GPSSB Talati Call Letter 2023: શું તમે તલાટી કોલ લેટર 2023 અને પરીક્ષા ના બેઠક નંબર જાણવા માંગો છો ? તો અહીં તમે તલાટી પરીક્ષા ની સંંપુર્ણ માહિતી મેળવી શકશો. તલાટી કમ મંત્રી ની પરીક્ષા તારીખ ૭ મે ૨૦૨૩ ના રોજ યોજવાની છે. જે પહેલા તારીખ ૧૩ એપ્રિલ થી ૨૦ એપ્રિલ સુધી તલાટી સંમતી પત્ર ભરનાર આ પરીક્ષા આપી શકશે એવું ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ના સચિવ દ્વારા નિવેદન આપવામાં આવેલ છે, તો હવે જોવાનું રહ્યુ કે જે ઉમેદવારોએ સંમતી ફોર્મ ભરેલ નથી તેઓ તલાટી પરીક્ષા ના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે કે નહી. તલાટી પરીક્ષા ના બેઠક નંબર ની ફાળવણી ૨૦ એપ્રિલ બાદ કરવાની છે જેથી તલાટી કોલ લેટર 2023 તમે તારીખ ૨૭ એપ્રિલથી ઓજસ પરથી ડાઉનલોડ કરી શકશો.
જે લોકો તલાટી હોલ ટિકીટ ની રાહ જોઈને બેઠા છે, તેમને જણાવી દઈએ હજુ સુધી જે લોકોએ તલાટી કન્ફર્મેશન ફોર્મ ભર્યું નથી તે જલ્દીથી ભરી દે કારણ કે 27 એપ્રિલ બાદ આ ફોર્મ ભરનાર ઉમેદવાર જ તલાટી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. અમે અહીં ગુજરાત તલાટી એડમીટ કાર્ડ ડાઉનલોડ લીંક તમારી સાથે સેર કરીશું જેના દ્વારા તમે તલાટી કોલ લેટર 2023 ડાઉનલોડ કરી તમારો બેઠક નંબર જાણી શકશો.
GPSSB Talati Call Letter 2023
વિભાગ | ગુજરાત પંચાયર સેવા પસંદગી મંડળ |
પોસ્ટનું નામ | ગ્રામ પંચાયત સેક્રેટરી વર્ગ-૩ |
સંમતી ફોર્મ તારીખ | ૧૩ એપ્રિલ થી ૨૦ એપ્રિલ ૨૦૨૩ |
કોલ લેટર તારીખ | ૨૭ એપ્રિલ ૨૦૨૩ |
તલાટી પરીક્ષા તારીખ | ૦૭ મે ૨૦૨૩ |
સત્તાવાર સાઈટ | gpssb.gujarat.gov.in |
તલાટી કમ મંત્રી પેપર અંગે
ગુજરાત પંચાયત સેવા મંડળ ના સચિવ હસમુખ પટેલ દ્વારા આજ રોજ ટ્વિટ કરી તલાટી પરીક્ષા અંગે જાણકારી આપેલ છે, જેમાં જણાવેલ છે કે ” તલાટી કમ મંત્રી નું પેપર પરીક્ષા શરું થવાના સમયે એટલે કે ૧૨:૩૦ જ આપવામાં આવશે”.
પ્રશ્નપત્ર પરીક્ષા શરૂ થવાના સમયે એટલે કે 12:30 વાગે જ આપવામાં આવશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) April 17, 2023
ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું કે તમારા પરીક્ષા કેન્દ્ર સ્થળે ૧૨ વાગ્યા પહેલા હાજર રહેવું જરુરી છે, કેમ કે પ્રશ્નપત્ર આપ્યા અગાઉ ઉમેદવારોને OMR શીટ વગેરેની વિગત ભરવાની રહે છે.જે તમારે પરીક્ષા ટાઈમ પહેલાના ૩૦ મિનિટ માં પુર્ણ કરવાનું રહેશે.
તલાટી પરીક્ષા કન્ફર્મેશન ફોર્મ 2023
જુનિયર ક્લાર્કેની પરીક્ષામાં ૫૦ ટકા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા જેથી સરકાર દ્વારા તલાટી પરીક્ષા માટે બેઠક કેન્દ્ર ફાળવતા પહેલા જે લોકો સાચે જ તલાટી પરીક્ષા માટે હાજર રહેવાના છે તેઓ તારીખ ૨૦ એપ્રિલ સુધી ઓજસ પર જઈ સંમતી ફોર્મ ભરી જાણ કરી શકે છે, જેથી સરકારનો સમય, શકિત અને સંસાધનનો વ્યય થતો બચે. જે લોકો આ કન્ફર્મેશન ફોર્મ ભરશે તેઓ તલાટી પરીક્ષા આપી શકશે તેવું જાણવા મળ્યૂ છે, તો તલાટી કોલ લેટર તારીખ બહાર પડતા પહેલા જલ્દીથી સંમતી ફોર્મ ભરવા નીચેની લીંક પર ક્લિક કરો.
તલાટી સંમતી ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો.
તલાટી કમ મંત્રી કોલ લેટર અંગે જાહેરાત
મિત્રો, તલાટી કમ મંત્રીનો કોલ લેટર તમે આજથી એટલે કે તારીખ ૨૭ એપ્રિલ ૨૦૨૩ ના બપોરના ૧ વાગ્યા પછી ઓજસ પરથી ડાઉનલોડ કરી શકશો, જેના અંગેની જાહેરાત નીચે આપેલ છે.
તલાટી કોલ લેટર 2023 ડાઉનલોડ કરો
Talati Exam Call Letter 2023: તલાટીની પરીક્ષા કોલ લેટર તમે આવતી કાલથી ઓજ્સ પરથી ડાઉનલોડ કરી શકશો, જેના સ્ટેપ નીચે મુજબ છે.
- તલાટી હોલ ટીકીટ ડાઉનલોડ કરવા સૌ પ્રથમ ઓજસ વેબસાઈટ પર જાઓ.
- ત્યારબાદ હોમપેજ પર “Call Letter/Preference” મેનું પસંદ કરો.
- હવે નવા પેજ માં સિલેક્ટ જોબ માં “ગ્રામ પંચાયત સેક્રેટરી વર્ગ-૩ ” પસંદ કરો.
- તમારો “Confirmation Number” અને “Birth Date” નાખો.
- હવે “Print Call Letter” બટન પર ક્લિક કરો.
- હવે તમે તલાટી કોલ લેટર ડાઉનલોડ કરી તમારો બેઠક નંબર મેળવી શકશો.
તલાટી કોલ લેટર 2023 ડાઉનલોડ કરવા -: અહી ક્લિક કરો
મિત્રો, તલાટી એડમીટ કાર્ડ ૨૭ એપ્રિલથી ઓનલાઈન મુકાશે, જે લોકો તલાટી પરીક્ષા નો અરજી નંબર અથવા ક્ન્ફર્મેશન નંબર ભુલી ગયા છે તેઓ નિચેની લીંકથી પોતાનો નંબર જાણી શકશે. તો જલ્દિથી તલાટી કંન્ફ્ર્મેશન નંબર જાણો અને તમારો Talati Call Letter 2023 Download કરો.
આ જુઓ:-
મિત્રો, તલાટી કમ મંત્રી પરીક્ષા તારીખ જાહેર થતા બધા ઉમેદવાર પોતાના પરીક્ષા કેન્દ્ર ની રાહ જોઈને બેઠા છે, તો હવે તમારે વધુ રાહ નહીં જોવી પડે કેમ કે આવતી કાલથી તમે તલાટી કોલ લેટર 2023 ડાઉનલોડ કરી શકશો, અને આ પરીક્ષા અંગેની સંંપુર્ણ માહિતી અમારી વેબસાઈટથી મેળવી શકશો.
Talati Admit Card 2023 – FAQ’s
તલાટી કોલ લેટર 2023 ક્યારથી ડાઉનલોડ કરી શકાશે ?
તલાટી પરીક્ષા કોલ લેટર તમે ૨૭ એપ્રિલ ૨૦૨૩ ના રોજ 1 ક્લાકથી ઓજસ પર ઓનલાઈન જોઈ શકશો.
તલાટી સંમતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?
ઉમેદવારો તલાટીનું સંમતી ફોર્મ ૨૦ એપ્રિલ સુધી ઓજસ પરથી ભરી શકશે.
તલાટીની પરીક્ષા ક્યારે લેવામાં આવશે ?
તલાટીની પરીક્ષા ૭ મે ના રોજ ૧૨:૩૦ PM સમયે લેવામાં આવશે ?
તલાટીની પરીક્ષા કોણ આપી શકશે?
જે ઉમેદવારોએ તલાટીનું સંમતી ફોર્મ ભર્યુ છે, તેઓ તલાટીની પરીક્ષા આપી શકશે.