ખેતી પદ્ધતિ

વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાની રીત – Vermi Compost in Gujarati

વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાની રીત
Written by Gujarat Info Hub

અળસિયાનું ખાતર બનાવવાની રીત | Vermi Compost | વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાની રીત

અળસિયા એટલે શું ? સમગ્ર વિશ્વમાં અળસિયાની ઘણી જાતિઓ અસ્તિત્વ ધરાવે છે .તે પૈકી ભારતમાં અળસિયાની 40 જેટલી પ્રજાતિ છે . અહી આપણે  જે  અળસિયાની વાત કરીશું તે ભારતીય દેશી અળસિયા ની સમજવી.  અળસિયા ખુડૂતનાં સાચાં મિત્ર અને જમીનનું  હ્રદય છે .જે જમીનને ધબકતી રાખે છે . વર્ષો પહેલાં આપણી જમીન પોચી અને ફળદ્રુપ હતી .પરંતુ વચ્ચે ના સમયમાં રાસાયણિક ખાતરો અને જંતુ નાશક દવાઓનો બેફામ ઉપયોગ કરીને આપણે અળસિયાને  મારી નાખ્યાં કેટલાક રસાયણો ના ડરથી જમીનમાં ઊંડે જઈને બેસી ગયાં. હવે આદરણીય સુભાષપાલેકરજી અને આદરણીય રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી  જેવા અનેક મહાનુભાવો ની પ્રેરણા થી ખેતી ક્ષેત્રે નવો યુગ શરૂ થયો છે .  ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ પાછા વળી રહ્યા છે.  ત્યારે આપણે અળસિયાનું મહત્વ સમજતા થયા છીએ . સમૃધ્ધ ખેતી થકી અને  રસાયણો નો ઉપયોગ ટાળી ખેડૂતોની આવક બમણી કરવાની જે નેમ આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ ની છે તે હવે સાર્થક થઈ રહી છે .

અળસિયાનું કાર્ય

અળસિયા જમીનમાં રાત દિવસ સતત ઉપર નીચે ઉપર નીચે આવ જા કર્યા કરેછે.અને ખોરાકમાં માટીનો ઉપયોગ કરે છે . અને તેમની હગારમાં સેંકડો ટન માટી બહાર કાઢે છે. આ માટીમાં સામાન્ય કરતાં નવ ઘણું ફૉસ્ફરસ સાતઘણું નાઇટ્રોજન અને અગિયાર ઘણું પોટાસ હોય છે . આ ઉપરાત બીજાં અનેક પોષક તત્વો બહાર કાઢી જમીનની જૈવિક પ્રક્રીયા અને સૂક્ષ્મ જીવોને જરૂરી એવાં અનેક તત્વો જે જમીનની ફળદ્રુપતા માટે જરૂરી છે. તે તમામ પોષક તત્વો અળસિયા પોતાની હગારમાં બહાર કાઢી જમીનને ફળદ્રુપ બનાવે છે . વળી આખો દિવસ જમીનમાં ઉપર થી નીચે 52 ડીગ્રી ઉષ્ણતામાન સુધી  પંદર ફૂટ ઊંડે સુધી પ્રવાસ કર્યા કરતાં હોઈ જમીનને પોચી બનાવી  જમીનના કણે કણ વચ્ચે હવાની અવર જવર માટે છિદ્રો કરે છે .  સૂક્ષ્મ જીવો અને જમીનને  હવાની જરૂરીયાતને પુરી કરે છે . જમીનની ભેજ ધારણ કરવાની શક્તિને વધારે છે . ચોમાસા દરમ્યાન પાણીને મોટા પ્રમાણમાં જમીનમાં ઉતારવામાં અળસિયાએ કરેલ દર ને લીધે જળ રીચાર્જ નું કામ પણ થતું રહે છે . આજે જમીન ખેડવા માટે ઘણા ખેડૂતોને  કલ્ટીવેટર ને બદલે રોટાવેટરનો ઉપયોગ કરવો પડે છે .કારણકે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના બફામ ઉપયોગથી અને વધુ પડતા પાણી થી જમીનને કઠણ બનાવી દીધી છે. આપણે માટી ને પણ બચાવવી પડશે ,નહિતો આવનાર પેઢી પાસે ખેતી માટેની સમૃધ્ધ જમીન ગુમાવી દઇશું. મે એ વાત મારા અગાઉના  માટી વિશેના લેખમાં કરી છે . જ્યાં સુધી આપણા ખેતરમાં અળસિયા છે .ત્યાં સુધી આપણી  જમીન સ્વસ્થ રહેશે. અને કૃષિ સ્મૃધ્ધ રહેશે, તો મિત્રો તમેજ કહો અળસિયાં આપણા મિત્રો છે કે નહી .

અળસિયાની જાતો

અળસિયા ના પ્રકાર: આપણે આગળ જોયું તેમ સમગ્ર વિશ્વમાં અળસિયાની ઘણી જાતિઓ અસ્તિત્વ ધરાવે છે .તે પૈકી ભારતમાં અળસિયાની 40 જેટલી પ્રજાતિ છે .  જો આપણે વર્મી કંપોસ્ટ ખાતર બનાવવાનો બેડ તૈયાર કરવો છે તો આપણે દેશી અળસિયાની પસંદગી  કરીશું. માત્ર દેશી અળસિયા જ માટી ખાઈને  આપણને પોષક તત્વોથી ભરપુર માટી આપે છે .વિદેશી અળસિયા આઈસેનિક ફોટીડા માટી ખાતાં નથી .પરંતુ આપણે ખેતરમાં નાખેલું છાણ ,સડેલાં પાંદડા વગેરે ખાઈ જાય છે . વિદેશી અળસિયા 28 ડીગ્રી કરતાં વધુ તાપમાને રહી શકતાં નથી.  વળી આ અળસિયા ના શરીર માં રહેલા ક્રોમિયમ ,પારો ,શીશું અને નિકલ  જેવા ખરાબ તત્વો તેની હગારમાં છોડી જમીન ને નુકસાન કારક બનાવે છે .વળી  તેમાંથી થતું પાક ઉત્પાદન માણસના ખોરાક માં જતાં માનવ આરોગ્ય  માટે પણ નુકસાન કારક હોઈ વિદેશી અળસિયાને બદલે  દેશી અળસિયા નો ઉપયોગ વર્મી કંપોસ્ટ માટે કરવો જોઈએ .

વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાની રીત

વર્મી કંપોસ્ટ ખાતર માટે કરવામાં આવતા અળશીયાના ઉપયોગ ને વર્મી કલ્ચર કહેવામાં આવે છે . વર્મી કલ્ચર બનાવવા માટે ગાય ભેસ જેવા પશુનું છાણ વપરાય છે. અહી આપણે દેશી ગાયના છાણનો ઉપયોગ કરીશું. દેશી ગાય આધારીત ખેતીમાં ગૌ મૂત્ર અને દેશી ગાયના છાણ નું ખૂબ મહત્વ છે જે મે અગાઉ ના મારા પ્રાકૃતિક ખેતી ના લેખમાં એ વાત કરી છે. ત્રણ ભાગ છાણ અને એક ભાગમાં સુકાં પાંદડા,ગુવાર ,કે કઠોળ વગેરે નો ગુણો એટલેકે પાક લેવાઈ ગયા પછીનું જે પાછળનું વેસ્ટ હોય તે .  વગેરે લેવાનું હોય છે વર્મી કંપોસ્ટ એટલે અળસિયા નું ખાતર. આ વર્મીકંપોસ્ટ બનાવવા   માટે જમીન ઉપર પાળો એટલે કે બેડ બનાવી શકાય અથવા પાકું ચણતર કરી ચોકડી પણ બનાવી શકીએ અથવા ખાડો પણ બનાવી શકાય . દસ ફૂટ લાંબો ત્રણ ફૂટ પહોળો અને ચાર ફૂટ ઊંચો પાકો અથવા ગ્રીન નેટ જેવા મજબૂત કાપડથી ચોકડી બનાવી શકાય માપ માં ફેરફાર કરી શકાય. પરંતુ આપણે તેની આજુબાજુ સરળતાથી ફરી શકીએ અને વર્મી કંપોસ્ટ હાથથી કાઢી શકીએ એટલી ઊંચાઈ અને પહોળાઈ રાખવી . નીચે ના ભાગમાં પાંદડા વગેરે જૈવિક કચરાનો થર રાખવો . જામનગર જીલ્લાના એક વૃક્ષ મંદિરમાં ત્રીસેક વર્ષ પહેલાં એક ઇજનેર સાહેબે વર્મીકંપોસ્ટ માટે પાકી ચોકડી (ચણતર કરીને ) બનાવી હતી. મે તે જોઈ હતી. તેમણે તેમાં શેરડીના કુચા તળીયે પાથર્યા હતા .તેમણે મને કહ્યું હતું કે અળસિયા શેરડી ખાતાં નથી, એટલે તે જમીનમાં ચાલ્યાં જતાં નથી . વળી પાકું તળીયું કરવાથી હવાની અવાર જવર થતી નથી. એટલે કાચું તળીયું સારું. હવે ઉપર છાણ પાંદડા વગેરે ઉપર કહ્યું તેમ ભરી દો. છાણ થોડા દિવસ અગાઉનું લેવું .સૌથી ઉપર દેશી અળસિયા નાખી પાણીનો છંટકાવ કરતા રહેવું 30 થી 40 ડીગ્રી ભેજ જાળવી રાખવો. છાંયડાવાળી જગ્યા એ પ્લાન્ટ તૈયાર કરવો . દિવસમાં એકવાર  અને ગરમી હોયતો બે વખત પાણીનો છંટકાવ કરવો.  50 થી 60 દિવસ પછી વર્મીકંપોસ્ટ તૈયાર થશે. એટલે  તેનો રંગ પણ બદલાશે અને અળશિયાએ કરેલી હગારનું પ્રમાણ જોઈને તમે નક્કી કરી શકશો કે ખાતર તૈયાર થઈ ગયું છે . ખાતર કાઢવું હોયતો બે દિવસ પાણી છાંટવાનું બંધ કરશો એટલે  અળશિયાં નીચે ચાલ્યાં જશે . અળશિયા હમેશાં ભેજ વાળી જગ્યામાં રહે છે. હવે ઉપર થી જોતાં રહી વર્મીકંપોસ્ટ કાઢી લેવું. અળસિયા દેખાય એટલેથી બંધ કરવું . હવે ફરીથી છાણ ,પાંદડાં અને જૈવિક કચરો નાખતા રહો એમ વર્મી કંપોસ્ટ તૈયાર થતું રહેશે .

વર્મી કંપોસ્ટ માટે આટલું ધ્યાન માં રાખો .

  • વર્મી કંપોસ્ટ બનાવવા માટેના  બેડ માં નાખવામાં આવતો જૈવિક કચરો શુદ્ધ,પ્લાસ્ટિક વગેરે વગરનો  હોય અને તેમાં કોઈ ઝેરી પદાર્થ ના હોય તે જોવું .
  • બેડમાં ભેજ અને તાપમાન ની ચકાસણી કરતા રહેવું, જરૂર પડે તેમ પાણીનો છંટકાવ કરતા રહેવું . તાપમાન 30 થી 40 ડીગ્રી રાખવું .
  • તાજું છાણ નાખવું નહી ,થોડાં દિવસ પહેલાનું પ્રમાણસર ભેજ વાળું છાણ નાખવું .

વર્મી કમ્પોસ્ટ ના ફાયદા

વર્મી કમ્પોસ્ટ એક ઉત્તમ ગુણવતા ધરાવતું નાઇટ્રોજન ,ફૉસ્ફરસ અને પોટાશ જેવા અનેક તત્વોથી ભરપૂર ખાતર હોઈ,  જમીનની જૈવિક પ્રક્રિયાઓ અને સૂક્ષ્મ જીવોને અનુકૂળ અને   જમીનને ફળદ્રુપ બનાવી પાકનું ઉત્પાદન વધારે છે. તેમજ ખેડૂતોના ખર્ચમાં ઘટાડો કરી આવક વધારી આપે છે. જમીનને જાળવે છે . વળી વર્મી કંપોસ્ટ ખેતીના તમામ પાકને ઉપયોગી છે .

જાણો :- ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કેવી રીતે શરૂ કરવી ?

મિત્રો, જો તમને અમારી આ વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાની રીત પસંદ આવી હોય તો તમે તમારા ખેડુત મિત્રો સાથે સેર કરી શકો છો અને જો ખેતીલાયક કોઇપણ મુઝવણ હોય તો તમે અમને નિચે કોમેન્ટ બોક્સ માં જણાવી શકો છો. અને ખેતીની નવી યોજનાઓ અને ટેકનીકસ જોવા માટે અમારા વોટસપ ગુપમાં જોડાઈ શકો છો.

Spread the love

About the author

Gujarat Info Hub

1 Comment

Leave a Comment