નોકરી & રોજગાર

SSC Bharti 2023: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 7500 થી વધુ જગ્યાઓ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 03 મે 2023

SSC-Bharti-2023
Written by Gujarat Info Hub

SSC Bharti 2023 :  મિત્રો, સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જેમણે ગ્રેડ્યુએશન સુધીનો અભ્યાસ કરેલ હોય અને જેમની ઉંમર 30 કરતાં વધારે નથી. તેમના માટે 7500  જેટલી મોટી સંખ્યામાં આસિસ્ટંટ એકાઉન્ટ ઓફિસર, આસિસ્ટન્ટ સેકશન ઓફિસર, આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર, સબ ઈન્સ્પેકટર વગેરેની સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ભરતી કરવા માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે.  આ માટેની અરજી ૩ એપ્રિલ ૨૦૨૩  થી ૩ મે 2023 સુધી કરવાની સૂચના છે. જો હજુ સુધી SSC Bharti 2023 માં ઉમેદવારી માટેનું અરજીફોર્મ  ભર્યું નથી. તો તમે ૩ મે 2023 સુધી હજુ પણ ઉમેદવારી માટેનું અરજીફોર્મ  ભરી શકો છો.

જો તમે સરકારી નોકરીની શોધ માં છો. તો તમારા માટે  આ એક ઉત્તમ તક છે. આ SSC Bharti 2023 ની પરીક્ષા કોમ્પ્યુટર મોડ માં ટાયર 1 અને ટાયર 2 એમ બે તબક્કામાં  લેવામાં આવશે. અને તેમાં પ્રશ્નોનું સ્વરૂપ  બહુવિકલ્પીય (MCQ) પ્રકાર ના પ્રશ્નો અને ભાગ 2  થી 4 ના પ્રશ્નો હિન્દી અને અંગ્રેજીમાં બંને ભાષા માં હશે.

આ પરીક્ષા સંભવિત તારીખ હજુ સુધી નથી મુકાઈ પરંતુ જુન કે જુલાઈ માસમાં લેવાવવાની જાહેરાત સ્ટાફ સિલેકશન કમિશન ( SSC CGL Recruitment )  દ્વારા કરવામાં આવી છે . ટાયર 1  માટેનો અભ્યાસક્રમ અને સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે.  પરંતુ ટાયર 2 અંગે નું સમયપત્રક પછીથી જાહેર થનાર છે . ઉમેદવારોએ પોતાની ઉમેદવારી ભરતાં પહેલાં સતાવાર નોટીફીકેશન ધ્યાન થી વાંચી જવું જોઈએ તે માટેની લીક નીચે આપવામાં આવી છે .

SSC CGL Recruitment 2023

ભરતી કરનાર સંસ્થાનું નામ  સ્ટાફ સિલેકશન કમિશન
પોસ્ટ નું નામ  આસિસ્ટંટ એકાઉન્ટ ઓફિસર, આસિસ્ટન્ટ સેકશન ઓફિસર, આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર, સબ ઈન્સ્પેકટર વગેરે
ખાલી જગ્યાની સંખ્યા  7500
અરજી કરવાની શરૂઆત ની તારીખ  03/04/2023
અરજી કરવાની છેલ્લી તારીખ  03/05/2023
વય મર્યાદા  18 થી 30 વર્ષ
પરીક્ષા ફી  100
પરીક્ષા પદ્ધતિકોમ્પ્યુટર મોડ અને (MCQ ટાઈપ પ્રશ્નો)
સતાવાર વેબ સાઇટ અહીથી જુઓ ssc.nic.in

SSC ભરતી માટે શૈક્ષણિક લાયકાત

SSC Bharti 2023 માટે અલગ અલગ પોસ્ટ માટે દરેકની અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે. જેમ કે જુનિયર સ્ટેટેકલ ઓફિસર માટે બેચલર ડિગ્રી સાથે ૧૨ માં ધોરણ માં ગણીતમાં 60% કરતા વધુ માર્ક હોવા જરુરી છે, તો આવી રીતે દરેક પોસ્ટની શૈક્ષણીક લાયકાત તમે ઓફીસિયલ નોટીફિકેશનમાંં જોઈ શકો છો.

