલી બાબતો નું પુનરાવર્તન કરવાથી સારા માર્કથી પાસ થઈ મેરીટમાં આવી શકાય . આ માટે પરીક્ષાનું માળખું અને અભ્યાસ ની જાણકારી હોવી ખૂબ જરૂરી છે . જેથી વિષય વાઇઝ અને એકમ મુજબ સમય પત્રક નું આયોજન સફળતા માટે ખૂબ જરૂરી છે અમે અહી પરીક્ષા માટેના અભ્યાસક્રમ  અને પેપરના માળખાની  વિગત દર્શાવી તે જુઓ .

ગુજરાત શિક્ષણ શિષ્યવૃતિ  પરીક્ષા અભ્યાસક્રમ SEB PSE SSE Exam Syllabus

  • પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા  માટેનો અભ્યાસક્રમ (SYLLABUS) ધોરણ 1 થી 5 સુધીનો રહેશે .
  • માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ  પરીક્ષા માટેનો અભ્યાસક્રમ (SYLLABUS): ધોરણ6 થી 8 સુધીનો રહેશે .
  • પ્રાથમિક –માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ  પરીક્ષા: 2022 બંને પરીક્ષાનું માધ્યમ ગુજરાતી ભાષા રહેશે .

પ્રશ્નપત્રનું માળખું (ઢાંચો ) :

કસોટીનો પ્રકારપ્રશ્નોગુણસમય
ભાષા અને સામાન્યજ્ઞાન10010090 મિનિટ
ગણિત અને વિજ્ઞાન10010090 મિનિટ

કોલ લેટર :    વિધાર્થી મિત્રો પ્રાથમિક –માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ  પરીક્ષા:2022 માટેના કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ હજી જાહેર થઈ નહી . કોલ લેટર ડાઉનલોડ કરવાની સુચના મળ્યેથી તમે અહીથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો  

અગત્યની લીંક :

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર, ગુજરાતની વેબસાઇટ Click Here
પ્રાથમિક –માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ  પરીક્ષા: 2022 જાહેરનામું અહીથી જોઈ શકશોClick Here 
અહીથી  PSE EXAM ની બુક ડાઉનલોડ કરો . Click Here
Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment