આજના માર્કેટયાર્ડ ભાવ ખેતી પદ્ધતિ જાણવા જેવું

ઊંઝા માર્કેટ યાર્ડ જીરું ના ભાવમાં તેજી ! આજના જીરાના ભાવ જાણો

ખેડૂતો આનંદો જીરું ના ભાવમાં આગ ઝરતી તેજી
Written by Gujarat Info Hub

Cumin prices High jump in Unjha market yard ( આજના જીરાના ભાવ )ખેડૂતો આનંદો ! જીરું ના ભાવમાં તેજી, ઊંઝા માર્કેટયાર્ડ જીરાના ભાવ માં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. જીરું પકવનાર ખેડૂતોને સારા ભાવ મળતાં ખુશ ખુશાલ બન્યા છે.  જીરું ઘણા વર્ષોની  ભાવની  ઐતિહાસિક સપાટી વટાવી ગયું છે. ત્યારે ભાવ વધારા માટે કેટલાક વેપારીભાઈ ઓ જણાવે છે કે .જીરાની સ્થાનિક ખરીદી ઉપરાંત ઊંઝા માર્કેટ જીરાના આંતરરાષ્ટ્રીય બજાર માટે પણ જાણીતું છે . ઊંઝા ગંજ બજાર જીરાની નિકાશ અને મોટું ઘરેલુ માર્કેટ ધરાવે છે . આ સમયમાં ગૃહિણી ઓ પોતાના રસોડાના બાર માસના મસાલા અને ઘઉં વગેરે અનાજ ભરતી હોય છે .ત્યારે જીરાના ભાવમાં  માં આગઝરતી તેજી જોવા મળી રહી છે .  ઊંઝા માર્કેટ યાર્ડ ના આજના જીરૂના ભાવ 7680 થી 9720 આસપાસ રહેલો જીરાનો ભાવ છૂટક બજાર ભાવ 500 રૂપિયે કિલોના ભાવે જોવા મળે છે .

જીરું એક અગત્યનો મસાલા પાક છે. સામાન્ય રીતે દરેક ઘરના રસોડામાં વાપરવામાં આવે છે .જીરું ના આખા દાણા શાક માં વઘારમાં વાપરવામાં આવે છે .તેમજ દળેલું જીરું અલગ અલગ વાનગીઓમાં  ખુશબુદાર મસાલા તરીકે વાપરવામાં આવે છે. દળેલું અને શેકેલું જીરું છાશ માટેના મસાલામાં વાપરવામાં આવે છે . જીરાની પ્રકૃતિ ગરમ છે .તે પચ્યા પછી પણ ગરમ પ્રકૃતિ ધરાવે છે .જીરું નો ઉપયોગ મોટા પ્રમાણમાં આયુર્વેદિક ઔષધોમાં વાપરવામાં આવે છે .

આયુર્વેદ ના મતે જીરું ઉષ્ણ સુપાચ્ય રૂચિક જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર ઉદર સૂળ મટાડનારકફ અને વાયુનું  શમન કરી પાચનને સુધારે છે . ગરમ પ્રકૃતિને કારણે ઠંડા પ્રદેશોમાં જીરાની પુષ્કળ માગ રહે છે .

જીરાનું વાવેતર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા ,પાટણ મહેસાણા તેમજ રાજસ્થાન ના કેટલાક ભાગોમાં વધુ વાવેતર કરવામાં આવે છે .  પરતું પાછલા વર્ષોમાં જીરાના ઓછા ભાવ અને જીરાની ખર્ચાળ ખેતીને કારણે જીરાનું વાવેતર ઓછા પ્રમાણમાં થયું હતું . ખર્ચની દ્રષ્ટિએ ખેડૂતોએ જીરાની સરખામણીમાં ઓછી ખર્ચાળ ખેતીનો એરંડા અને રાયડા નો વિકલ્પ પસંદ કરી જીરાનું વાવેતર ઓછું કરતાં જીરાના ઉત્પાદનમાં આ વર્ષે નોધપાત્ર ઘટાડો જોવા મળ્યો .

ગુજરાતના ઉત્તર પશ્ચિમ ભાગમાં જીરાનું વારંવાર વાવેતર થતાં પાકમાં ઉતાર આવવાનો શરૂ થતાં ખેડૂતોએ છેલ્લા બે ત્રણ વર્ષથી કરવામાં આવતી છાછીયું જીરું એટલે કે બીન પિયત જીરુંનું વાવેતર પ્રમાણ ઘણું ઘટવાથી આ વર્ષે જીરાના પાકમાં નોધપાત્ર ઘટાડો જોવા મળ્યો .

ગત વર્ષે ચોમાસા દરમ્યાન પાછોતરો વરસાદ થયા કરતાં વાવેતર સમયે યોગ્ય સમય અને વાતાવરણમાં ભેજ વધતાં જીરામાં ચરમી જેવા રોગોનું પ્રમાણ વધારે રહેવાથી તેમજ આ વર્ષે માર્ચમાં જ્યારે જીરું નો પાક તૈયાર થવાની અણીના સમયે કમોસમી વરસાદ થતાં બનાસકાંઠા ,પાટણ અને રાજસ્થાન ના કેટલાક વિસ્તારોમાં જીરું ના પાકનું ઘોવાણ થતાં પણ ઉત્પાદન ઘટ્યું .જીરું નો પાક ખેડૂતો માટે ખૂબ રિસ્ક વાળો છે .આર્થિક રીતે જોખમ ઉઠાવી કરવામાં આવતી ખેતી છે . કેમકે સમગ્ર સિઝન દરમ્યાન પ્રતિકૂળ હવામાન અને માવઠાનાં ભય હેઠળ કરવામાં આવતી ખર્ચાળ ખેતી છે .

ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લા માં આવેલું ઊંઝા ગંજ બજાર જીરાના વેપાર માટે સમગ્ર એશિયા ખંડનું સૌથી મોટું માર્કેટયાર્ડ છે . અને તે જીરું ના ખરીદ વેચાણ નું મહત્વનું કેન્દ્ર છે .  Apmc Unjha દર વર્ષે સ્થાનિક અને આંતર રાષ્ટ્રીય કક્ષાએ ખરીદ વેચાણ કરે છે . ખેડૂતોને ઊંઝા ગંજ બજારમાં જીરાના પોષણ ક્ષમ ભાવો મળી રહે છે . ઊંઝા માર્કેટ યાર્ડ ઘરેલુ બજાર ઉપરાંત  તે વિશ્વના અનેક દેશોમાં જીરાની નિકાશ કરે છે . ગત વર્ષે 2.85 લાખ મેટ્રીક ટન જેટલા જીરું ની વિદેશોમાં પણ નિકાશ કરવામાં આવી હતી .

નિષ્ણાત અને અનુભવી વેપારીઓના મતે ઊંઝા ગંજ બજારમાં ઘરેલુ અને આંતર રાષ્ટ્રીય માગ વધી હોવા છતાં માલની આવકો ઓછી થતાં ભયંકર તેજીનો માહોલ સર્જાયો છે . તેમજ માર્ચમાં થયેલાં કમોસમી વરસાદના લીધે તૈયાર થયેલ પાક ધોવાઈ જતાં ઘણા વિસ્તારોમાં જીરાનું ઉત્પાદન મોટા પાયે ઘટતાં બજારભાવોમાં તેજીનો માહોલ જોવા મળે છે . કેટલાકના માટે ગયા વર્ષના સોદાઓ પણ પેંડીગ હોવાના લીધે જીરાની માગ વધી છે. પરંતુ ઉપર જણાવેલ વિવિધ કારણોને લીધે ઉત્પાદન ઘટતાં ભાવો વધવા પામ્યા છે .તો કેટલાક તેને કૃત્રિમ ભાવ વધારો જણાવી રહ્યા છે .ગમે તે હોય પરંતુ જીરું નો પાક કરા સાથે પડેલા વરસાદે બગાડયો છે .અને નિકાશ થઈ શકે તેવો ગુણવતા યુક્ત માલ વધારે પ્રમાણમાં ગંજ બજારોમાં જોઈએ એટલા પ્રમાણમાં આવતો નથી .તેમ છતાં જે ખેડૂતોએ જીરું પકવ્યું છે .તેમના માટે આ ભાવ ખૂબ સારા છે .

ઊંઝા માર્કેટ યાર્ડ સહિત ઉત્તર ગુજરાત ગંજ બજારના જીરાના ભાવ :

માર્કેટ યાર્ડ નું નામ જીરું નીચા ભાવજીરું ઊંચા ભાવ
ઊંઝા 76809720
પાટણ
ધાનેરા 80008980
નેનાવા 70009600
થરા 62508975
જીરાના ભાવ 2023

Unjha market Jeera price 20kg today । ઊંઝા જીરા નો ભાવ 2023 । ઊંઝા બજાર ભાવ । આજના જીરાના ભાવ । ઊંઝા માર્કેટયાર્ડ જીરાના ભાવ । unjha market jeera bhav today

આ પણ જુઓ :-

મિત્રો, આજના આ આર્ટિકલમાં જીરાની ખેતી ,જીરાનું ઉત્પાદન અને ઊંઝા માર્કેટયાર્ડ જીરાના ભાવ વિશેનો અમારો આ આર્ટીકલ આપને  કેવો લાગ્યો તે આપ કોમેંટમાં અચૂક જણાવશો . આ આર્ટીકલ માં અમે વેપારી ભાઈઓ અથવા કોઈ ખેડૂત મિત્રોને જીરું વેચવા કે ખરીદવાની સલાહ આપતા નથી . તેમજ ભાવ વધવા કે ઘટવા વિશે કોઈ આગાહી પણ કરતા નથી . ખેડૂત ભાઈઓ અને વેપારી ભાઈઓએ પોતાની કોઠા સૂઝ અને અનુભવ તેમજ પોતાને જરૂર પડેતો ધંધાદારી નિષ્ણાત લોકોની સલાહ લેવી. અહી લખવામાં આવેલી માહીતી અમને જુદાં જુદાં માધ્યમો દ્વારા મળેલી છે જે લખવામાં આવી છે . આભાર !

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment