નોકરી & રોજગાર ગુજરાતી ન્યૂઝ

૭ મે ના રોજ તલાટીની પરીક્ષા યોજાશે, તે પહેલા ઉમેદવારોએ કન્ફર્મેશન ફોર્મ ભરવું પડશે – Talati Exam Confirmation Form

તલાટી કન્ફર્મેશન ફોર્મ
Written by Gujarat Info Hub

Talati Exam Confirmation Form: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની પરીક્ષા ૩૦ એપ્રિલ ના રોજ લેવાની હતી પરંતુ હવે તેમા ફેરફાર કરી નવી તારીખ ૭ મે ૨૦૨૩ ના રોજ લેવાશે. તલાટી પરીક્ષા તારીખમાં ફેરફાર કર્યાની સાથે જ લેટેસ્ટ ન્યુઝ મુજબ ઉમેદવારોએ કન્ફોર્મેશન ફોર્મ ભરવું પડશે અને આ ફોર્મ નહીં ભરનાર ઉમેદવાર પરીક્ષા આપી નકશે નહીં.

મિત્રો, જો તમે તલાટી કમ મંત્રીનું પરીક્ષા ફોર્મ ભર્યુ છે, તો પણ તમારે ફરજીયાત તલાટીની પરીક્ષામાં બેસવાની ખાતરી આપવી પડશે. આજ રોજ ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી ઋષીકેશ પટેલ દ્વારા નિવેદન આપવામા આવ્યુ કે ” તલાટી પરીક્ષા તારીખમાં કરાયેલ ફેરફાર નો મુખ્ય ઉદેશ જુનિયર ક્લાર્ક્ની પરીક્ષામાં કુલ હાજર રહેલ ઉમેદવાર ૩,૯૧,૭૩૬ હતા જ્યારે કુલ ફોર્મ ભરયાલની સંખ્યા ૯.૫૩ લાખ હતી. આમ જુનિયર ક્લાર્ક ની પરીક્ષામાં કુલ ૪૧ ટકા ઉમેદવાર હાજર અને ૫૯ ટકા ગેરહાજર રહ્યા હતા.

તો મિત્રો તલાટીની પરીક્ષામાં કુલ ૧૭ લાખ થી વધુ ફોર્મ ભરાયેલ છે, જેથી GPSSB દ્વારા બેઠક વ્યવસ્થા ધ્યાનમાં લઈ ઉમેદવાર અગાઉથી જો કન્ફોર્મેશન ફોર્મ ભરી કન્ફોર્મે કરે કે તે પરીક્ષા આપવા આવવાના છે, તો તે પ્રમાણે તલાટી પરીક્ષાની વ્યવસ્થા સારી રીતે થઈ શકે, અને સમય શકિત અને સંસાધનનો વ્યય થતો બચે.

પરીક્ષા પહેલાં ઉમેદવારોએ ભરવું પડશે કન્ફર્મેશન ફોર્મ

Talati Exam Confirmation Form: શ્રી હસમુખ પટેલ ની લેટેસ્ટ ટિવ્ટ દ્વારા જાણી શકાય છે કે તલાટી પરીક્ષા માટે કન્ફોર્મેશન ફોર્મ ઓનલાઈન મુકાઈ ગયું છે, જે તારીખ ૨૦ એપ્રિલ ૨૦૨૩ સુધી ભરી શકાશે. તો જલ્દીથી ફોર્મ ભરી તમારી શીટ નક્કી કરો અને કન્ફોર્મેશન ફોર્મ ભરવા માટેના સ્ટેપ તમે આ આર્ટીકલથી જોઈ શકશો.


મિત્રો, તલાટી ની પરીક્ષા તારીખ જાહેર થતા સાથે જે લોકો આ પરીક્ષા નું ફોર્મ ભરેલ છે, અને તેઓ પરીક્ષાના કોલ લેટરની રાહ જોઈને બેઠા છે. તેમને જણાવી દઈએ કે તલાટી ની પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરતા પહેલા તમારે કન્ફર્મેશન ફોર્મ ભરવું પડશે. જેના માટે તમે ઓજસ પર જઈ ઓનલાઈન ફોર્મ ભરી શકશો જે આજથી ભરવાના ચાલું થઈ ગયેલ છે.

તલાટી પરીક્ષા કન્ફર્મેશન ફોર્મ કેવી રીતે ભરવું ?