SSC Bharti 2023 પરીક્ષા ફી

SSC CGL Recruitment 2023:  આસિસ્ટંટ એકાઉન્ટ ઓફિસર, આસિસ્ટન્ટ સેકશન ઓફિસર, આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર, સબ ઈન્સ્પેકટર વગેરે ની વિવિધ પોસ્ટની અરજી ફી  100  રૂપિયા રાખવામાં આવેલ છે. પરંતુ અનુસૂચિત જાતિ(S.C.) અનુસૂચિત જનજાતિ (S.T.) વિકલાંગ ઉમેદવારો અને માજી સૈનિકો માટે ફી રાખવામાં આવી નથી. એટલે કે અનામત કેટેગરીના ઉમેદવારોને ફી ભરવાની થતી નથી.

વય મર્યાદા  

SSC CGL Bharti 2023 માં પે લેવલ ૪ અને ૫ ની પોસ્ટ એટલે કે ગ્રુપ “C” માટે વયમર્યાદા ૧૮ થી ૨૭ વર્ષ સુધીની હોવી જોઈએ. જ્યારે પે લેવલ ૬ થી ૮ માટે એટલે કે ગ્રુપ “B” ની વિવિધ પોસ્ટ માટે વયમર્યાદા ૧૮ થી ૩૦ સુધીની રહેશે. કેટેગરી પ્રમાણે ઉમરમાં છુટછાટ રહેશે તેના માટે તમે ઓફિશિયલ નોટીફિકેશન વાંચી શકો છો.

 અરજી કરવાની રીત – How To Apply Online for SSC Bharti 2023

                સૌપ્રથમ તમારે સ્ટાફ સિલેક્શન કમિશન ssc.nic.in ની સત્તાવાર વેબસાઈટ પર જઈ APPLY બટન પર ક્લિક કરી તમારું ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભરતી વખતે કાળજી પૂર્વક તમારી વિગતો ભરો .ફોર્મ ભરાઈ ગયા પછી તમારી વિગતોને ચકાસી લો .અને ફાઇનલ સબમીટ કરો.હવે તમે અનામત કેટેગીરી ના ઉમેદવાર હોવ અને ફી ભરવાની થતી હોય તો ફી ભરી દો .ત્યારબાદ તમારા ફોર્મની પ્રિન્ટ કાઢીલો.

SSC CGL Recruitment 2023 Notification PDF

જે મિત્રો SSC Bharti 2023 Notification ડાઉનલોડ કરવા માગે છે, તે નીચે આપેલ લીક થી કરી શકેશે.

  • SSC CHSL Recruitment 2023 Notification PDFClick Here

Also Check:

SSC CGL Bharti 2023 – FAQ’s

  1. SSC Bharti 2023 માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

જવાબ : આસિસ્ટંટ એકાઉન્ટ ઓફિસર, આસિસ્ટન્ટ સેકશન ઓફિસર, આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર, સબ ઈન્સ્પેકટર વગેરે ની જગ્યાઓ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 03/05/2023  છે .

2. SSC ભરતી ૨૦૨૩ માટે વયમર્યાદા શુ છે ?

જવાબ : SSC ની વિવિધ પોસ્ટ માટે અલગ અલગ વયમર્યાદા છે, પણ ઓછામાં ઓછી ઉમર ૧૮ અને વધુમાં વધુ ઉમર ૩૦ હોવી જરુરી છે.

4. . SSC ભરતી ની આસિસ્ટંટ એકાઉન્ટ ઓફિસર, આસિસ્ટન્ટ સેકશન ઓફિસર, આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર, સબ ઈન્સ્પેકટર વગેરે ની વિવિધ જગ્યાઓ માટે પરીક્ષા ફી  કેટલી છે?

જવાબ : પરીક્ષા ફી 100 રૂપિયા છે .અનામત કેટેગીરીના ઉમેદવારો માટે ફી નથી.

5. SSC CGL ની પરીક્ષા કઈ રીતે લેવાશે .

જવાબ ; પરીક્ષા કોમ્પ્યુટર મોડમાં અને હેતુલક્ષી બહુવિક્લ્પીય પ્રશ્નો વાળી પધ્ધતિ .

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment