UPI Lite New Features From 1 November : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા અવાર નવાર નાણાકીય બાબતોમાં નવા નવા નિયમો દ્વારા ફેરફારો કરવામાં આવતા હોય છે. ઑક્ટોબર મહિનામાં આરબીઆઇ ની એમપીસી બેઠક યોજાઇ હતી આ બેઠકમાં યૂપીઆઈ લાઈટના વપરાશકર્તાઓ માટે પણ કેટલીક નવી સુવિધાઓ ઉપલબ્ધ કરવાની વાત થઈ હતી જેથી યૂપીઆઈ લાઈટના વપરાશકર્તાઓને નાણાકીય લેવડ દેવડ વધુ સરળ બની રહે, તો ચાલો આ નવા ફિચર્સ વિશે વિગતવાર માહિતી મેળવીએ.
ટ્રાન્જેક્શન લિમિટમાં વધારો | UPI Lite New Features From 1 November
જો તમે યૂપીઆઈ લાઈટના વપરાશકર્તા છો તો તમને ખબર હશે કે યૂપીઆઈ લાઈટ વડે એકવારમાં ફક્ત 500 રૂપિયા જ ટ્રાન્ઝેક્શન કરી શકાતા હતા, પરંતુ હવે ટ્રાન્ઝેક્શનને લિમિટ વધારવામાં આવે છે. હવે યુપીઆઈ યુઝર એકવારમાં 1000 રૂપિયા સુધી ટ્રાન્ઝેક્શન કરી શકશે
વોલેટ લિમિટમાં વધારો
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા યુપીઆઈ લાઈટના યુઝર્સ માટે ફક્ત ટ્રાન્ઝેક્શન લિમિટમાં જ વધારો કરવામાં નથી આવ્યો પરંતુ વોલેટ લિમિટમાં પણ વધારો કરવામાં આવ્યો છે, અગાઉ યુપીઆઈ લાઈટ ના વોલેટની લિમિટ ફક્ત રૂપિયા 2000 જ હતી પરંતુ આ લિમિટ વધારીને 5000 રૂપિયા કરી દેવામાં આવી છે, એટલે હવે યુપીઆઈ લાઈટના યુઝર્સ વોલેટમાં 5000 રૂપિયા સુધીની રકમ રાખી શકશે.
યુપીઆઇ લાઇટમાં નવો ઓટો-ટોપ-અપ ફીચર
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આ નવા ફિચર્સની જાહેરાત 27/08/2024 ના રોજ જ કરી દીધી હતી, આ નવા ફિચર્સનું નામ ઓટો-ટોપ-અપ ફીચર છે. ચાલો આ નવા પીચર ની ઉપયોગીતા જાણી લઈએ.
આ નવા ઓટો-ટોપ-અપ ફીચરની મદદથી યુપીઆઇ લાઇટમાં વોલેટ ઓટોમેટીક રિચર્જ થઈ જશે એટલે કે જ્યારે યુપીઆઇ લાઇટના વોલેટમાં જ્યારે બેલેન્સ પૂરું થઈ જવા આવે ત્યારે ઓટોમેટિક રિચાર્જ થઈ જશે.
પરંતુ એક વાત ધ્યાને રાખવી કે આ નવા ફીચર ની મદદથી એક દિવસમાં વધુમાં વધુ પાંચ વખત જ ઓટોમેટિક વોલેટ રિચાર્જ થશે પછી છઠ્ઠી વખત વોલેટ રિચાર્જ કરવું હશે તો તમારે જાતે રિચાર્જ કરવું પડશે.
અને સૌથી જરૂરી વાત કે જો તમારે આ નવા ઓટો-ટોપ-અપ ફીચરનો ઉપયોગ કરવો હોય તો તારીખ 31/10/2024 સુધીમાં યુપીઆઇ લાઇટમાં તે માટેનું સેટિંગ કરવું પડશે.
જો તમારા મિત્રો પણ યુપીઆઇ લાઇટ વાપરે છે અને તેઓને આ નવા ફીચર વિશે માહિતી નથી તો તેઓને આ માહિતી જરૂર શેર કરજો અને તમને જણાવી દઈએ કે આ નવા ફીચર્સ તારીખ 1 નવેમ્બરથી લાગુ થશે.
મિત્રો આવી જ રીતે કામના સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહેજો, ધન્યવાદ.