તલાટીનું કન્ફર્મેશન ફોર્મ ભરવા માટે નીચેના સ્ટેપ ફોલોવ કરો.

 • સૌ પ્રથમ ઓજસ વેબસાઈટ પર જાઓ.
 • હવે હોમેપેજ પર “Notice Board” પર “View All” પર ક્લિક કરો.
 • હવે તમારી સામે નોટિસ બોર્ડ ખુલશે જેમાં પ્રથમ નોટિસ “તલાટી ભરતી સંમતિ ફોર્મ ભરવા અહિં ક્લિક કરો” તેના પર ક્લિક કરો.
 • અથવા અહિં ક્લિક કરી ડાયરેક્ટ તલાટી સંમતી ફોર્મ પર જાઓ અને નિચેના સ્ટેપ જુઓ.
 • હવે “Select Job” ઓપશનમાં “ગ્રામ પંચાયત સેક્રેટરી વર્ગ-૩ “ પસંદ કરો.
 • હવે તમારો અરજીનો “Confirmation Number” અને “Birth Date” નાખો.
 • ત્યારબાદ “OK” બટન પર ક્લિક કરતા સાથે નિચે મુજબનું પેજ ખુલશે.
Talati-Bharti-Confirmation-Form
 • હવે તમારે બધી વિગત વાંચી “ઉપરની વિગત હું સોગંદપુર્વક જાહેર કરું છું” તે બોક્સ માં ક્લિક કરી.
 • નિચે આપેલ “I Agree and Submit” બટન પર ક્લિક કરો.
 • ત્યારબાદ તમારુ તલાટીનું કોન્ફોર્મેશન ફોર્મ સબમીટ થઈ જશે, હવે તમે તલાટી પરીક્ષા માટે સંમતી ફોર્મ ની રસીદ ડાઉનલોડ કરવા “Print” બટન પર ક્લિક કરો.
તલાટી સંમતી ફોર્મ રસીદ

મિત્રો, આવી રીતે તમે તલાટીની પરીક્ષા આપવાના છો, તેવુ કન્ફર્મેશન આપી શકો. અને તલાટી પરીક્ષા સંમતી ફોર્મ ભર્યા અંગેની રસીદ પણ ડાઉનલોડ કરી શકો છો, જે લોકો કંફર્મેસન ફોર્મ ભરવા માગે છે તેઓ નિચેની લીંક પર ક્લિક કરી ડાયરેક્ટ ભરી શકે છે.

Talati Exam Confirmation Form Download :- Apply Here

અગત્યના સુચનો

 • મિત્રો, જે લોકોએ તલાટી નું ફોર્મ ભર્યુ છે, તેઓ OJAS પર જઈ સંમતી ફોર્મ તારીખ ૨૦/૦૪/૨૦૨૩ સુધી ભરી શકશે.
 • આ ફોર્મ દ્વારા તમારે ખાતરી આપવાની રહેશે કે તમે પરીક્ષા આપવા માંગો છો.
 • તલાટી કન્ફોર્મેશન ફોર્મ ભરવા માટે કુલ 7 દિવસનો સમય આપવામાં આવેલ છે. જેની છેલ્લી તારીખ ૨૦ એપ્રિલ ૨૦૨૩ છે.
 • ફોર્મેમાં તમારો અરજી કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ જેવી સામાન્ય વિગતો ભરવાની રહેશે.
 • જે ઉમેદવારો તલાટી પરીક્ષાનું કન્ફોર્મેશન ફોર્મ નહી ભરે તે પરીક્ષા આપી શકશે નહીં.

તલાટી પરીક્ષાનુંં કન્ફર્મેશન ફોર્મ ૧૩ એપ્રિલ ના રોજ ઓનલાઈન મુકાયેલ છે અને ૨૦ એપ્રિલ સુધી ઓનલાઈન ભરી શકશો, તો જે મિત્રો તલાટી નો કોલ લેટર તારીખ ની રાહ જોઈ રહ્યા હોય તેમના સુધી આ માહિતી પોહચાડવી જરુરી છે. તો જલ્દીથી આ માહિતી તમારા મિત્રો સાથે સેર કરો અને તલાટી ભરતીની લેટેસ્ટ અપડેટ માટે અમારી વેબસાઈટ ને જોતા રહો.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment